Saturday, August 01, 2009

સાહિત્ય પરિષદના નવા પ્રમુખઃ ભગવતીકુમાર શર્મા

આજે પ્રગટ થયેલા સમાચાર મુજબ વયોવૃદ્ધ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ભગવતીકુમારની સાહિત્યિક પ્રતિભા કોઇના પ્રમાણપત્રની મોહતાજ નથી. ગદ્ય અને પદ્ય બન્ને ક્ષેત્રોમાં તેમનું પ્રદાન બહોળું અને ઉત્કૃષ્ટ છે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ એ નામથી પ્રગટ થયેલી તેમની આત્મકથા ઢળતી વયે પણ તેમનામાં રહેલી સર્જકતા અને ગદ્ય પરની તેમની પકડનો ખ્યાલ આપે છે.

પરંતુ ઘણાં વર્ષોથી ભગવતીભાઇની તબિયત નાદુરસ્ત રહે છે. તેમને આંખોની ઘણી તકલીફ છે. સ્વતંત્ર હરીફરી શકવાનું શક્ય નથી. આવી તબિયત ધરાવતા સાહિત્યકાર માટે સાહિત્યિક જગત પાસે પરિષદના પ્રમુખપદ સિવાયનું કોઇ સન્માન નહીં હોય? અને ભગવતીભાઇ વિશે જરાસરખો પણ દુર્ભાવ રાખ્યા વિના કહેવાની-પૂછવાની વાત એ છે કે સાહિત્ય પરિષદનું પ્રમુખપદ એ કેવળ શોભા પૂરતું છે, જેમાં સન્માનીત થયા પછી વ્યક્તિને બીજું કંઇ કરવાનું ન હોય?

અગાઉ નારાયણભાઇ દેસાઇ બહુ મોટી આશા-આકાંક્ષા સાથે પરિષદના પ્રમુખપદે આવ્યા હતા, પણ તેમને સમજાઇ ગયું હતું કે ગમે તેટલા ઉત્સાહથી આરૂઢ થયા પછી, પરિષદની પરંપરામાં રૂઢ થયા સિવાય છૂટકો રહેતો નથી. બંધારણીય માળખું જ એવું છે કે પરિષદપ્રમુખ સ્વતંત્રપણે, કેવળ પોતાની મરજીથી ભાગ્યે જ કંઇ કરી શકે. એટલે ‘આ માળખામાં કંઇ થઇ શકે એમ નથી’ (વાંચોઃ ‘કંઇ સુધરી શકે એમ નથી’) એવી હતાશા પરિષદપ્રમુખોને આવતી જોવા મળી છે. નારાયણભાઇએ પરિષદના બંધારણમાં સુધારો કરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના કાર્યકાળમાં એક મુદતનો વધારો પણ તે ઇચ્છતા હોવાનું જાણવા મળ્યું હતું. પણ એ શક્ય બન્યું નથી. પરિષદપ્રમુખના પદ સાથે સંકળાયેલા વિવાદ વિશે એક વાર મેં કહ્યું હતું, ‘પરિષદપ્રમુખો માને છે કે તે અમેરિકાના ‘રાષ્ટ્રપ્રમુખ’ છે. હકીકતમાં તે ભારતના ‘રાષ્ટ્રપતિ’ હોય છે.’

ભગવતીભાઇ જેવા, સાહિત્યિક રીતે સંપૂર્ણપણે લાયક, પરંતુ આજાર, નાદુરસ્ત તબિયતવાળા, બીમારીને કારણે લગભગ પરાવલંબી બની ચૂકેલા સાહિત્યકારને પરિષદના પ્રમુખપદે બેસાડીને પરિષદે વઘુ એક વાર સિદ્ધ કરી આપ્યું છે કે પરિષદપ્રમુખો વિશેની મારી સમજણ સાચી છે. ભગવતીભાઇના કિસ્સા પછી, મારી સરખામણીને વઘુ ચોક્કસ બનાવવા માટે ‘રાષ્ટ્રપતિ’ને બદલે ‘રાજ્યપાલ’નો હોદ્દો પણ મૂકી શકાય. આ સ્થિતિમાં ભગવતીભાઇને અભિનંદન પણ કેવી રીતે આપવાં? ભગવતીભાઇને આ સન્માન લાગતું હોય તો તેમના પ્રત્યે આપણી સહાનુભૂતિ.

11 comments:

  1. shat pratishat sammat..

