Thursday, November 06, 2008
આંખનું કાજળ ગાલે : ઓબામાને ‘બ્લેક’ કહેવાની ‘દિવ્ય’ જિદ્દ
ઓબામાના વિજયના સમાચારોથી આજનાં અખબારો વાજબી રીતે છલકાયાં છે. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નું મથાળું અર્થની ઘનતા ચૂક્યા વિના થયેલી ભાષાની રમત તરીકે મને સૌથી વધુ ગમ્યું, તો ‘દિવ્ય ભાસ્કર’નું આઠ કોલમનું મુખ્ય હેડિંગ વાંચીને ત્રાસ થયો. એ હેડિંગ નછૂટકે અહીં ફરી ટાંકું છું: ‘બ્લેક ઓબામા વ્હાઇટ હાઉસમાં’. આવું અપમાનજનક અને અશિષ્ટ હેડિંગ શી રીતે છપાઇ ગયું હશે?
આ જ ‘ભાસ્કર’માં બે વર્ષ પહેલાં, પહેલી વાર ઓબામા વિશે મેં લેખ લખ્યો હતો. એ નાતે ‘ભાસ્કર’ના મિત્રોને દોસ્તીદાવે સૂચન છે કે તેમની ઇન્ટરનેશનલ એડિશનમાં આ હેડિંગ ન જાય તેનું ઘ્યાન રાખશો. અમેરિકામાં આ હેડિંગ સામે તગડી રકમનો દાવો થઇ શકે અને ભારતમાં પણ મારા જેવા અનેક વાચકોને આંચકો તો લાગે જ છે. અશ્વેતને ‘બ્લેક’ કહેવા તે, માતાને ‘બાપની બૈરી’ કહેવા બરાબર છે.
આ હેડિંગની નીચે ‘ઇન્ટ્રો’નાં વાક્યો છેઃ ૨૧૯ વર્ષ પછી અમેરિકાની જનતાએ જીદ કરીને રંગભેદને સંપૂર્ણપણે મિટાવી દીધો..’ ‘દિવ્ય ભાસ્કર’નું એક એડ કેમ્પેઇન ચાલે છે, જેની કેચલાઇન છેઃ ‘જીદ કરો, દુનિયા બદલો.’ ‘દિવ્ય ભાસ્કર’ મૂળ હિંદી છાપું હોવાથી, ગુજરાતીપ્રેમીઓ માટે તેનો સૌથી મોટો ત્રાસ એ હોય છે કે પોતાનાં હિંદી સ્લોગન બેઠ્ઠેબેઠ્ઠાં ગુજરાતીમાં ઉતારીને પ્રજાના માથે મારે છે.
‘ભાસ્કર’ના હિંદી સાહેબોને કોઇએ કહેવું જોઇએ કે હિંદી ભાષામાં ‘જિદ’નો એક અર્થ હકારાત્મક પણ થાય છે. (‘આગ્રહ’) જ્યારે ગુજરાતી ભાષામાં ‘જિદ્દ’ની અર્થચ્છાયા નખશીખ નકારાત્મક છે. તેમાં દુરાગ્રહ અને હઠનો જ ભાવ છે. અને હા, તેની સાચી જોડણી ‘જીદ’ નહીં, પણ ‘જિદ્દ’ છે. પછી, ખોટેખોટું ઝૂડ્યે રાખવાની જિદ્દ શા માટે?
‘ભાસ્કર’ સાવ શરૂઆતમાં આવ્યું ત્યારનો એક ઐતિહાસિક ગોટાળો અહીં ફક્ત રમૂજ ખાતર ટાંકું છું. હિંદીમાં ભાસ્કરની કેચલાઇન હશેઃ‘બતાઇયે આપકી મરજી’. એટલે ગુજરાતીમાં એ લોકોએ તેનો અનુવાદ કર્યોઃ ‘બતાવો તમારી મરજી’. કેમ જાણે, મરજી શર્ટનાં બે બટન ખોલીને ‘બતાવી’ દેવાની ચીજ હોય! ‘બતાઇયે’નું ગુજરાતી ‘બતાવો’, નહીં પણ ‘જણાવો’ થાય, એટલું પણ તેમને કોઇએ નહીં કહ્યું હોય? કે પછી તેમણે કોઇનું સાંભળ્યું નહીં હોય? બતાવો તમારો જવાબ!

Labels:
Gujarati/ગુજરાતી ભાષા,
media,
obama,
us election,
આંખનું કાજળ ગાલે
Subscribe to:
Post Comments (Atom)
Well said. You have raised very pertinent point. I too was surprised to read this eight column headline this morning.
ReplyDeleteI have observed that some of the opinion builders, – analysts, professionals, writers and speakers – are less sensitive to issues.
I am sure your comments will help to educate them socially and politically.
Warm regards
Vipool Kalyani
Sorry Urvish but I beg to differ with your comment about "Black". I always thought "Black" was as acceptable and politically correct term as "Coloured" or "African American" as opposed to "Nigro" or even more demeaning "Nigger".
ReplyDeleteJust out of curiosity, googled news for "Black Obama" and found hundreds of news reports using this term. So perhaps your objection is slightly out of place :-)
I am glad that you pointed this out. Black- nigger are politically in correct...and i always maintained that we indians tend to as racist, especially when it comes to people of AFrican origins reinforcing stereotypes....
