Tuesday, March 03, 2009

તારક મહેતા સમારંભ # ૨ : મુખ્ય મંત્રીનો સુરક્ષા પરિવાર આપને હાર્દિક ત્રાસ આપે છે...




રવિવારની સવારે ૯-૪૫ વાગ્યે લગભગ બારસોની ક્ષમતા ધરાવતા અમદાવાદના ટાઉનહોલમાં સમારંભ રાખવાની હિંમત તો જ થાય, જો એ સમારંભ તારક મહેતાનો હોય.
- અને રવિવારની સવારના ૯-૪૫ વાગ્યાના સમારંભ માટે ૮-૩૦ વાગ્યાથી ચાહકો આવવાના શરૂ થઇ ગયા હોવા છતાં, છેક ૯-૧૫ સુધી ચાહકોને બહાર ઊભા રાખવામાં આવે અને ત્યાર પછી પણ તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે, ઘણા મહાનુભાવો સાથે બદતમીઝી થાય, સિનિયર સિટીઝનોને ઠેબે ચડાવાય, સંખ્યાબંધ ચાહકો હતાશ થઇને પાછા જાય...આવું તો જ થાય, જો એ સમારંભમાં ગુજરાતના મુખ્ય મંત્રી આવવાના હોય.
તારકભાઇનાં લખાણો અને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના પ્રેમીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી સન્માનપૂર્વક પોતાની બેઠક મેળવવા માટે હોલ પર વહેલા આવી પહોંચ્યા. પણ શેઠ મંગળદાસ ટાઉનહોલના બારણે મેટલ ડીટેક્ટરની એક ફ્રેમ સાથે થોડા પોલીસ ઊભા હતા. તેમણે કહી દીઘું કે અંદર જવાનું નથી.
કેમ?
સલામતીનાં કારણોસર.
કોઇ જ દેખીતા કારણ વિના હોલમાં પ્રવેશ ન મળવાથી બહાર ઊભેલા આમંત્રિતોની ધીરજ ખૂટવા લાગી. યાદ રહે કે આવનારા મોટા ભાગના લોકો ‘આમંત્રિતો’ હતા. તેમને કાર્ડ મોકલીને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે રવિવારે સવારે આવજો. લોકો આવ્યા પણ ખરા, કારણ કે પ્રિય લેખકની ઉજવણીમાં સામેલ થવાનું હતું. પણ દરવાજે જ ઘણાખરાનો ઉત્સાહ ટાઢો થઇ ગયો. એટલું જ નહીં, આનંદ ક્રમશઃ ત્રાસ અને ગુસ્સામાં પણ ફેરવાયો.
આમંત્રિતોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કર્યા પછી દરેક જણ પાસેથી પાસની પતાકડીઓ ઉઘરાવવાનો અને તેમનું ચેકિંગ કરવાનો આગ્રહ રખાયો, જે વધી પડેલી ભીડને જોતાં અવ્યવહારૂ હતો. જેમ જેમ લોકો આવતા ગયા, તેમ એમનું ચેકિંગ કરીને અંદર બેસાડી શકાયા હોત. સલામતીના નિયમો પાળવાનો કોઇને વાંધો ન હોય. પણ સલામતીના નામે આમંત્રિતોને અપમાનિત સ્થિતિમાં મુકવાનું લાયસન્સ કોઇને ન મળવું જોઇએ.
દરવાજા પર કેવી ધક્કામુક્કી મચી તેની તસવીરો ઉપર મુકી છે. એકાદ વિડીયો પણ યુટ્યુબ પર મુકી છે, જેની લિન્ક અહીં આપું છું.

