Saturday, February 09, 2013
જામફળનું શાકઃ અખતરો નહીં, નીવડેલી પરંપરા
ચિત્રવિચિત્ર અને 'આ પણ શક્ય છે' એવા ઉત્સાહથી બનાવાતી અવનવી વાનગીઓની મને બીક લાગે છે. 'વેસ્ટમાંથી બેસ્ટ' બનાવવાની હોંશમાં ઘણી વાર 'વેસ્ટમાંથી વેસ્ટ' અને ક્યારેક તો એક વેસ્ટને બેસ્ટમાં ફેરવવા માટે બીજાં 'બેસ્ટ'નો વેસ્ટ થાય, એવું ઘણી વાર જોવા મળે છે. ભોજનની બાબતમાં 'ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ' વાનગીઓ અથવા સારો ટેસ્ટ ધરાવતા મિત્રો-કુટુંબીઓના પ્રયોગ સિવાય હું જોખમ લેતો નથી.
આટલી પ્રસ્તાવના એટલા માટે કે અહીં જે વાનગીની રેસિપી લખી છે, તે જામફળનું શાક ઉપર જણાવ્યા પ્રકારની કોઇ 'સ્કીમ' નથી. એ મારા ઘરમાં ત્રણ પેઢીથી એકધારી બનતી અને (લગભગ) એકધારો સ્વાદ ધરાવતી આઇટેમ છે. અમે તેને જામફળનું શાક કહીએ છીએ. કેટલાક તેને જામફળની ચટણી કહે છે, તો કોઇ એને જામફળ-સિંગ-મરચાંનું શાક.
'ફેસબુક' પર શાકનો ફોટો મૂક્યા પછી, ઘણા મિત્રોએ તેની રેસિપી માગી. તો આ રહી રેસિપી. (ડીસ્ક્લેઇમરઃ હું રસોઇ બનાવતો નથી. આ રેસિપી કૌટુંબિક પરંપરામાંથી આવેલી છે અને પત્ની પાસેથી મેળવેલી છે.)
મુખ્ય સામગ્રી
પીળાં પણ કડક, બહુ પાકી ન ગયાં હોય એવાં જામફળ- 250 ગ્રામ
સીંગદાણા- 15-20 દાણા
લીલાં મરચાં- 6-7 નંગ
ગોળ - 100 ગ્રામ
ઉપરાંત તેલ, મીઠું, રાઇ, હિગ
રીત
જામફળ ધોઇને તેના મધ્યમસરના ટુકડા કરવા. તાંસળામાં બે ચમચી તેલ અને વઘારમાં રાઇ મૂકવી. રાઇ તતડે એટલે તેમાં સીંગદાણા નાખવા. એકાદ મિનીટ સુધી સીંગદાણા તળાય એટલે મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખવી. પછી જામફળના ટુકડા અને મીઠું નાખીને તાંસળું ઢાંકીને શાક ધીમા તાપે ચડવા દેવું. જામફળના ટુકડા સહેજ ઢીલા પડે એટલે ગોળ નાખીને શાકને ખદખદ થવા દેવું. ગોળ ઓગળી જાય એટલે શાક તૈયાર.
આ શાક રોટલી, ભાખરી, થેપલાં સાથે ખાઇ શકાય છે. પિત્ઝા પર નાખીને ખાવું હોય તો પણ આઇપીસીની એકેય કલમ ના પાડતી નથી.

Subscribe to:
Post Comments (Atom)
પાણી નાખવાનુંને? રેસિપીમાં એનો ઉલ્લેખ નથી અને ફોટામાં જોઈને એવું લાગે છે કે પાણી વપરાયું છે.
ReplyDeleteમીઠુ નાખીએ એટલે જામફળમાંથી પાણી છૂટુ પડે (થોડી વાર પછી)...
Deleteના ચિરાગ. પાણી નાખવાનું નથી. ગોળનો જ રસો છે.
ReplyDeleteલો, એક નવો પ્રકાર પણ તમે અજ્માવ્યો...
ReplyDelete