Saturday, March 24, 2012

મહેમદાવાદ રેલવે સ્ટેશને સમી સાંજનો પક્ષીમેળો

આમ તો દૃશ્ય ઘણાં વર્ષ જૂનું છે. પણ સાવ સૂર્યાસ્ત પછી અને અંધારું સાંજ પર સંપૂર્ણપણે છવાઇ જાય એની વચ્ચેના સમયે મહેમદાવાદ રેલવે સ્ટેશન પર જવાનું બહુ ઓછું થતું હતું. એ સમયે સ્ટેશને હોઇએ ત્યારે કેમેરા સાથે ન હોય. 

આજે એ યોગ થઇ ગયો. એટલે આ તસવીરો અને વિડીયો. આખા આકાશમાં પથરાઇને ઉડતાં અને ઘડી ઘડીમાં ફોર્મેશન બદલતાં પક્ષીઓની વિડીયો જોઇને મારી દીકરીએ કહ્યું, 'આકાશમાં દાણા વેરાતા હોય એવું લાગે છે.' 

છેક નીચે મૂકેલી બે નાની  વિડીયોમાં ફક્ત આંખને ઠારે એવી જ નહીં, દિલોદિમાગ પર છવાઇ જાય એવી પક્ષીસમુહની ઉડાન અને સાથે તેમના ટહુકાર છે.








સંખ્યાબંધ પક્ષીઓ ઉડતાં ઉડતાં આવે અને રેલવેના માઇક્રોવેવ ટાવર પર કશી ધક્કામુક્કી કે અથડાઅથડી વિના લાઇનબંધ ગોઠવાઇ જાય, એ જોઇને લાગે કે લાઇનની બાબતમાં પક્ષીઓ માણસ કરતાં વધારે ઉત્ક્રાંત છે.



13 comments:

  1. urvish bhai,
    drashy joi khubj aanand thayo.aa kya pakshi chhe? kabutar ke any? raju parekh

    ReplyDelete
  2. મજાનું દ્રશ્ય.

    ReplyDelete
  3. ઉર્વીશ કોઠારી1:35:00 PM

    thanks. કબૂતર અને પોપટ સિવાય બીજાં કયાં પંખી છે તે હું ઓળખતો નથી.

    ReplyDelete
  4. ઉર્વીશભાઇ તો ખરા પણ સાચી નસીબદાર તેમની પૂત્રી કે જેને આ પેઢીનાં હોવા છતાં સંધ્યાકાળનું આવું કુદરતી દ્રશ્ય માણવા મળ્યું. હવે શહેરો શહેરો તો કદાચ ગામડાંઓમાં પણ માનવીનો આધુનિકરણનો એવો તે સ્પર્શ અડી ગયો છે કે પશુ કે પક્ષીને જોવામાટે પ્રાણીસંગ્રહાલય જ જવું પડે.
    જો કે મહેમદાવાદમાં આ સમયે આટ આટલાં પક્ષીઓ ભેળાં થવાનું કારણ આધુનિક વિજ્ઞાનનું પ્રતિક - મોબાઇલ ટાવર - તો નથી ને!

    ReplyDelete
  5. બીરેન કોઠારી2:02:00 PM

    પક્ષી-બક્ષી તો બરાબર! એક અસલ મહેમદાવાદીને છાજે એમ આ જોઈને એટ્લો જ ઉદગાર નીકળે- "પાર્ટી આજે ૧૦ અપમાં આઈ ગઈ લાગે છે."

    ReplyDelete
  6. REALY ENJOYING

    ReplyDelete
  7. અમને પણ આવું દ્રશ્ય કાલુપુર સ્ટેશને જોવા મળ્યું ત્યારે કવિનને અત્યંત નવાઈ લાગી હતી. સ્ટેશનની અંદર પણ કોઈક પ્રકારના પક્ષીઓ બહુ કલબલાટ કરતા હતા (કદાચ તેને ભૂરિયા કહેવાય છે..).

    લાગે છે કે પક્ષીઓ હવે સ્ટેશન પર સેટ થઈ ગયા છે :)

    ReplyDelete
  8. ગ્રેટ માઈગ્રેશન! - નેશનલ જીયોવાળા વિવિધ સજીવોના આવજો એની વેબ પર મુકે છે (અને એની ડીવીડી પણ માર્કેટમાં મુકે છે). આ આવજો કૈક એવા જ લાગે...

    ReplyDelete
  9. jayesh joshi3:21:00 PM

    superb and wonderful video.i happy with this video.

    ReplyDelete
  10. amit delhi7:18:00 PM

    have ma'mdavad na pashuona phota ni rah jou chhu.

    ReplyDelete
  11. અદભુત.....વિડીયો જોઈને આંખને સંતોષ જ નથી થતો....વારે ઘડીએ વીડીયો જોવાનુ મન થઈ જાય છે.....

    ReplyDelete
  12. Salil Dalal (Toronto)10:24:00 PM

    પક્ષીઓના આટલા મોટા સમૂહનો ઉડતો ટ્રાફિક અને તે પણ સાંજે ઘર તરફ પાછા ફરતો ‘રશ અવર’નો ટ્રાફિક! તેને નિયંત્રણમાં રાખવા કોઇ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક સાઇન ન હોય તેમ છતાં એક પણ પક્ષી બીજા સાથે અથડાય નહીં. ‘ટ્રાફિક સેન્સ’ માણસે શીખવા જેવી નથી?! (નાનાં બાળકોને “ભાઇના હાથ નાના એ કામ કરે મઝાનાં...” ની જેમ આ બતાવીને પણ ગાઇ શકાય.... “આ તો કેવી અજબ જેવી વાત છે!”

    ReplyDelete
  13. Amazing photos Urvishishbhai. happily surprised that such sceneries actually exist in India.. Alas, Ahmedabad jeva polluted city ma aava scene kyathi jova male..!

    ReplyDelete