    ReplyDelete
  2. વજેસિંહ પારગી4:09:00 PM

    તમારી વાત શબ્દશઃ સાચી.આમાં તો સમર્થ સાહિત્યકારો જ આવાં નામનાં પદો સ્વીકારવાનું બંધ કરે તો જ કંઈક થાય. બાકી તો ...

    ReplyDelete
  3. I agree with Vajesinh- why Bhagwatiji should accept this !!??

    ReplyDelete
  4. Binit Modi6:36:00 PM

    પ્રિય ઉર્વીશ,
    આ પરિષદનું પ્રમુખપદ લાયક-ગેરલાયક કોઈની પણ ઝોળીમાં પધરાવી દેવા માટે ભગવતીકુમાર શર્મા માટે જેટલી તસદી લેવાઈ તેટલી મહેનત પણ શું કામ કરવી જોઈએ. કોઈ મૂર્ધન્ય સાહિત્યકારનું નામ નક્કી કરવા માટે પાછી તેમની જન્મતારીખ શોધવાની કડાકૂટ કરવી પડે, તેમનું પ્રદાન જાણવું પડે, એ બધું શોધવા માટે પાછું પરિષદ કે અકાદમીના જ પરિચયકોશ પર આધાર રાખવો પડે. એમાંની માહિતી પાછી સાચી જ હોય તેવી ગેરંટી નહિ. તેના કરતા એક સહેલો રસ્તો છે. સરકારનો ફંડ - ફાળો મેળવતી કેટલીક સંસ્થાઓમાં ચેરમેન - ચેરપર્સન, પ્રમુખ - ઉપપ્રમુખ જેવા સ્થાન મુખ્યમંત્રી, રાજ્યપાલ હોદ્દાની રુએ શોભાવતા હોય છે. આપણે પરિષદ પ્રમુખનું પણ એમજ કરી નાખીએ. ઘણા બધાની મહેનત બચી જશે. બીજું કે રાજ્યપાલ પદે હંમેશા રાજ્ય બહારની વ્યક્તિ હોય છે. એ વ્યક્તિ વિશેષ પંજાબ, નાગાલેંડ, કાશ્મીર કે ઝારખંડથી આવતા હશે તો પોતાની ભાષામાં ગુજરાતી સાહિત્યનો પ્રચાર પણ સારી રીતે કરી શકશે. કારણ આજ સુધી પરિષદને મળેલા પ્રમુખો એ કામ તો કરી શક્યા નથી. અરે
    પરિષદનું અમદાવાદની બહાર એક નાનું સરખું કેન્દ્ર પણ સ્થાપી શક્યા નથી. ભગવતીભાઈ આ એક કામ કરે, કરી શકે તો તાપીથી સાબરમતીનો કરેલો પ્રવાસ લેખે લાગશે.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  5. Anonymous6:43:00 PM

    બિલકુલ સંમત. છેલ્લે વિનોદભાઈ પ્રમુખ બન્યા (એ વખતે ચૂંટણીમાં જે રમણલાલ બ્રાન્ડ દેકારો થયો હતો તેને લીધે) કશીક આશાઓ ઊભી થઈ હતી. એ પછી, તમે કહો છો તેમ, પરિષદ પ્રમુખ પાસેથી કોઈ વિશેષ છબરડાં ન થાય એથી વિશેષ કોઈ અપેક્ષા રાખી શકાતી નથી. નારાયણભાઈ પ્રત્યે અંગત આદર હોવા છતાં કશી અપેક્ષા ન હતી. સ્વાભાવિક રીતે જ, ભગવતિકુમાર પણ એ જ ક્રમમાં રહેશે. પરિષદ પ્રમુખપદે તેમના સત્તારોહણને એમની જ ગઝલની એક પંક્તિ લાગુ પડે છે.
    નીબિડ રાત્રિના બુગદામાં સદી ચાલે છે સદીઓથી,
    ક્ષણો ક્યાં? પૂર્વ ક્યાં? આકાશ ક્યાં? મોંસૂઝણું ક્યાં છે?