દરવાજા પર જોવા મળેલી ગીરદી મુંબઇની ટ્રેનોની ગીરદીને સારી કહેવાડવે એવી હતી. થેન્ક્સ ટુ ‘સિક્યુરીટી પર્પઝ’. એકાદ તસવીરમાં તો ઊંચો કરાયેલો દંડો પણ જોઇ શકાય છે.
ભારે ભીડભાડ પછી, એક મિત્રએ કહ્યું તેમ,‘છાપાંની કૂપનોમાંથી ગિફ્ટ લેવાની હોય એમ’, લાઇન કરાવવામાં આવી. દરમિયાન, હાસ્યકાર વિનોદ ભટ્ટની ધીરજ ખૂટી. આર્થરાઇટિસની ગંભીર તકલીફ ધરાવતાં તેમનાં પત્ની નલિનીબહેન સાથે તે ખાસ તારકભાઇ-ઇન્દુબહેનને કારણે આવ્યા હતા. તેમની સાથે રતિલાલ બોરીસાગર પણ હતા. ઘણી રાહ જોયા પછી નલિનીબહેનથી ઊભા ન રહેવાતાં એ લોકો માંડ માંડ હોલના પાછળના દરવાજે ગયા. ઓળખાણ આપી. તકલીફનો ખ્યાલ આપ્યો. છતાં ત્યાં ઊભેલા કર્મચારીઓ પર કશી અસર ન થઇ. તેમની એક જ વાતઃ ‘આગળના દરવાજે જાવ.’ વિનોદભાઇ કહે કે ભાઇ, અહીં સુધી જ માંડ આવ્યાં છીએ. હવે મારી પત્નીને ચલાવીને આગળના દરવાજે લઇ જઇ શકાય એમ નથી. પણ સાંભળે જ કોણ?
કંટાળીને વિનોદભાઇએ કહ્યું,‘ગાડી બોલાવો. આપણે ઘરે જતા રહીએ.’ એ વખતે રતિલાલ સહિત બીજા લોકોની ચાલુ રહેલી માથાકુટ અને સમજાવટ પછી તેમને માંડ અંદર લીધાં.
બહાર લાઇનમાં આયોજન ‘નવભારત સાહિત્ય મંદિર’ના સ્ટાર નવલકથાકાર અશ્વિની ભટ્ટ અને તેમનાં પત્ની નીતિભાભી પણ હતાં. તેમની પાસે કોઇ કારણસર પાસ ન હતા. કાર્યક્રમના એક વક્તા જય વસાવડાએ પણ બીજા ચાહકોને પાસ આપી દેતાં તેમની પાસે પણ પાસ નહીં. મારો પાસ ક્યાંક ખોવાઇ ગયો હતો. અમને બધાને સિક્યુરીટીવાળાએ બાજુ પર ઊભા રાખી દીધા. અમારે પણ વિનોદભાઇની જેમ કહેવું પડત કે ‘ચાલો ઘરે.’ મિત્ર મનીષ મહેતાએ તત્કાળ ખિસ્સામાંથી ચાર-છ પતાકડાં કાઢીને સિક્યુરીટીવાળાને ધરબ્યાં. દરમિયાન, અશ્વિની ભટ્ટને બાજુ પર ઊભા રહેવાનું કહેતાં મારો પારો છટક્યો. મેં કહ્યું,‘જરા માણસને તો ઓળખો. આ કોણ છે, ખબર છે? અશ્વિની ભટ્ટ. ગુજરાતના બહુ મોટા લેખક.’
પેલા ભાઇ ગુજરાતીમાં કહે,‘પણ અહીં તો બહારની પોલીસ છે.’
‘તો થોડી અહીંની પોલીસ પણ રાખો.’
આ બધા સંવાદો નિરર્થક અને પથ્થર પર પાણી જેવા હતા.
અંદર ગયા પછી પણ અવ્યવસ્થાનો પાર નહીં. થોડા વખત પછી હોલનાં બારણાં અંદરથી ભીડી દેવાયાં. ત્યાર પછી બહાર લાંબી લાઇનમાં ઉભેલા પાસધારકો માટે પણ એન્ટ્રી બંધ !
વધારાનો મોટો ત્રાસ ત્યારે થયો જ્યારે સાડા નવ- પોણા દસથી અંદર આવી ગયેલા લોકોને સાડા અગિયાર સુધી ધરાર બહાર જતા અટકાવવામાં આવ્યાં. કુદરતી ક્રિયાઓ માટે આઘાપાછા થતા સિનિયર સિટિઝનો દરવાજે દરવાજે ધક્કા ખાઇને બહુ આગ્રહ-વિનવણી કરે એટલે ચોકિયાત કહે,‘બહાર જવું હોય તો પછી અંદર આવવા નહીં મળે.’ પાસ તો પહેલેથી જ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. એટલે અંદર પેઠા પછી કેદ!
