Friday, March 02, 2018
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ'
(સામાજિક ચેતવણીઃ આ ફિલ્મ રીવ્યુ નથી.)
વર્ષો પહેલાં 'દલિતશક્તિ' સામયિકનો ફિલ્મ વિશેષાંક કાઢ્યો ત્યારે તેમાં જ્ઞાતિના ભેદભાવનું કથાવસ્તુ ધરાવતી ફિલ્મો વિશેના થોડા લેખ હતા. (મુખ્યત્વે હિંદી સામયિક 'કથાચિત્ર'માંથી) તેનો સૂર એ જ હતો કે 'અછૂત કન્યા' (1935) અને 'અછૂત' (1940)થી માંડીને અસ્પૃશ્યતાના ભેદભાવ વિશે ઠીક ઠીક ફિલ્મો બની છે. છતાં, તેમાં સમાનતા અને અધિકારને બદલે સહાનુભૂતિવાળું દૃષ્ટિબિંદુ વધારે જોવા મળે છે. આ સમસ્યાની કઠોર વાસ્તવિકતા અને ખાસ તો, વ્યાપકતા આલેખતી ફિલ્મ કેવી હોઈ શકે? તેનો જવાબ સૂઝતો ન હતો.
વીસમી સદીના અમેરિકા પર અસર પાડનારી ફિલ્મો વિશેના પુસ્તક The Films That Changed Usમાં લેખક નીક ક્લુની/ Nick Clooneyને હોલિવુડની ફિલ્મો માટે એવી મૂંઝવણ હતી. કાળા લોકો સાથેના રંગભેદની સમસ્યાને આબાદ રીતે આલેખતી એકેય ફિલ્મ ક્લુનીના ધ્યાને આવી નહીં. એટલે 'બર્થ ઑફ અ નેશન'થી માંડીને 'શિંડલર્સ લિસ્ટ’ જેવી ફિલ્મો વિશે સરસ પ્રકરણો લખ્યા પછી, છેલ્લું પ્રકરણ તેમણે લખ્યુંઃ ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ—કદી નહીં બનેલી એ ફિલ્મ.
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જોયા પછી મને જવાબ મળી ગયોઃ જ્ઞાતિના ભેદભાવને રંગભેદ સાથે સાંકળીને, મૂળભૂત ભેદભાવનો મુદ્દો આંતરરાષ્ટ્રિય ફલક પર રજૂ કરતી ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જેવી હોઈ શકે. તેનાથી કમ સે કમ જ્ઞાતિના ભેદભાવ પૂરતું, 'ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ'નું મહેણું ભાંગ્યું છે.
જ્ઞાતિવાદ અને પોલિયો--બંને સામે (એ જ ક્રમમાં) લડીને, તેમને હંફાવનાર ગિરીશ મકવાણા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાં વગાડે, વાળની છટા કંઈક ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવી. ગળામાં સ્કાર્ફ જેવું પણ લાંબું-રંગીન કપડું હોય, ડ્રેસિંગ અને વાતચીતની ઢબ પણ છટાદાર, ઝાઝો પરિચય ન હોય તો ફિલ્મી લાગે એવી. એક્સેન્ડેટ અંગ્રેજી અને ચરોતરી ગુજરાતી વચ્ચે સાહજિકતાથી આવજા કરી શકે. પણ થોડા પરિચયમાં તેમની નક્કરતાનો અને પ્રતિભાનો પરિચય અને પરચો મળે, અંગત વાતચીતમાં દોસ્તીની-અનૌપચારિકતાની ઉષ્મા છલકે,
ઑસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાના બનાવોના કિસ્સા બહુ ચગ્યા ત્યારે ઑસ્ટ્રેલિયામાં રહેતા ગિરીશના મનમાં ચક્કર ચાલુ થયુંઃ આ રીતે થતા હુમલા તો ખોટા જ કહેવાય, પણ ભારતીયો કયા મોઢે આખા ઑસ્ટ્રેલિયાને 'રેસિસ્ટ કન્ટ્રી' કહી શકે? ભેદભાવના મામલે ભારતના જ્ઞાતિવાદ જેવી ટકાઉ અને અનિષ્ટ વ્યવસ્થા જગતમાં ભાગ્યે જ બીજે ક્યાંય હશે. 'જ્યાં જ્યાં વસે એક ભારતીય, ત્યાં ત્યાં સદાકાળ જ્ઞાતિવાદ'—એવી પંક્તિ થોડી (પણ બહુ નહીં, થોડીક જ) અતિશયોક્તિ સાથે અને કવિ ખબરદારની માફી સાથે લખી શકાય. પોતે આખેઆખા જ્ઞાતિવાદી ભેદભાવના કીચડમાં આળોટતા હોય, બહાર ગયા પછી પણ જ્ઞાતિના ભેદભાવરૂપી કીચડનો સ્વિમિંગ પુલ મનમાં સાથે લઈને ગયા હોય, અને પછી તે ઉઠીને રંગભેદની ફરિયાદ કરે? અને તેમને કશો વિરોધાભાસ પણ ન લાગે?
