Tuesday, June 23, 2009

૧ વર્ષ, ૨૫૪ પોસ્ટ

અચાનક બત્તી થઇ કે બ્લોગને એક વર્ષ પૂરું થશે. ૨૩ જૂન, ૨૦૦૮ની એક ઘડીએ યાહોમ કર્યા વિના બ્લોગની શરૂઆત કરી હતી. સીધી વાત છેઃ ઓનલાઇન સમય સિવાય બીજું કંઇ યાહોમ કરવા જેવું હોતું નથી.

શહેરી યુવાનો માટે લખતા લેખકો જેને ‘ક્રશ’ કહે છે, ઉર્દુ શાયરો જેને ‘દિલ આ ગયા’ કહે છે, વિદ્વાનો જેને તીવ્ર પ્રણયાનુભૂતિ કહે છે - અને હું જેને કંઇ જ કહેવાની જરૂર નથી જોતો- એવી લાગણી એક વર્ષના ટૂંકા ગાળામાં બ્લોગ પ્રત્યે થઇ છે. બ્લોગને મારો ‘ઓલ્ટર ઇગો’ ગણવાનું સહેલું છે. કંઇક અંશે સાચું છે, પણ ‘ઓલ્ટર એક્ઝિસ્ટન્સ’ વધારે સાચો શબ્દ લાગે છે. કારણ કે મારા ઇગોનો ફુગાવો થાય એવી બાબતો - મારા વક્તવ્યના અંશ, એવા કાર્યક્રમોની તસવીરો અને એવી બીજી બાબતો- બ્લોગ પર મૂકવાનું લગભગ ટાળ્યું છે. ક્યારેક જરૂરી લાગે તો પણ એ ‘ઇગો’ સુધી ન પહોંચે એ રીતે.

બીજી બાબતઃ બ્લોગનો ઉપયોગ મેં અંગત હિસાબો માટે કે અણગમા ઠાલવા માટે કર્યો નથી. એવાં કેટલાંક નામ ટાંકી શકું, જેમનાં લખાણ સામે મારા અનેક વાંધા હોવા છતાં અને આ બ્લોગ પર હું એમને લબડધક્કે લઊં તો મને કોઇ કહેનાર ન હોવા છતાં, હું એ પ્રવૃત્તિમાં પડ્યો નથી. એ ધોરણ જાળવી રાખ્યાનો મને આનંદ પણ છે.

મનમાં ઘંટડી વાગે છે કે વઘુ લખીશ તો જે અત્યાર સુધી નથી કર્યું, એ કદાચ શરૂ થઇ જશે. એટલે, બસ. આટલું જ. બ્લોગ પરનાં લખાણોની સર્કિટ પૂરી કરીને, વઘુ એક પ્રવૃત્તિમાં સાર્થકતાનો અનુભવ કરાવનાર મારી સાથે સંમત-અસંમત એવા સૌ વાચકો-મિત્રોનો આભાર.

14 comments:

 1. Anonymous6:37:00 PM

  Happy Birthday, Gujarati World!

  ReplyDelete
 2. ખૂબ ખૂબ અભિનંદન...
  - કેતન

  ReplyDelete
 3. Yes, it is very true that most of the blogs (or for that matter press column) are medium of promoting self ego. That is the reason that I most of the time reads English and that too western blogs. One can pick up fight with me on this count but fact is most of the English blogs writers are aware that most of his readers are unknown, obscure and far from their culture. This fact makes them to be as objective as possible in their writing and that is the beauty of English writing.
  I am not in to’ how was your wedding’ or ‘who was your jailing’ kind of conversations. In your blog I have found this quality, which compels me to read it. Keep it up and best wishes for future objectivitism (to quote Ayn Rand).

  RAJ GOSWAMI

  ReplyDelete
 4. Congratulations. I do not put comments always, but I regularly read all your articles thru' Google reader. Keep up the good work. I like you esp. bcoz you do not remove comments like Shri Saurabh Shah if he cannot answer the comments!!!

  ReplyDelete
 5. Congrats!!! It is been great 'following' your blog. It is only when you mention one realises that it is just been a year... It is as if I have been reading your blog for a long time...

  ReplyDelete
 6. congo congo...ek shaheri yuvan taraf thi aa hoi ne hardik abhinandan lakhava nu talyu 6e...;)chalo varshant mijbani kya 6e ? :P

  ReplyDelete
 7. ખુબ ખુબ અભીનન્દન. .. ...
  ગોવીન્દ મારુ

  ReplyDelete
 8. ઉર્વિશભાઈ,

  અભિનંદન
  .

  માર્કેટીંગ કર્યા વગર માત્ર અને માત્ર જ્ઞાન ગોષ્ઠી કરવી એ અઘરૂં કામ છે અને તમે એ અઘરૂં કામ આસાનીથી કરો છો, કરતા રહો એવી શુભેચ્છા.

  ધૈવતે ઇ-મેગેઝિનના ઇન્ટર્વ્યુમાં તમારા વિશે કહેલી વાત સાથે શતાંશ સહમત કે "આ (ઉર્વિશ કોઠારી)માણસ કંઇક જુદો છે."

  ReplyDelete
 9. વજેસિંહ પારગી12:28:00 PM

  બ્લોગની વરસગાંઠની વધાઈ. નવા વરસે પરોઢિયે સ્નાનસત્ર જેવા સર્જનાત્મક લેખોની સંખ્યા વધે એવી અપેક્ષા વધારે પડતી તો નથી જ!

  ReplyDelete
 10. 254 posts in 365 days !

  a great effort to be praised by all - but alas i have missed most of the posts.

  it is always interesting to know about the current topics/ issues/events that concern the lives of the people through the perceptive eyes of a progressive journalist. and the refreshing style and diction of urvish make the posts most enjoyable, most readable.

  i will keep on visiting and maybe, post occasional comments too.

  best wishes,

  sincely

  neerav patel
  june 24, 2009

  ReplyDelete
 11. Congratulations Urvishbhai!

  ReplyDelete
 12. અભિનંદન ઉર્વીશભાઈ. તમારા બ્લૉગની મોડી જાણ થઈ હતી એટલે બધા લેખો નથી વાંચ્યા પણ જે કાંઈ વાંચ્યું છે તે દિલથી માણ્યું છે. આજ રીતે અમને વિપુલ વાચનથી તરબતર રાખજો.

  ReplyDelete
 13. the media hardly pays attention to the news , thoughts which is not palatable to them. i suppose blogs are good way. i will be writing to you if you do not get bored.nayeem quadari referred me to your blog. wish we will go long way. have a nice day. dr.k.k

  ReplyDelete