Thursday, August 20, 2009

(ન) જોવા જેવી ફિલ્મઃ કમીને

મિત્ર સંજય ભાવેએ ગઇ કાલે જ ચેતવણી આપી દીધી હતી. છતાં, વિશાલ ભારદ્વાજની ફિલ્મ હોય તો જોવી જોઇએ, એવી ભાવનાથી કમીને જોયું.

મકડી જેવી બાળકો માટેની અને મકબૂલ-ઓમકારા જેવી મોટેરાં માટેની નમૂનેદાર ફિલ્મો બનાવનાર વિશાલ માટે પ્રેમભાવ થાય એ સ્વાભાવિક છે. એટલે કમીને જોવાનું ઘણા વખતથી નક્કી હતું. પણ ફિલ્મ જોઇને નિરાશા થઇ. મલ્ટીપ્લેક્સમાં જોઇ હોત તો કદાચ રૂપિયા પડી ગયાની પણ લાગણી થઇ હોત.

ફિલ્મ જોઇને સીધોસાદો સવાલ એ થાય કે ફિલમ આટલી બધી અંધારામાં અને આટલી બધી જર્કી- હાલકડોલક- સ્ટાઇલમાં ઉતારવાની શી જરૂર? મને યાદ નથી આવતું કે એકેય આખો સીન અદાકારોની અદાકારી જોઇ શકાય એટલી સ્થિરતા કે લંબાઇ કે અજવાળું ધરાવતો હોય.

અવળસવળ ઘટનાક્રમવાળા સ્ક્રીનપ્લે પરદેશી ફિલ્મોમાં પણ હોય છે. તેમાં શરૂઆતમાં છેડા ભેગા કરવામાં વખત લાગે, પણ પછી સ્ટોરી સરખી ચાલે. અહીં તો કવિ શું કહેવા- કે બતાવવા- માગે છે એ શોધવામાં ફિલમ પૂરી થઇ જાય છે. આવી ફિલમની કઇ બાબતો લોકોએ વખાણી, એ જાણવા માટે પણ મારે રીવ્યુ વાંચવા પડશે.

શાહીદ કપુરના ડબલ રોલનાં બન્ને પાત્રો (એક બોલતાં ખચકાતો અને બીજો સ નો ફ બોલતો), શિવસેનાની પ્રતિકૃતિ જેવાજય મહારાષ્ટ્રવાળા ગુંડા-નેતાનું પાત્ર, આ ચીજો વિશાલે જરા દેખાય એવી રીતે, સ્થિર કેમેરા સાથે ડેવલપ કરી હોત તો એ સરસ બની આવે એમ હતી. સંવાદોમાં વિશાલના ચમકારા છૂટાછવાયા દેખાઇ જાય, પણ પડદા પર આટલી અસ્થિરતા બતાવવાની શું જરૂર હતી એવો સવાલ વારે ઘડીએ થાય. આવી શૈલી જેમને બહુ મહાન લાગતી હોય તેમણે જ ફિલ્મ જોવી. વિશાલના પ્રેમીઓએ તેની ખરાબ ફિલ્મ તરીકે જોવી હોય તો આ ફિલ્મ જોવી. બાકી, સાદી વ્યાખ્યા પ્રમાણેની સારી ફિલ્મ જોવા ઇચ્છતા લોકોને કમીનેથી નિરાશા થશે.

29 comments:

 1. Anonymous7:23:00 PM

  આજ કાલ બધાં ફિલ્મોના રિવ્યુ લખતા થઇ ગયા છે અને વળી અમુક લોકો તો દિવાના થઇને ફિલ્મની આખી સ્ક્રીપ્ટ છાપતા થઇ ગયા છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે કોની વાત કરુ છું. શું કહેવું હવે એ લોકોને :)

  ReplyDelete
 2. loko ni diwangi ne samajvavala apne kon.. darek ni pot potani divangi hoy chhe je bija koi samji na sake.. koini divanki thi sahamat na hoiye to emna thi dur rahevu joiye.. baki koini virudh ma bolvu hoy to enmni same emna j blog par bolvu joiye, bija koina blog par bija koi vishe kharab bolvu yogya nathi

  ReplyDelete
 3. no shadow-boxing please.We must name the persons and should be ready to enter into the argument or should abstain from writing at all. Anything decent & non-abusive with (my defination of) right spirit would find place here.
  & chirag, pl. hold 'right of opinion' as dear as 'right to diwanagi'.
  BTW, chirag, didn't you find anything wrong with mr.modi's ban?

  ReplyDelete
 4. mane eva loko ni catagory ma gani sako jeo modi na fan chhe ane modi je kare ema temna kashu khotu karyu che evu na lage. kadach thodi diwangi hase pan shu thay badhi rite apna visharo sathe mel khay eva neta aajkal kya jova male chhe.. baki gujarati book vanchta hoy eva gujaratio j bahu ocha chhe, to pachi biji koi book ane e pan novel ke story sivay ni book vanchavavala to bahu thoda j hase

  ReplyDelete
 5. Anonymous8:18:00 PM

  ચિરાગભાઇ,
  આભાર તમારા શિષ્ટાચારના પાઠ બદલ. આ તો તમે અહીં લખ્યું છે એટલે હું પણ લખું છું.

  વાત છે કોઇના બ્લોગ પર ગંદવાડ કરવાની તો મને કહેવા દો કે મારો એવો કોઇ ઇરાદો નહોતો. મેં આજ સુધી ઉર્વિષભાઇના બ્લોગ પર સિરીયસ પત્રકારત્વ સિવાય બીજી કોઇ વાત નથી વાંચી એટલે મને ફિલ્મ રિવ્યુ વાંચીને થોડું અલગ લાગ્યું અને એ વાત મારાથી અનાયાસે બીજા બ્લોગ પર ચાલતી વાતો સાથે લિંક થઇ ગઇ.

  વાત છે તમારી one on one કરવાની સલાહની. તમને કહું તો કોઇ વખત એ મહાશયના બ્લોગ પર જરા ઘસાતું લખી જો જો પછી ખબર પડશે એમાંથી કેટલું અપ્રૂવ કરે છે અને એમાંથી કદાચ પોતાના મતલબના શબ્દો પણ સેટ કરી દે. તમને એમ લાગતું હોય કે મેં જો સીધી વાત નથી કરી તો તમારી એ માન્યતા ખોટી છે. વળી વાત માત્ર ફિલ્મોના રિવ્યુ પૂરતી મર્યાદિત નહોતી. પણ આમાં એવું છે કે અમુક લોકોને માત્ર પ્રશંસકોની વાત સાંભળવી ગમે છે.

  ઉર્વિષભાઇ,
  જો તમને એમ લાગતું હોય કે કમેન્ટ યોગ્ય નહોતી મારી તો તમે એને દૂર કરી શકો છો. મારે કોઇની જોડે personal score (જો હોય તો) સેટલ કરવા માટે કોઇના બ્લોગના માધ્યમની જરૂર નથી.

  ReplyDelete
 6. Urvish is right- no shadow boxing should be done.
  Kunal, you should take Chirag's view and advise in true spirit. If you believe or feel that someone is doing which is not as per your opinion, than you have many buttons on comp 'back space,escape,shutdown'(now take this also in light spirit,lol)
  you will read my comment in this respect on Saurabhji's blog, in same line as u think and he has approved too!Even if he donot approve, I think it is blogger's right and I atleast would not feel bad.
  Plus reg Urvish's film writing...man, he is one of the best reviewer (pl Urvish, I am not pleasing U)I have read and followed films after.
  So pl enjoy your life.....and be happy too.Amen

  ReplyDelete
 7. કુણાલભાઈ
  મારો ઈરાદો તમને સલાહ આપવાનો કે શિષ્ટાચાર શીખવવાનો નહોતો. અને આમેય અપને એક બીજા પ્રત્યે કોઈ વેરભાવ છે નહિ અને રાખવાનો પણ નથી. આ તો કોઈ ત્રીજી વ્યક્તિની જન બહાર એની ટીકા કરવાથી આપણું જ ખરાબ દેખાય. એટલે જે તે વ્યક્તિના બ્લોગમાં જ તેમના વિષે લખી નાખવું જોઈએ. અને ઉર્વીશભાઈ તો ઘણી વાર ફિલ્મો વિષે લખે છે. અહી તેમના બ્લોગમાં પણ 'જોવા જેવી ફિલ્મ' વિષય પર ૧૪ અને 'ફિલ્મ' વિષય પર ૩૧ પોસ્ટ છે. પત્રકારત્વમાં દરેક વિષય આવી જતા હોય છે એવું મારું માનવું છે. અહી પણ તમે દરેક વિષય પર કઈક વાંચી શકો છો.
  બાકી હું કોઈ નો પક્ષપાત નથી કરવા માંગતો. તમે કહો છો એ રીતનું મારી સાથે થયું નથી (કમેન્ટ approve ના એ થવી કે modify થવી) એ વિષે તો શું કહી શકું?

  ReplyDelete
 8. Friends
  Though I haven't put it on blog' masthead, I would love to put 'Celebrate Difference' as my motto.
  One of my evolved purposes of blog-writing is to discuss & may be differ if you wish, but in strictly friendly & decent terms. (This I miss much in Gujarat. Well, I can say about Gujarat only as I stay there.)
  We are different persons with our opinions. We can enter into discussions with both the sides laying rules of the game. (not like political parties, which slides the rules as per convenince)
  I have strong opinions about work of many other writers but you'll hardly find my personal dislike for their writings here. This is a place to share, express, making dissent but all in decent/above the belt/ tolerant way.
  I'm not insecure. I don't edit/delete/scold those who are critical of my views. I try to present my side as far as possible. I hope you're with me in this effort & will bind by this spirit.

  ReplyDelete
 9. Anonymous7:33:00 PM

  ઉર્વિષભાઇ અને ચિરાગભાઇ,
  લાગે છે દરેકની ગેરસમજ દૂર થઇ ગઇ છે. પ્રતિભાવો થકી થોડી ઉગ્રતા આવી ગઇ હતી. અત્યારે પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે તો એકબીજાને "મિચ્છામી દુક્કડમ" કહી આ વાત પર અહીં પડદો પાડીએ.

  ReplyDelete
 10. The Review should be written after seeing movie in big screen only, I hope you are doing it always... because movies are made to be seen on big screen only(not pirated DVDs at home). Personally I like the movie and Vishal Bhardwaj and Anurag Kashyap are the kind of directors who are taking Indian cinema to new highs.

  ReplyDelete
 11. bhai Amit
  though I saw Kaminey on big screen as I'm a Vishal fan, pl. tell what I should have done when I saw films like 'Capricorn One'on pirated DVD at home?
  My reviews are personal reflections & sharings always subject to disagreement. they are neither sermons nor aspiring guide on film craft.
  It's not mandatory to enjoy whatever one understand. Understanding & enjoyng are and can be differenet processes. Bhai Jay (Vasavada) often blurrs line between these two, projecting enjoying as equivalent of understading. (ref: Kaminey review)

  To me, liking (or disliking) for a film is mostly personal matter, something to be discussed with friends on cup of tea. I hope & intend to do the same thinking of blog as a meeting place of friends.

  ReplyDelete
 12. મુવી બીગ સ્ક્રીનમાં જ જોવી જોઈએ !? બરાબર છે, જો મુવી ખરેખર બીગ સ્ક્રીન પાછળ ખર્ચેલા પૈસા અને સમય બંને વસુલ કરી આપે એવી હોય. જો એવી ના હોય તો ડીવીડી પર જોઈ લેવી જોઈએ. પણ જો ઓરીજીનલ ડીવીડીની કીમત પોસાય એવી રાખતી હોય તો દરેક જણ ઓરીજીનલ ડીવીડી લેવાનું જ પસંદ કરે.

  ReplyDelete
 13. t's not mandatory to enjoy whatever one understand. Understanding & enjoyng are and can be differenet processes. Bhai Jay (Vasavada) often blurrs line between these two, projecting enjoying as equivalent of understading. (ref: Kaminey review)
  **
  nope, i generally define when its personal prefernces n even write dat film is heavy/ flop / tough etc as warning sign to average viewers..every piece of art have different perception - that's perfcetly fine n liking disliking too. but it has some basic grammer of oits own too. its mixture of structure (of creaft) n freedom (of creativity)..waht i enjoy , i uunderstand too and what i understand its matter of joy for me ( i dont know about ppl who enjoy without understanding) and many of my readers. its a free world , anyone can have thier own say...and of course me too ;)

  my columns are always sharing platform, like this blog.. n though it may sound arrogant, i have explored cinema like lover explore his beloved lady..n i always defend my choice wth sm reasons..person who dont watch enough number of films nor develop their senses and passions for it must stay away from products like kaminey n my writing too :D

  ReplyDelete
 14. You have your views with some reasons & nobody should mind it. Relating them with passion? fine. but relating them with 'developed senses'? Everyone has right to differ with it and you can't wish them away.

  ReplyDelete
 15. Urvish and Jay, this is colorful spark from the two Titans of today's Guj writing.I am enjoying it.
  Now, enjoyment of a media be it sound,visual or words, u can enjoy it's beuty but..but, if you understand it its altogather diff exp or enjoyment.
  e.g. I enjoyed a particular review of a film from your stand point, it was an information for me but when I will see it with my understanding it will convert into knowledge for me, which will give more fun to me than info!! This is 'as per me' is the diff in both of you people's review, correct me where wrong.Amen

  ReplyDelete
 16. jayesh adhyaru4:21:00 PM

  કમીને ફિલ્મ માટે સંજય ભાવે સાહેબે વહેતો કરેલો મેસેજ ('વિશાલ ભારદ્વાજ્સ કમીને ઈઝ અ કમીના ફિલ્મ' (એક મિનીટ, આમાં 'કમીના'ને બદલે 'કમીની' ન હોવું જોઈએ?! એની વે...)) વાંચવામાં આવ્યો એટલે એટલી તો ખાતરી થઇ ગઈ કે ફિલ્મ સારી તો હોવી જોઈએ! (સોરી સર, પણ મને હજી તમારો સરકાર-૧ નો રીવ્યુ યાદ છે!)
  ઉર્વીશભાઈ, આ સાથે ફિલ્મોની બાબતમાં તમારી સાથે અસહમત થવાની હેટ્રિક થાય છે! ફિલ્મ ખરેખર સારી છે, અને મેં મલ્ટિપ્લેક્ષમાં જોઈ હોવા છતાં મને સહેજેય પૈહા પડી ગયાની લાગણી થઇ નથી! તમે જે થીએટરમાં જોઈ એના પ્રોજેક્ષનમાં પ્રોબ્લેમ હોઈ શકે, બાકી તમે કહો છો એટલું બધું અંધારું કે જર્કી કેમેરાવર્ક નહોતું. વાસ્તવમાં, ફિલ્મની સ્ટોરી કરતાં મને તો એની કહેવાની રીત જ વધારે ગમી. શૈલી મહાન લાગવાની વાતને બાજુએ મુકીએ તો પણ કવિ શું કહેવા માગે છે, એ પણ બરાબર સમજાય છે જ. છતાં એ સ્ટાઈલ શા માટે પસંદ કરી હશે, એ તો વિશાલભાઈને જ પૂછવું પડે! અને આ પ્રકારે બનેલી હોય એવી કઈ આ પહેલી ફિલ્મ નથી જ. પરંતુ એ ફિલ્મો (સારી હોવા છતાં) વિશાલ ભારદ્વાજની નથી એટલે એની એટલી બધી ચર્ચાઓ પણ નથી થતી.

  ગઈ કાલની ફિલ્મોના શોખીન એવા વડીલોને અત્યારની ફિલ્મો બહુ પસંદ ન પડવાનું કારણ એક મને એ સમજાયું છે કે હવે સ્ટોરીટેલીંગ ખાસ્સું કોમ્પ્લેક્ષ્ થઇ ગયું છે. ત્યારે કમીને કે તેના જેવી અન્ય ફિલ્મો-કે જેમાં સતત ધ્યાનથી જોતા રહેવું પડે નહીતર પડદા પર કંઈક મિસ થઇ જવાની બીક રહે-તે બમ્પર જાય અથવા તો મજા ન પડે એવું બનવાના પુરેપુરા ચાન્સીસ છે જ. એટલે એનો એક વિકલ્પ વધુ-જાત ભાતની ફિલ્મો જોવાનો રહે છે.

  કમીનેમાં આવ્યા પહેલા અમોલ ગુપ્તે શું કામ એક્ટિંગ નહોતા કરતાં એ સવાલ થાય! ફાહીદ કપૂરે પણ ખરેખર સારી એક્ટિંગ કરી છે. હી ઈઝ ઓલમોસ્ટ નેચરલ! વિશાલનું મ્યુઝીક અને ગુલઝારના શબ્દો પણ રાબેતા મુજબ દિલચસ્પ છે! ફિલ્મનું મેઈન ગીત વિશાલે પોતાનું જ એક જુનું ફરીથી ઉપયોગમાં લીધું છે.

  બાય ધ વે, ફિલ્મની આટ આટલી ચર્ચાઓ પછી પણ નોટીસ ન થયેલો મુદ્દો : ફિલ્મના છેલ્લા સીનમાં (જ્યારે ચાર્લી ફરીથી બૂકીગીરી શરુ કરી દે છે, ત્યારે) એની નજીક ઉભેલા એક ભાઈના હાથમાં 'ગુજરાત સમાચાર' દેખાય છે! એ કોઈ સિનેમેટિક સીમ્બોલીઝમના ભાગ રૂપે હશે?! :) :) :)

  ReplyDelete
 17. vaaah...lage raho jayeshbhai..:)

  ReplyDelete
 18. @ urvishbhai..ok, if u think so after rediculing black to sarkar n kaminey to wednesday with vague reasons (absence of that).. then its alright.. come closer ;)

  ReplyDelete
 19. SALIL DALAL (TORONTO)10:25:00 AM

  I have not seen 'Kamine' (the film), but enjoying its reviews all around.
  The discussion is inviting extreme reactions. Interesting.
  But more inspiring is timing of Jay Vasavada's comment posting...its late nite 3.44 a.m. and 4 am.
  Such commitment, dear!
  Love that.

  ReplyDelete
 20. bhai Jayesh,
  Is it fair to bunch me/my writings with others and bash "us' together ala Wedenesday? You end up missing/messing points this way.
  reg. Kaminey, my simple contention, evident from post, was/is : Though I'm not uncomfortable with this type of story-telling, I had 2 problems :
  1)(unnecessarily) dim lighting, which according to you may be a projection problem. Though bhai Jay has also mentioned the same (going one step ahead of Vishal to term it as "gunegar na man jevu" or similar words:-)
  2) I'm not comfortable with frames changing very rapidly, nth times a minute. I agree this may be my limitation.

  Kaminey had both the things: dim lighting+ rapidly changing scenes.
  Mind well, rapidly changing scences are not obstacle to understanding as you've tried to suggest. It robs me of visual pleasure of what I have understood (from dialogues/storyline). If this is generation gap, I don't have any hesitation in accepting it.

  My concern is about passing rampant judgements on others' understanding. Little restraint usually helps in this matter

  Bhai Jay's zeal of explaining "direction touches" - be it in Black or In Kaminey- (I hadn't written about Sarkar) reminds me of a famous example cited by Shatrudhna Sinha when he was film student. In a Satyajit Ray film, presence of a stone during rape scene was taught as a master-piece of direction by Ray, at Pune FTTI.
  Once, Ray himself was there at FTTI and a student asked about the great symbolism he displayed by putting stone in the rape scene.
  'Which stone?' asked Ray,`I don't remember having done this intentionally!"
  I heard this incident (of Ray) from Salilbhai, if I remember correctly.

  ReplyDelete
 21. Anonymous3:17:00 PM

  Once, Ray himself was there at FTTI and a student asked about the great symbolism he displayed by putting stone in the rape scene.
  'Which stone?' asked Ray,`I don't remember having done this intentionally!"
  I heard this incident (of Ray) from Salilbhai, if I remember correctly.

  Great!

  ReplyDelete
 22. jayesh adhyaru6:28:00 PM

  મેં તમારા લખાણોને કોની સાથે 'બંચ' કરીને તમને બંનેને (કોણ કોણ?) 'બેશ' કર્યા એ ન સમજાયું.
  - તમે સંજય ભાવે સાહેબની વાતથી લખાણ શરુ કર્યું, એ જ દિવસે મેં એમનો મેસેજ વાંચ્યો હતો, અને મને સરકાર-૧ વખતેનો એમનો ભૂલભરેલો મૌખિક્ રીવ્યુ યાદ આવી ગયો! હા, એ મેસેજ એમણે મને નહોતો મોકલ્યો, પણ એ વાંચીને હું થોડો ખિન્ન થયો હતો, એ બંને વાત મારે કબુલ કરવી જોઈએ. સરકાર એમને માત્ર બાળ ઠાકરેનું ગ્લોરીફીકેશન જ લાગી હતી, જયારે, મને એ અદભુત સિનેમેટિક પ્લેઝર લાગી હતી. ભૂલ સાથે મારો મતલબ એ હતો કે, લાસ્ટ સીનમાં એક પીડિત બહેન અભિષેકને સરકાર તરીકે સંબોધે છે, એટલી સાદી વાત પણ ભાવે સાહેબને નહોતી સમજાઈ. સોરી, પણ એમણે આ વાત મારા મોઢે કહી હતી, એટલે મને ૩-૪ વર્ષ પછી પણ યાદ છે! બાકી, એમની સિનેમા કે સાહિત્યની સમજ કે એક્ષ્પોઝર્ વિષે મને પૂરેપૂરું માન છે. એ સિવાય, મને નથી લાગતું કે મેં અન્ય કોઈની સમજ વિષે એવા કોઈ 'રેમ્પન્ટ જજમેન્ટ' પાસ કર્યું/કર્યાં છે.
  - બાકી અહી, મેં શું મિસિંગ/મેસિંગ કર્યું એ પણ ન સમજાયું.
  - કમીને મને સમરકંદ-બુખારા ઓવારી જઈએ એટલી મહાન કે વિશાલ ભારદ્વાજની ખરાબ ફિલ્મ તરીકે જ જોઈ શકાય એટલી ખરાબ પણ લાગી નથી. એ સરસ ફિલ્મ છે. મને સંદીપન દેબની સિનેમાની સમજ વિષે પણ માન છે, અને એમની જેમ હું પણ આ ફિલ્મ બીજી વાર જોવાની ઈચ્છા ધરાવું છું!
  - હા, આવા અને હજી વધુ અવનવા પ્રકારોએ વધુ ને વધુ ફિલ્મો બનવી જ જોઈએ. નહીતર સ્ટોરીટેલીંગથી લઈને સ્ટોરીની બાબતમાં આપણું સિનેમા હોલીવુડની તર્જ પર બોલીવુડ જ રહેશે.

  ReplyDelete
 23. યાર જયેશ, તમે તમારૂં પોતાનું લખાણ ઘ્યાનથી વાંચો. (તમે કંઇ એટલું ખરાબ નથી લખતાઃ-)
  ‘ગઇ કાલની ફિલ્મોના શોખીન એવા વડીલો’ની તમે વાત કરો છો અને પછી લખો છો કે ‘તમારાં લખાણોને કોની સાથે બંચ કર્યાં એ ન સમજાયું.’
  હું ૧ અને ૨ એમ મુદ્દા પાડીને લખું છું. અપેક્ષા એવી હોય કે તમે પણ એ ૧ અને ૨ મુદ્દા વિશે લખો.
  મારી સમજ(નો અભાવ) બતાવવા માટે તમે સામે સંદીપન દેબને ન મૂકો તો ચાલે. ફિલ્મોની તમારી સમજણને હું મારા કરતાં વધારે ઉંચી ગણું છું. એટલે તો આટલી ચર્ચા થાય છે.
  વાત એટલી જ છે કે મારો સમજણનો અભાવ મુદ્દાસર હોય તો તમે એ મુદ્દાસર દૂર કરો. ‘તમને ના ખબર પડે’ કે ‘તમે જૂની પેઢીના છો’ એવું કહી દો તે પૂરતું નથી.
  જેમ કે, તમે કહ્યું કે ‘તમે કહો છો એટલો લાઇટિંગનો અભાવ નથી.’ ઠીક છે. તમે કહો છો તો નહીં હોય.
  તમે કહો કે ‘પડદા પર ઝડપથી ફ્રેમો પસાર થઇ જાય એ નવી સ્ટાઇલ છે ને તમને ન ગમે તો તમારે રૂચિ કેળવવી પડે.’ ઠીક છે. એ કંઇક મુદ્દાની વાત છે.
  તો આ પ્રકારે નક્કર અને એકંદરે સર્વમાન્ય હોય એવાં તારણ ધરાવતી ચર્ચા ન હોઇ શકે?
  પણ આડીઅવળી વાતો થાય અને લાંબી ચર્ચામાંથી છેવટે કશો સાર નીકળે નહીં, તો આખી કસરત નિરર્થક બની રહે છે. (હવે એવું ન પૂછતા કે ‘બીજી કઇ આડીઅવળી વાતો કરી એ મને ન સમજાયુંઃ-)

  ReplyDelete
 24. SALIL DALAL (TORONTO)4:40:00 AM

  ઉર્વીશ, સારું થયું કે શત્રુઘ્ન સિન્હાવાળો પ્રસંગ યાદ કર્યો.
  આ ચર્ચા દરમિયાન એ કહેવાની ઈચ્છા હતી.
  એ પ્રસંગ જ્યારે કોમર્શીયલ ફિલ્મો વિરુદ્ધ આર્ટ ફિલ્મોની ચર્ચા મોટા પાયે ચાલતી હતી, ત્યારે શત્રુએ એક કરતાં વધુ વખત કહેલો છે. તેમાં દિગ્દર્શક સત્યજીત રે હતા કે મૃણાલ સેન એટલું જ કન્ફર્મ કરવાનું રહે છે.
  શત્રુ ઇન્સ્ટીટયુટમાં ભણતા ત્યારે દિગ્દર્શનની કળા સમજાવવા મહાન દિગ્દર્શકોની ફિલ્મો બતાવી પ્રાધ્યાપકો ડાયરેક્ટરના પ્રયોજેલા પ્રતિકો ઉપરાંતના અર્થઘટન કાઢવા આતુર રહેતા.
  એ પ્રસંગમાં, મને યાદ છે ત્યાં સુધી, મહિલા ઉપર થતા અત્યાચારનો સીન હતો અને તે સમયે એ દ્રશ્યમાંનો મોટો પથ્થર દેખાડી પ્રાધ્યાપક કહેતા કે સ્ત્રીઓ ઉપરના જુલ્મો પથ્થરયુગના સમયથી થતા આવે છે એમ દિગ્દર્શક કહેવા માંગે છે.
  અહીં એક વાત ધ્યાન રાખવાની છે કે ઇન્સ્ટીટયુટમાં ફિલ્મોના એપ્રીસીએશનનો પણ એક વિષય હોય છે. તેમાં પરીક્ષામાં કે ક્લાસની ચર્ચામાં પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓને વધુ ને વધુ પ્રતિકો શોધવા અને તેનાં અર્થઘટનો કાઢવા પ્રોત્સાહિત કરતા.
  તેમાં આવા અતિરેક થઇ જતા. તેથી ફિલ્મ માત્ર 'કળા' તરીકે મૂલવાય એમાં સામાન્ય પ્રેક્ષક કેન્દ્રમાં ના રહેતાં તેનું વેપારી પાસું વિદ્યાર્થીઓને સમજાવવાનું રહી જતું હતું. શત્રુના એ જાણીતા પ્રસંગ ઉપરાંત મનમોહન દેસાઈનું એવું જ 'ક્વોટ' તે દિવસોમાં આવ્યું અને 'આર્ટ' વિરુદ્ધ 'કોમર્શીયલ' ની ચર્ચા લગભગ એ પછી પૂરી થઇ ગઈ હતી.
  એ કહું? (કોમેન્ટ ઘણી લાંબી થઇ છે, તેથી ...)

  ReplyDelete
 25. આટલી લાંબી ચર્ચા અહીં અને સૌરભભાઈના બ્લોગ પર થયા પછી મારું તારણ એવું છે કે :-
  અલગ-અલગ લોકોને એક જ ફિલ્મ પ્રત્યે ગમો કે અણગમો થઈ શકે છે; તેનાં કારણો વિદ્ધાન લોકો આપી પણ શકે, પણ ઘણી વાર કારણો નથી હોતા; 'કારણ નહીં જ આપું કારણ મને ગમે છે' એ પંક્તિની જેમ. એટલે કોઈને એક ફિલ્મ કોઈ કારણસર ગમી હોય તો કોઈને એ જ કારણસર ફિલ્મ ન પણ ગમે.

  એક રીતે તે જીવનસાથી પસંદ કરવા જેવી બાબત પણ છે. ઘણી વાર કોઈ વ્યક્તિને તેના જીવનસાથી સાથે જોઈએ તો એવું અચરજ થાય કે આ વ્યક્તિને તેના જીવનસાથીએ કયા કારણોસર પસંદ કરી હશે? કોઈ રીતે જોડી જામતી નથી. પણ રાજાને ગમી તે રાણી જેવું ફિલ્મો જેવી બાબતમાં પણ કહી શકાય એવું મને લાગે છે; જેમ કે મને 'બાદશાહ' (શાહરુખ ખાનની) ફિલ્મ બહુ ગમે છે, પણ એ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. પણ એના કારણે હું એમ તો ન જ કહી શકું કે લોકોને સમજ નથી પડતી કે પછી લોકો પણ એવું ન કહી શકે કે મારી પસંદગી વાહિયાત છે. ટૂંકમાં, પસંદ અપની અપની!

  અને સલીલભાઈ, મનમોહનવાળી વાત, હો જાયે!

  ReplyDelete
 26. This comment has been removed by the author.

  ReplyDelete
 27. Urvish,

  I have an idea, since movies are a favorite topic of discussion for all, how about asking all your readers to come up with their list of five most shocking/outrageous/interesting movies they've watched of late.

  I can provide mine right away ;-)

  13 Tzameti (original of Race)
  Memento (original of Ghajini)
  Kika (by Almodovar)
  Stalker (Dipak "forced" me to watch it and I hate to admit, I quite liked it...though not sure if I followed it fully) :-)
  Dev.D (simply loved it…both movie & music)

  ReplyDelete
 28. sorry 13 Tzameti is original of recently released LUCK

  ReplyDelete
 29. This comment has been removed by a blog administrator.

  ReplyDelete