આ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર. તેની પરથી ગિરીશ મકવાણાએ કથા વિકસાવી. સંગીતપક્ષ પોતે સંભાળી શકે એટલા કાબેલ. ઑસ્ટ્રેલિયામાં બાકાયદા ભણેલા, એટલે ડાયરેક્શન પણ આવડે. સવાલ નિર્માણનો. ડૉલરમાં બજેટ જોઈએ. એનું શું? પણ જ્ઞાતિવાદ ને પોલિયોને હરાવી ચૂકેલો જણ એમ કંઈ પાછો પડે? પૂરા જોશથી તેમણે કામ ઉપાડ્યું અને સફરમાં એક પછી એક સાથીઓ જોડાતા ગયા--ફક્ત ત્યાંના ભારતીયો જ નહીં, બીજા લોકો પણ ગિરીશ મકવાણાના સ્વપ્નની અને તેની પાછળ રહેલા ઉમદા વિચારની કદર તરીકે જોડાતા ગયા.
ફિલ્મના ખર્ચમાં પણ કાંકરી કાંકરી કરીને પાળ બાંધવાની હતી, પણ ગિરીશ પાસે ધીરજ, મહેનત અને આવડત—એ ત્રણેમાંથી કશાની કમી ન હતી. તેમને સૌથી મજબૂત સાથે મળ્યો લૉરેન ગ્રીગ/ Lorraine Griggનો. લૉરેન પોતે વ્યાવસાયિક રીતે ફિલ્મનિર્માતા ન હોવા છતાં કે એવાં લાખોપતિ ન હોવા છતાં, પહેલી વાર આ ફિલ્મ માટે નાણાં રોકવા તૈયાર થયાં. બીજા પણ લોકો એવી રીતે જોડાયા. નાણાંનો બંદોબસ્ત થાય, તે પહેલાં ગિરીશે પોતાના ક્રેડિટ કાર્ડની પાંચ આંકડાની હદની અંદર રહીને શૂટિંગનું કામ શરૂ કરી દીધું હતું.
આ ફિલ્મનો કેટલોક હિસ્સો ગુજરાતીમાં છે અને બાકીની અંગ્રેજીમાં. (ફિલ્મની હિંદી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી). ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું પાસું છે તેનું સંગીત. તે આખી કથાનો એક હિસ્સો બની ગયું હોય એવું છે. ગિરીશે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીત ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ગુંજતાં રહે છે. ભારતમાં આ ફિલ્મ આવી ત્યારે રવીશકુમારે પણ ફિલ્મના સંગીતનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. (પ્રાઇમ ટાઇમની લિન્કઃ https://www.youtube.com/watch?v=r6BEOR-lUzs
આ ફિલ્મનાં કેટલાક ગીતોની સર્જનકથા વિશે બીરેનના લેખની લિન્ક
http://birenkothari.blogspot.in/2017/09/blog-post_21.html
ફિલ્મ જોતી વખતે તેના નિર્માણ પાછળ થયેલા આર્થિક આયોજનનો અને ગિરીશ મકવાણાએ ખૂબીથી ભેગા કરેલા અનેક છેડાનો ખ્યાલ ન આવે. (imdb પરના આંકડા પ્રમાણે, ફિલ્મનો કુલ અંદાજિત ખર્ચ 30 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર થયો) કોઈ સરસ મોટી ફિલ્મકંપનીએ બનાવી હોય એવી જ ફિલ્મ (પ્રોડક્શન વૅલ્યુના હિસાબે) લાગે. ફિલ્મમાં અંગ્રેજીવાળો ભાગ મોટો છે અને તે એકદમ મઝાનો, વિવિધ રસથી ભરપૂર, દૃશ્યાત્મક રીતે આંખને ઠારે એવો અને સરસ અભિનય ધરાવતો છે. ગુજરાતી ભાગમાં સંવાદછટાના અને અભિનયના પ્રશ્નો હોવા છતાં, કથાવસ્તુ માટે તે જરૂરનો છે અને દૃશ્યોની રીતે સરસ છે.
