Tuesday, February 12, 2013

‘ગુજરાત મોડેલ’ : જૂનું અને નવું

સાદી ગણતરી પ્રમાણે લોકસભાની ચૂંટણી આડે ખાસ્સો સમય બાકી છે.  છતાં, બન્ને મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણીમુદ્રામાં આવી ગયા છે. કોંગ્રેસે જયપુર અધિવેશનમાં પરિવારભક્તિની પરંપરા પ્રમાણે રાહુલ ગાંધીને આગળ કર્યા અને તેમના નેતૃત્વ તળે ૨૦૧૪ની ચૂંટણી લડાશે, એ સ્પષ્ટ કર્યું.

ભાજપમાં સ્થિતિ એટલી સ્પષ્ટ ન હતી. પક્ષપ્રમુખ નીતિન ગડકરી અને સુષ્મા સ્વરાજ સહિત વડાપ્રધાનપદના ઉમેદવારોનો પાર ન હતો. સંઘ પરિવારનો ગડકરીને પૂરો ટેકો હતો, ભલે તેમની પર ભ્રષ્ટાચારના આરોપ થયા હોય. તેમને બીજી વાર ભાજપના પ્રમુખ બનાવવા માટે સંઘ પરિવારની પ્રેરણાથી ભાજપનું બંધારણ સુદ્ધાં ફેરવવામાં આવ્યું હતું. પણ આંતરિક વિરોધ અને ભ્રષ્ટાચારના આરોપોમાં ગડકરીનું પત્તું છેવટે કપાયું. તેમની જગ્યાએ સંઘ અને ભાજપના સ્વીકાર્ય ઉમેદવાર રાજનાથસિંઘ આવ્યા. દરમિયાન, વડાપ્રધાનપદના ભાજપી  ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્ય મંત્રી મોદીએ પોતાની જાતને ક્યારની ‘તરતી’ મૂકી દીધી છે.

રાજકારણના ધંધામાં પડેલો માણસ મહત્ત્વાકાંક્ષા રાખે એ સમજી શકાય એવું છે. પોતાની મહેચ્છાઓ સંતોષવા માટે એ કોઇ પણ હદનું જૂઠાણું ચલાવે કે ગમે તેવાં સમાધાન કરે, એની નવાઇ ન લાગવી જોઇએ. આશ્ચર્ય ત્યારે થાય, જ્યારે એ જૂઠાણાં કે સમાધાનોને આવડત તરીકે રજૂ કરવામાં આવે. એટલું જ નહીં, તેને નોંધપાત્ર પ્રમાણમાં લોકોનો ટેકો મળે.

જાણીતી કહેણી પ્રમાણે, ‘થોડા લોકોને થોડા સમય માટે મુર્ખ બનાવી શકાય છે, પણ બધા લોકોને કાયમ માટે મુર્ખ બનાવી શકાતા નથી.’ ભારતના રાજકારણની અને જાહેર જીવનની તાસીર જોતાં આ વાતની ખરાઇ વિશે શંકા જાગે.

એ પણ ખરું કે ચૂંટણીકેન્દ્રી લોકશાહીમાં બધા લોકોને બધા સમય માટે મૂરખ બનાવવાની જરૂર પડતી નથી. ‘ક્રિટિકલ માસ’ (નિર્ણાયક સંખ્યામાં લોકો)ને લાંબા સમય સુધી આંજી રાખવાથી કામ થઇ જાય છે. સમય વીતતાં થોડા લોકોનું ભ્રમનિરસન થાય, ત્યાં સુધીમાં નવા લોકો ઉમેરાતા રહે છે. બસ, પોતાના પ્રચારપ્રસારનું કામ જોરશોરથી ચાલુ રાખવાનું અને તેમાં શક્ય એટલા નવા આઇડીયા લડાવતા રહેવાનું.

મોડેલનો વિચારવિસ્તાર

દિલ્હીમાં કોલેજના વિદ્યાર્થી સમક્ષ કરેલા સંબોધનમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ તેમની વક્તૃત્વચાલાકીનો પૂરતો પરિચય આપ્યો. અંજાવા તૈયાર એવા એ ઓડિયન્સમાં‘ અડધે સુધી પાણી ભરેલા ગ્લાસનો બાકીનો હિસ્સો ખાલી નથી- તેમાં હવા ભરેલી છે’ એવી કક્ષાની વાતો કરીને એ તાળીઓ ઉઘરાવી ગયા.

મુશાયરાની જેમ વક્તવ્યમાં પણ ઊંડાણ કરતાં તત્કાળ વાહવાહી મેળવી આપે એવી શૈલીની બોલબાલા વધારે હોય છે. મઝાની વાત એ છે કે મુખ્ય મંત્રીના ચબરાકિયા પ્રવચનને કેટલાંક રાષ્ટ્રિય અખબારોએ પહેલા પાને સ્થાન આપ્યું- કેમ જાણે વડાપ્રધાને તેમના પહેલા પ્રવચનમાં દેશના યુવાનોને સંબોઘ્યા હોય. આ ઘટનાથી વઘુ એક વાર સિદ્ધ થયું કે મુખ્ય મંત્રી લોકરંજનીમાં અને મીડિયાના મોટા હિસ્સાને હાથમાં રાખવામાં કાબેલ છે.  

