Thursday, April 30, 2009

એં..એં..એં.. કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં પૂરવા માગે છે

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી ‘માસ્ટર પર્ફોર્મર’ છે. ખેલ પાડવાની બાબતમાં તેમને ‘ઉચ્ચ-મઘ્યમ વર્ગના લાલુપ્રસાદ’ કહેવામાં બહુ અતિશયોક્તિ નથી.

આ ચૂંટણીપ્રચારમાં પહેલેથી તેમણે મિમિક્રીનો ધંધો ચાલુ કર્યો અને સમાંતરે એકાદ પકડાઇ જાય એવા મુદ્દાની શોધ માટે રોજ નવા અખતરા કર્યા. પણ એકેય મુદ્દો પકડાયો નહીં. ચૂંટણીના બે દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે હજુ તો ૨૦૦૨ની હિંસામાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભૂમિકાની તપાસ કરવાનું કહ્યું, ત્યાં તો કલબલાટ મચી ગયો.

મુદ્દાની નિષ્ફળ શોધ પછી ચૂંટણીના છેલ્લા બે દિવસ ભાજપે સર્વોચ્ચ અદાલતના તપાસના આદેશને મુદ્દો બનાવ્યો અને બહાનું કાઢ્યું કપિલ સિબ્બલના વિધાનનું. સિબ્બલે ૧૧-૪-૦૯ના રોજ કહ્યું હતું કે મોદી જેલમાં જવા તૈયાર રહે.

એક બાજુ મોદી દિલ્હીમાં અને બીજે ખોંખારા ખાતા હતા કે હું જેલમાં જવાથી ગભરાતો નથી, હું ગુનેગાર સાબીત થાઊં તો મને સજા કરજો વગેરે વગેરે...
અને બીજી બાજુ એમની જ વ્યૂહરચના પ્રમાણે એમનો પક્ષ ગુજરાતના મતદારો આગળ રાવ ખાવા લાગ્યો, ‘એંએંએં, જુઓને કોંગ્રેસે આપણા નરેન્દ્રભાઇને જેલમાં પૂરવાની વાત કરી...એંએએં...તમે કોંગ્રેસને હત્તા નહીં કરો?...એં.એં.એં.’

રહી વાત જેલમાં જવાની. એમ કંઇ મોદીને પકડીને જેલમાં મુકી શકવાના નથી. કાયદાના અનેક તકાદા અને તેની છટકબારીઓ હોય છે. પણ જેલમાં જવા વિશે ખોટેખોટા ખોંખારા ખાતા મુખ્ય મંત્રીએ અને તેમના ચાહકોએ સમજવાનું છે કે -
૧) જેલમાં જવું એ ગભરાવાનો નહીં, પણ શરમાવાનો વિષય હોવો જોઇએ.
૨) વ્યક્તિ ગુનેગાર સાબીત થાય ત્યાર પછી એ જેલમાં જવા રાજી છે કે નહીં એ ગૌણ બની જાય છે. એ ઇચ્છે કે ન ઇચ્છે, તેને જેલમાં જવું જ પડે છે.
૩) મોદી હજુ ગુનેગાર સાબીત થયા નથી- ફક્ત તેમની ભૂમિકાની તપાસનો આદેશ અપાયો ત્યાં એમણે બૂમરાણ મચાવવાનું ચાલુ કરી દીઘું છે અને ભાજપે ‘આપણા નરેન્દ્રભાઇ’ અને ‘ગુજરાતના રખેવાળ’ની કથાઓ ચાલુ કરી દીધી છે.
મોદીને ‘ગુજરાતના રખેવાળ’ કેવી રીતે કહેવાય? તે ન તો હિંદુઓનું રક્ષણ કરી શક્યા, ન મુસ્લિમોનું! ૨૦૦૨માં હિંદુઓ પણ મર્યા ને મુસ્લિમો પણ મર્યા. જવાબદારી કોની? રાજ્યના મુખ્ય મંત્રી હોય એની કે વિરોધપક્ષની કે સેક્યુલરિસ્ટોની?

