Friday, April 10, 2009
જૂતાના માથે (અપ)જશ
જરનૈલસિંઘે ચિદમ્બરમ્ પર જૂતું ફેંક્યું (ને ટાઇટલર-સજ્જનકુમારને એ વાગ્યું) તેની ખબર આખા ગામને પડી, પણ જરનૈલસિંઘ જ્યાં પત્રકાર તરીકે નોકરી કરે છે એ ‘દૈનિક જાગરણ’ અખબારે તેના વિશે શું કહ્યું? વાંચો આ કટિંગ
Subscribe to:
Post Comments (Atom)
it is nothing new
ReplyDeleteif Rabindranath Tagore were alive today, he would have writeen
ReplyDelete"where there is freedom to protest, and express disagreement,
Into that heaven of freedom, my Father, let my country awake....
Media, which has social responsibility is apologizing for protest? where are we heading to?
એક જરનેલ સિંહના કારણે ઉભી થયેલી સમસ્યા બીજા જરનેલસિંઘ સુધી લંબાઈ. ઇન્દિરાગાંધીએ ૧૯૮૪માં ઓપરેશન બ્લૂ સ્ટાર દ્વારા જરનેલસિંઘ ભિંદરાનવાલેને પતાવ્યા ત્યાર બાદ ઇન્દાિરા ગાંધીની હત્યા થઈ. તેમની હત્યા થઈ એટલે દંગા થયા. એ દંગામાં ટાઈટલર સહિતના લોકો સલવાયેલા હતા, જેને હવે દૂધે ધોયેલા જાહેર કરવામાં આવ્યા છે. શિખોનો વિરોધ સ્વાભાવિક છે. એ વિરોધની વહેતી ગંગામાં અંતે જરનેલસિંઘ નામના પત્રકારે ચિદમ્બરમ્ પર જૂતાંનો ઘા કર્યો. જરનેલસિંઘથી શરૂ થયેલી સાયકલ જરનેલસિંઘે ફરી વેગવાન બની છે, પુરી થઈ એવું કહી શકાય તેવી હાલત નથી.
ReplyDeleteમૂળ વાત એ કે, જરનેલસિંઘે જૂતાનો હળવેકથી ઘા કર્યો અને પાછળથી પોતાનું કૃત્ય યોગ્ય ન હોવાનું સ્વિકાયું. ખેદ વ્યક્ત કર્યો. એ ઘટનાના કિલપિંગ જોઈએ એટલે સમજાઈ જાય કે તેનો ઇરાદો કદાચ ચિદમ્બરમને આંટી દેવાનો ન હતો (જરનેલસિંઘે ધાર્યું હોત તો ઉભા થઈને ચિદમ્બરમ્ને આંટી શક્યા હોત). ખરેખર તો આંટી દેવાનો ઇરાદો રાખ્યો હોત તો તેમાં કશું ખોટું ન ગણી શકાય. ચિદમ્બરમ ગૃહ મંત્રી બન્યા એ પછી, (પહેલાની જેમ જ) ખાસ કશું ઉકાળ્યું નથી. એ પહેલાં નાણામંત્રી હતા ત્યારે પણ ખાસ કોઈ તીર માર્યા નથી. દેશ ફલાણાંઢિંકણા દરે વિકાસ કરી રહ્યો છે, એવું આંકડાઓ દ્વારા સમજાવી દેવાની રમત રમ્યા કર્યા, જે આપણા દેશમાં નવી નથી. તેઓ ખુબ વિદ્વાન છે, તેમાં ના નહીં, પણ તેની વિદ્વતાનો ઉપયોગ કે અસર તેના કામમાં દેખાતા નથી. કોઈ એવી દલીલ ન કરી શકે કે તેમને કામ કરવા દેવામાં આવતા નથી, કારણ કે તેમને તો પક્ષ કહે તેમ કરવું પડે! ખરેખર તેમણે કામ કરવું હોય અને પક્ષ રોકતો હોય તો તેમણે પક્ષ છોડી દેશ સેવા કરવી જોઈએ (મનમોહનસિંઘના કિસ્સમાં પણ આ વાત લાગુ પડે છે). મનમોહનસિંહ માટે તો ‘એ તો શાંત માણસ છે, રાજકારણના માણસ નથી’ વગેરે વગેરે દલીલો દ્વારા તેનો બચાવ થતો રહે છે. હકીકતે તેમનો બચાવ થઈ શકે તેવા કોઈ કાર્યોે તેમણે કર્યા નથી. જ્યારે સત્તામાં આવ્યા ત્યારે વડા પ્રધાન અને અર્થ પ્રધાન બન્ને વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રીઓ છે, એટલે દેશના અર્થતંત્રને મૌજા હી મૌજા થઈ જશે એવો ખ્યાલ ઉભો થયો હતો, એ ભ્રામક સાબિત થયો. એ રીતે આતંકવાદ સામે લડવામાં તેમની દાનત ન હોવાનું (જે રીતે જરનેલની જૂતું મારવાની ન હતી) સ્પષ્ટ દેખાઈ આવે છે.
ખરેખર તો જરનેલસિંઘે જરાક વધુ લાંબા થઈ બેચાર લગાવી દેવાની જરૂર હતી... દેશની જનતાના આર્શિવાદ મળ્યા હોત!