Thursday, August 26, 2010

ઝવેરચંદ મેઘાણીની યાદમાં ‘સોરઠી સંતવાણી’

ગુજરાત સરકારે રાજ્યની સ્થાપનાના ૫૧મા વર્ષમાં અને ઝવેરચંદ મેઘાણીની ૧૧૫મી જન્મજયંતિ નિમિત્તે તેમનાં રચેલાં અને સંપાદિત કરેલાં ભજનનો એક કાર્યક્રમ ‘સોરઠી સંતવાણી’ યોજ્યો છે. મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં આયોજિત આ કાર્યક્રમમાં ભીખુદાન ગઢવી, લાખાભાઇ ગઢવી, નિરંજન પંડ્યા, ભારતીબહેન વ્યાસ અને ડો.નિરંજન રાજ્યગુરૂ જેવા સંતકવિઓનાં ભજનો રજૂ કરશે.

28-8-2010 : શનિવાર, રાતના 8.00
માર્કેટ યાર્ડ, નેશનલ હાઈવે 8-A, ચોટીલા

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને તેમના વિશેની વિગતવાર વેબસાઇટ www.jhaverchandmeghani.com તૈયાર કરનાર પિનાકી નાનકભાઇ મેઘાણીએ આપેલી માહિતી પ્રમાણે, ૧૯૪૭માં મેઘાણીનું મૃત્યુ થયું ત્યારે તેમનું પુસ્તક ‘સોરઠી સંતવાણી’ (૧૦૪ પ્રાચીન ભજનનો સંગ્રહ) પ્રેસમાં હતું. અગાઉ ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) સ્વરૂપે મેઘાણીએ બે ભજનસંગ્રહ આપ્યા હતા.

ચોટીલામાં યોજાયેલા કાર્યક્રમ વિશે જાણીને આનંદની સાથોસાથ એવી અપેક્ષા પણ થાય કે આવા કાર્યક્રમનું લાઇવ કે પછીથી પ્રસારણ જોવા મળે અથવા પિનાકીભાઇ થકી તેના અંશો જોવા/સાંભળવા મળે.

6 comments:

  1. સોરઠમાં લગભગ બધા સારા દાયરાનું રેકોર્ડીંગ થઇ ને કેસેટ બનતી હોય છે. આ કાર્યક્રમનું પણ કોઈ રેકોર્ડીંગ કરશે તો કેસેટ મળી શકશે.

    ReplyDelete
  2. Binit Modi9:17:00 PM

    Now eager to see the programme, even recording of it. Where are our LIVE Badshah Channels of Gujarat - ETV, TV9, Doordarshan Gujarat, GTPL etc.
    BINIT MODI (Ahmedabad)

    ReplyDelete
  3. ચોટીલામાં યોજાયેલા કાર્યક્રમ વિશે જાણીને આનંદની સાથોસાથ એવી અપેક્ષા પણ થાય કે આવા કાર્યક્રમનું લાઇવ કે પછીથી પ્રસારણ જોવા મળે અથવા પિનાકીભાઇ થકી તેના અંશો જોવા/સાંભળવા મળે.

    I second this suggestion.

    ReplyDelete
  4. અંતે ઉર્વીશભાઈ તમને ગુજરાતી સાહિત્ય કે ગુજરાત સરકારમાં કંઈક તો સારું દેખાયું. મને જાણીને આશ્ચર્યની સાથે આનંદ થયો કે આખા ગામની અને આખા ગુજરાતી સાહિત્ય જગતની ટીકા કરતા વ્યક્તિને જવેરચંદ મેઘાણી જેવા કોઈક સાહિત્યકાર તો પસંદ છે.

    ReplyDelete
  5. Anonymous11:27:00 AM

    હીરેનભાઇ ન.મો.ને 'આખું ગામ' અને ગુ.સા.પ.ને 'આખું ગુજરાતી સાહિત્ય જગત' ગણતા હોય એમ જણાય છે!

    ReplyDelete
  6. Wish to attend to understand Santvani, particularly dictionary, thanks for infn. Hope some time it could be arrange @ GS Parishad to know legend of our Sahitya.

    ReplyDelete