મુંબઇ જઇને આતંકવાદીઓને ચુન ચુન કે પકડવાની વાર્તા કરી આવ્યા પછી અમદાવાદમાં બોમ્બધડાકા થયા. તેમાં રોજ નવા માસ્ટરમાઇન્ડના ચહેરા બતાવવા સિવાય બીજું શું કરી લીઘું? એમાં મોદીનો બહુ વાંક પણ નથી. એકંદર તંત્ર એવું ગોઠવાયેલું હોય ત્યાં અસરકારક કાર્યવાહી કરવાનું અઘરૂં છે. તો પછી ફાંકાફોજદારી શા માટે?

સાંભળ્યા પ્રમાણે, ‘કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં મોકલવા માગે છે’ એ જાહેરખબરમાં બતાવાયેલી ખાલી જેલ પાછળ પહેલાં મોદીનો ફોટો મુકવામાં આવ્યો હતો. પણ પછી કોઇ કારણસર- અથવા દેખીતાં કારણસર- એ ફોટો હટાવી લેવામાં આવ્યો.

18 comments:

 1. Oh no! No one commented here! I was really expecting someone to write, "Urvishbhai, I like your blog but you are too biased/negative about Modi" OR "let’s appreciate the positive initiatives of the govt" OR "let’s forget the past and move on".
  I guess, Gujarat is buzy voting!

  ReplyDelete
 2. આપ તો જર્નાલીસ્ટ છો માટે વધુજ જાણતા હસો પણ એક વાત તો આમ આદમી તરીકે હુ કહી શકુ કે સમાજ ને સારી બાજુ વાળવા માટે તેને ગેરમાર્ગે દોરવો પડે તો પણ તે કરાય અને આપ જો આપની કલમની તાકાત અજમાવવા માંગતા હો તો 100 દીવસની એક અજમાઈસ કરી જુઓ કે " તન્દુરસ્તી માટે કોલ્ડ્રિંકસ ના બદલે લીમડો ગુણકારી છે " આ વાત આપ આ સમાજને સમજાવી જુઓ આપને ખબર પડી જસે કે " ગુજરાતનો વીકાસ માત્રને માત્ર મોદી સ્ટાઈલ જ કરી શકે " આપણા રાજાઓ એ કાવાદાવા કરેલ જ છે પોતાના માટે નહી સમાજ માટે તો આજના ટીવી યુગના સમાજ ને સીધો લીમડો ના પીવડાવી શકીએ તો " કોલ્ડ્રીંકસ મા મીકસ કરીને પીવડાવીએ તો તેને ખોટુ કર્યુ ના કહેવાય " સમય પ્રમાણે આપની કલમમા પરીવર્તન કરવુજ પડે કેમકે આજે સમાજ બદલી ગયો છે
  આપ આ માટે જરૂર વીચારી સમાજમા એક બીજો મોદી ગોતી આપો કે જે બોલે " હુ ખાતો નથી અને ખાવા દેતો નથી " અને આપને આ નરેન્દ્ર મોદીની કઈ ખાધાની માહીતી હોય તો તે લોકો માટે જરૂર પ્રકાશીત કરશોજી અથવા આ નીભર સમાજને સુધારવા નીકળેલ નરેન્દ્ર મોદીને સહકાર નહી આપો તો ચાલસે પણ ......

  બી પોસીટીવ યાર આ ચાલે છે તેમ ચાલવા દો સ્ટોરી 5 વર્ષ બાદ બધો હીસાબ કરીને છાપજો અને જો કે આજકાલતો પત્રકારોમા છાપા અને ટીવીને ચલાવવા માટે મોદીને ગાળો દેવાની ફેશન ચાલે છે..

  ReplyDelete
 3. Keyur Vasavada5:04:00 AM

  Mostly agree in what you are saying, But Urvish Bhai please tell me what option we have in Gujarat? Bharat Solanki? Shankar Singh Vaghela or Gordhan Zadaphia? Or if we talk about national level Lalu, Mulayam, Mayawati?

  Modi may not be clean, and may be 50% is Marketing by his PR dept and 50% actual work he has done in Gujarat. But don't you think that increase of 50% (from 0% to 50%)?

