Friday, August 07, 2009
દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ) અને નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) સાથે વાતો
નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) અને દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ)
દૂરદર્શનની ગિરનાર ચેનલ (ડીડી-૧૧) પર દર શનિવારે સાંજે સાડા સાત વાગ્યે દૃષ્ટિકોણ કાર્યક્રમ પ્રસારિત થાય છે. રૂપાબહેન (મહેતા)ના આ કાર્યક્રમનું સંચાલન છેલ્લા થોડા સમયથી મારે કરવાનું થાય છે, એવું અગાઉ એક પોસ્ટમાં લખ્યું હતું.
ફરી એ કાર્યક્રમ પ્રત્યે ઘ્યાન દોરવાનું કારણ છે, આવતી કાલના કાર્યક્રમમાં આવનારાં બે વયોવૃદ્ધ સન્નારીઓઃ વેડછીનાં દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ) અને અમદાવાદનાં નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) બારડોલીના સત્યાગ્રહ સાથે સંકળાઇ ચૂકેલાં દશરીબહેને અક્ષરજ્ઞાનથી વંચિત કસ્તુરબા ગાંધીને યરવડા જેલમાં ભણાવ્યાં હતાં, જ્યારે નીમુબહેન (નિર્મળાબહેન) દેસાઇ જ્યોતિસંઘ સાથે સંકળાયેલાં. તેમની એક ઓળખાણ વિખ્યાત પત્રકાર, ‘વાસરિકા’ ફેઇમ, નીરૂભાઇ દેસાઇનાં પત્ની તરીકેની પણ ખરી.
ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓની હાજરીમાં, તેમના સવાલજવાબોની વચ્ચે નીમુબહેન અને ખાસ તો દશરીબહેન સાથે મુલાકાત-વાતચીતની તક મળી એ બદલ રૂપાબહેનનો પણ આભાર માનવો પડે. ઇતિહાસનાં પાનાં જેવાં આ બન્નેની મુલાકાત, તેમના સંસ્મરણો અને તેમના જુસ્સાનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો આવતી કાલે, શનિવારે સાજે ૭:૨૫ વાગ્યે ડીડી ગિરનાર પર ‘દૃષ્ટિકોણ’ જુઓ.
ટીંગટોંગ. આ જાહેરખબર છે અને એને મારૂં સમર્થન છે. કારણ કે દશરીબહેન જેવાં પ્રમાણમાં ઓછાં જાણીતાં ચરિત્રો વિશે એમ જાણવા મળતું નથી.
Subscribe to:
Post Comments (Atom)
Thnx Urvish and kudos to you for such a nice work to Gujarati.
ReplyDeleteI cannot access girnar TV here, so will it be possible for people like us to post a link of video here? so that atleast we can be abreast to it.
પ્રિય ઉર્વીશ,
ReplyDeleteશનિવારે સાંજે બંને વિદુસીઓની મુલાકાત સાંભળી. એક ઘરના આંગણામાં ચાર - ચાર ગાડીઓ હોય અને કોઈ હતભાગીને સવાર - સાંજ ખાવાના પણ સાંસા હોય એ વાક્ય મનમાંથી લાંબા સમય સુધી ભુંસાય તેવું નથી.
બિનીત મોદી (અમદાવાદ)