મુખ્ય મંત્રી એક કલાક મોડા આવ્યા. આયોજકો એ વિશે જાણતા હોવાથી કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. પછી જાણવા મળ્યું કે બીજા બધાને તો ઠીક, તારકભાઇ-ઇન્દુબહેનને પણ સીધેસીધો અંદર પ્રવેશ મળ્યો ન હતો! થોડાં વર્ષ પહેલાં તારકભાઇનાં પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ ભાઇકાકા હોલમાં હતો, ત્યારનો અનુભવ તાજો થયો. એ સાંજે હું તારકભાઇને ઊભાઊભ મળીને નીકળી જવાના ઇરાદે હોલ પર પહોંચ્યો, ત્યારે તારકભાઇ અને તેમની સાથેના બે-ત્રણ જણને મુખ્ય મંત્રીના સલામતી રક્ષકો અંદર જતાં અટકાવી રહ્યા હતા. એ દૃશ્યના સાક્ષી બન્યા પછી નક્કી કર્યું કે ઝેડ પ્લસ સુરક્ષાવાળા મહાનુભાવોના કાર્યક્રમમાં કદી જવું નહીં અને ક્યારેક અનિવાર્યપણે જવું પડે તો પણ, ધોળા ધરમે તેમને આપણા કાર્યક્રમમાં બોલાવવા તો નહીં જ.
આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રીને બોલાવવા માટે તારકભાઇનો કોઇ આગ્રહ ન હતો, એ હું જાણું છું. આયોજક નવભારત સાહિત્ય મંદિરની આરંભિક ઇચ્છા હોવા છતાં મુદતો પર મુદતોને કારણે તેમણે ઇચ્છા પડતી મુકી હતી. છતાં, કેટલાક આગ્રહોથી મુખ્ય મંત્રીને લાવવામાં આવ્યા અને આ સ્થિતિ સર્જાઇ.
સારઃ
૧. મુખ્ય મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હોય, ત્યાં યજમાન તરીકે પોલીસોનાં ધાડાં આવી જાય છે. અસલી યજમાનના ‘માનવંતા મહેમાનો’ સહિત બીજા સૌ કોઇ ગૌણ બની જ નહીં, બીજા નું કોઇ અસ્તિત્ત્વનું કશું મહત્ત્વ રહેતું નથી. એટલે મુખ્ય મંત્રી ટાઇપની સુરક્ષા વ્યવસ્થાથી ઘેરાયેલી વ્યક્તિઓને વાચક-લેખક મિલન પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવી નહીં.
૨. આયોજકો, પેટા આયોજકો કે પડદા પાછળના આયોજકો- જેમને મુખ્ય મંત્રીની ભક્તિ કરવી હોય, તેમણે અંગત ધોરણે કરવી. પોતાની ભક્તિમાંથી નીપજતો ત્રાસ બીજાના માથે મારવો નહીં.
૩. તેમ છતાં, મુખ્ય મંત્રીને આ પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવામાં આવે જ, તો એવા કાર્યક્રમોમાં જવું જ નહીં.
છેલ્લા નંબરનો સાર મેં વર્ષો પહેલાંથી અમલમાં મુક્યો છે. તારકભાઇ જેવા પ્રેમાળ વડીલ માટે તેમાં અપવાદ કરવાનો અફસોસ ન જ હોય. છતાં, એ સાર દૃઢ થયો તેનો રંજ છે.
જેમના ઘરે કુરિયર આપવા આવનારને પણ નિયમલેખે પ્રેમથી પાણીનો ભાવ પૂછાતો હોય, એવાં તારકભાઇ-ઇન્દુબહેનના સમારંભ નિમિત્તે આવી અવ્યવસ્થા થાય, તે વિશેષ ખેદજનક છે. તેના માટે તારકભાઇ-ઇન્દુબહેને નહીં, પણ મુખ્ય મંત્રીને બોલાવવાનો જેમણે આગ્રહ રાખ્યો હોય, તેમણે દિલગીરી વ્યક્ત કરવાની રહે છે.