  Also we should not forget who goes to listen his speech at 2 PM in 43C temp. Of course not you and me. So he has to use these kind of rhetoric to touch nerve of people.

  And yes, we should remember this is Indian democracy we can't compare with western democracy. Here “Jo chalta hai vo bikta hai”

  And right now Market me Modi hi chalta hai :-)

  ReplyDelete
 4. Urvish I agree with some of your points but not all. You cant compare Modi with Laloo of U-M-class...this is too much and if you do then tell me what will you say about Kapil,Shankarsingh .......and the list is endless!! You cant expect Modi to fight with such rascals with sobernes, do you!!? sorry for the language. And I have not seen people talk about train burning which is the starting point of all, so why always talk of after-effects of it without the action?? Science teaches us...there is always some reaction to action and there is no reaction without action! and you are student of science, right? And, as Sanjay rightly says..publish the data about Modi's corruption and make him answerable to it.

  ReplyDelete
 5. See, I said so... :)
  I am happy to see all the comments on similar lines I predicted earlier.

  I really don't understand this... This post is a sensible and most logical critique of the election campaign in last few days. How come it provokes comments like 'why are we not talking about the train burning', 'what are options we have' and 'He is popular and his style is what we need'... Wasn't is obvious to see through these poll gimmicks?!?! Why are we always protecting someone so much from the criticism... Each politician in India is severely criticised and isn't it the most effective way to keep a check on them? Why do we need to protect them?

  ReplyDelete
 6. રમેશ અમીન8:57:00 AM

  શું ઉર્વીશકુમાર આ મહેન્દ્ર મેઘાણી, ઈન્ડિયન એક્સ્પ્રેસ, શમશાદ બેગમ, નરેન્દ્ર મોદીનો વિરોધ વગેરે વગેરે જે બજારમાં ક્યાંય ન ચાલતું હોય એવી ચીજોમાં રાચ્યા કરો છો? તમે કહો છો કે તમે કોઈ વાદ નથી ચલાવતા પણ તમે જે લખો છો એના પરથી ફલિત જ થઈ જાય છે કે તમે સામ્યવાદી છો.જિંદગીમાં કશુંક ન કરી શકવાનું કે ન બની શકવાનું ફ્રસ્ટેશન પણ દેખાય છે તમારા લખાણમાં. મુખ્યમંત્રી બનવાની એમ્બીશન છે? કે ન બની શકવાનું ફ્રસ્ટ્રેશન છે? કે પછી કોઈક પ્રસંગે મુખ્યમંત્રીએ તેમની ઓફિસમાંથી કાઢી મૂક્યા હતા તમને? તમારા મુખ્યમંત્રી વિરૂદ્ધના સસ્તા લેખોમાં એવું કશુંક પ્રતિબિંબિત થયા વગર રહેતું નથી.

  ReplyDelete
 7. રાજકીય મંચ પર આવી નૌટંકીઓ ચાલતી રહે છે. આવા સ્ટંટ કોંગ્રેસ કરે છે, સમાજવાદી પાર્ટી કરે છે અને ભારતની બીજી ઘણી પોલિટિકલ પાર્ટીઓ પણ કરે છે, પરંતુ કોઇ તેના પર ચિંતન-મનન કરવા બેસતું નથી. એક જ કારણ છે--એ દરેક પાર્ટીઓ સેક્યુલારિસ્ટ છે. ભાજપ હિન્દુવાદે રંગાયેલું છે એ તેનો મોટો ગુનો છે અને તે ગુનાની ફિટકાર તેણે વખતોવખત ઝીલવી પડે છે.

  કોંગ્રેસે તેની ચૂંટણી પૂર્વેની જાહેરાતોમાં ગુજરાતના હીરાઘસુઓની આત્મહત્યાનો મુદ્દો સાવ સમજ્યાકર્યા વિના ચગાવ્યો હતો. ભારતમાં કટિંગ-પોલિશિંગ માટે આવતા ૬૦ ટકા હીરા મુખ્ય કરીને અમેરિકામાં નિકાસ થાય છે. અમેરિકાની આર્થિક સ્થિતિ વિશે સામાન્ય માણસ બહુ સારી રીતે વાકેફ છે. અમેરિકામાં હીરાની ખરીદી જ ન થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતના હીરાઉદ્યોગને આકરી અસર થયા વિના ન રહે.

