Saturday, November 29, 2008

સુરસંવાદ પરથી ‘દૂરસંવાદ’

સીડનીના ગુજરાતી એફએમ રેડિયો ‘સુરસંવાદ’ પરથી, તેનાં સંચાલક આરાધના ભટ્ટે લીધેલો મારો ટેલિફોનિક ઇન્ટરવ્યુ આવતી કાલે પ્રસારિત થશે. તે વેબ પર પણ સાંભળી શકાશે.
થોડાં અઠવાડિયાં પહેલાં ફોન પર થયેલી વાતચીતમાં આરાધનાબહેને ‘હા તો ઉર્વીશભાઇ, આપનું નામ જણાવશો?’ એવા ‘ક્લાસિકલ’ સવાલો પૂછવાને બદલે, સમસામયિક વિષયો પર મોકળાશથી વાત (અને ‘બેટિંગ’:-) થઇ શકે એવા સવાલો પૂછ્યા હતા. એટલે મઝાની વાતચીત થઇ હતી. તેનું વ્યવસ્થિત એડિટ થયેલું સ્વરૂપ સાંભળવા ઇચ્છતા સૌ માટે સંપર્ક સરનામું http://www.sursamvaad.net.au/

1 comment:

  1. તમારો ઇન્ટરવ્યુ સીધો જ ડાઉનલોડ કરો: http://sursamvaad.net.au/episodes/interview_urvish_k.mp3

    સરસ ઇન્ટરવ્યુ!

    ReplyDelete