ReplyDeletecheck out nytimes.. best headline,, simple but evocative
http://www.nytimes.com/indexes/2008/11/05/pageone/scan/index.html.
ayesha
I m proud to say-I voted for Obama-My family voted for Obama-My daughter and many youngsters of my family volunteered for his campaign.Tears were rolling from my eyes when I was listening to his speech--
ReplyDeleteNow, "African American" is the proper term to address so called Blacks or Colored or Negro-
Obama could not have achieved without white votes--So we can say Election was not based on race. In my view he is not a Black president-He is not a Muslim president--He is the American president--He knows the hardship--He does not have oil business--Any way--Salute to UrvishKumar for pointing out at the grave mistak-- We,Indians are the most reciest people on earth-That is my opinion.
Some observations...
ReplyDeleteIt is too early to say that 'the race ends with historic win' (TOI, Ahm headline!). Looking at the numbers, out of total white voters only 43 voted for him and 55 voted for Mccain. He was -12% with the white voters but hugely popular with African-americans, hispanics and asians. On top of that, within whites he was still -5% with the age group below 29 and -26% with age group above 29. He was more popular with the young, the women and the low-income groups in general. He was not really popular with the 30 plus white male voters. What does it say? The divide in America is deep-rooted. Winning an election is not going to change it yet.
Secondly, Why there is so much of talk about him being 'black' per say. Why cant we look at people without giving them a label based on their gender, race, caste, community, country? Obama was very clear in his speech to reject such categories. And it was McCain who said, ' I understand that it is a big day for african-americans today'.
Nice postings, Urvishbhai!
I'm really satisfied for the righteous comment on the headline written by DB on Obama''s
ReplyDeletevictory. Your rational thinking makes you a distinguished personality in the world of
newspapers.
Gajanan Raval from Durham-NC, USA.
સાવ સાચી વાત છે. હમણાથી 'દિવ્ય ભાસ્કર' અખબારમાં ભાષા,જોડણી ને વાક્ય-રચના અંગે ખૂબ જ કાચું કપાતું જણાય છે. મને પોતાને અનેક સમાચારો તથા 'સ્ટોરી'ઓ વાંચીને આ સમજાયું છે. પ્રૂફવાચનમાં પણ કેટલીક બાબતો સુધરે તેવી હોવા છતાં નથી સુધરતી. ઘણીવાર તો એવું પણ બને છે કે તમે સાચી જોડણી કે વાક્ય-રચના લખીને આપી હોય પણ છપાય અલગ જ. ખાસ કરીને 'સ્ટોરી'માં અને 'સિટી'ની અલગ પૂર્તિમાં તો ભાષા-વાક્યરચના જોતાં ખૂબ જ દુખ થાય છે. સિટીની અલગ પુર્તિને ખાસ સુધારવાની જરૂર જણાય છે. સ્ટોરીની ઉતાવળમાં લખનાર વાક્યરચનામાં ભીંત ભૂલે છે ને આડેધડ લખી નાખે છે, ત્યારે આવું થાય છે. વધારે દુખની વાત તો એ છે કે આ વાત કોઈ એક અખબાર પૂરતી સીમિત નથી, આજે સ્પર્ધાના યુગમાં કોઇ ખાસ લાયકાતની જરૂર નથી પત્રકાર થવા માટે એ મુખ્ય કારણ જણાય છે. માતાને બાપાની બૈરી તો ન જ કહેવાય! પણ એ પ્રકારનું લખાણ આજે અખબારોમાં છપાય છે જે જોઈને દુખ થાય. વાસ્તવમાં લખાણ વાચકને ગમવું જોઈએ એ વિચાર સ્વીકારીએ તોપણ ગમે તેવું તો ન જ લખાય, બૉસ!
ReplyDeleteએક રિપોર્ટર ભાઈ મને કહેતા હતા કે, "જે સ્ટોરી લાવે તે પત્રકાર. ભાષા-બાષાને ગોળી મારો." ભાઈને ગુજરાતી લખતાં નથી આવડતું.
હિન્દીમાંથી અનુવાદ કરનાર 'બતાવો' નું ગુજરાતી 'બતાવો' કરે એ ભોગ ક્યાં લઈ જવા? આગળ જતાં સારો અનુવાદ કરનારાઓ નહીં મળે એમ લાગે છે.
હું આ મુદ્દાને એક વાચક તરીકે ટેકો આપું છું. - જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ) મોબાઇલઃ ૯૮૭૯૧ ૯૭૬૮૬
sorry Urvish, you are wrong. Black is as acceptable as white, blond or brunette. Its Nigger which is not acceptale. I've Time magazine in front of me & it says Black Man Obama. I small request- don't jump to the opinion. Pl.
ReplyDeleteketan
Over-killing coverage by Obama enthused can be seen in your blog also! I visited your blog after a long break and was surprised to see this HAPPENING. Look, I'm the 9th commentor, so in a way it proves that U R right N I'm wrong. But I can't understand this Indian interest in American Obama. Papers, perticularly our 'page-rich' TOI, reorted on it filling 5/6 pages daily. My guess is nobody read beyond some headlines, which is the right proportion of attention it deserved.
ReplyDeleteIt will be interesting to compare our own Mayawati being proposed as the possible PM in next election, and how these same media and Obama enthseds respond! Urvish, can U speculate on this situation and write a humour piece in you distinctive style?
- Kiran rivedi
જેને અડધા "ચ" અને "ર" વચ્ચેનો ફરક ખબર ન હોય તેવા લોકો 'દિવ્ય ભાસ્કર'માં ચાલી જાય!
ReplyDeleteઅહીં ક્લિક કરો અને જુઓ દિવ્ય ભાસ્કરે શોધેલી નવી જોડણી!
- વિનય ખત્રી
http://funngyan.com
અશ્વેત કહો કે કાળા .. વાત તો એક જ છે ને?
ReplyDeleteમને આ શબ્દ વીલાસ કેવળ ગુજરાતી ભાષાનો દંભ જ લાગે છે.