Wednesday, April 29, 2009

જૈન હવા

આજે સવારે ‘સફારી’ની ઓફિસ (ડોક્ટર હાઉસની સામેના ખાંચામાં, પરિમલ ગાર્ડન, અમદાવાદ) ની બહાર આવેલી પંક્ચરની દુકાને એક દૃશ્ય જોયું.

એક જૈન સાઘ્વી હાથથી ધક્કો મારીને ચલાવવાની ઠેલણગાડીમાં બીજાં એક સાઘ્વીને બેસાડીને ત્યાંથી પસાર થતાં હતાં. હવા પુરવાની દુકાન જોઇને તે ઉભાં રહ્યાં, ગાડીમાં બેઠેલાં સાઘ્વી નીચે ઉતર્યાં, એટલે ધક્કો મારનાર સાઘ્વીની સૂચનાથી દુકાનવાળા છોકરાએ કમ્પ્રેસરની પાઇપ લીધી અને તેમની ઠેલણગાડીના એકાદ-બે વ્હીલમાં કમ્પ્રેસરથી હવા પુરી.

અમદાવાદની ભયાનક ગરમીમાં જે કારણસર એક સાઘ્વી બીજા સાઘ્વી પાસે ઠેલણગાડી હંકારાવે છે- યંત્રોનો વિરોધ- એ જ ઠેલણગાડીમાં હવા કમ્પ્રેસરથી પુરાવતી વખતે યંત્રનો બાધ નથી!ધર્મના અનુયાયીઓ હાર્દને બદલે બાહ્યાચારને પકડે ત્યારે આવી જડતા સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય?

કટ્ટરતા, ધર્મશાસ્ત્રના અનર્થઘટન અને મોટી સંખ્યામાં આંખે પટ્ટી બાંધનારા ધાર્મિક અનુયાયીઓમાં ઇસ્લામની હરોળમાં જૈન સમુદાયના ઘણા લોકોને મુકવા પડે, એવી સ્થિતિ જોવા મળે છે. (આ વાંચીને જેમને આ ટીકા લાગુ પડતી હોય એવા લોકોએ જ ઉશ્કેરાવું. બાકીના લોકોના લાભાર્થે એક માહિતીઃ ‘શબ્દાર્થપ્રકાશ’ વાળા પ્રકાશ ન.શાહ પણ જૈન છે!)

થોડાં વર્ષ પહેલાં જોયેલું બીજું દૃશ્ય પણ આ સાથે યાદ આવે છેઃ ‘સ્ટાર’ની ‘તારા’ ચેનલ ચાલુ હતી એ અરસામાં એક વાર હું તેની ઓફિસે (ઉસ્માનપુરા) ગયો હતો. ત્યાંથી પાછા આવતાં એક શાંત ગલીમાં મેં જોયું તો સાઘ્વી બનેલી એક કિશોરી પોતાનો ‘આઘ્યાત્મિક અસબાબ’ ઘડીભર બાજુ પર મુકીને કાંકરાની કૂકી વડે બીજી નાની છોકરી સાથે ‘પગથિયાં’ જેવી- કૂકી ફેંકીને, લંગડી લઇને રમવાની- કોઇ રમત માણી રહી હતી!

આ દૃશ્યમાં કોઇ અતિશયોક્તિ નથી. સાઘ્વી બનેલી કે બનાવાયેલી એ છોકરીની ઊંમર પગથિયાં રમવાની હતી. એટલે તેને જે કરવું જોઇએ એ કરતી જોઇને બેહદ આનંદની સાથે ચચરાટી પણ ઘણી થઇ. એ વખતે હું સાથે કેમેરા રાખતો ન હતો. બાકી, રધુ રાય જેવા કે ઝવેરીલાલ જેવા કોઇ કસબી એ ફોટો પાડી લે તો બાળદીક્ષા સામે વિરોધમાં શબ્દો બગાડવાની જરૂર ન પડે. કોઇ સક્ષમ વાર્તાકાર હોય તો એ એક જ દૃશ્ય પરથી હૃદયસ્પર્શી વાર્તા લખી શકે. પગથીયાં રમતી સાઘ્વીનો ચહેરો મને યાદ રહ્યો નથી, પણ તેણે બાજુ પર મૂકી દીધેલો પોતાનો સામાન અને તેનું ઉત્સાહથી પગથીયાં રમવું હજુ ભૂલાતું નથી.

રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા)ને એકથી વધારે વાર ‘માઇકનો ઉપયોગ ન થાય’ એ સિદ્ધાંતના પાલન ખાતર માઇક પાંચ ફૂટ દૂર રાખીને બોલતા જૈન સાઘુઓ અને તેમના અનુયાયીઓ સાથે ચર્ચાઓ થઇ છે. સાઘુઓથી ટેલીફોનનો ઉપયોગ ન થાય, એટલે આપણે ફોન કરીએ ત્યારે સામે એક ભાઇ ફોન ઉપાડે, આપણે જે બોલીએ તે પેલા ભાઇ સાઘુમહારાજ સમક્ષ ફરી બોલે, પછી મહારાજ જે કહે, તે ફરી પાછા આપણા લાભાર્થે ફોન પર રીપીટ કરે. લોકો પાસે આવો નિરર્થક અને બિનજરૂરી વ્યાયામ કરાવવો એ પણ હિંસા નથી?

