Sunday, March 06, 2011

ટોપલો ભરીને છાંયડો

બે દિવસ પહેલાં આશ્રમ રોડ પર આ દૃશ્ય જોયું. લારીવાળા કાકાએ બેઠકની પાછળ ઉભો દંડો રાખીને તેની પર મઝાનું 'છત્ર' તૈયાર કરી દીધું હતું. અમદાવાદની હવે પછી પડનારી ગરમીમાં એ તેમને કેટલું કામ લાગશે એ જુદો સવાલ છે, પણ તેમના આઇડીયાને દાદ દેવી પડે.
(આ પોસ્ટનું હેડિંગ લખી નાખ્યું, પણ વિચારતો હતો કે આવું ક્યાંક વાંચેલું છે. પછી યાદ આવ્યું. અશ્વિનીભાઇની વાર્તા હતીઃ છાલિયું ભરીને મહુડો)

1 comment:

  1. કેમ છો ઉર્વીશભાઈ,
    તમારા બ્લોગ વાંચીને ઘણો આનંદ થાય છે.
    ખાસ કરીને તમારી દ્રષ્ટી અને તેના ઉપર તમારું લખાણ ઘણું રચનાત્મક હોય છે.
    આ કાકાના આઈડિયાને તો દાદ આપવા જેવીજ છે પણ તમે જે શીર્ષક આપ્યું છે તે પણ દાદ આપવાને લાયક છે......

    ReplyDelete