મુખ્ય મંત્રીએ દિલ્હીમાં ‘ગુજરાત મોડેલ’ની વાત કરી. ગુજરાતીઓને બહુ ગળચટ્ટી લાગે એવી આ વાત છે. મુખ્ય મંત્રીને કારણે દેશભરમાં ગુજરાતનો જયજયકાર થઇ ગયો, એવા પ્રચારથી ઘણા ભોળીયા કે હોંશીલા ગુજરાતીઓનું શેર લોહી ચઢે છે. (કેમ જાણે, મોદીયુગ પહેલાંનુ ગુજરાત પથ્થરયુગમાં હોય) પરંતુ મુખ્ય મંત્રી જેની વાત કરે છે એ ‘ગુજરાત મોડેલ’ ખરેખર શું છે, એ સમજવા જેવું છે- ‘ગુજરાત મોડેલ’ને રાષ્ટ્રિય સ્તરે લાગુ પાડવાની વાતો થતી હોય ત્યારે તો ખાસ.

મુખ્ય મંત્રી જેની વાત કરે છે, એ ‘ગુજરાત મોડેલ’નાં કેટલાક મૂળભૂત તત્ત્વો આ પ્રમાણે છેઃ

ઇતિહાસ ભૂંસી નાખવો
અંતિમવાદી સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા વપરાતી આ જૂની અને જાણીતી તરકીબ છે. ‘હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહાંસે શુરૂ હોતી હૈ’ - એવા ફિલ્મી સંવાદ પ્રમાણે, આ પદ્ધતિમાં ઇતિહાસની શરૂઆત પોતાનાથી જ થાય છે. ‘બઘું સારું મેં જ કર્યું. હું ન હોત તો તમારું શું થાત?’ એવો ભાવ લોકોના મનમાં પેદા કરવા માટે, પોતાના સમય પહેલાંની બધી સિદ્ધિઓ ગુપચાવી દેવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીએ આ તરકીબ એટલી હદે વાપરી છે કે બીજા પક્ષોનો તો ઠીક, તેમના જ પક્ષ ભાજપના અગાઉના મુખ્ય મંત્રીઓનો ઇતિહાસ પણ ભૂંસી નાખ્યો. ત્યાર પછીનું કામ બહુ સહેલું છેઃ ગુજરાતમાં જે કંઇ સારું થયું, તે બધાનું પોતે ગૌરવ લેવાનું અને એવો ભાસ ઉભો કરવાનો, જાણે એ બધું પોતાના લીધે જ થયું હોય.

એકવીસમી સદીમાં તે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યાર પહેલાં ગુજરાતમાં સંખ્યાબંધ ખાનગી અને સરકારી કંપનીઓ સ્થપાઇ ચૂકી હતી. ઔદ્યોગિક રાજ્ય તરીકે ગુજરાતનું નામ નરેન્દ્રભાઇ મોદીના મુખ્ય મંત્રી થતાં પહેલાં દેશભરમાં જાણીતું હતું. ‘ગુજરાતમાં બિઝનેસ ન કરનારા મૂરખ છે’ એ વાતની રતન તાતાને જ નહીં, જે.આર.ડી. તાતાને પણ ખબર હતી. એટલે જ તેમણે એંસીના દાયકામાં ગુજરાતના મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની ફેક્ટરી નાખી હતી. નોંધઃ રતન તાતાને એક વાર પશ્ચિમ બંગાળમાં કડવા અનુભવ થયા પછી આ વાત સમજાઇ, જ્યારે જે.આર.ડી.ને એ સીધેસીધી સમજાઇ હતી.

વ્યક્તિ અને રાજ્ય વચ્ચેને એકરૂપ બનાવી દેવાં
મુખ્ય મંત્રી મોદીને ન્યાય ખાતર કહેવું જોઇએ કે ઘણી બધી તરકીબો અપનાવવામાં તે પહેલા નથી. ઇંદિરા ગાંધી તેમનાથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં, તેમના સમયને પ્રમાણે આ બઘું કરી ચૂક્યાં છે. વક્રતાપૂર્ણ લાગે છતાં, મુખ્ય મંત્રી પોતે આ બાબતમાં ઇંદિરા ગાંધીને રોલમોડેલ ગણતા હોય તો બિલકુલ નવાઇ ન લાગે.
 ઇંદિરા ગાંધીની એક લાક્ષણિકતા એટલે ‘ઇંદિરા ઇઝ ઇન્ડિયા’. વડાપ્રધાન એ જ દેશ છે. બોલો, હવે કહેવું છે કંઇ?  તમે વડાપ્રધાનની સામે બોલો એટલે દેશદ્રોહી થઇ ગયા. ઇંદિરા ગાંધી તેમના વિરોધીઓને (અમેરિકાની જાસુસી સંસ્થા) સીઆઇએના એજન્ટ ગણાવતા હતા, એ ઘણાને યાદ હશે.