10 comments:

  1. આ તે કેવું આયોજન?
    કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો તો એ વખતે અમે બધા મિત્રો પ્રવેશ દ્વારની બાજુમાં ઉભા ઉભા આ ભવ્ય કાર્યક્રમના અભવ્ય આયોજનને જોઈ રહ્યાં તા. ભલભલા મહારથીઓ લાઈનમાં ઊભા તા. બધાને એકજ સરખા ગણવા માટે એકજ લાઈનમાં ઉભા રહેવું પડે એ સારી વાત છે, પણ અશક્તોવૃદ્ધો માટે વ્યવસ્થા ોવી જોઈએ. એ ન તી એ માટે આયોજકોનો વાંક કાઢી શકાય.
    ટાઉનહોલના દરવાજા બંધ થયા એઙલે બહાર પાસ ોવા છતાં બાકી રહેલા લોકોને સમજાવવા ત્યાં ઉભેલા પોલીસ પૈકીના એક ભાઈ આવ્યા. અને સમજાવવા લાગ્યા કે અંદર ઉભવાની પણ જગ્યા નથી. લોકો તેની સાથે દલીલ કરી રહ્યાં તા અને એ પોલીસવાળા ભાઈ બધાને શાંતિથી સમજાવી રહ્યાં તા. એવામાં એક બીજા પોલીસ અધિકારી આવ્યા અને પેલો પોલીસવાળો લોકોને શાંતિથી સમજાવી સમગ્ર પોલીસ જમાતની આબરૂ ખરાબ કરતો ોય એમ લોકોને કડક ભાષામાં ‘સમજાવવા’નું શરૂ કર્યું. પછી ત્યાં દરવાજા નજીક ઉભેલા લોકોએ વિખેરાયા વગર છૂઙકો ન તો. મૂળ વાત વાયાિત આયોજનની છે. જ્યારે બધાને પાસ દ્વારા એન્ટ્રી ોય ત્યારે પાસધારકોને પાછા મોકલી જ કેમ શકાય? જગ્યા કરતા વધુ પાસ આપ્યા એમાં આયોજકો સિવાય કોનો વાંક કાઢી શકાય? કદાચ મુખ્ય મંત્રી (પહલેથી જાણ કરીને સમય કરતાં મોડા) આવવાના ન ોત તો આ બધી અવ્યવસ્થા સર્જાઈ ોત?

    ReplyDelete
  2. Anonymous7:45:00 PM

    Send this blog to the publishers (for whom two penny politicians are more important than writers/artists) and GoG's Information Dept.

    ReplyDelete
  3. Anonymous2:33:00 PM

    why publishers like navbaharat so eager to plaese modi? and if so they chhose their own writer. bhakti, bhakti, bhakti....temathi j loko uncha nathi aavta. stop going these type of pgrms so publishers get message. but readers also too bevkuf. why they also rush like .........? jani ne khali jagya rakhi chhe.

    ReplyDelete
  4. Anonymous11:14:00 PM

    I am not surprised this happened. Urvish, what on earth were you expecting? First of all why on the earth NaMo needs to be invited for this function? And when NaMo is going to be there, why anyone with some sanity left would want to go to function where NaMo's presence is going to add Zilch value to function? No doubt NaMo is an efficient administrator and has given good Governance but I feel our Gujju's have been going too much ga-ga over NaMo and are too much Harakh-paduda.

    ReplyDelete
  5. લગભગ ચાર વર્ષ પહેલાં વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં દીક્ષાંત પ્રવચન આપવા મુખ્યપ્રધાનને બોલાવાયા હતા. એ વખતે પણ આવો જ અપમાનજનક વ્યવહાર યુનિવર્સિટીના સિનિયર અધ્યાપકો અને ગોલ્ડમેડાલીસ્ટ વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે થયો હતો. એ કાર્યક્રમનું કવરેજ કરવા ગયેલા બધા પત્રકારો આ મુદ્દે બહુ ઝઘડયા હતા. પણ, યુનિવર્સિટીના અધિકારીઓ લાચાર હતા. દેશ-વિદેશમાં સન્માન ધરાવતા અધ્યાપકોને આઠ ચોપડી પાસ હવાલદારોએ ધમકાવી નાખતા ઘણા લોકો પાછા જતા રહ્યા હતા.

    ReplyDelete
  6. this is what expected from a "No. 1" CM(common men as he calls himself)....think if such behavoir happens with the uncommon artist and personalities then what would be the situation of real common men - a citizen. Think a situation when our great CM's "shahi savari" passes through any road, and all the real common men are put on side by the police....a great savari which lasts atleast for 20 minutes...and what our common men suffers at this time...it waits for passing of the "savari" wehile hanging on any private jeep at the risk of life...beacuse only "raja - the king has right to life" and not the common men, in the gujarat of no. 1 CM

    ReplyDelete
  7. Anonymous1:40:00 PM

    Modi thi badha aklay, gusse thay, tras pame chhata Modi pase - Modi mate puchhadi patpatavta pachha jay; e jamat ma Lekhako no samavesh varso thi thai gayo chhe. Aa vakhate ema indirectly Urvish no samavesh pan thayo, 'javu padyu' kahine Urvish gayo pan kam-se-kam tika karto aa lekh lakhyo ne Modi na bhakto nu list khullu padyu; aabhar.

    Jemna pan namo ganavya e badha Modi bhakto chhe. Vinod Bhatt, Ashwinee Bhatt, Tarak Mehta, Jay Vasavda; badha e Modi no ane Modi-niti no prachar potani kolamo dwara hammesha karyo chhe. E hisabe teo Gujarati lokpriya lekhan na sthapit hito ganva rahya. Mane dar chhe, Urvish, tu e varg no hisso banto jai rahyo chhe. Lokpriya thavu, temathi lok-ranjak banvu, ane pachhi swa-hito jalavava ni lhay ma sthapit hit banvu; e bahu door ni vaat nathi.

    Tarakbhai no bachav karvo ke Modi ne bolavavani emni ichha nohti, potano bachav karvo ke Tarakbhai mate hu to gayo, je Bhatt vadiloe Gujarat ne Modimay banavava ma saath aapyo emne saath aapvo, saath levo... e badhu chintajanak chhe. Career kya-kya nahi karati kambakht! Sorry for this unwarranted attack, but dialogue on open forum is good for all.
    - Kiran Trivedi

    ReplyDelete
  8. Anonymous3:08:00 PM

    dear Kiranbhai,
    this is hardly language for 'a dialogue'. these are all wild accusitions.
    pl. worry for your sense of proportion & balance besides worrying for me.
    urvish kothari

    ReplyDelete
  9. Anonymous5:56:00 PM

    Dear Urvish, You used the right words in your response," pl. worry for your sense of proportion & balance besides worrying for me." I think I failed in maintaining that sense of proportion in expressing my worry for the shades of 'Grays' seen by ME in a respected writer like you. My concern remains but I went overboard in expressing it. Also I am not clubbing you with other Modi Bhakts, but I rechecked my comment and found it meaning that, too. My apologies.

    This blog media is a strange mix. It's an open forum, at the same time being your personal blog. May be that made me comment on you 'personally', while claiming it to be for 'open forum'! Sorry on personal level, but I stick to my observation of other Modi'Bhakts. - Kiran

    ReplyDelete
  10. Anonymous9:31:00 PM

    First of all (to Govind) about the comment on RAJA. Well, it is very sad that we do not see things very objectively. For such position security is always concern. If one gives that position a name and especially if that's MODI, people find one more reason to make a big issue out of it.

    I agree with Urvish that entertaining politicians in SAHITYA is not good and one should know that if ANY STATE CM (Leave MODI aside, ANY) is coming, security would be a concern. It is whole system that creates such police force and not a CM alone. Our police force is not very reputational job so not many elite classes join that. Result is, they do not see difference between a writer and common person (Hiren).

    Again as GOVIND used word "Uncommon" for artists, it is internal want to be called uncommon and as soon as it is hurt we make noise. If it is really felt that the security is not needed for this position or the police is very rude in Bharat than why we wait till we get that HURT. As far as security is concerned, it is everywhere, even in 'developed nations' when CM/PM travels, roads get blocked. Life there does not get disturbed because they have many roads and options keeping population in mind. If similar program would have been held in those countries, there would be only 20-25% presence of those uncommon artists.
    At the same time I agree that attitude of the police there, is very different but so in common public there. We all have to be soft in our attitude and start from ME. Let’s think how I order a tea and call for water from a TENIA at any small tea stall

    We take pride in OBAMA’s security and talk about it and we do not like that for our PM. Yes our PM do not have same value as OBAMA because people he rules do not maintain that value or give that value (or may be they do not have value?????)

    I wrote this because I see this becoming problem of MODI and not a common problem of Bharat and that's why Kiran Trivedi type comments have latent heat in it. This things makes us person based or at the best issue based but not solution based.

    I think some comments here tell me that change MODI and our police will change. Change MODI and our AYOJAK (Tarak Mehta samarambh)attitude will change. Change MODI and there will not be any road blocks while new CM’s car passes through city.
    It is very easy to give a face to any problem, we are good at that and that’s why we are internally happy. There is always a RAM to save us and there is always a Ravan to blame.

    ReplyDelete