    ReplyDelete
  6. Anonymous11:32:00 PM

    ???
    Any alternative- with facts, figures, track record and any guaranty of the suggested alternative?

    x+y = ?
    a+b= ?

    x=a or x=b may be y=a or y=b

    ReplyDelete
  7. on the suggestion of mr. anonymous, joseph macwan's name instantly comes to my mind.

    although he is 75, he keeps good health and has sufficient stature to head the sahitya parishad. i believe he will not be a ceremonious head only, but will certainly contribute to the parishad's fame in particular and gujarati literature's reach in general.

    i believe many will agree to this. but now that bhagvatibhai's name is announced (and he is very much deserving save his poor health), it should be honoured and accepted whole-heartedly.

    neerav patel
    august 4, 2009

    ReplyDelete
  8. dear Neeravbhai,
    We must accept, after enough experience, Parishad-Pramukh is a ceremonial Post. It's amusing to hear from you to 'honour and accept whole-heartedly'. With full regards for literary contribution of Bhagwatibhai, it is bound to be asked: why he accepted the offer in the first place when he fully knew he would be unable to execute the responsibilities? or Was he 100% clear about how ceremonious the post is.

    ReplyDelete
  9. દોસ્તો,

    સાચું કહું તો ભગવતીકુમાર શર્માને હું ખૂબ નજદીકથી ઓળખું છું. ગુજરાતના બીજાં શહેરો કરતાં સુરતમાં સૌથી વધુ સાહિત્યિક પ્રવ્રુત્તિઓ થાય છે એના મૂળમાં ભગવતીકુમાર શર્મા છે. સૂરતના સૌ સાહિત્યકારો ને
    સાહિત્યરસિકોને સાથે રાખવામાં એમનો મોટો ફાળો છે. નાદુરસ્ત તબીયત હોવા છતાં આપણા કરતાં ખૂબ વધારે પ્રમાણમાં સાહિત્ય સર્જ્યું છે. હાલમાં 350 પાનાની ડબલ ક્રાઉન સાઈઝની આત્મકથા આપી શકતા હોય તો પ્લીઝ ! એમને અન્ડરએસ્ટિમેટ ન કરો. પરિષદમાં કશુંક નવું કરવું હોય, સાથે ગુજરાતી ભાષાને પ્રેમ કરતા હોઈએ તો માત્ર વાતો કરવાને બદલે ચાલો આપણે ભગવતીકુમાર શર્માને દિલોજાનથી સહકાર આપીએ. પરિષદમાં કશુંક નવું જરૂર થશે. હું દૂર દૂર આશાનું કિરણ જોઈ રહ્યો છું.

    જનક નાયક

    ReplyDelete
  10. namaskar,Urvish ji & all those who have responded to the article regarding GUJ SAAHI. PARISHAD & SHRI BHAGVATIBHAI & HIS NRECENT APPOINTMENT, I HAVE TO REPRESENT AS UNDER....
    1. guj saahi paris. is 104m years old voluntary institution, run by democratically approved constitution. those who have raised the issue & responded may not be memebers of the parishad. likly they may not be aware of the cross currents & underrt currents.

    mr bhagvatibhai had refused the post before
    this time he was too hesitant but took it as a sort of challenge. yes, he has some physical weqkness, eye prob;lems. as against that he is STILL ACTIVE KEEPING HIMSELF EL INFORMED WITH ALL CURRENT AFFAIRS, WRITES EDITORIALS... writes about 25 sonnets in the last 3 months or so... wrote about 30 ghazals... presided over many a noted literary functions, he has recited his latest poems in mumbai last month in a one man poetry recitation. he ha written his autobiography having about 500 doublr crown size pages.
    -------------------------------------------
    besides, guj saahitya. paishad has its own bright & daRK SIDES....

    LET'S WAIT FOR WHAT IT'S LEADERS HAS TO SAY IN THISN CONNECTION. ANYONE FEELS PROPER TO DISCUSS WITH SHRI BHAGVATIBHAI ABOUT HIS say ... TRUTH ALWAYS LIES IN THE MIDDLE
    now tell me where does his wweak ailing phsycal condition hinder ?
    ----------------------





















    33 he has his own vision , plans for his future tennure of this institu. presidentship.

    ReplyDelete
  11. dear Bakuleshji
    1. thanks for providing 104 yrs.' history of GS Parishad. In a way, you have disqualified us for discussing the issue at the outset!
    2. we, the non-members of the parishad, hereby declare that we don't want to hear any naive idealistic preaching about Parishad. A journalist non-member can know much more than you think.
    3. You may refer 2 'Parishad special' issues of Aarpar weekly few years back. (Bakulbhai Tailor) may be of some help. You'll get the answer on our locus standi.
    4. As clear from the post, I don't mean any disregard for Bhgwatibhai. I'm happy to learn Bhagwatibhai can overcome his physical limitations. (you may find news+ photo of his autobiography on this blog)
    In that case, Parishad Presidentship should be the last thing on his priority, as he keeps himself aware with the happenings, as you've mentioned.

    ReplyDelete