Monday, January 06, 2014
ડિજિટલ કરન્સી ઉર્ફે સરકારી દખલગીરી વગરની ટંકશાળ : સુવિધા, સંપત્તિ કે સટ્ટો?
‘બિટકોઇન’/Bitcoin તરીકે ઓળખાતું ઇ-ચલણ છેલ્લા થોડા વખતથી ચર્ચામાં અને વિવાદમાં છે. એક બિટકોઇનનો એક્સચેન્જ રેટ એક હજાર ડોલરની સપાટી પાર કરી ચૂક્યો હોય ત્યારે આ ચલણની નક્કરતા, કાયદાની દૃષ્ટિએ તેની સ્થિતિ અને તેના જેવી ડિજિટલ કરન્સીનાં ફાયદા-નુકસાન સમજવાં જરૂરી બની જાય છે.
સરકાર, સરહદ, કાયદા - આ બઘું કૃત્રિમ છે અને દુનિયામાં કોઇ જાતની વાડાબંધી ન હોવી જોઇએ, એવો ખ્યાલ બહુ આકર્ષક છે. વ્યવહારમાં પહેલી વાર ઘણી હદે તેનો અમલ ઇન્ટરનેટના આગમનથી થયો. ઇન્ટરનેટના કેટલાક ગુણધર્મ નોંધપાત્ર હતા : વાપરનારની ગુપ્તતા અને સામગ્રીનું ખુલ્લાપણું, એક જ નેટવર્કમાં દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકોની સામેલગીરી, માહિતીનું અસરકારક શૅરિંગ. તેની મર્યાદાઓમાં સૌથી મોટો પ્રશ્ન વિશ્વસનીયતાનો અને સૌથી મોટું જોખમ હેકિંગનું. આ જ લક્ષણો ડિજિટલ કરન્સીને પણ લાગુ પડે છે.
ડિજિટલ કરન્સી એટલે એવું ચલણ, જે બહારની-વાસ્તવિક દુનિયામાં ભૌતિક સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવતું નથી, તેને હાથમાં કે ખિસ્સામાં કે પાકિટમાં લઇને ફરી શકાતું નથી. આ ચલણની પાછળ સરકારનું બળ હોતું નથી. એટલે સરકારની કોઇ જવાબદારી પણ હોતી નથી. કોઇ કાયદા તેને લાગુ પડતા નથી. છતાં અંદરોઅંદરના વપરાશથી તે લોકપ્રિય બને અને લોકો તેની પર ભરોસો મૂકે તો તેની બોલબાલા થઇ શકે છે. મોટા ફાયદાની લાલચે, ટૂંકા ગાળાના રોકાણ તરીકે અથવા માત્ર નવીનતા માટે લોકો અસલી દુનિયામાં, અસલી નાણાં ખર્ચીને આ ચલણ ખરીદે છે. આ ચલણને માન્યતા આપી હોય એવાં સ્થળોએ (દા.ત.સ્ટોર, રેસ્ટોરાં) ડિજિટલ કરન્સીથી બિલ ચૂકવી શકાય છે.
એક્સચેન્જ રેટની દૃષ્ટિએ એક ડોલરથી વઘુ કિંમત ધરાવતી ૧૦થી પણ વઘુ ડિજિટલ કરન્સી અસ્તિત્ત્વ ધરાવે છે. તેમાં ‘બિટકોઇન’ સૌથી લોકપ્રિય અને સૌથી ચલણી છે. અમેરિકા ઉપરાંત બીજા દેશોમાં પણ બિટકોઇન સ્વીકારતાં સ્થળોની સંખ્યા વધી રહી છે. ઓનલાઇન એક્સચેન્જ પરથી (બીજી કરન્સીની જેમ) બિટકોઇનના પણ ડોલર-યુરો-યેનની સામે ભાવ નક્કી થાય છે. તેમાં ભારે ચઢાવઉતાર પણ આવે છે. નવેમ્બર, ૨૦૧૩માં એક બિટકોઇનની કિંમત ૧,૨૦૦ ડોલરને આંબી ગઇ હતી. આટલું ‘મજબૂત’ ચલણ તો કોઇ દેશનું ન હોય.