9 comments:

  1. Dear Urvishbhai,
    While your observations are valid what can be done if those affected proclaim their undiminished allegience to the rituals? Many a time,economic or social compulsions inspire some to join ashrams and sects. If a young woman did notr have anybody in the world, or was unable to get married,she might be tempted to take shelter under some ashram or panth umbrella.If a photographer were to capture the scene, one possibility is that the lady who had been pushed would be accused of creating a public scene and scolded for it. Media intervention or presence sometimes lead to ghastly results.When Bangla Desh was liberated, a Pakistani General, I think Tikka Khan,was seen aiming a revolver at a point bblank range at the emaciated natives. There is reason to believe media presence at the place,egged the General to go into some dramatic action.The presence of a videographer or a press photographer can make people behave strangely A former editor of London Sunday Times, Harold Evans, wrote a five-book series on journalism training that included a volume on photography. The cover carried a photograph of a woman smiling standing near a dead body on the sea shore .Her fiance' had been drowned in the sea when they were at a beach.A photographer arrived at the place to take pictures. The girl who had been crying at the untimely death of her would-be husband, put on a smile on her face unwittingly and automatically. Such is the power of photography. I also remember agitations in Ahmedabad when crowds resorted to a stone-throwing just to provide what one might call photo-opportunity.
    But I agre that outdated rituals should be discarded. It is strange that while everybody agrees that constant change is a fundamental truth of the universe, we hold on to obsolete concepts like shariat doggedly.Perhaps, human beings are irrational beings who strive to project themselves as a rational.
    Tushar Bhatt, journalist, former editor TOI and ET,Ahmedabad.

    ReplyDelete
  2. Anonymous6:23:00 PM

    મને યાદ છે ત્યાં સુધી ચિત્રલેખાએ સાધ્વી-->સંસારી બનેલા એક ભાઇ પર મસ્ત લેખ લખ્યો હતો ત્યારે જૈનો અહિંસાના ખ્યાલો પડતા મૂકીને ચિત્રલેખાની ઓફિસ પર ત્રાટક્યા હતા!

    ધ્યાન રાખજો!!

    ReplyDelete
  3. સનાતન સત્ય અને પરફેક્ટ ઓબ્ઝર્વેશન. પરંતુ પરિસ્થિતિમાં ફરક પડે તેવી 'આશા' રાખવી પણ વ્યર્થ છે.

    ReplyDelete
  4. cent percent agree..i recall one story by zaverchand meghani on it..may be in palkara or pratimao...

    ReplyDelete
  5. Reg. Kartik's comment: Chitralekha's was a differeet case. It forgot to mask the face of the photo which it intended to use only as a suggestive one in stead of depicting the real character.
    Though it was a mistake, It didn't deserve the thrashing and that too by 'non-violent' community. I wrote a satirical piece condemening attack on Chitralekha's office in my 'Samkaleen' column at that time.

    ReplyDelete
  6. Urvish..you are doing good service to the community, but we do cant expect any..repeat any change in the attitude of people toward so-called faith which is nothing but blind following of blind path of life. Rajnish tried lot for this killing all the faiths and make people get to the base but very few understood him properly, instead they labelled him sex-guru.

    ReplyDelete
  7. ઉર્વિશભાઈ, કોઈ પાંચ-પચાસ હોય તો બાથ ભિડીએ, અહી તો આખો સમાજ ...બખત છે. ક્ષમા કરશો, એકલા જૈન સમાજની વાત નથી કરતો, વિશ્વ-સમાજ ...બખત છે. પ્રગતિ અને ઉત્ક્રાંતિની વાતો સાવ ખોખલી છે. વાનરમાંથી માણસ બન્યો કે નહી એ વિવાદાસ્પદ બાબત છે પણ તે સુવર-શિયાળ જેવો થઈ રહ્યો છે એ નિર્વિવાદ હકીકત છે. અને એ આજના સમાજનું જ ફળ છે એ કેમ ભુલવું.
    મને તો વિચારીને વિષાદ શિવાય કંઈ હાથ નથી લાગતું. તમને કેવુંક સુખ છે?

    ReplyDelete
  8. ભાઇ હિંમત
    સુખ હોત તો સુખેથી ઊંઘતા ન હોત? બ્લોગ ચલાવવાની શી જરૂર હતી? પણ એમ છેક નિરાશ થઇ જવા જેવુંય નથી. અંતિમવાદી ન થઇએ અને કોઇને થતા રોકીએ, એ પણ એક કરવા જેવું કામ છે.

    વિશ્વસમાજના ધોરણોને સાવેસાવ તાબે થઇ ગયા વિના, આપણા ધોરણનું જે અને જેટલું થાય તે તેટલા પ્રમાણમાં કરીએ, તો આપણું હોવું વસૂલ છે! મેં એવું આશ્વાસન શોધી લીઘું છે, જેમાં સચ્ચાઇનો ઘણો અંશ છે.

    ReplyDelete
  9. Bharat.zala10:14:00 PM

    Within our limitation Doing good work-is the best example of social welfare.in society sometimes you have to take your own stand.it shows your character.bravo urvishbhai.

    ReplyDelete