મુખ્ય મંત્રી મોદી આ જ સ્થિતિ ગુજરાતના સ્તરે લઇ આવ્યા. એ તેમના ‘ગુજરાત મોડેલ’નું અભિન્ન અંગ છે. મુખ્ય મંત્રી એટલે ગુજરાત. મુખ્ય મંત્રીની ટીકા એટલે અમુક કરોડ ગુજરાતીઓની ટીકા અને મુખ્ય મંત્રીની જીત એટલે ગુજરાતીઓની જીત. આવું સમીકરણ તે  ઘણી સફળતાથી રૂઢ બનાવી શક્યા છે. પોતાનો વિરોધ કરનારને તે ‘ગુજરાતવિરોધી ટોળકી’ તરીકે ઓળખાવે છે. તેમાં ભૂતકાળમાં ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે લડી ચૂકેલા ગુજરાતીઓનો પણ સમાવેશ થઇ જાય.

વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો ભેદ ભૂંસી નાખવાનું એક સુખ એ છે કે ત્યાર પછી રાજ્યની બધી સિદ્ધિઓ આપોઆપ વ્યક્તિની સિદ્ધિ બની જાય છે. ડો.કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે જોડાઇને ગુજરાતમાં ‘શ્વેત ક્રાંતિ’ની દિશામાં કદમ ભર્યાં ત્યારે મુખ્ય મંત્રી મોદીનો જન્મ પણ થયો ન હતો. છતાં દિલ્હીમાં ભાષણબાજી કરતી વખતે મુખ્ય મંત્રી ગુજરાતની શ્વેતક્રાંતિનો ઉલ્લેખ એવી રીતે કરે છે, જાણે એ ક્રાંતિ એમણે કરી હોય અથવા એમના કારણે થઇ હોય.

વિકાસને કાયદાના શાસનના વિકલ્પ તરીકે રજૂ કરવો
મુખ્ય મંત્રી મોદી જે ગાલીચો પાથરીને દુનિયાના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં બોલાવે છે  અને જે ગાલીચો સાથે લઇ જઇને તે દિલ્હીમાં લોકોને પ્રભાવિત કરે છે, એ ગાલીચાની અવળી બાજુએ પડેલા લોહીના ડાઘ કાયમી છે. દિલ્હીના કોંગ્રેસયોજિત શીખ હત્યાકાંડની કાળી ચાદર પાથરીને એ ડાઘ સંતાડી શકાય છે, પણ તેને દૂર કરી શકાતા નથી. મુખ્ય મંત્રીનો ખુલ્લા દિલનો પસ્તાવો અને અફસોસ એ ડાઘને ઘણી હદે હળવા કરી શકે છે, પરંતુ એમ કરવા જતાં મુખ્ય મંત્રીને પોતાની કડક પ્રતિભા વચ્ચેથી બેવડ વળી જવાની બીક લાગે છે.

‘સોરી’ કહેવાનો પાઠ તેમને ગાંધીજી કે મુન્નાભાઇ, કોઇ હજુ સુધી શીખવી શક્યું નથી. ઉલટું, એ કાયદાના શાસનની વાત કરનારને પોતાના શાસનમાં ગુજરાતે કરેલા વિકાસની આણ આપે છે. ‘ગુજરાત મોડેલ’ની તેમની એક વ્યાખ્યા છેઃ વિકાસ કંઇ એમ ને એમ થઇ જાય છે? વિકાસ કરવો હોય, તો આવું બઘું નજરઅંદાજ કરતાં, ‘ગઇગુજરી ભૂલીને આગળ વધતાં’ શીખવું પડે. પોતાને અનુકૂળ હોય ત્યાં ગઇગુજરી યાદ કરાવવાની એકેય તક ન ચૂકતા મુખ્ય મંત્રી અઘરા સવાલો આવે ત્યારે આવી અપેક્ષા રાખે છે.કાયદાના શાસન અંગે કે સર્વોચ્ચ અદાલતે અનેક વાર રાજ્ય સરકારને આપેલા ઠપકા અંગે કે રાજ્ય સરકાર દ્વારા બિનકહ્યાગરા-સ્વતંત્ર પોલીસ અધિકારીઓ સાથે થયેલા દુર્વ્યવહાર અંગે કોઇ પણ પૂછે, ત્યારે તેને વિકાસવિરોધી અને ગુજરાતવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે.

સારઃ ગુજરાતના વિકાસ સિવાય બીજા કોઇ પણ મુદ્દે વાત કરનાર મુખ્ય મંત્રીના મતે ગુજરાતવિરોધી, વિકાસવિરોધી અને કૌંસમાં હિંદુવિરોધી છે.

