Thursday, April 16, 2020

લૉક ડાઉનમાં ગુજરાતી હાસ્ય સાહિત્યનું રોજિંદુંં વાચન : ૧થી ૭

કોવિડ-૧૯ નિમિત્તે ૨૧ દિવસના પહેલા લૉક ડાઉનનો આરંભ થયો, ત્યારે વિચાર આવ્યો કેે આખો દિવસ ઘરમાં અને વ્યસ્ત રહેવાની જરાય નવાઈ નથી. પણ રોજિંદી પ્રવૃત્તિઓ ઉપરાંત થોડું જુદું કંઈક કરી જોઈએ. વિચારતાં લાગ્યું કે થોડા મારા અને થોડા બીજાના હાસ્યલેખોના અંશ વાંચવા. રેકોર્ડિંગ ને પ્રાથમિક એડિટિંગની થોડી જફા થાય તો પણ કરવી.

વિચારો તો ઘણા આવે ને જાય. વિચારોનો અમલ કરતાં પહેલા પણ વિચાર કરવો પડે. નસીબજોગે દરેક ક્ષેત્રમાં પુખ્ત અને સાચી સલાહ આપનારાં પ્રેમી મિત્રો છે, જેમની સાથે અવઢવના મુદ્દા વિશે વાત થઈ શકે અને સાચો અભિપ્રાય મળવાની ખાતરી હોય. રોજના રેકોર્ડિંગના વિચારમાં મેં પરમ મિત્રો હેતલ દેસાઈ (મુંબઈ) અને નિશા પરીખ-સંઘવી (મૅલબૉર્ન) સાથે વાત કરી, પહેલું રેકોર્ડિંગ મોકલ્યું. બંનેએ કહ્યું કે કરવા જેવું છે. વાંધો નહીં આવે. એટલે રોજનું રેકોર્ડિંગ શરૂ કર્યું. શરૂઆતમાં હતું કે આંતરેદિવસે મારો અને બીજાનો લેખ વાંચીશ. પણ પછી ક્રમ એવો ગોઠવાયો કે અઠવાડિયામાં એક દિવસ મારા લેખનો અંશ અને બાકીના દિવસ બીજા લેખકો. થોડાં રેકોર્ડિંગ પછી મિત્ર આરતી નાયર સાથે ચર્ચા થઈ.

પહેલા દિવસથી નક્કી કર્યું હતું કે લૉક ડાઉનના એકવીસ દિવસ પૂરા કરવા.એથી ઓછા નહીં. એથી વધારે નહીં. એ પ્રમાણે ૨૧ દિવસમાં ત્રણ વાર મારા લખાણમાંથી વાંચ્યું. તેમાં સામેલ થયેલા બીજા લેખકો વિનોદ ભટ્ટ (બે લેખ),  રમણભાઈ નીલકંઠ, વિદ્યાગૌરી નીલકંઠ, તંત્રીનો ભાઈ મંત્રી, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતા, ગગનવિહારી મહેતા, મીનુ હો. નરીમાન, ચુનીલાલ મડિયા, મુનિકુમાર પંડ્યા, બકુલ ત્રિપાઠી, તારક મહેતા, રતિલાલ બોરીસાગર, હરીશ નાયક ઉપરાંત સ્વામી આનંદે આલેખેલું જેઠીસ્વામીનું પાત્ર અને રજનીકુમાર પંડ્યાના સંગ્રહ શબ્દઠઠ્ઠામાંથી એક લેખ.

એ બધાં રેકોર્ડિંગ ફેસબુક પર #Lockdown_Reading  હેશટૅગથી તો છે જ. ઉપરાંત ત્રણ પોસ્ટમાં થઈને એ તમામની  યુટ્યુબની લિન્ક આપું છું. જ્યારે જેટલો રસ અને સમય હોય, તેે પ્રમાણે સાંભળવા ને મઝા કરવા માટે.

ઉર્વીશ કોઠારી : 'બત્રીસ કોઠે હાસ્ય' (દાળભાત વિશેનો લેખ)



સ્વામી આનંદ : 'ધરતીની આરતી' ('મારા પિતરાઈ'ઓ 
વિશેના લેખમાં જેઠીસ્વામીનુું વર્ણન )


રજનીકુમાર પંડ્યા : 'શબ્દઠઠ્ઠા'



વિનોદ ભટ્ટ : 'અને હવે ઇતિ-હાસ' (કોલંબસ) 



ચુનીલાલ મડિયા : 'ચોપાટીના બાંકડેથી' 



મીનુ હો. નરીમાન : 'હીટલર સાથે મુુુુુુુલાકાત' 



તંત્રીનો ભાઈ મંત્રી : 'મારી મંગલમાં મુસાફરી' 

No comments:

Post a Comment