નવલકથાકારો માટે કહેવાય છે કે તેમની પહેલી કે શરૂઆતની બે-ત્રણ નવલકથાઓ તેમની અંગત જિંદગીનું પ્રતિબિંબ ધરાવે તો તે સ્વાભાવિક ગણાય છે. આ ફિલ્મમાં ગુજરાતની કથા ગિરીશના પિતા કાંતિભાઈની વાત પરથી પ્રેરિત છે. ગિરીશ મકવાણા ફિલ્મમાં પ્રત્યક્ષરૂપે બે વાર દેખાય છે. (એક વાર સંગીતના કાર્યક્રમમાં તબલાં પર, જે બહુ દૂરથી દેખાય છે અને બીજી વાર હીરોના રૂમ પાર્ટનર તરીકે) પણ પરોક્ષરૂપે તે ઘણી જગ્યાએ છે. હીરોના પહેરવેશની સ્ટાઈલથી માંડીને ગામનું નામ ટુંડેલ પણ સાચું રાખવામાં આવ્યું છે. હીરોનું નામ પણ ગિરિરાજ છે, જે ગિરી તરીકે ઓળખાય છે. ગિરિરાજ બનતા સાહિલ સલુજાનો અભિનય સરસ છે અને હીરોઈન વિદ્યા માકન એકદમ સ્વાભાવિક અને એટલે પ્રભાવશાળી છે.
આખી ફિલ્મ જોયા પછી ઉભા થઈને દર્શકો રંગભેદ અને જ્ઞાતિભેદ વિશે વિચારતા થાય એવો એનો આશય છે અને તેનું નિર્માણ પણ એટલું શક્તિશાળી છે કે દર્શકોને એ દિશામાં વિચારવા પ્રેરી શકે.
આવા અનોખા વિષય પર આટલી સરસ રીતે, સંતુલિત અને દર્શનીય ફિલ્મ બનાવવા બદલ ગિરીશ મકવાણા, લૉરેન ગ્રીગ અને તેમના સૌ સાથીઓને-મિત્રોને અભિનંદન. ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી. હવે તેની ડીવીડી માટે રાહ જોવાની છે. ડીવીડી આવે ત્યારે તે મેળવીને આ ફિલ્મ જોવાની સૌ સહૃદય મિત્રોને ભલામણ છે.
(આ ફિલ્મ બનતી હતી ત્યારે, તેના વિશેનો, કદાચ સૌથી પહેલો, લેખ 'નવાજૂની'માં લખ્યો હતો. તેની લિન્ક)
http://urvishkothari-gujarati.blogspot.in/2016/05/blog-post_16.html
વીસમી સદીના અમેરિકા પર અસર પાડનારી ફિલ્મો વિશેના પુસ્તક The Films That Changed Usમાં લેખક નીક ક્લુની/ Nick Clooneyને હોલિવુડની ફિલ્મો માટે એવી મૂંઝવણ હતી. કાળા લોકો સાથેના રંગભેદની સમસ્યાને આબાદ રીતે આલેખતી એકેય ફિલ્મ ક્લુનીના ધ્યાને આવી નહીં. એટલે 'બર્થ ઑફ અ નેશન'થી માંડીને 'શિંડલર્સ લિસ્ટ’ જેવી ફિલ્મો વિશે સરસ પ્રકરણો લખ્યા પછી, છેલ્લું પ્રકરણ તેમણે લખ્યુંઃ ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ—કદી નહીં બનેલી એ ફિલ્મ.
ગિરીશ મકવાણાની ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જોયા પછી મને જવાબ મળી ગયોઃ જ્ઞાતિના ભેદભાવને રંગભેદ સાથે સાંકળીને, મૂળભૂત ભેદભાવનો મુદ્દો આંતરરાષ્ટ્રિય ફલક પર રજૂ કરતી ફિલ્મ 'કલર ઑફ ડાર્કનેસ' જેવી હોઈ શકે. તેનાથી કમ સે કમ જ્ઞાતિના ભેદભાવ પૂરતું, 'ધ ફિલ્મ ધેટ વૉઝ નેવર મેઇડ'નું મહેણું ભાંગ્યું છે.