  કોંગ્રેસે છતાં પણ દોષનો ટોપલો ગુજરાતની રાજ્ય સરકાર પર ઢોળ્યો. વૈશ્વિક મંદીના માહોલને કોઇ કેવી રીતે બદલી શકે ? (મંદી નિવારવાનાં બણગાં ફૂંકનાર ખુદ ઓબામાએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં છે). આર્થિક ભીંસમાં સપડાયેલા હીરાઘસુઓને થોડીઘણી આર્થિક સહાય આપવી જોઇએ--અને અપાઇ પણ ખરી.

  રહી વાત હીરાઘસુઓની આત્મહત્યાની, તો આત્મહત્યાનો દોર ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ સરકાર કેમ દિલ્હીમાં પલાંઠી મારીને બેસી રહી? કે પછી સુસાઇડનો આંકડો ૧૦૦ના મેજિક ફીગર સુધી પહોંચે ત્યાં સુધી તેને રાહ જોવી હતી? જેથી કરીને એ મુદ્દાના હજી વધુ જોરશોરમાં ઢોલ પીટી શકાય?

  કોંગ્રેસ હોય કે ભાજપ દરેક રાજકીય પક્ષ સામસામી ટાંટિયાખેંચમાં રચ્યાપચ્યો રહે છે--અને તે ફીફાં ખાંડવામાં દેશના સેન્સિટિવ પ્રોબ્લેમ્સ જેમના તેમ અણઉકેલ પડી રહે છે. આવાં પ્રશ્નોને જાહેરમાં લાવવાનું કામ મીડિયાનું છે, પણ આજના સેક્યુલારિસ્ટ મીડિયા પાસે એવી અપેક્ષા રાખવી સોમવતી અમાસ અને શુક્રવાર જેવું છે.

  ReplyDelete
 8. True. Nautankis' are everywhere across the parties. but being a resident of Gujarat, isn't it not natural that I write about the happenings close to me? I haven't commented on the usual nautankis of both the parties but this jail business was too much to digest!

  and why everytime one has to face the 'abuse' of being secularist whild writing such stuff? why we, as people of Gujarat, tend to cross- subcidise everything Mr. Modi does with what Congress is doing/ has done?

  Can't we have a different/ third party stand as a civilian, law-order & justice seeking society?
  Think over it.

  ReplyDelete
 9. It is not very sensible to create such divide between people as 'the (pseudo?) secularists' and 'the others (you may give whatever name)'. Tactically, the most effective way to dilute any opposition or criticism is to give them names like ‘secularist, communist, fascist, communalist’. We are being played around precisely like that. It is high time we look beyond these labels and believe in more democratic principles such as law-order and justice.

  ReplyDelete
 10. રમેશ અમીન3:08:00 PM

  હા હા ઉર્વીશભાઈ તમારા લો એન્ડ ઓર્ડર એન્ડ જસ્ટીસવાળી થર્ડ પાર્ટી રચો અને તમે મુખ્યમંત્રી થાઓ. રાજકારણમાં કૂદી પડો પણ આવું બધું લખવાનું બંધ રાખો. હમણાં દલિતોએ જસ્ટીસ પાર્ટી શરૂ કરી છે એમાં જોડાઈ જાઓ, એ પણ સારો વિકલ્પ છે. ચૂંટણી જીતવા મોદી નૌટંકી કરે તો અમને તે મંજૂર છે. જીતવા માટે જે કરે એ બધું જ મંજૂર કારણકે આ માણસ ગમે છે.બીજું એ કે જેમ આંધળાને આંધળો કહો તો તેને ન ગમે એમ તમને સ્યૂડો સેક્યુલર કહીએ એ તમને ન ગમે એ સ્વાભાવિક છે પણ એનાથી સત્ય બદલાઈ નથી જતું અને તમે સ્યૂડો સેક્યુલર છો એ હકીકત જેમની તેમ જ રહે છે. ગુજરાતની જનતાએ ત્રણ ત્રણ વખત મોદીને જીતાડ્યા છે. પ્રજાને મૂર્ખ, ભાવાંધ, અપહ્યત અને અંધ અને પોતાને હોંશિયાર માનવાની ભૂલ હવે વધુ વખત ન કરો ઉર્વીશભાઈ. પ્રજા બધું જાણતી હોય છે પણ ગમતા માણસના ૮૦ સારા ગુણો પછવાડે વીસ નબળી બાબતો ચલાવી લેતી હોય છે કારણકે તેના વિકલ્પમાં તો વીસ સારી ને એંશી ખરાબ બાબતોવાળા કેરેક્ટરો જ મળે છે બજારમાં.આપની પ્રતિભા ગેરમાર્ગે દોરવાતી હોય એવું લાગતું હોય તો વાંચક તરીકે કાન પકડવાનો અમને હક આપો છો ને? તમે આપો જ છો. એટલે જ મારી સખ્તમા સખ્ત ને થોડીક લીમીટ ક્રોસ કરતી કોમેન્ટ મંજૂર રાખો છો.