બિટકોઇનનું સર્જન સાતોશી નાકામોટો જેવું ઉપનામ ધરાવતા માણસે કે સમુહે કર્યું હતું. બિટકોઇન અસલમાં ઇન્ટરનેટની જેમ જ એક પ્રકારનો ‘પ્રોટોકોલ’- નીયત કરાયેલી વિધી- છે. તેને ચલાવવા માટે વિવિધ સોફ્ટવેર ઉપયોગમાં લઇ શકાય અને તેમાં ફેરફાર પણ કરી શકાય. જાન્યુઆરી, ૨૦૦૯માં પહેલા ૫૦ બિટકોઇન અસ્તિત્ત્વમાં આવ્યા. તેના એકાદ વર્ષ પછી બિટકોઇનનો પથારો વિસ્તરવા લાગ્યો. તેનું આખા તંત્રનું માળખું આખું તંત્ર સહિયારા ધોરણે ચાલે છે. દુનિયાભરમાં પથરાયેલાં અને સામાન્ય કમ્પ્યુટર કરતાં ચડિયાતી-વિશિષ્ટ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતાં કમ્પ્યુટર બિટકોઇનનો મહાપેચીદો સોફ્ટવેર ચલાવે છે. આ આખી ગાણિતીક પ્રક્રિયા છે, જે સુપર કમ્પ્યુટરની ક્ષમતાને પણ આંટી મારે એવી હોય છે. (બિટકોઇન પેદા કરવા માટે મથતાં બધાં કમ્પ્યુટરના નેટવર્કમાં દરેક સેકંડે સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર કરતાં આશરે દોઢસો ગણી વધારે ગાણિતીક પ્રક્રિયાઓ ચાલતી હોય છે.) ‘માઇનિંગ’ તરીકે ઓળખાતી આ પ્રક્રિયાના પરિણામે એ કમ્પ્યુટર મશીનના માલિક માટે બિટકોઇન પેદા થાય છે.
ચલણની મજબૂતીનો એક આધાર તેની ખેંચ કે માગ પર હોય છે. કોઇ પણ દેશની સરકારને ચલણી નોટો છાપતી વખતે લોભ પર થોભ રાખવો પડે. નાણાંબજારમાં ચલણી નોટો અઢળક ઠલવાય તો તેમનું મૂલ્ય ઘટે. એ નિયમ બિટકોઇનને પણ લાગુ પડે છે. બિટકોઇનનો પુરવઠો વધી ન જાય તેનું ઘ્યાન પણ બિટકોઇનના પ્રોટોકોલમાં રખાયું છે. શરૂઆતના તબક્કે બિટકોઇન ઓછી મહેનતે અને વઘુ સંખ્યામાં ‘નીપજતા’ હતા. એ વખતે તેનો ભાવ દસ-બાર ડોલરની આસપાસ હતો. હવે બિટકોઇન પેદા કરવાનું વધારે અઘરું બન્યું છે. તેના કારણે ઇન્ટરનેટ પર બિટકોઇનનો પુરવઠો વધી જતો નથી અને તેના ઊંચા ભાવ ભારે વધઘટ સાથે પણ એકંદરે જળવાઇ રહે છે. નક્કી થયેલા લક્ષ્ય પ્રમાણે, ઇ.સ.૨૧૪૦ સુધીમાં ૨.૧ કરોડ બિટકોઇન ‘છાપવામાં’ આવશે. આ રીતે પેદા થયેલા કે અસલી નાણાં ચૂકવીને ખરીદાયેલા બિટકોઇન કમ્પ્યુટર કે મોબાઇલ ફોનના ‘વૉલેટ’માં રાખવામાં આવે છે. ‘વૉલેટ’ એક પ્રકારની એપ્લિકેશન (એપ) જેવી સુવિધા છે.
બિટકોઇન કે ડિજિટલ કરન્સી એ ઓનલાઇન કે વાસ્તવિક દુનિયામાં મોબાઇલ ફોનની મદદથી નાણાં ચૂકવવાની સુવિધા છે. ખરીદેલી વસ્તુની કિંમત ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી ચૂકવી શકાય અને બિટકોઇનની મદદથી પણ. કાર્ડથી ચૂકવણી માટે બેન્કના ખાતામાં નાણાં હોવાં જોઇએ અને બિટકોઇનના માઘ્યમથી ચૂકવણી માટે ‘વૉલેટ’માં બિટકોઇન હોવા જોઇએ. આમ, બિટકોઇન જેવી ડિજિટલ કરન્સી નાણાંની અને તેને ચૂકવવાના માઘ્યમની, એમ બેવડી ભૂમિકા અદા કરે છે.
