Thursday, January 01, 2009

હાસ્ય-અદાલતની યાદગાર ક્ષણો

‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશન પ્રસંગે યોજાયેલી યાદગાર મોક-કોર્ટનો સ્લાઇડ શો આ સાથે મુક્યો છે. આ લિન્ક પર ક્લિક કરવાથી અપલોડિંગ પૂરતી રાહ જોવાથી કાર્યક્રમની ૧૫ તસવીરો જોવા મળશે. કોઇ પણ સ્લાઇડ પર ક્લિક કરવાથી તેની આખી- સ્થિર તસવીર જોઇ શકાશે.
http://www.slide.com/r/Lrt74Wq02j_dOFuDDUvIQ7pdZgaBQYWc?previous_view=mscd_embedded_url&view=original

અપૂરતી તૈયારી, છેવટ ઘડી સુધીની દોડાદોડ અને કાચાંપાકાં પરફોર્મન્સ પછી પણ બે કલાકના સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોલ ભરાયેલો રહ્યો. પ્રોફેશનલ કલાકારોનું નાટક જોવા નહીં, પણ ગમતા લેખકોના મેળાવડામાં અને એક પુસ્તકના જુદા પ્રકારના વિમોચનમાં જવાનું છે, એ સમજતા ઓડિયન્સે માઇકની માથાકૂટથી માંડીને તમામ મર્યાદાઓ નભાવી લીધી અને પહેલેથી છેલ્લે સુધી હસવાના અવાજો હોલમાં ગુંજતા રહ્યા. ગમતા લોકો સ્ટેજ પર ભેગા થયા અને બાકીના ઘણા બધા ગમતા લોકોથી હોલ છલકાઇ ગયો, એ કારણથી પ્રસંગ અમારા સૌ માટે યાદગાર અને સફળ બની રહ્યો. કાર્યક્રમમાં જે આવ્યા તે સૌનો આભાર, જેમણે માણ્યો તેનો આનંદ ને મિત્ર કિરણ ત્રિવેદી જેવા અપવાદરૂપ કોઇ અધવચ્ચેથી ઊભા થઇને જતા રહ્યા તેમને આશ્વાસન.

2 comments:

  1. વાહ! તસવીરો!
    હજુ આજે જ વિચારતો હતો કે ‘મોક કોર્ટ’ના થોડા વધુ ફોટા બ્લોગ પર મુકાય તો મજા આવે. ત્યાં બ્લોગ પર ફોટાના દર્શન સ્લાઈડ સ્વરૂપે થયા. સરસ રીતે ગોઠવાયેલા ફોટા અને સાથે ભુલ્યા વગર ફોટોલાઈન. ગુડ. હજુ વધુ ફોટા મુકાય તો ગમશે.

    ReplyDelete
  2. I was expecting a full video, though for now these pics are good till we get the video....Thanks for such a nice program.

    ReplyDelete