Saturday, January 28, 2012

મારિઓ મિરાન્ડાની 'યાદેં'

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાહેર થતાં સન્માનોમા સદગત કાર્ટૂનિસ્ટ મારિઓ મિરાન્ડા/Mario Mirandaને પદ્મવિભૂષણ મળ્યો. મૃત વ્યક્તિને એવોર્ડ આપવાનો શો અર્થ છે એ મને સમજાતું નથી. એટલે જ, મારિઓ જેવા પ્રિય કલાકારનું સન્માન થવા છતાં, એ મરણોત્તર થયાથી તેનો ખાસ-થવો જોઇએ એટલો- આનંદ ન થયો. 

મારિઓના મૃત્યુ પછી તેમનું વૈવિધ્યપૂર્ણ કામ યાદ કરીને આ બ્લોગ પર તેમને વિગતવાર અંજલિ આપી હતી. એ વખતે તેમાં એક વાત બાકી રહી ગઇ હતીઃ સુનિલ દત્ત/Sunil Duttની એકપાત્રી ફિલ્મ 'યાદેં'/Yaadeinમાં મારિઓનું પ્રદાન. 'વાગલેકી દુનિયા' કે 'આર.કે.લક્ષ્મણકી દુનિયા'ના દાયકાઓ પહેલાં 1964માં સુનિલ દત્તે મારિઓનાં કાર્ટૂનના પિક્ચરાઇઝેશનનો નવતર પ્રયોગ કર્યો હતો. મારિઓનાં કાર્ટૂનને તેમણે સંગીત અને સંવાદો વડે જીવંત બનાવીને એક નવું જ પરિમાણ આપ્યું હતું.

 'યાદેં'ની સીડી લેખક-અધ્યાપક મિત્ર કાર્તિકેય ભટ્ટ પાસેથી મળતાં, મારિઓનાં કાર્ટૂનના સુનિલ દત્તે કરેલા પિક્ચરાઇઝેશનની કેટલીક તસવીરો અને નીચે તેની વિડીયો લિન્ક મૂકી છે. 'રસ ધરાવતી પાર્ટીઓ' તસવીરોની સાથે વિડીયો પણ ખાસ જુએ, તો કાર્ટૂનનો આ રીતે પણ ઉપયોગ થઇ શકે તેનો અંદાજ આવશે.

મારિઓ-ચિત્રીત પાત્રસૃષ્ટિ વચ્ચે 'યાદેં'નો એકમાત્ર અભિનેતા સુનિલ દત્ત

'યાદેં'ના ટાઇટલમાં આવતી મારિઓની ક્રેડિટ લાઇન










આ કાર્ટૂનો સાથે યથાયોગ્ય મસ્તીભર્યા સંવાદ પણ મૂકવામાં આવ્યા છે. જેમ કેઃ 'પેરીન ડાર્લિંગ, તારો ફેસ કાં છે? મને દેખતો નથી.' 'મરે રે રુસ્તમ. એમ સું કરેચ? તારી ડારીની નીચે તો છે.'






અને મારિઓના કાર્ટૂનના વિશિષ્ટ ઉપયોગની મઝા કરાવતી બે વિડીયો લિન્ક

3 comments:

  1. રસ ધરાવતી પાર્ટી નંબર એક ખુશ થઈ... ! :D
    ખૂબ જ સારી માહિતી... જરા હટકે જાણકારી...અને I agree કાર્ટૂન્સ નો કેવી રીતે ઉપયોગ થાય એ પણ જાણવા મળ્યું...

    મરણોત્તર સન્માનવાળી વાતમાં પણ સંમત, મરણોત્તર સન્માન આપવાનું જ સરકારને કેમ સૂઝે છે ? કદાચ એમાં એવી બીક નહીં રહેતી હોય કે આર્ટિસ્ટ સરકારના પર્ફોર્મન્સથી નાખુશ થઈને એવોર્ડ પાછો નહીં આપે..
    પણ મારિયોના ગયા પછી એમને સન્માન મળ્યું એ વાત જાણીને બહુ દુખ થયું... આટલા વર્ષ એમને મારીઑ યાદ ના આવ્યા એ નવાઈની વાત છે.

    ReplyDelete
  2. રેખાઓ પાસેથી પૂરતું કામ લેનારા આ કલાકારને સલામ ! એને અહીં પ્રદર્શિત કરવા માટે આપને ધન્યવાદ.

    ReplyDelete
  3. Mario in December 1, 1972 issue of Filmfare. This was part of the public
    debate triggered by Khosla Committee Report (1968-1969).
    Courtsey:8ate.blogspot.in/2012/04/mario-miranda-on-symbolism-in-indian.html

    ReplyDelete