આક્રમક પ્રચારપ્રસાર
તિકડમબાજી લાગે તો ભલે, અઢળક ખર્ચ થાય તો ભલે, પણ પ્રચારનો એવો વૈવિઘ્યપૂર્ણ, મૌલિક મારો ચલાવવો કે માણસને વિચારવાનો મોકો ન મળે. લાગે કે તેમાં અમિતાભ બચ્ચનની મદદ જોઇએ છે, તો એમને ‘ગુજરાત ટુરિઝમ’ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવાના. તેનાથી બે કામ થાયઃ ગુજરાતમાં પર્યટનનાં સ્થળોએ સુવિધાઓ ઉભી કરવાની કડાકૂટ નહીં. બચ્ચનના આવવાથી  સરકારે જોરદાર કામ કર્યું હોય એવું લાગવા માંડે (એક વાર સ્થળની મુલાકાત લીધા પછી ભ્રમ ભાંગી જાય એ જુદી વાત છે.) બીજું, વધારે અગત્યનું કામ એ થાય કે બચ્ચન પ્રચાર ગુજરાતનાં પર્યટન સ્થળોનો કરતા હોય, પણ છાપ એવી ઉભી થાય જાણે એ ગુજરાતના મુખ્ય મંત્રીનું સમર્થન કરી રહ્યા છે.

કાર્યક્ષમતાના નામે આપખુદશાહી ભ્રષ્ટાચારરહિત વહીવટના નામે બધી સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ થયેલું  હોય- અને ભ્રષ્ટાચાર તો થતો જ હોય, મંત્રીઓ કહ્યાગરા વિદ્યાર્થીઓની જેમ વર્તતા હોય, રાજકીય હરીફોની કારકિર્દીનો વીંટો વળી જતો હોય  અને આ ‘વન મેન શો’ જ સફળતાનું ખરું રહસ્ય છે, એવો પ્રચાર ચાલતો હોય- એ ‘ગુજરાત મોડેલ’નું હાર્દ છે.

રાજકારણ-જાહેર જીવનમાં ‘ગુજરાત મોડેલ’ એ પણ હતું, જેણે બારડોલીના સત્યાગ્રહે આખા દેશને રાહ ચીંઘ્યો હતો..ગાંધીજીએ તેજસ્વી લોકોથી અસલામતી અનુભવવાને બદલે, તેમને પોતાના હજુરિયા બનાવ્યા વિના, સાથે રાખીને દેશહિતના કામમાં જોતર્યા હતા... ભાગલા વખતના તંગ કોમી માહોલમાં સરદાર પટેલે ‘આઘાત-પ્રત્યાઘાત’નો નિયમ ટાંકવાને બદલે ગૃહ મંત્રી તરીકેની પોતાની ફરજ બજાવી હતી...ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ આંદોલન દ્વારા જયપ્રકાશ નારાયણને અને દેશને નવી દિશા બતાવી હતી...

ગુજરાતી તરીકે, કયા ‘ગુજરાત મોડેલ’નો મહિમા કરવો,  એ આપણે વિચારવાનું છે.

27 comments:

  1. too good. wonderful article.

    ReplyDelete
  2. ઉર્વિશભાઇ,

    પાઘડીનો વળ છેડે... અત્યારે તો ’હું’ તત્વની બોલબાલા છે. આ વાતને સમજવા માટે પણ લોકોનું મન તો ખુલ્લુ હોવુ જોઈએ ને? આ વાંચીને આપની સાથે સમર્થ થવા કરતા વિરોધ કરનારાઓ જોઈ લેજો :)
    સમીર

    ReplyDelete
  3. Anonymous10:00:00 AM

    'રાજકારણના ધંધામાં પડેલો માણસ મહત્વાકાંક્ષા રાખે એ સમજી શકાય એવું છે. પોતાની મહેચ્છાઓ સંતોષવા માટે એ કોઇ પણ હદનું જૂઠાણું ચલાવે કે ગમે તેવાં સમાધાન કરે, એની નવાઇ ન લાગવી જોઇએ. આશ્ચર્ય ત્યારે થાય, જ્યારે એ જૂઠાણાં કે સમાધાનોને આવડત તરીકે રજૂ કરવામાં આવે. એટલું જ નહીં, તેને નોંધપાત્ર પ્રમાણમાં લોકોનો ટેકો મળે.'
    આખો લેખ સુંદર અને માર્મિક.એક તઠસ્ટ વિશ્લેષણ.પણ ઉપરની 4-5 પંક્તિ હું ગુજરાત કે દેશના રાજકારણમાં હોઉં તો તાંબાના પતરે કોતરાવી રાખું.
    અજીબો-ગરીબ. આ કહેવત સાંભળેલી કે 'દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે' હવે નવી કહેવત સર્જી શકાય;દુનિયા અકલમંદ નહિ હૈ,બેવકૂફ'બનાને વાલા ચાહિયે.
    મુઝફ્ફર શાહ,અહમદ શાહ,મોહમ્મદબેગડો,સાથે અંગ્રેજો બધાને ઇતિહાસના ભૂતકાળની રાખમાં ભેળવી દો.
    1960માં ગુજરાત રાજ્યના સર્જના પછી અને તે પહેલાં પણ જુના મુંબઈ રાજ્યના સમયમાં ગુજરાતની કૃષિ અને ઓધ્યોગિક ક્રાંતિ,ગુજરાતમાં અકંલેશ્વરમા ંનીકળેલો ગેસને તેલ.કોયલી રીફાઈનરી.અતુલ અને ઉધના ઊધ્યોગ નગર.જી.આઈ.ડી.સી.કાકરાપાર,ઉકાઈ,નર્મદા.ધરોઈ વિ.જળ યોજનાઓ,ડેમો.બીજું ઘણું બધું શું લોકોને કશું યાદ નથી.
    ગૌ ચરણ અને લોકોની અને રાજ્યની જમીન કોળીના દામે કોર્પરેટ દુનિયાને પધરાવવાને આ મહાશય ગુજરાત મોડેલ કહે છે.
    ભારતની ઉદાર આર્થિક નિતીના ઘડવૈયા તો ડૉ.મનમોનસિંહ છે.નમાલી કોંગ્રેસ આટલું પણ લોકોને સમજાવી શકતી નથી.
    ખૂનના ધબ્બા ધોવા આ માણસના હવાતિયાં સમજી શકાય છે.
    બાકી અર્થકરણ સાથે એને શી લેવા દેવા?
    સુંદર લેખ બદલ અભિનંદન.