  ReplyDelete
 11. Rameshbhai, you need to read history and control your language. I can cross limits very well. can't you discuss the issue without involving me personally? It's very easy to write below the belt and expect the right as a reader!
  First, exercise your right as a decent person. Ohterwise I will have to delete your comment with personal attack. I don't need certificate of tolerance from a person like you IF level of your discussion remain same.

  ReplyDelete
 12. ભાઇ હર્ષલની હીરાઘસુઓ વિશેની વાત તદ્દન સાચી છે. તે ઉપરાંત કટિંગ-પોલિશિંગનો દુનિયાનો ૯૦ ટકા ધંધો ખંધા-લુચ્ચા ચીનાઓને લીધે અને તેમની સસ્તાઇને લીધે ચીન ઘસડાઇ ગયો છે. તેમાં રાજ્ય સરકાર (કોઇ પણ પક્ષની) શું કરે? મારા જેવા બીજા અનેક નોકરિયાતો કરે છે તેમ -- એક નોકરી જાય તો રોદણાં રડવાના બદલે બીજી નોકરી શોધી લેવી પડે. ગ્લોબલ ઇકોનોમીમાં તો આમ થવાનું જ. ઘણું આઉટ સોર્સિંગ ભારતમાં આવ્યું તેની સામે હીરાઘસુઓનું કામ ચીન લઈ ગયું.જ્યારે અઢળક કમાણી હતી ત્યારે "નાની બચત"નો મહિમા ભૂલીને દેખાદેખી કરવાનું પરિણામ હવે તેઓને દેખાઇ રહ્યું છે.

  ReplyDelete
 13. Heeehahahahahahahahahahahaha... Urvishbhai... U should often write about Modi... as it will obviously become a most discussed issue...
  Modi and the similar creatures can be most effectively squashed by ignoring them...
  Modi..?? Who??? ha ha ha ha ha

  ReplyDelete
 14. નરેન્દ્રભાઈને જેલ... ભાજપ અને કોંગ્રેસ બંનેની માનસિકતાનું સરસ પૃથક્કરણ કર્યું. રાજકારણીઓના પ્રોપાગાન્ડા અને ફાંકાફોજદારીને તમારા જેવા જાગ્રત પત્રકાર સમજી શકે. બાકી આમજનતા તો ગાડરિયા પ્રવાહમાં જ ચાલે. ને સંકીર્ણ સમાજવાદીઓ તો ઉદ્દામ ધર્મવાદનું અફીણ પીને ખોખલી ધાર્મિકતામાં રાચતા રહેશે ત્યાં સુધી સાચી લોકશાહી આ દેશમાં દિવાસ્વપ્ન જ રહેવાની. સરસ લેખ.અભિનંદન - વજેસિંહ

  ReplyDelete
 15. Keyur Said5:37:00 AM

  My 2 cents here..

