Saturday, April 11, 2009

ઉપેન્દ્ર ત્રિવેદી પુરાણ

સત્તાવાર રીતે પુસ્તક મુકાવાની હજુ થોડા દિવસની વાર છે, પણ પુસ્તકની નકલ જોઇને એટલી મઝા પડી કે તેના વિશે વાત કર્યા વિના રહેવાય એમ નથી. ગુજરાતી ભાષામાં બહુ ઓછાં ચરિત્રાત્મક સંપાદન દસ્તાવેજીકરણ, તસવીરો અને સાજસજ્જાની દૃષ્ટિએ આટલાં સમૃદ્ધ થયાં હશે.

વાત છે ઉપેન્દ્ર ત્રિવેદી વિશેના ઘણા વખતથી તૈયાર થઇ રહેલા એક ‘પુરાણ’ની. રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ તેનું સંપાદન કર્યું છે. તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી વિશે લખાયેલા રસપ્રદ લેખો, મુલાકાતો અને હરીશ રધુવંશીએ તૈયાર કરેલી તેમની ફિલ્મોગ્રાફી તો છે જ. પણ ગ્રંથ પર ઓવારી જવાનું મન થાય એવી બાબત છે તેમાં પાને-પાને છપાયેલી તસવીરોની સંખ્યા અને ગુણવત્તા. એ માટે ‘ગૂર્જર’ના મનુભાઇ શાહ તથા રોહિતભાઇ (કોઠારી અને શાહ)ને અભિનંદન આપવાં પડે. ભાગ્યે જ કોઇ ગુજરાતી પુસ્તકમાં - અને એ પણ ચરિત્રાત્મક પુસ્તકમાં- આટલા મોટા પ્રમાણમાં અને આટલું વૈવિઘ્ય ધરાવતી તસવીરો આટલી સ્વચ્છ અને સારી રીતે છપાઇ હશે.


મોટા કદનાં ૩૬૬ પાનાં ધરાવતું આ પુસ્તક હજુ બજારમાં આવ્યું નથી. તેની કિંમત રૂ.૫૦૦ રાખવામાં આવી છે. છતાં, આ પુસ્તક વાંચવા જેવું અને બજેટમાં બેસે તો ખરીદવા જેવું- ખાસ તો સંઘરવા જેવું છે.

ઉપેન્દ્ર ત્રિવેદી નિમિત્તે ગુજરાતી ફિલ્મો અને નાટકોની આટલી બધી તસવીરો એક સાથે જોવા મળે અને ઉપરથી મઘુ રાય-સિતાંશુ-બક્ષીથી માંડીને અનેક જાણીતા અજાણ્યા લેખકોના લેખો- ગની દહીંવાળાએ ઉપેન્દ્ર ત્રિવેદી પર લખેલી ગઝલ, સલીલભાઇનો લેખ (અને હા, ઉર્વીશ કોઠારીએ લીધેલો ઉપેન્દ્ર ત્રિવેદીનો ઓફ્ફ બીટ ઇન્ટરવ્યુઃ-) આવી વાચનસામગ્રી!

પુસ્તક અંગેની વઘુ જાણકારી વાચનરસિયાઓ ગૂર્જર (ફોનઃ ૯૧-૭૯-૨૬૫૬૪૨૭૯) પરથી રોહિતભાઇ કોઠારી કે રોહિતભાઇ શાહ સાથે વાત કરીને મેળવી શકે છે.

(પુસ્તકના લેખો વાંચ્યા વિના, ફક્ત પુસ્તક જોઇને લખેલો આ પ્રતિભાવ છે. પુસ્તક-રીવ્યુ નથી.)