    ReplyDelete
  4. Similar to all things, Social media or networking has side effects, this is the classic example of it... People (mostly 20-40 years age group) are not ready to believe all negatives of Narendra Modi... I am sure recent tunnel at Sabarmati Jail also will be made beneficial for him somehow...

    ReplyDelete
  5. Nice artivle, Abhinandan, Urvishji
    Aejaz Saiyed

    ReplyDelete
  6. વાસ્તવિક્તાને ગપચાવી, તોડીમરોડીને રજૂ કરવામાં આપ નરેન્દ્રભાઇ સાથે સ્પર્ધામાં ઉતરો તેમ છે. થોડા પ્રશ્નો, જે આ લેખ વાંચી થાય છે.

    છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં કોઇ જ સારા કામ નથી થયા? જો થયા હોય, તો તમારા લેખમાં કેમ તેનો અડછતો પણ ઉલ્લેખ નથી? શું તમારો લેખ તટસ્થ છે? મહેરબાની કરીને, 'મારે તમારા તટસ્થતાના પ્રમાણપત્રની જરૂર નથી' એવો ઘસાયેલો અને ચીલાચાલુ જવાબ ન આપતા. કોઇ પણ શુદ્ધબુદ્ધિવાળી વ્યક્તિ આ લેખને તટસ્થ ન ગણી શકે.

    ઉર્વિશભાઇ, તમે સ્પષ્ટવક્તા હશો, પણ સ્પષ્ટશ્રોતા નથી જ. મોરારજી પણ સત્યવક્તા હોવાનો દાવો કરતા, પણ સત્ય સાંભળી નહોતા શકતા.

    ૨૦૦૨ પછી સાબરમતીમાં ઘણૂં પાણી વહી ગયું છે. (હવે તો નર્મદાનું પાણી વહે છે). સમજો તો સારું છે, બાકી 'હમારે જમાનેમેં ઐસા થા'ના ખ્યાલમાં રાચ્યા રહેનારની શું હાલત થાય છે, એ સહુ જાણે છે.

    આપની પાસે કોઇના વખાણની અપેક્ષા નથી. પણ ટીકા તો તટસ્થતાથી કરો. ગમતા મુદ્દાને સ્વીકારી અણગમતાને અવગણી ધાર્યું વાત કરવામાં આ મોદિજીના ગુરૂભાઇ જ છો.

    ReplyDelete
    Replies
    1. Anonymous4:35:00 PM

      વાત અહી મોદીની તટસ્થતા કરતા વધારે તો લોકોની સમજણ અને યાદશક્તિ વિષે વધુ પ્રસ્તુત છે એમ મારું માનવું છે.

      કેટલીક વિગતો છેલ્લા એક બે દિવસ ના અખબારો માંથી જ:

      ગુજરાત દેશનું ચોથા નંબરનું સૌથી વધુ દેવાદાર રાજ્ય છે

      આપણું રાજ્ય બાળમજૂરીમાં નંબર ૧ પર છે

      કુપોષણનું પ્રમાણ પણ આપણા વિકસિત રાજ્યમાં ઘણું છે

      બાળ મૃત્યુ દરમાં ગુજરાત કરતા પૂર્વોત્તરના રાજ્યો તેમજ પછાત ગણાતા રાજ્યો જેમ કે ઓરિસ્સા, ઝારખંડ વગેરેની સ્થિતિ ખૂબ સારી છે

      એટલે નર્મદાનું પાણી સાબરમતી માં વહે તેના કરતા જ્યાં વહેવું જોઈએ ત્યાં વહે તેવી ઈચ્છા મુ.ઉર્વીશભાઈ એ આ લેખ થી કરી છે અને તેને આપણે સહુ રાજકારણથી પર થઇ ને બિરદાવીએ તે જરૂરી છે.

