Tuesday, June 16, 2009

times of India : ભૂલ, ચૂક, ગફલત અને ગોટાળો

આજના timesમાં એડિટ પેજ આખેઆખું ગઈ કાલનું છપાઇ ગયું છે. કેટલાક મિત્રોના મેસેજ પછી એ જોયું. દેખીતી રીતે આ બહુ અક્ષમ્ય લોચો લાગે. પણ સંદેશ મોકલતા મિત્રો સહીત સૌ જરા સમભાવથી વિચારશે તો લાગશે કે આ ભૂલ લાગે છે એટલી અક્ષમ્ય નથી.

times નો બચાવ કરવાનો સવાલ નથી, પણ આ પ્રકારના કામો સાથે સંકળાયેલા હોવાને કારણે મને લાગે છે કે આવી ભૂલ એકાદ કમાંડની ગફલતથી થાય છે. ભૂલ મોટી છે પણ આ કિસ્સો `આંખનું કાજળ ગાલે ઘસવાનો નથી.

ભૂલોના ઘણા પ્રકાર હોય છે. વ્યાકરણદોષ માફ રાખીને ભૂલોના કેટલાક પ્રકાર જોઈએ.

ચૂક : અંગ્રેજીમાં જેને slip કહીએ છે તે. penslip પણ હોય અને mindslip પણ હોય. penslip એટલે મનમાં જુદું હોય ને કાગળ પર કંઇક લખાઇ જાય. mindslip એટલે કોઈ હકીકત વિષે મનમાં ખોટો ખ્યાલ રહી ગયો હોય એને કારણે થતી ભૂલ.

ગફલત: ગાફેલ રહેવાથી થાય તે ગફલત. ડાબા હાથે, પૂરતા ધ્યાન વિના, ઢસડી કાઢવાના મુડથી લખતી વખતે થાય તે.ઉપરના બંને પ્રકારમાં ભૂલ કરનાર ની આવડતની નહીં, પણ ધ્યાનની ઉણપ, ઉતાવળ, બેદરકારી જેવા પરિબળો કારણભૂત હોઈ શકે છે.

ભૂલ: ગણિતમાં ગુણાકાર-ભાગાકાર કરતા કે ઈતિહાસની ટુકનોધ લખતા, ઓફીસના હિસાબમાં કે ટેક્સની ગણતરીમાં જે પડે ત ભૂલ. એમાં ચૂકની સાથે આવડત નો અભાવ પણ જવાબદાર હોય.

ગોટાળો- લોચો : મુખ્યત્વે આવડતની અછતને લીધે થતી ભૂલ. થોડા દિવસ પહેલાં `ભાસ્કર' માં પેરુમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલા `ભારતીયો` વિષે ૬ કોલમ ની ફોટોસ્ટોરી છપાઇ હતી, જે ખરેખર `એમેઝોન ઇન્ડિયન` આદિવાસીની વાત હતી. આવા લચ્છામાં કોઈક સ્તરે ચૂક તો કોઈ સ્તરે ગોટાળો કામ કરતો હોય.

ભૂલના વધુ પ્રકારો વિષે આરોપાત્મક નહિ એવી ચર્ચા આવકાર્ય છે.

(pl. bear with mistakes if any as the matter is typed thro' google's transliteration facility)

8 comments:

 1. As someone who has been associated with journalism all my life, I endorse every word said in this piece.But, the trouble is that readers are taken as more powerful than the managing directors. The readers are viewed as MD's wife.So a storm is bound to be created within the organisation. You see papers love even to point out the mistakes God has been making. Suddenly, errors of a major nature such as repetition of the edit page,leave the people manning it red in the face. Cynics will,nevertheless, take solace that not many would notice the error because editorial pages everywhere are among the pages less read. If it had been the sports page, there would have even more red faces.
  Tushar Bhatt

  ReplyDelete
 2. Anonymous5:57:00 PM

  ક્ષતિ. જેમાં તમારી કંઇજ ના ચાલે. ભૌતિકશાસ્ત્ર મુજબ કોઇ પણ માપન પધ્ધતિમાં ઝીરો એરર શક્ય નથી. દા.ત. દિવ્યભાસ્કર કોઇ ક્ષતિ વગરનું છપાય તે શક્ય નથી ;)

  ReplyDelete
 3. "દિવ્યભાસ્કર કોઇ ક્ષતિ વગરનું છપાય તે શક્ય નથી" = ક્યા ખૂબ કહી મેરે આકા!;)

  ReplyDelete
 4. Anonymous8:56:00 PM

  સળી : જાણીજોઈને ઉપરી સાહેબોને ધંધે લગાડવા માટે કરવામાં આવેલી - નજર તળેથી જવા દીધેલી ભૂલ

  ReplyDelete
 5. "સળી" એ મિથ્યાભિમાની સાહેબોને ધંધે લગાડવા માટેનું ફળદ્રુપ ભેજાંમાંથી નીકળતું અમોઘ અને અત્યંત જરૂરી શસ્ત્ર છે!!!