જ્ઞાતિવાદ અને પોલિયો--બંને સામે (એ જ ક્રમમાં) લડીને, તેમને હંફાવનાર ગિરીશ મકવાણા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. શાસ્ત્રીય સંગીતમાં તબલાં વગાડે, વાળની છટા કંઈક ઉસ્તાદ ઝાકીર હુસૈન જેવી. ગળામાં સ્કાર્ફ જેવું પણ લાંબું-રંગીન કપડું હોય, ડ્રેસિંગ અને વાતચીતની ઢબ પણ છટાદાર, ઝાઝો પરિચય ન હોય તો ફિલ્મી લાગે એવી. એક્સેન્ડેટ અંગ્રેજી અને ચરોતરી ગુજરાતી વચ્ચે સાહજિકતાથી આવજા કરી શકે. પણ થોડા પરિચયમાં તેમની નક્કરતાનો અને પ્રતિભાનો પરિચય અને પરચો મળે, અંગત વાતચીતમાં દોસ્તીની-અનૌપચારિકતાની ઉષ્મા છલકે,
Girish Makwana / ગિરીશ મકવાણા |
આ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર. તેની પરથી ગિરીશ મકવાણાએ કથા વિકસાવી. સંગીતપક્ષ પોતે સંભાળી શકે એટલા કાબેલ. ઑસ્ટ્રેલિયામાં બાકાયદા ભણેલા, એટલે ડાયરેક્શન પણ આવડે. સવાલ નિર્માણનો. ડૉલરમાં બજેટ જોઈએ. એનું શું? પણ જ્ઞાતિવાદ ને પોલિયોને હરાવી ચૂકેલો જણ એમ કંઈ પાછો પડે? પૂરા જોશથી તેમણે કામ ઉપાડ્યું અને સફરમાં એક પછી એક સાથીઓ જોડાતા ગયા--ફક્ત ત્યાંના ભારતીયો જ નહીં, બીજા લોકો પણ ગિરીશ મકવાણાના સ્વપ્નની અને તેની પાછળ રહેલા ઉમદા વિચારની કદર તરીકે જોડાતા ગયા.
ફિલ્મના ખર્ચમાં પણ કાંકરી કાંકરી કરીને પાળ બાંધવાની હતી, પણ ગિરીશ પાસે ધીરજ, મહેનત અને આવડત—એ ત્રણેમાંથી કશાની કમી ન હતી. તેમને સૌથી મજબૂત સાથે મળ્યો લૉરેન ગ્રીગ/ Lorraine Griggનો. લૉરેન પોતે વ્યાવસાયિક રીતે ફિલ્મનિર્માતા ન હોવા છતાં કે એવાં લાખોપતિ ન હોવા છતાં, પહેલી વાર આ ફિલ્મ માટે નાણાં રોકવા તૈયાર થયાં. બીજા પણ લોકો એવી રીતે જોડાયા. નાણાંનો બંદોબસ્ત થાય, તે પહેલાં ગિરીશે પોતાના ક્રેડિટ કાર્ડની પાંચ આંકડાની હદની અંદર રહીને શૂટિંગનું કામ શરૂ કરી દીધું હતું.