      Delete
  7. વડા પ્રધાન માટે મોદીનું નામ છાપાઓમાં આવવા લાગ્યું પછી નરેન્દ્ર મોદીએ મુક રહી સહમતી આપી લાગી છે. આ પણ એક મોડેલ સમજવું....

    ReplyDelete
  8. ભાઇ કૃતેશ, તમને ગમતો લેખ ન લખી શકવા બદલ દિલગીર છું. બાકી, મુખ્ય મંત્રી વાસ્તવિકતાઓને ગપચાવીને, તોડી મરોડીની રજૂ કરવામાં માહેર છે, એ તમારી પાસેથી વાંચીને આનંદ થયો. લેખ વર્તમાન મુખ્ય મત્રીના વિશિષ્ટ ’ગુજરાતમોડેલ’ વિશેનો છે અને મારા મતે એ મોડેલનાં મુખ્ય લક્ષણો આટલાં જ છે. વિકાસ તો પહેલાં પણ થયેલો જ છે- અને બીજી કેટલીક મુખ્ય મંત્રીના નામે ચડાવાતી સિદ્ધિઓ ઇતિહાસ ભૂંસી નાખવાની રીતનું પરિણામ છે.
    હશે. શું થાય? જવાબ વારંવાર આપીઆપીને ઘસાઇ ગયો હોય, તો પણ એમાંથી સચ્ચાઇ મટી જાય ખરી? કે સામેવાળા સમજતા નથી એટલે એ વારંવાર આપીને ઘસી નાખવો પડે છે?
    પણ જવા દો. તમને આવું બધું વિચારવાની ફરજ નહીં પાડું. તમારો જે કંઇ પણ અભિપ્રાય છે અને વાંધોવિરોધ છે તે સભ્ય ભાષામાં રજૂ કરવા બદલ આભાર.

    ReplyDelete
  9. Anonymous5:34:00 PM

    શું ચાર રસ્તા આવે ત્યાં મોહક અને ખર્ચાળ સર્કલ બનાવવાં એ વિકાસ છે?
    રસ્તાઓની ઉપર અને આજુબાજુ રેડિયમ પટ્ટીઓ લગાવવી એ વિકાસ છે?
    રસ્તાઓની આજુબાજુ ખાનગી બિલ્ડિંગ્સના ચકળતા કાચ એ વિકાસ છે?
    બે ચાર આંતરરાજ્ય માર્ગોને સારા બનાવીને સમગ્ર રાજ્યના રસ્તા સુંદર અને ખાડારહિત છે એમ ડિંડક હાંકવું એ કેટલી હદે યોગ્ય છે? અમદાવાદમાં બજારને બાદ કરતાં કયો માર્ગ ખાડા અને જ્યાં ત્યાં ગટરના ઢાંકણાની આડશ વગરનો છે?
    પાણી નથી એવા વિસ્તારોમાં આઇટી ઉદ્યોગને પ્રોત્સાહન આપી શકાય એમ છે. કેમ છેવાડાના વિસ્તારોમાં આઇટી ઉદ્યોગો નાખતાં પેટમાં દુખે છે?
    જૂની થઈ ગયેલી સરકારી કચેરીઓને નવી બાંધતી વખતે રંગીન કાચથી સુશોભિત કરવી એ વિકાસ છે?
    ઈ-ગ્રામની ડંફાસ મારતી અને દરેક પોલીસમથક પોતાની વેબસાઇટ બનાવીને અપડેટ રાખે એવી શેખી હાંકતી સરકાર પહેલાં એ તપાસી લે કે કેટલી નગરપાલિકાઓ અને પોલીસમથકની વેબસાઇટ અસ્તિત્વમાં છે અને છે તેમાંથી કેટલી અપડેટ થાય છે. ખુદ રાજ્ય સરકારનાં મંત્રાલયોની કેટલી વેબસાઈટ અપડેટ છે. અને અપવાદરૂપ અપડેટ હોય તોય શું થયું? એમાં શી નવાઈ? એ એના કામનો એક ભાગ છે.
    'સાચું બોલે એ નહીં પણ સારું બોલે એ સહુને ગમે' એ વાત ખરેખર સાર્થક સાબિત થઈ રહી છે.
    અંધ, પાખંડી અને દંભી ભક્તો મંજીરા વગાડવા સિવાય બીજું કરી પણ શું શકે!

    ReplyDelete
  10. But why only Modi and not others ? lets say Rahul.. never heard anything from you on his speech.

    I read only 2 posts from your blog and unfortunately both were anti-Modi.

    any past with Modi or just for getting public attention ?

    ReplyDelete
  11. @sandeep: ah! really sad. my strike rate of anti-modi posts is 2 out of 2. that's 100%.
    what should be the sentence for this unpardonable and completely proven crime?
    hang until death, your honour?

    and by the way, why not modi? i stay in gujarat.

    ReplyDelete
    Replies
    1. can you please explain "completely proven crime?".

      Now you have judged it your self, please declare capital punishment also.

      I will put you and Gunvant shah in same bucket.