8 comments:

 1. ુગુજરતા ફિલ્મ? અરે, એ કંઈ જોવાની ચીજ છે? આવી એક પ્રબળ માન્યતા ચારેબાજુ ફેલાયેલી છે. મોટા ભાગના લોકો પણ ‘પોતે ગુજરાતી ફિલ્મો નથી જોતા અથવા નથી જોઈ’ તેનો ગર્વ અનુભવતા હોય છે. અલબત્ત, આજ કાલ જે ચાલુ કિસમની ગુજરાતી ફિલ્મોનું સર્જન થાય છે, તે ચોક્કસ પણ જોવા જેવી નથી હોતી. પરંતુ ગુજરાતી ફિલ્મો ક્યારેય જોવા જેવી જ નથી હોતી એવી માન્યતા, કદાચ સાવ સાચી નથી! ગુજરાતીમાં પણ સારી ફિલ્મો બની છે. ગુજરાતી ફિલ્મોને જે ઉત્તમોતમ અદાકારો મળ્યા છે, તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી ટોપ લિસ્ટમાં છે. ઉપરાંત અરવિંદ ત્રિવેદી (રામાયણના લંકેશ), પદ્મા રાણી, મૂળરાજ રાજડા, ફિરોજ ઇરાની, સ્નેહ લતા વગેરેના નામ ગણાવી શકાય. આપણે ત્યાં કોઈ પણ ફિલ્મો હિરો કેન્દ્રીત હોય છે. કોઈ ફિલ્મ જોવા જવાનું હોય તો ક્વોલિટિ તો ઠીક છે, પણ ‘હિરો કોણ છે?’ એવો સવાલ પહેલાં પુછાતો હોય છે. મારા મતે, ઉપેન્દ્ર ત્રિવેદીનો હિરોકાળ ગુજરાતી ફિલ્મોનો સર્વશ્રેષ્ઠ સમયગાળો હતો. એ પહેલાની ફિલ્મો મેં બહુ જોઈ નથી અને તેમના હિરોકાળ પછીની ફિલ્મોમાં મને ખાસ કંઈ ભલીવાર જેવું લાગ્યું નથી. આનંદની વાત એ છે, ગુજરાતી ફિલ્મ પર આવું એક પુસ્તક તૈયાર આજે પણ થઈ શકે છે!

  ReplyDelete
 2. Very interesting piece of news, thanks for the preview Urvishbhai.
  I will be broadacsting an interesting interview with Upendrabhai on Sur Samvaad Gujarati Radio soon. Stay tuned to www.sursamvaad.net.au.

  ReplyDelete
 3. Anonymous1:56:00 AM

  I am realy happy to see this page.And I hope this will be very heat book in the world.I am his student in drama field and he is good teacher and fantastic actor in Gujarati film industry.Now i am in uk but i always call him and ask him about this book.My name is CHINTAN NAYAK.I congratulate to you and your team of this creates.If u want to see me in this book see page no 173..

  Thanks

  ReplyDelete
 4. Vijay H Patel11:02:00 AM

  A Great Artist!!!! Words are not enough to describe his versatile personality. Will power lifted him so high. Clean hearted man can allso become successful in politics, he is one of the best examples.

  ReplyDelete
 5. HE IS RARE SCHOLAR...VERSATILE ARTIST...VERY LOVING FRIEND...TRUE LEADER, HAMDARD...GO AND MEET PEOPLE OF HIS ONETIME CONSTITUENCY...VERY VERY LOVING ELDER TOO. GREAT ACTOR...ABHINAY SAMRAT... WE WISH HIM VERY GOOD FUTURE. UTTAM, MSNTHASN, MAYURI, NISHITA AND SARITA MEVADA

  ReplyDelete
 6. A Great Artist!!!! Words are not enough to describe his versatile personality. Will power lifted him so high. Clean hearted man can allso become successful in politics, he is one of the best examples.

  iwatch movey malavpati munj

  ReplyDelete
 7. ShriUpendrabhai Trivedi is the great person, gujrati superstar and real artist and so the publice leader. We wish healthy and happy long life for him. I have little question, Why the great film "Manvini bhavai" was made so late. If it could be at the time of "Malavpati Munj"

  ReplyDelete
 8. ઉપેન્દ્રત્રિવેદી તો ગુજરાતી ના દિલીપ કુમાર છે
  મેં તેમની મોટા ભાગ ની ફિલ્મો જોઈ છે

  ReplyDelete