Friday, September 26, 2008
ભારતનું રાષ્ટ્રગીત સર્વશ્રેષ્ઠ? ના હોય! (અને નથી જ! )
છેલ્લા થોડા દિવસથી ઇન્ટરનેટ પર એક એવી માહિતી સમાચારના સ્વાંગમાં ચાલી રહી છે કે ભારતનું રાષ્ટ્રગીત ‘યુનેસ્કો’ દ્વારા વિશ્વભરમાં નંબર વન તરીકે પસંદગી પામ્યું છે. આ સમાચાર આપનાર કે આગળ ધકેલનાર (ફોરવર્ડ કરનાર) કેટલાક ઉત્સાહી મિત્રો વળી લગે હાથ ભારત માટે ગૌરવ લેવાનું સૂચન પણ કરી પાડે છે. એ સૌ માટે અને રસ ધરાવતા સૌ માટે કેટલાક મુદ્દાઃ
- ભારત માટે કે તેના રાષ્ટ્રગીત માટે પણ ગૌરવ લેવું હોય, તો ‘યુનેસ્કો’ દ્વારા નંબર વન તરીકે તેની પસંદગી થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.
- રાષ્ટ્રગીતોની સ્પર્ધા કે તેમાંથી કોઇ એક શ્રેષ્ઠ હોવાનો સવાલ અસ્થાને છે. કેમ કે, દરેક રાષ્ટ્રગીતના સંદર્ભ-સંગીત અને શબ્દો (કે તેનો અભાવ) સ્થાનિક સંસ્કૃતિ મુજબનાં હોય. ઘોડા અને ગધેડા વચ્ચે સરખામણી હોઇ શકે, પણ ઘોડો, તપેલી, પેંડા અને પુસ્તક વચ્ચે શી રીતે સરખામણી કરવી? - સિવાય કે સ્પર્ધા કે પસંદગીના નામે નવી સાત અજાયબીઓનું તૂત નીકળ્યું હતું એવી કોઇક સહેતુક કે અહેતુક છેતરપીંડી નીકળી આવે.
- યુનિસેફની સત્તાવાર વેબસાઇટ http://www.unicef.org/ ના સમાચાર વિભાગમાં તપાસ કરતાં આ મતલબના કોઇ સમાચાર હોવાનું જણાયું નથી. તેના ‘પ્રેસ સેન્ટર’માં ‘ઇન્ડિયા’ અને ‘નેશનલ એન્ધમ’ જેવા શબ્દો નાખીને સર્ચ કરી જોતાં, ઉપરના ‘સમાચાર’ સાચા ઠેરવે એવું કશું દેખાતું નથી.
એક જ શક્યતા છે. ‘યુનેસ્કો’એ આ પસંદગી એટલી ખાનગી રાહે કરી હોય કે ખુદ ‘યુનેસ્કો’ પણ તેનાથી અજાણ હોય!
Labels:
media,
આંખનું કાજળ ગાલે
Subscribe to:
Post Comments (Atom)
same thing for gujarat samachar news...2004 na vaasi photo alag j news sathe muke chhe joya janya vagar
ReplyDeleteaa rahi link gujarat samachar ni
http://www.gujaratsamachar.com/gsa/20080926/guj/pict_gall/
ane aa rahya real news
http://www.snopes.com/photos/gruesome/crushboy.asp
verify karvani to vaat j nahi
Its a complete Haox.
ReplyDeleteEven some TV channels are also got coverage yeterday night.
really foolish media, they dont care to verify with unesco
સર્વશ્રેષ્ઠ હોક્સ!!
ReplyDeleteAny thinking mind will agree with you-I had the same thought-Never heard in American media--But then you are not "Desh Premi"-Because you dont support the national anthem.
ReplyDeleteસાચી વાત છે. - જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
ReplyDeletesorry this is not related to your post. But its really funny. Check out the link:
ReplyDeletehttp://www.reallyvirtual.com/my-new-found-respect-for-zardari/
Mere desh ki dharti sona ugle, ugle heere-moti; athva to.. Sare jahan se achha Hindustan hamara jevi vaat chhe! Mera Bharat mahan k pachhi Maro Babo No.1 mananarao ni budhhi ma bahu farak nathi. Aava message forward karnarao ma ane Santoshi mata na 10 post card lakhnara ma pan koi farak nathi. Halya kare bapla...
ReplyDelete