      Delete
    2. obviously, you don't read things carefully or else you would have understand that the crime in above mentioned comment is that of mr. kothari- not mr. modi. (how can he do anything wrong?)

      and as you already passed sweeping judgement of my writing just by reading 2 blogposts in your first comment, i took liberty to declare sentence for myself on your behalf:-)

      Delete
  12. Anonymous8:59:00 PM

    Last time when you wrote against Modi, BJP won the state election.
    This time, today, you again wrote against Modi, Local elections are won by BJP with tremendous margin.

    So, just think. Why people of Gujarat are supporting Modi. are all they fool?

    ReplyDelete
  13. well, what i have written is fairly clear.
    election victories can't be used to answer factual arguments.

    ReplyDelete
  14. Mr UK,

    Please, write your views on whole of his speech. Then only, this could be your balanced view on that speech. You picked up things that are anti-modi. Please, say something about soil card and agriculture growth rate. Please, say something on example Modi gave on Japan for Olympics. And that metaphor of glass with air+water, what is so wrong in that? Since our school days, we are used to using such things in our speech.

    ReplyDelete
  15. Anonymous11:03:00 AM

    What an excellent article ! We expect one article about Arvind Kejriwal or Aam Aadmi Party also,based on research,please Urish ji...
    Jo baat aapme hai,vo aur kahn ??..You are proud of Research based journalism Community...Keep it Up...Best wishes...

    -Hemang Kothari,Nadiyad.

    ReplyDelete
  16. Anonymous12:46:00 PM

    બહુમતી પર રચાયેલી રાજ્ય અને સમાજવ્યવસ્થા મને હંમેશાં અપૂર્ણ જ લાગ્યા કરી છે. બહુમતી જ સાચી અને સંતોષકારક હોય એ માન્યતા વ્યક્તિગત બુદ્ધિને લગભગ નકામી કરી મૂકે છે. બહુમતી ઘણી વાર, ઘણા વિષયો પર સાચી હોતી નથી.
    www.orkut.com › ... › Chandrakant Bakshi › ચર્ચા મંચ

    ReplyDelete
  17. મંજીરામંડળી તહલકાની આ સ્ટોરી વાંચે. જેમાં એવા નેતાઓનો ઉલ્લેખ છે કે જેઓ દંભ અને દેખાડો નથી કરતા, સાદગી અને લોકસેવાના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે છે.
    राजनेता जो उम्मीद जगाते हैं।
    http://www.tehelkahindi.com/%E0%A4%86%E0%A4%B5%E0%A4%B0%E0%A4%A3-%E0%A4%95%E0%A4%A5%E0%A4%BE/1634.html

    आंकड़ों का गुणा-गणित चाहे जितना भ्रम पैदा करे, विरोधी उसकी काट भी निकाल लें लेकिन वे इस बात को नहीं झुठला पाते कि बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने खूंखारपन, अराजकता और रंगदारी के पर्याय बने बिहार को उस अंधेरे से निकालकर कम से कम उस मुकाम पर जरूर पहुंचा दिया है जहां राजनीति विकास के इर्द-गिर्द घूमने लगी है. और असंतोष दिखता है तो इसके लिए नहीं कि कुछ नहीं हुआ बल्कि इस बात पर कि ‘इतना ही क्यों’, ‘ऐसा क्यों’, ‘और क्यों नहीं’!
    http://www.tehelkahindi.com/%E0%A4%86%E0%A4%B5%E0%A4%B0%E0%A4%A3-%E0%A4%95%E0%A4%A5%E0%A4%BE/1637.html

    ReplyDelete
  18. Anonymous1:03:00 PM

    શા માટે ફક્ત X? Y અને Z કેમ નહીં? આવો તર્કગ્રથિત સવાલ પૂછીને એક્સનો બચાવ કરવો આ થિયરી કોઈ સમજાવશો.
    s chaudhari

    ReplyDelete

  19. Like as every coin have two sides….here too. Mr. Modi’s efforts are commendable to pelt the darken side. That has to be accept that, modi mania is on blossoms now a days. .Your analysis and worries are indeed debatable Sir. Grateful Job!!

    Print media’s game is inevitable at least for their own survival. So..no remedy for that.

    ReplyDelete
  20. It's incredible how you keep coming up with these pieces despite predictably harsh and senseless criticism by Modibhakts. I don't know what to commend more: your courage of conviction or your resilience despite some of the blind fools who read you only to pull you down.

    ReplyDelete
  21. ગિરિરાજ5:19:00 PM

    'મંજીરા મંડળી'ને જરાય ગમે નહિ તેવો સાચી હકીકતો બતાવતો લેખ. બધું જ અણિશુધ્ધ સત્ય તેમ છતાં બહુમતી પ્રજાને સમજાતું/દેખાતું નથી. દસ વર્ષે પછી પણ માંડ શરૂ થઇ શકનારી મેટ્રોરેલ વિશે અત્યારથી જ વાહ-વાહ ચાલુ થઇ ગઇ હોય એવી પ્રજા કયા 'ગુજરાત મોડેલ'ની તરફેણ કરે છે તે જોઇ શકાય છે.