  Urvishbhai said “This jail business was too much to digest!”,

  Urvishbhai, I live in country which is fighting for democracy in entire world. (Read in business of cheap oil buying & Weapons Selling in world) Compare to India this county is much civilized and have strong democracy. But in last year election we have also seen lot of nautanki here too. We used to get robo call (Pre recorded call ) that Obama has relationship with Terrorist! (William Ayers). He is Muslim. (Yes this so called secular country was worried because they thought he is Muslim). Even one lady ask that question into public meeting (See http://www.youtube.com/watch?v=MRq6Y4NmB6U). Bush govt was trying to scare people by increasing their terrorist thread level right before election, etc.. etc.. But People knew that this is Nauntaki, and they gave him clear majority. Same way even little kid of Gujarat knows that Modi is doing Nauntaki, but (a big BUT) they are okay with that! And they have given their verdict in Assembly Election, so we can’t complain. (Yeah Public hai yeah sab Janti hai, Yeah Public Hai) :-)

  ReplyDelete
 16. Urvish...read the real disection of Modi and his so-called nautanki in Keyur's.
  See, basically..which politician is not doing this???? Sonia,Manmohan,Communists,Mulayan,Mayavati.....the list can end at the last politician of India,ironically!! but true..Yet, people do vote for them in various sectors of India or states.So, we cant do much about it,right? you will say wrong,I know it!! anyway, thnx for all.

  ReplyDelete
 17. Chirag Panchal12:19:00 PM

  લોકશાહી દેશમાં દરેકને પોતપોતાનો મત પ્રદર્શિત કરવાનો હક છે અને તેવું કરવું એ ફરજ પણ છે. પણ જ્યારે એ મત એક માત્ર વ્યક્તિની હકારાત્મક બાબતો પ્રત્યે (સંપૂર્ણ) દુર્લક્ષ્ય સેવી તેની (ક્યારેક વાસ્તવિક તો મોટાભાગે કાલ્પનિક) માત્ર ને માત્ર નકારાત્મક બાબતો પર જ કેન્દ્રિત થઇ જાય છે ત્યારે એ મત અસરકારકતા અને સ્વીકૃતિ બન્ને ગુમાવી નબળો પડતો જાય છે અને વાચકને એ મત માત્ર ને માત્ર વ્યક્તિગત અણગમાનું પ્રતિબિંબ લાગે છે. સાચી ટીકાની સાથે સાથે ક્યારેક (અહી) નરેન્દ્રભાઇ એ ગુજરાત માટે (જો ભૂલેચૂકે) કોઇ સારા કામ કર્યા હોય તો એનું લિસ્ટ (એમના વિરોધીઓ પાસે પણ એકાદ બે લાઈનનું પણ) હોય તો એ સમતુલીત લાગશે. અને ક્યારેક એમના સિવાયના ગુજરાતના અને ગુજરાત બહારના નેતાઓના નકારાત્મક પાસા(જો હોય તો, કદાચ હશે જ! કેમ કે ભારતમાં એક માત્ર નરેન્દ્ર મોદી જ આ ગુણ ધરાવતા હોય એ શક્ય નથી લાગતું)ઓનું વિશ્લેષણ પણ જનજાગૃતિ માટે મદદરુપ થશે. ઇ.સ. ૧૯૮૪ વખતે શાસકપક્ષના અમુક નેતાઓની તે વખતના શીખ-હત્યાકાંડમાં કથિત સંડોવણી પણ ૨૦૦૨ના અનુગોધરા રમખાણોમાં ગુજરાતના અમુક નેતાઓની કથિત સંડોવણી, બન્ને બાબતો સમાન જણાય છે, માત્ર એને પ્રેરિત કરતી ઘટના અલગ છે. એક માં એક (માત્ર) નેતા પ્રત્યેનો પ્રેમ નિર્મિત આક્રોશ અને બીજામાં એક જનસમુદાય પ્રત્યે વર્ષોથી થતા અન્યાયની પરકાષ્ઠા સમા બનાવ પ્રત્યેનો આક્રોશ. તો બન્ને (સરખી?) બાબતોને સરખા દૃષ્ટિકોણ સાથે જોઇ એના માટે દોષિતને સમાન રીતે મૂલવતું પૃથક્કરણ આવકાર્ય રહેશે.

  ReplyDelete
 18. suresh parmar5:05:00 PM

  vichar karva prerit kaje evo lekh chhe...

  ReplyDelete