‘બિટકોઇન’નો વધારોનો ‘ગુણ’ એ છે કે તેના થકી ભારે ઉથલપાથલ થતી હોય એવો સટ્ટો પણ રમી શકાય છે. વધારાના રૂપિયા ધરાવતો કોઇ માણસ એક લાખ રૂપિયાની કિંમતના ડોલર ખરીદી રાખે અને એટલી જ કિંમતના બિટકોઇન ખરીદે, તો રૂપિયા સામે ડોલરના ભાવમાં થતો વધારો બહુ મોટો ફાયદો કરાવે એવો નથી હોતો. પરંતુ ‘બિટકોઇન’ સામે ડોલરના ભાવમાં દિવસોમાં બસો-પાંચસો ડોલરની વધઘટ થઇ શકે છે. માત્ર ઉદાહરણ તરીકે ધારીએ કે, એક બિટકોઇનનો એક્સચેન્જ રેટ ૭૦૦ ડોલર હોય ત્યારે કોઇ માણસ બે બિટકોઇન ખરીદે અને એક મહિનામાં બિટકોઇનની કિંમત વધીને એક હજાર ડોલર થઇ જાય, તો બિટકોઇનમાં રોકાણ કરનારને ફક્ત એક જ મહિનામાં ૬૦૦ ડોલરની ચોખ્ખી કમાણી થાય. એટલે જ, બિટકોઇનમાં શરૂઆતના તબક્કામાં કરેલા રોકાણને કેટલાકે સોનામાં કરેલા રોકાણ જેવું, બલ્કે તેનાથી પણ વઘુ વળતર આપનારું ગણાવ્યું હતું.
બિટકોઇન આખો ન ખરીદવો હોય તો એના નાનામાં નાના ભાગ કરી શકાય છે. (શોધકના નામ પરથી બિટકોઇનના નાના ભાગ ‘સાતોશી’ તરીકે ઓળખાય છે.) આ વ્યવસ્થાને કારણે કોઇ ઇચ્છે તો એક ડોલર કે દસ ડોલર જેવી રકમનો બિટકોઇન પણ ખરીદી શકે. રોકડ નાણાં ચૂકવીને બિટકોઇન ખરીદવા માટે સોએક એટીએમ મશીન પણ જુદા જુદા દેશોમાં મુકાયાં હોવાના અહેવાલ છે. તેમાં ચલણી નોટો સેરવવાથી એટલી રકમના બિટકોઇન વ્યક્તિના ખાતામાં જમા થઇ જાય છે. બિટકોઇન મોકલવા કે મેળવવા માટે (ઇ-મેઇલ એડ્રેસ જેવું) બિટકોઇન એડ્રેસ હોય છે. બિટકોઇનની લેવડદેવડ જાહેર હોય છે અને કયો બિટકોઇન કયા ખાતામાંથી ઉધર્યો અને કયા ખાતામાં જમા થયો, તે જાહેર હોય છે. એટલે કે, તેની પર દેખરેખ રાખવાની જવાબદારી કોઇ એક વ્યક્તિ કે સંસ્થા પૂરતી મર્યાદિત નથી રહેતી. એ અર્થમાં તે પારદર્શક છે. પરંતુ ઇન્ટરનેટના ઇ-મેઇલની જેમ, બિટકોઇનનાં ખાતાં કોઇ પણ નામે ખોલાવી શકાય છે. એટલે બિટકોઇન ખરીદનાર કે તેના થકી નાણાં મેળવનારની ઓળખ ગુપ્ત રહી શકે છે. આ ગુપ્તતાનો દુરુપયોગ ડ્રગ્સ કે ત્રાસવાદ જેવા ગોરખધંધામાં હવાલાથી ચૂકવણું કરવા માટે થઇ શકે છે. માટે, સરકારો બિટકોઇનને ત્રાંસી આંખે જુએ છે. ભૌગોલિક સરહદો અવગણીને જેટલી સહેલાઇથી ઇ-મેઇલ મોકલી શકાય એટલી જ સરળતાથી બિટકોઇન મોકલી શકાય છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે નાણાંની લેવડદેવડમાં પણ ટેક્સની કે સરકારી તંત્રની ઝંઝટ રહેતી નથી. એ બિટકોઇનનું સૌથી મોટું આકર્ષણ છે અને એ સૌથી મોટી મર્યાદા પણ છે.
