Thursday, January 08, 2009

સાહિત્ય પરિષદનો નવીન ‘માર્શલ લૉ’




photoline : 1) Ratan (RM) - Narayan Desai 2) RM- N. Desai- Raghuvir chaudhari- Dhirubhai Parikh (behind Raghuvirbhai) 3) Yezadi Karanjia with RM 4) Ratan Marshal's 'Best Friend' : pet 'Simba' 5) Dhiruben Patel with RM 6) Prakash N. Shah speaking

ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખનાર, ગુજરાતી વિષયમાં પીએચ.ડી. કરનાર પહેલા પારસી (કદાચ પહેલા ગુજરાતી) રતન માર્શલ સદીના ઊંબરે ઊભા છે. તેમણે લખેલો પત્રકારત્વનો ઇતિહાસ પત્રકારત્વની નિશાળોમાં ટેક્સ્ટ બુક તરીકે ચાલતો હોવાથી માર્શલસાહેબ ઘણા લોકો માટે દંતકથાના પાત્ર જેવા છે. આ અભ્યાસ પછી જો કે માર્શલસાહેબની મુખ્ય કામગીરી પારસી પંચાયતની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં રહી છે. પત્રકારત્વ અને સાહિત્ય સાથેનો તેમનો સંબંધ ઝાંખોપાંખો રહ્યો છે ને એમણે એ વિશે કદી દાવા પણ કર્યા નથી. ટેકનોલોજીના ફાયદા ધરાવતાં વર્તમાન અખબારો-સામયિકો વિશે માર્શલસાહેબની મુગ્ધતા નવાઇ પમાડે એવી લાગે. ‘કથારતન’ શીર્ષક ધરાવતી આત્મકથામાં તેમણે જે કહેવાનું હતું એ કહી દીઘું છે. તેમની પાસે સ્મૃતિઓનું અક્ષયપાત્ર નથી. પારસી નાટકો સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે. સાહિત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન ઝાઝું નથી. છતાં, માર્શલસાહેબનો પત્રકારત્વનો ઇતિહાસ, માણસ તરીકે તેમની સરળતા-પ્રેમભાવ અને સદી નજીકની ઊંમર- આ બઘું ઘ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય પરિષદને, પ્રમુખ નારાયણ દેસાઇના સૂચનથી માર્શલસાહેબનું સન્માન કર્યું.
વર્ષો સુધી સુરતમાં રહેલા માર્શલસાહેબ થોડાં વર્ષો પહેલાં પડી ગયા પછી હવે અમદાવાદમાં તેમના પુત્ર, હાઇકોર્ટના એડવોકેટ રૂસ્તમ માર્શલના બંગલે સુખેથી રહે છે. (એડવોકેટ રૂસ્તમભાઇનું આખું નામઃ રૂસ્તમ રતન રૂસ્તમ માર્શલ!) ત્યાંના શ્વાન ‘સિમ્બા’ને માર્શલસાહેબ પોતાનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ ગણાવે છે. તેમની અશક્તિગ્રસ્ત અવસ્થાને લીધે પરિષદે માર્શલસાહેબને બહાર બોલાવવાને બદલે, પોતે એમને ઘેર જઇને સન્માન આપવાનું નક્કી કર્યું. પરિષદને આવું સૂઝે તેનાથી આનંદ અને નવાઇ બન્નેની લાગણી થાય.
રવિવાર (૪-૧-૦૯)ની સાંજે માર્શલસાહેબના બંગલે યોજાયેલા નાનકડા સમારંભમાં પરિષદપ્રમુખ નારાયણ દેસાઇ, પ્રકાશ ન.શાહ, રધુવીર ચૌધરી, ધીરૂબહેન પટેલ, ‘કુમાર’ના તંત્રી ધીરૂભાઇ પરીખ, યેઝદી કરંજિયા સજોડે(સુરત), રજનીકુમાર પંડ્યા, મનસુખ સલ્લા, વિપુલ કલ્યાણી જેવા સાહિત્યકારો હાજર રહ્યા. મિત્ર બિનીત મોદી તો હોય જ. એને તો માર્શલસાહેબે પોતે ભૂલી ગયા હોય એવા કેટલાક લોકોને આમંત્રણ આપવાનો ‘પાવર ઓફ એટર્ની’ આપ્યો હતો.
પરિષદ કોઇને ઘેર જઇને સન્માન આપે, એવા ઐતિહાસિક પ્રસંગની બિનીતે પાડેલી કેટલીક તસવીરો અહીં મુકી છે. તસવીરો પર ક્લિક કરવાથી તે મોટી સાઇઝમાં જોવા મળશે.
(તમામ તસવીરોઃ બિનીત મોદી)

3 comments:

  1. પત્રકારત્વના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા પછી દરેક વિદ્યાર્થી સૌથીપહેલાં માર્શલ સાહેબનું પુસ્તક જ શોધે છે. આપણે ત્યાં દસ્તાવેજીકરણ કે ઇતિહાસ લેખનનો બહુ મહિમા નથી ત્યારે દાયકાઓ અગાઉ આવું પ્રદાન કરનારા માર્શલ સાહેબને સલામ !

    ReplyDelete
  2. ડોક્ટર રતન રૂસ્તમ માર્શલઃ પત્રકારત્વની જીવંત પાઠશાળા

    ૨૦૦૬ ૨૦૦૭માં સૌરાષ્ટ્ર યુનિવર્સિઙી રાજકોટમાં જર્નલિઝમમાં ભણતાં તાં ત્યાં ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસના પેપર માટે રતન માર્શલનું પુસ્તક વાંચવાની સૂચના કમ ઓર્ડર મળ્યો. તપાસ કરતાં ખબર પડી કે ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ નામે માર્શલ સોબે લખેલું પુસ્તક તો દુર્લભ છે. ક્યાંય મળતું પણ નથી. પ્રથમ વાર આ પુસ્તક વિશે ભવનાધ્યક્ષ યાસીન દલાલ પાસેથી સાંભળ્યું ત્યારે પ્રમથ વર્ષમાં તા એઙલે પુસ્તક મેળવવંુ ફરજિયાત ન તું. બીજા વર્ષે એ પુસ્તક એક પેપર માટે સંદર્ભ ગ્રંથ તું. અમે ભવનના સોબોને વાત કરી કે પુસ્તક ક્યાંથી મળી શકે? તેનો કોઈ જવાબ મળે એ પહેલાં એક દિવસ ‘ગુજરાત મિત્ર’માં વાંચવામાં આવ્યું કે રતન માર્શલના પુસ્તક ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’ની નવી આવૃતિ બહાર પડશે. પ્રકાશકનું સરનામું શોધી ત્યાં તપાસ કરી તો ખબર પડી અહીંથી મેળવવાની મથાકૂટમાં ન પડવું ોય તો થોડા દિવસ બાદ રાજકોટમાં પુસ્તક મેળામાં અમારો સ્ઙોલ શે ત્યાંથી મળી રહેશે. આખરે પુસ્તક મળો આયોજિત થયો અને મને એ પુસ્તક ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે મળી ગયું. પુસ્તક વાંચ્યા બાદ સમજાયું કે ડો. રતન માર્શલે વર્ષો પહેલાં પત્રકારત્વના ઇતિહાસની ક્રમબદ્ધ નોંધ કરવાનું મહાન કાર્ય કર્યું છે. દરમિયાન એ પણ જાણવા મળ્યું કે એ પુસ્તક માર્શલ સોબનો ડોક્ટરેટનો વિષય તો. બધા શિક્ષકોનો આગ્રહ તો કે પત્રકારત્વના ઈતિહાસ વિશે કોઈ માતીિ વિષયક વિવાદ ઉભો થાય તો રતન માર્શલ સોબે લખ્યું ોય એ સાચું માનવું.

    ReplyDelete
  3. તપસ્વી રતન માર્શલનું સાચું સન્માન થયૂ તે બદલ અાનંદ

    ReplyDelete