Thursday, August 13, 2009

આઝાદીની ઉજવણીઃ જરા યાદ યે ભી કર લો

મૂળ કુંડળ (તા.સાણંદ)ના સુરેશ જાદવને છેલ્લાં આઠ-દસ વર્ષથી ઓળખું છું. ‘નવસર્જન’ના કાર્યકર, લખનારા માણસ અને મિત્ર તરીકે. અન્યાય નહીં સાંખી લેનારા અને બીજા વતી સરકારી તંત્ર સામે બાથ ભીડનારા માણસ તરીકે પણ એમનો પરિચય છે.

આ વર્ષના મે મહિનામાં કુંડળમાં મંદિરપ્રવેશ માટે સુરેશભાઇને એમના ગામમાં જે સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે ડો.આંબેડકરે કરેલા કાલારામ મંદિરપ્રવેશ સત્યાગ્રહના સાત દાયકા પછી પણ સ્થિતિ કેટલી હદે બદલાઇ નથી તેનો કટુ અને કરૂણ અહેસાસ થયો.

સુરેશભાઇ દલિત હોવાને કારણે તેમને મંદિરમાં પ્રવેશ ન મળે, પોલીસ તેમની ફરિયાદ ન નોંધે, ત્રણ-ત્રણ દિવસ સુધી ધક્કા ખવડાવે, દબડાવી જુએ, ડી.એસ.પી.નો હુકમ થયા પછી પણ તેમની ફરિયાદ ન લેવાય, છેવટે પોલીસરક્ષણ સાથે તે મંદિરપ્રવેશ કરે ત્યારે ગામના બિનદલિતો એ મંદિરમાં જવાનું બંધ કરે- કારણ કે દલિતના પ્રવેશથી મંદિર અભડાઇ ગયું ગણાય!

દલિતો પરના ત્રાસને ભૂતકાળની વાત ગણતા અને શહેરી દલિતો દ્વારા થતા ‘એટ્રોસિટી એક્ટ’ના છૂટાછવાયા દુરૂપયોગની સામે, વ્યાપક વાસ્તવિકતા નજરઅંદાજ કરનારા સૌ મિત્રો માટે, સુરેશભાઇની કથા બે વિડીયો લિન્કમાં મૂકી છે.

આ વિડીયોની ગુણવત્તા વિશે જેમને ફરિયાદ હોય તેમને વિનંતી કે આંખ બંધ કરીને, આ વિડીયોમાંથી ફક્ત અવાજ સાંભળે અથવા શક્ય હોય તો વિડીયો પોતાના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને વગાડે.

http://www.youtube.com/watch?v=25ZtMNi7ERQ

http://www.youtube.com/watch?v=kATWUmVxkkE

(વઘુ વિગતો જાણવા ઇચ્છતા મિત્રોને મેઇલ કરવા વિનંતી)

5 comments:

 1. પ્રિય ઉર્વીશભાઈ,
  વિડીઓ જોયા, સુરેશ જાદવ ની ખુમારીને સલામ અને ડૉ. "અલ્લામા" ઇકબાલની આ રચના તેમને નામ :

  ફરમાને - ખુદા : ( અસ્પૃશ્ય, કચડાયેલા અને દલિતોના સંદર્ભમાં ) :


  ઉઠો મેરે દુનિયા કે ગરીબોં કો જગા દો, ખાકે ઉમરા કે દરો દીવાર હિલા દો.

  ગર્માઓ ગુલામો કા લહું સોઝે યકીં સે, કુંજીસ્ક કે ફીરોમાયા કો શાહીન સે લળા દો,
  (કુંજીસ્ક = કબુતર, શાહીન =બાજ )

  સુલતાની-ઓ-જમ્હુર કા આતા હય ઝમાના, જો નક્શે-કોહાં તુમકો નઝર આયે મિટા દો.

  જિસ ખેત સે દેહ્કાં કો મયસ્સર નહિ રોઝી, ઉસ ખેત કે હર કોશા-એ-ગન્દુમ કો જલા દો

  કયું ખાલીકે-મખ્લુક્ મેં હાયલ રહે પરદે ? પીરાને-કાલીશા કો કાલીશા સે ઉઠા દો.
  (ઈશ્વર અને ભક્ત વચ્ચે અંતરાય કેવા !! ? )

  હક્ રા બા સજુદે સનમન્ રા બા તવાફે
  બેહતર હય ચરાગે- હરમન-ઓ-દાયર બુઝા દો. ( = અસ્પૃશ્યતા થી બેહતર છે કે મારી મસ્જીદ ના ચિરાગ બુઝાવી દો )

  મૈ ના ખુશ -ઓ બેઝાર હું , મર મર કે સીલો સે, મેરે લિયે મીટ્ટી કે હરમ ઔર બના દો.

  તેહ્ઝીબે નવી કારગા-એ-સીસા ગારન હય , આદાબ-એ-જુનૂન શાયર-એ- મશરિક્ કો શીખા દો
  ( આદાબ-એ-જુનૂન = ગર્વ થી જીવવાની કળા ) ( શાયર-એ- મશરિક્ = પૂર્વ ના શાયરોને,...અહીં દલિતોને )

  ReplyDelete
 2. Urvish,
  As other commentor has said (and this will be said more than once after his struggle) we salute him for his courage and consistancy too for the cause which he believed.
  I for one, think this as his victory but not of community. If, all person of his community come togather and demand such right in a sober and legal manner as he has done, I dont think any power, be it Rajput or Darbar or Patel can fight it but....but, they should not do it wrong way.
  Also, I think- we do not need God as a stone statue to get his blessings. I atleast do not follow that tradition.

  ReplyDelete
 3. i could't understand mr envy's exhortation to suresh and his community that they should
  'demand such right in a sober and legal manner'.

  does he mean that gandhi was wrong in breaking the law for making salt at dandi ?

  does he mean subhash and bhagatsinh were wrong in resorting to not so sober means ?

  i don't understand why oppressors and exploiters should expect 'sober and legal' treatment from their victims?

  suresh and his community can agree to your suggestion mr envy, but do you think our courts will declare those offenders anti-national and forfeit their citizenship on the ground that they no more deserve to be indian nationals for they have violated the indian constitution by not practising ideal trinity of 'liberty, equality and fraternity' which is enshrined in our constiturion.

  neerav patel

  august 15, 2009

  ReplyDelete
 4. Mr Neerav PATEL,
  I welcome your views on the topic but, I do not agree with your arguments.
  1. You have given wrong context of Gandhi-Subhash-Bhagatsingh, who are mountainous figures for not only India but world too!
  Mr. Suresh's case is diff here, he has to fight against a so-called constitution which is not followed in true spirit for many rights of Indian children,women,old citizens and all others. The right which is violated here is among it too, I agree.
  Do we get result, when resort to violance for getting our right established??? this is big question, and if that is the case then why no Mr Suresh didnt take that course (I am not suggesting this to him or others too) as you wish??
  2 Your quote'i dont understand why oppressors......from their victims?', By this do you mean I am one of them??? Sorry Mr PATEL for your view which is more biased than fact.
  3 Mr Suresh is free to heed my suggestion (which is not an advise and he has not asked me to give too!!!)and yes, I do think that as he has succeeded in entering Temple, he and all his followers CAN succeed in getting those people brought to book and punish in law of court but, also take into account that others persons who were present there didnt find courage to enter with him. This is tragedy of our country, some one is fighting and is getting success still, people like you, do not have faith in the system (I agree, it is not so helping or impartial)and deter such courageous person from his path and resort to illegal way to achieve which, if he takes he cannot go an inch further!Amen
  (Pl do not take anything written here, personal. I have nothing against anybody, this is an open forum which should use to present our views to help each others)

  ReplyDelete
 5. dear brother envy,

  i would like to reply to your point no 2.

  even though i do not know you personally,
  i definitely do not include you as oppressor or exploiter. you certainly seem to be a man of some concern for the victims.

  sorry if i have created any misunderstanding through my earlier comment.

  neerav patel
  august 16, 2009

  ReplyDelete