બિટકોઇનના માલિકો પાસે ચોક્કસ પ્રકારનો કોડ હોય છે, જે પણ બિટકોઇનની સાથે ‘વૉલેટ’માં રાખવામાં આવે છે. બુલેટપ્રૂફ બખ્તરની ઉપર કાપડનું ખિસ્સું હોય એવો ઘાટ ‘વૉલેટ’નો હોય છે. તેને કોઇ ઉસ્તાદ હેકર ‘કાતરી’ શકે છે. કોડ વગરનો બિટકોઇન નકામો હોય છે. તેની લેવડદેવડ થઇ શકતી નથી. એટલે કેટલાક માલિકો બિટકોઇન ‘વૉલેટ’માં અને તેનો કોડ ઇન્ટરનેટ કનેક્શન ન હોય એવા કમ્પ્યુટરમાં કે પછી કાગળની સાદી ચબરખીમાં લખી રાખે છે, જેથી ‘ખિસ્સું કપાવાની’ બીક ન રહે.
‘વૉલેટ’ બિટકોઇનના કડક સલામતી ધરાવતા પ્રોટોકોલનો હિસ્સો નથી. તેનું હેકિંગ થઇ શકે છે. એ રીતે બિટકોઇનની ચોરી થાય તો પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી શકાતી નથી. કારણ કે સરકાર આ ચલણને માન્ય ગણતી નથી. આંતરરાષ્ટ્રિય સ્તરે લેવડદેવડની સરળતા, એ કરનારની ગુપ્તતા, સરકારી તંત્રની સદંતર બાદબાકી- આ બધાં પરિબળોને કારણે બિટકોઇન સિવાયની ડિજિટલ કરન્સીનું બજાર પણ ફૂલીફાલી રહ્યું છે. ભારતમાં ‘લક્ષ્મીકોઇન’ તરીકે ઓળખાતી ડિજિટલ કરન્સીની વાતો થઇ રહી છે. પરંતુ શાણા લોકો હજુ આ મુદ્દે સાવધાની રાખવાની સલાહ આપે છે. સરકારી ખાતરી ન હોય એવા અને જેની પર સરકારની ગમે ત્યારે લાલ આંખ થઇ શકે એવા ચલણમાં રોકાણ કરવું બિલકુલ સલામત નથી, એવો તેમનો મુદ્દો છે. તેને સરકાર તરફથી સલામતી મળશે તો સરકારી ધારાધોરણો-શરતોને કારણે તેની ખાસિયત જેવી સરળતા સમાપ્ત થઇ જાય એવુ બની શકે. ત્યાર પછી તે કેવળ નાણાં ચૂકવવાનું વઘુ એક માઘ્યમ બની જાય. ચલણ તરીકે તેનો ભાવ સ્થિર થઇ ગયો હોય અને તેની પર ચાલતા સટ્ટાનો- તથા નફા માટે તેમાં કરાતા રોકાણનો- અંત આવે.
ટૂંકમાં, ડિજિટલ કરન્સીની ખરી જાહોજલાલી - અને તેમાં રહેલું ખરું જોખમ પણ- સરકારી દખલગીરી ન થાય ત્યાં સુધી જ છે. સરકાર જાગશે ત્યારે તે ડિજિટલ કરન્સી દ્વારા થતી લેવડદેવડને ગેરકાયદે ઠરાવી દેશે અથવા ચૂકવણીનાં બીજાં માઘ્યમોને લાગુ પડનારા બધા નીતિનિયમ-કાયદા તેને લાગુ પાડીને તેને બીજા કોઇ પણ માઘ્યમ જેવું એક ઓનલાઇન માઘ્યમ બનાવી મૂકશે. એવું ન થાય ત્યાં સુધી જેમની પાસે સાવ વધારાનાં નાણાં હોય તે ‘હાઇ રિસ્ક, હાઇ રીટર્ન’ના ધોરણે પોતાના હિસાબે અને જોખમે ડિજિટલ કરન્સીમાં રોકાણ કરી શકે છે.

Labels:
digital currency,
it
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment