Saturday, September 13, 2008

ગુજરાતી બિઝનેસ સ્ટાન્ડર્ડઃ વસંતમાં પાનખર

છેલ્લા ઘણા સમયથી મીડિયા બિઝનેસમાં તેજી છે. પત્રકારોના ભાવ - લાયકાતની પરવા કર્યા વિના- ઊંચકાયેલા છે. છતાં, પત્રકારત્વના વ્યવસાયી તરીકે તકો વધી, ઠેકાણાં વઘ્યાં અને વળતર વઘ્યું તેનો આનંદ જ છે. મીડિયા કહેતાં ગુજરાતી અખબાર અને ન્યૂઝચેનલ જગતમાં ઘણી ગરમાગરમી હતી. પાંચ વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ આવ્યું અને જાણે ઘરના નહીં, પણ બંધના (ડેમના) દરવાજા ખુલ્યા.

ત્યાર પછી ગુજરાતી ચેનલો આવી અને હજુ આવે છે. એમાં પગારધોરણ નીચાં અને લાયકાતધોરણ એથી નીચાં છે. છતાં, આગળ કહ્યું તેમ, ઠેકાણાં વઘ્યાં છે. એ જ રીતે, ‘ભાસ્કર’ના પગલે અગ્રણી મીડિયા ગુ્રપ ‘દૈનિક જાગરણ’ ગુજરાતી અખબાર સાથે આવું આવું કરે છે. ‘ઇકોનોમિક ટાઇમ્સ’ અને ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ જેવાં ગુલાબી અખબારોની ગુજરાતી આવૃત્તિઓ થોડા સમય પહેલાં શરૂ થઇ. અહીં મુકેલો બિઝનેસ સ્ટાન્ડર્ડના હોર્ડંિગનો ફોટો ૨૧ માર્ચ, ૨૦૦૮માં પાડ્યો ત્યારે કલ્પના પણ ન હતી કે તે ‘અવસાનનોંધ’માં કામ લાગશે.

ચોતરફ તેજીના આ માહોલમાં ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ની ગુજરાતી આવૃત્તિ પહેલી વર્ષગાંઠ આવે તે પહેલાં બંધ થઇ. પરમ દિવસે તેનો છેલ્લો દિવસ હતો. અખબાર કે સામયિકનું કોઇ પણ વયે મરણ થાય તે દુઃખદાયી હોય છે, પણ બાળમરણ સવિશેષ.

એક અખબાર કે સામયિક બંધ થાય, ત્યારે તેની સાથે સંકળાયેલા પત્રકારોની દશા માઠી થતી હોય છે. નગેન્દ્રવિજયના તંત્રીપદ હેઠળ પ્રગટ થતું અમદાવાદનું અનોખ સીટી મેગેઝીન ‘સીટીલાઇફ’ બંધ થયું, ત્યારે ‘સીટીલાઇફ’માં ઉત્તમ કામ કર્યા પછી મારે બે-એક મહિના બેકારી વેઠવી પડી હતી. એ ગાળામાં જીવનનાં, મૈત્રીનાં અને વ્યવસાયનાં ઘણાં બ્રહ્મસત્યોનું જ્ઞાન થયું. જૂના માણસોની ઘણી નવી ઓળખો થઇ. એ રીતે અનુભવ દુઃખદ એટલો જ જ્ઞાનદ્ રહ્યો. પણ એ વખતે તો એ ફક્ત દુઃખદ હતો. બિઝનેસ સ્ટાન્ડર્ડના બંધ થવાથી એ લાગણી યાદ આવી. તેને સમાનુભૂતિ (એમ્પથી) કહી શકાય.

3 comments:

 1. આનાથી અલબત્ત, ઘણા છાપાના અને ચેનલોના ઉચ્ચ પદાસીન લોકો ખુશ થશે,'જોયું,અમે નહોતા કહેતા, આ લોકો આપણે ત્યાં સિવાય ક્યાંય ન ચાલે,’ પોતાને અન્યાય થતો હોવાની રજૂઆત કરનારા પ્રત્યે એવું વલણ પણ અપનાવશે કે જેમને જવું છે તેમને જવા દો.

  આ રીતે એકાએક કોઈ પણ છાપું કે ચેનલ બંધ થાય ત્યારે તેમાં જોડાયેલા કર્મચારીઓની કેવી સ્થિતિ થતી હશે?

  સાથે એ પણ વિચારવા જેવો મુદ્દો છે કે માત્ર પગારવધારા માટે વારંવાર નોકરી બદલવી હિતાવહ ગણાય કે કેમ? બીજું કે કોઈ પણ નવું સાહસ શરૂ થાય ત્યારે તેમાં આંધળુકિયા કરીને જોડાવું જોઈએ? આપણને આવા વખતે ’ઈન્ડિયા ટુડે’ અને ’ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’નો દાખલો યાદ આવ્યા વગર રહેતો નથી. પણ આવું થાય ત્યારે પત્રકારોને અન્યાય ન થાય તે માટે કશું ન કરી શકાય?

  ReplyDelete
 2. તુ હવે આવા હોર્ડિન્ગ્ના ફોટા પાડવાના બન્ધ કર...અને ્બિજા કયા પાડ્યા છે એ કહિ દે..એટ્લે આગોતરુ આયોજન કરિ શકાય

  ReplyDelete
 3. Anonymous1:13:00 PM

  Death of a publication is always painful - I can't agree more. Business Standard met with baal-maran, but upcoming Jagaran commercial daily is almost on the way to be an aborted child. The project 'indefinately' postponed due to 'unfavorable market conditions.' Worse, as I came to know, The CEO and managing editor, was in complete dark till last moment. Since Jagran and CNBC are listed companeys they have to provide updates abouts their projects in Bombay Stock Exchange. CEO apperantly got he news not from the bosses but from this update.

  The fiasco would send off wrong signals across the media for sure. What will some 30 plus people do who have joined the paper? Especially those who were posted quite well on their previous publications are now in weird condition.

  Two giant groups are already married. Let's wish the 'couple' is blessed with a baby, however late it is. Time to obsever 'maanta'?

  Another thing. I like to think one reason for Business Standard's death should be Maa Gujarati's curse. Just look at horrible jodani (spellings) in its hordings. Pragatee, gatee..GRRR! On second thought, if Gujrarti Bhasha Devi continues to be this sensitive about bad jodani, almost all Gujrati publication would shut down over night!

  ReplyDelete