    ReplyDelete
  22. amit delhi8:01:00 PM

    he select the SRCC becoz RAM and COMMERCE both are convinient for him.

    ReplyDelete
  23. Anonymous12:29:00 AM

    ઉર્વીશભાઈ તમારી ઘણી વાતો પર સમત થવાનું મન થાય છે .. ..અને દરેક વસ્તુ ને તેનો કાળો પડછાયો હોય છે એ હકીકત છે।।। અને મુખ્યમંત્રી પણ એમાંથી બાકાત નથી।।।। પણ મોરારજી દેસાઈ પછી રાજકારણ ક્ષેત્રે ગુજરાતી ઓ જો તડકે મુકતા હોય ..... રાષ્ટ્રીય રાજકારણ ક્ષેત્રે ફક્ત ઉપી, બિહાર અને મહારાષ્ટ્ર વાળા ઓ નો ડંકો વાગતો હોય અને ગુજરાતી ઓ નું કાંઈજ ઉપજ્તું નાં હોય એવા સમયે ગુજરાતી ઓ ને મોદી થાકી રાષ્ટ્રીય ફલક પર ચમકવાનો મોકો મળે અને દરેક ગુજરાતીને ગુજરાત ને કાઈ અવગણવા જેવું નથી એવું લાગવા માંડે ત્યારે ઘણી વાર લાગે કે મોદી જે કાઈ કરી રહ્યા છે એ ખરું છે ......કારણકે જયારે તમારી અવગણના થવા માંડે ત્યારે કોઈ આપણને થોડો પણ પોતાનાપણું દેખાડે ત્યારે આપને આપોઆપ એમાં અહોભાવ નિર્માણ થાય જ।।।।।।। અને મોદી પહેલા અને આઝાદી પછી કયા રાજકારણી ઓ એ ગુજરાત ને રાષ્ટ્રીય ફલક પર મુકવાનું કામ કર્યું છે એ પણ મોટો પ્રશ્ન છે।।।।।........ગુજરાત નાં કયા રાજકારણીઓ એ ગુજરાત ની અપ્રતિમ સિદ્ધિઓ ને રાષ્ટ્રીય ફલક પર મુકવાનું જરૂરી સમજ્યું છે ?( હું મસ્કત માં રહું છુ અને મારા દક્ષીણ નાં સાહેબે મોદી નું ભાષણ સંભળાય પછી પૂછ્યું કે '' એ અમુલ બતર તુમારે ગુજરાત મેં બનતા હૈ ક્યાં ?).....કારણકે મોદી પહેલા ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરતું હતું અને એનું મોદી એ અમદાવાદ નો દાખલો આપી શ્રીરામ કોલેજ ની જાહેરસભા માં સ્વીકાર્યું છે।।।।।। અને બીજી મજાની વાત એ છે કે તાતા એ મીઠાપુર માં ફેક્ટરી નાખી ઇતિશ્રી કરી દીધું અને ત્યાર પછી ને એકે રાજકારણી ઓ એ તાતા ને પૂછવાનું મન નાં થયું કે તમે ગુજરાત બાજુ ક્યારે પધારવાના છો।?????? એ બાબત માં શરદ પવાર અને દક્ષીણ નાં રાજ્યો વધારે શાણા પુરવાર થયા છે।।।।।।।।।। ............લખવા માટે ઘણું છે ઉર્વીશભાઈ।।।।।।। પણ ટુક માં કહું તો ઘણા બધા ખરાબ રાજકારણીઓ માંથી જયારેકોઈ એક ની પસંદગી કરવાની હોય ત્યારે ઓછા ખરાબ મોદી ની પસંદ કરવામાં પ્રજા ને કાઈ વાંધો નથી।।।।।।।।

    ReplyDelete
  24. Anonymous12:40:00 AM

    'મંજીરા મંડળી'ને જરાય ગમે નહિ તેવો સાચી હકીકતો બતાવતો લેખ. બધું જ અણિશુધ્ધ સત્ય તેમ છતાં બહુમતી પ્રજાને સમજાતું/દેખાતું નથી. દસ વર્ષે પછી પણ માંડ શરૂ થઇ શકનારી મેટ્રોરેલ વિશે અત્યારથી જ વાહ-વાહ ચાલુ થઇ ગઇ હોય એવી પ્રજા કયા 'ગુજરાત મોડેલ'ની તરફેણ કરે છે તે જોઇ શકાય છે....................તો તબલા મંડળી ને પણ ક્યાં ગુજરાત ને ઓળખવામાં અને એને ખરો ન્યાય આપવામાં રસ છે ? ભાઈ ગુજરાત નાં ભાગે આજે 10 વરસ પછી પણ એના 2002 માં થયેલા તોફાનો અને ગોધરાકાંડ સિવાય કશુંઆવતું જ નાં હોય ત્યારે દસ વર્ષ પછી પણ ગુજરાત ને મળનારી અને ગુજરાત માં ચાલુ થનારી મેટ્રો રેલ વિષે નો એ આનંદ પણ કાઈ નાનો સુનો તો નથી।।।।।।।

    ReplyDelete