આ ફિલ્મનો કેટલોક હિસ્સો ગુજરાતીમાં છે અને બાકીની અંગ્રેજીમાં. (ફિલ્મની હિંદી આવૃત્તિ પણ તૈયાર થઈ હતી). ફિલ્મમાં સૌથી પહેલું ધ્યાન ખેંચતું પાસું છે તેનું સંગીત. તે આખી કથાનો એક હિસ્સો બની ગયું હોય એવું છે. ગિરીશે સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીત ફિલ્મ પૂરી થયા પછી પણ મનમાં ગુંજતાં રહે છે. ભારતમાં આ ફિલ્મ આવી ત્યારે રવીશકુમારે પણ ફિલ્મના સંગીતનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. (પ્રાઇમ ટાઇમની લિન્કઃ https://www.youtube.com/watch?v=r6BEOR-lUzs
આ ફિલ્મનાં કેટલાક ગીતોની સર્જનકથા વિશે બીરેનના લેખની લિન્ક
http://birenkothari.blogspot.in/2017/09/blog-post_21.html
ફિલ્મ જોતી વખતે તેના નિર્માણ પાછળ થયેલા આર્થિક આયોજનનો અને ગિરીશ મકવાણાએ ખૂબીથી ભેગા કરેલા અનેક છેડાનો ખ્યાલ ન આવે. (imdb પરના આંકડા પ્રમાણે, ફિલ્મનો કુલ અંદાજિત ખર્ચ 30 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર થયો) કોઈ સરસ મોટી ફિલ્મકંપનીએ બનાવી હોય એવી જ ફિલ્મ (પ્રોડક્શન વૅલ્યુના હિસાબે) લાગે. ફિલ્મમાં અંગ્રેજીવાળો ભાગ મોટો છે અને તે એકદમ મઝાનો, વિવિધ રસથી ભરપૂર, દૃશ્યાત્મક રીતે આંખને ઠારે એવો અને સરસ અભિનય ધરાવતો છે. ગુજરાતી ભાગમાં સંવાદછટાના અને અભિનયના પ્રશ્નો હોવા છતાં, કથાવસ્તુ માટે તે જરૂરનો છે અને દૃશ્યોની રીતે સરસ છે.
નવલકથાકારો માટે કહેવાય છે કે તેમની પહેલી કે શરૂઆતની બે-ત્રણ નવલકથાઓ તેમની અંગત જિંદગીનું પ્રતિબિંબ ધરાવે તો તે સ્વાભાવિક ગણાય છે. આ ફિલ્મમાં ગુજરાતની કથા ગિરીશના પિતા કાંતિભાઈની વાત પરથી પ્રેરિત છે. ગિરીશ મકવાણા ફિલ્મમાં પ્રત્યક્ષરૂપે બે વાર દેખાય છે. (એક વાર સંગીતના કાર્યક્રમમાં તબલાં પર, જે બહુ દૂરથી દેખાય છે અને બીજી વાર હીરોના રૂમ પાર્ટનર તરીકે) પણ પરોક્ષરૂપે તે ઘણી જગ્યાએ છે. હીરોના પહેરવેશની સ્ટાઈલથી માંડીને ગામનું નામ ટુંડેલ પણ સાચું રાખવામાં આવ્યું છે. હીરોનું નામ પણ ગિરિરાજ છે, જે ગિરી તરીકે ઓળખાય છે. ગિરિરાજ બનતા સાહિલ સલુજાનો અભિનય સરસ છે અને હીરોઈન વિદ્યા માકન એકદમ સ્વાભાવિક અને એટલે પ્રભાવશાળી છે.
આખી ફિલ્મ જોયા પછી ઉભા થઈને દર્શકો રંગભેદ અને જ્ઞાતિભેદ વિશે વિચારતા થાય એવો એનો આશય છે અને તેનું નિર્માણ પણ એટલું શક્તિશાળી છે કે દર્શકોને એ દિશામાં વિચારવા પ્રેરી શકે.
આવા અનોખા વિષય પર આટલી સરસ રીતે, સંતુલિત અને દર્શનીય ફિલ્મ બનાવવા બદલ ગિરીશ મકવાણા, લૉરેન ગ્રીગ અને તેમના સૌ સાથીઓને-મિત્રોને અભિનંદન. ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી. હવે તેની ડીવીડી માટે રાહ જોવાની છે. ડીવીડી આવે ત્યારે તે મેળવીને આ ફિલ્મ જોવાની સૌ સહૃદય મિત્રોને ભલામણ છે.
(આ ફિલ્મ બનતી હતી ત્યારે, તેના વિશેનો, કદાચ સૌથી પહેલો, લેખ 'નવાજૂની'માં લખ્યો હતો. તેની લિન્ક)
http://urvishkothari-gujarati.blogspot.in/2016/05/blog-post_16.html
Labels:
caste,
dalit,
film/ફિલ્મ
Subscribe to:
Post Comments (Atom)
Fantastic article by any yardstick.Urvishbhai keep up giving more information on such highly sensitive issues. Blatantly discriminatory system & attitude is highly prevalent in many areas of our country both overtly & covertly. Salute
ReplyDeleteHi Good morning sir,Superb Article....Hu to Sakshi Chu.. salute Girish bhai Na dedication ne... Thanks Article dvara darknDar ma thi light ma lay Java mate..God Bless You...
ReplyDeleteશ્રી ગિરીશ મકવાણાની ફિલ્મ વિષે નો લેખ ઘણી માહિતી આપે છે, તમે કહ્યું તેમ તે ફિલ્મનું 'અવલોકન' નથી, પણ શ્રી ગિરીશ મકવાણા જેમણે અનેક મુશ્કેલીનો સામનો કરી આ ફિલ્મને પોતે પહેલીવાર તમારા જણાવ્યા મુજબ એક અનુભવી નિર્માતા-દિગ્દર્શક જેવું કામ કરી ફિલમ તૈયાર કરી તે માટે તેમને અભિનદન પાઠવીએ.
ReplyDeleteહિન્દી ફિલ્મ જગતમાંથી પાછલા ઘણા સમયથી સારી વાસ્તવિક જીવનની સંવેદના દર્શાવતી ફિલ્મો તૈયાર થઈને આવી છે,દર્શકોએ-વિવેચકોએ તેમની ઘણી પ્રશંશા પણ કરી,તેમ છતાંય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકોનાં ખિસ્સાં છલકાયા નહિ અને છેવટે આ બધાય કલાકારો 'બોક્ષ ઓફીસ' ફિલ્મો બનાવવાની વેતરણમાં પડી ગયા કોઈક ન્યાલ પણ થયા. કહેવાનો મુદ્દો એ છે કે પહેલેથી હિન્દુસ્તાની ફિલ્મ ઉદ્યોગ આર્થિક લક્ષી પહેલેથીજ બની રહ્યો છે જે સ્વાભાવિક છે, તે જ 'ફોર્મ્યુલા' પર દુનિયામાં 'હોલીવૂડ' ચાલે છે તેથીજ આજેય અસ્તિત્વમાં છે,તે દુનિયાના બીજા દેશોને પણ લાગુ પડે છે. આજે હિન્દુસ્તાનની દરેક ભાષાનો ફિલ્મઉદ્યોગ તેમજ ચાલે છે,લખલૂટ નાણા ખર્ચી ફિલ્મો બનાવાય છે.કોઈ મબલખ નાણાની કમાણી કરે કોઈના પૈસા ખોટા પણ થાય છે. આપને ત્યાં કેટલીક સામાજિક-વાસ્તવદર્શી ફિલ્મો બને છે જેમાં નવા ચેહરા કે કોઈ ઠરેલા કલાકારો લઈને જે ફિલ્મ બને -જેને અંગ્રેજીમાં આપણે 'આર્ટ ફિલ્મ' એવું નામ આપી દીધું આ બધી ફિલ્મો સફળ નથી થતી કેમકે તેમાં કોઈ વિદેશી રમણીય ભૂમિના દ્રશ્યો,ભવ્ય સેટપર નાચ-ગાન,કે નથી 'હીરો-હિરોઈન'ના ગાઢ-આલીંગનો ના દ્રશ્યો!
આપણા હિન્દુસ્તાની પ્રેક્ષકોને આવું જ્યાંસુધી જુએ નહિ ત્યાં સુધી તેઓ 'ટીકીટ'બારી છલકાવી દેતા નથી. તેમને 'વાસ્તવિક'ગરીબી કે સમાજમાં કચડાયેલા વર્ગની અસમાનતા-અન્યાયની વાતો પરદા પર રજુ થાય તે કોઈ કારણસર પસંદ નથી. એવું કદાચ માનીએ કે પોતાના દિવસભરના જીવનના બોજ ને હલકું કરવા મનોરંજન આપતી ફિલ્મો જોવાને જાય છે. તો શું દુનિયાના બીજા દેશોમાં શું સ્વર્ગ છે ? આ મુદ્દો ખુબજ સમજવા જેવો છે.
શ્રી ગિરીશ મકવાણા જેવા ઘણા બીજાઓએ પણ આવા પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી બને છે, હિન્દીઓમાં કઈ પ્રતિભાઓ ની કોઈજ અછત નથી. આ બુદ્ધિમાનોને તક
મળે તે ઝડપી પણ લેતા હોય છે. લોકોએ પોતાના ફિલ્મ જોવાના સ્વાદમાં ઘણો ફેરફાર પણ કર્યો છે પણ વાસ્તવદર્શી-લક્ષી ફિલ્મો માટે તેમણે પણ થોડી જગા પણ બનાવવી પડશે.