  ReplyDelete
 6. Anonymous9:23:00 PM

  ચુગલી-ખુજલી ભૂલભૂલૈયા : સામાન્ય રીતે સામાન્ય વાચકો-ભાવકોને ક્યારેય ન સ્પર્શે, ખબર પણ ન પડે તેવી લખાણની શૈલી કે પછી 'આના વિકલ્પે આ ફોટો કે આના બદલે આવો વિષય લેવો જોઈતો હતો' કહીને ધરાહાર તમારી ભૂલ થઇ ગઈ છે એવું તમારા સહકર્મચારીઓ દ્વારા મેનેજમેન્ટને ઠસાવવામાં આવે તેને ચુગલી ભૂલભુલૈયા કહેવાય. અને આવું કરવા માટે તેવા કર્મચારીઓને તમારી સામે મેનેજમેન્ટ જ ઉભા કરે તેને ખુજલી ભૂલભુલૈયા કહેવાય.

  ReplyDelete
 7. છબરડો લછ્છો શરતચૂક દૃષ્ટિચૂક ભૂલચૂક ઊણપ ન્યૂનતા ખોડ/ખામી ત્રુટી સ્ખલન બેદરકારી/બેપરવાઈ/અસાવધાની વિ. ને ઉપરોકત (લેખના) વર્ગીકરણમાં ક્યાં ગોઠવી શકાય તે તો ઉર્વીશભાઈ જ કહી શકે.

  ReplyDelete
 8. dhaivat trivedi11:57:00 AM

  છાપાની ભૂલો કેટલીક વાર ભવાડો બની જતી હોય છે.

  ગુજરાતના એક મોટાં શહેરની ઘટના છે.

  એક બહેન- બિનાબહેનના પતિ ગલ્ફ દેશમાં નોકરી કરે. બિનાબહેન તેમનાં પિતા હર્ષદભાઈ પાઠકની સોસાયટી નજીક એકલાં રહે. એક દિવસ તેમનું સ્કૂટી ખરાબ થયું એટલે તેઓ ગલીના નાકેથી મિકેનિક સચિન રાઠોડને બોલાવી આવ્યાં. ઘરનું એકાંત જોઈ મિકેનિક સચિનની દાનત બગડી અને તેણે બળાત્કારનો પ્રયાસ કર્યો. ડઘાઈ ગયેલા એ બહેન રડતાં રડતાં પોતાને પિયર ગયાં. તેમની આપવીતી સાંભળીને તેમનાં પિતા હર્ષદભાઈ પોલીસ સ્ટેશને લઈ ગયા અને ફરિયાદ દાખલ કરી.

  આટલી ઘટના.

  રાત્રે આઠ વાગ્યે ક્રાઈમ રિપોર્ટર પર તેનાં કોઈ "સોર્સ" (માય ફૂટ!!)નો ફોન આવ્યો. એટલે તેણે આજુબાજુમાં બેઠેલા ટ્રેઈની રિપોર્ટર્સ સામે "આપણને તો તરત ખબર પડી જ જાય" એવી ગુલબાંગો ઠોકીને પોલીસ સ્ટેશને ફોન કરીને મેટર લઈ લીધી. લખતી વખતે પણ ગુલબાંગો ચાલુ.."હું તો ડાયરેક પીઆઈને જ ફોન કરું. એણે અડધી રાત્રે ય મારો ફોન ઉપાડવો જ પડે.."

  બીજે દિવસે છપાયું..

  "ફલાણી સોસાયટીમાં રહેતાં ૩૨ વર્ષિય બિનાબહેન પર હર્ષદભાઈ પાઠકે (તેમનાં પિતાએ) બળાત્કાર ગુજાર્યો અને સચિન રાઠોડે (મિકેનિકે) પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી!!!!!!!"

  બીજા દિવસે હર્ષદ્ભાઈ કેરોસિનનો ડબ્બો લઈને આવ્યા છાપાની ઓફિસે..હવે તો એ કાળમુખા રિપોર્ટરની સામે જ આત્મવિલોપન કરું..!!

  (અહીં આપેલ નામો બદલ્યાં છે. તેમજ અખબાર અને ગામનું નામ સ-હેતુક લખ્યું નથી)

  ReplyDelete