Saturday, March 24, 2018

જીવનના નવા વળાંકે

૨૫ માર્ચઃ જૂના સમયના જાણીતા પત્રકાર-લેખક નીરુ દેસાઈના નામે શરૂ થઈ રહેલું પત્રકારત્વનું સન્માન મળશે. સમારંભમાં સ્નેહી મિત્રોને આમંત્રણ.
(કાર્યક્રમ આ રવિવારે સવારે ૧૦ વાગ્યે, વેપારી મહામંડળ હોલ, આશ્રમ રોડ, અમદાવાદ.)

૩૧ માર્ચઃ દિવ્ય ભાસ્કરમાં કાર્યકાળ પૂરો થશે. આ સાથે મિડીયા હાઉસની ઑફિસમાં બેસીને કામ કરવાના લગભગ ૨૩ વર્ષ જૂના સિલસિલા પર પૂર્ણવિરામ મૂકીશ.

૧૯ એપ્રિલ (પહેલાં): પીએચ.ડી.ની ફાઇનલ થીસીસ જમા થઈ જશે.
ત્રણે ઘટનાઓ સાહજિક રીતે આ ક્રમમાં ગોઠવાઈ તેનો આનંદ છે.
***
હવે (એકથી વધુ ઠેકાણે) ફ્રીલાન્સ કોલમલેખન, 
પત્રકારત્વનું શિક્ષણ,
રસના-અભ્યાસના વિષયો પર વક્તવ્યો
અને મનગમતા વિષયો પર સંશોધન
--આટલું કરવાનું વિચાર્યું છે.
(મિત્રો સાથેની ગપ્પાંગોષ્ઠિ તો જીવનનો આધાર છે. તેના વિશે અલગથી લખવાનું ન હોય.)
અગાઉ મોકળાશ હતી જ 

અને એ આપવા બદલ દિવ્ય ભાસ્કરના-ગુજરાત સમાચારના-સંદેશના-આરપારના-અભિયાનના તંત્રીઓ, સાથીદારો તથા તંત્રનો આભાર.
પણ ઓફિસે જવાનું ન હોય એટલે
રોજેરોજ મહેમદાવાદથી અમદાવાદ નહીં જવાનું.
હા, અઠવાડિયે એક-બે વાર મિત્રોને હળવામળવા
ને સાર્થક પ્રકાશનના કામ માટે અમદાવાદ જવાનું ખરું.
(અમદાવાદના પ્રવાસી નાગરિકનો દરજ્જો એમ છોડી દેવાય?)

લખવાનું ચાલુ રહેશે.
ઉપરાંત, ઘણા વખતથી કરવા ધારેલાં ને રહી જતાં
લાંબાં કામ હાથ પર લઈ શકાશે.
(અત્યારથી જ ત્રણ-ચારની લાઈન પડેલી દેખાય છે)
એપ્રિલમાં પીએચ.ડી.નું ફાઇનલ સબમિશન પૂરું થાય એટલે
થોડા દિવસ વિરામ લઈને,
ફરી લેખનનાં અને બીજાં કામ શરુ કરવા ધાર્યું છે.
ક્યાં? શું? કેવી રીતે?
યથાસમય જણાવીશ.
આ વિદાયસંદેશો નથી,
'આગળ વળાંક છે' એટલું સૂચવતી માહિતી છે.
હજુ ઘણી સફર બાકી છે.

***
૧૯૯૫માં પત્રકારત્વમાં-મિડીયાની ઑફિસમાં દાખલ થયો,
ત્યારે મંઝિલ ધારી કે વિચારી ન હતી,
તો હવે એવું કરવાનો સવાલ નથી.
સફરની મઝા એટલી આવતી હોય
તો મંઝિલના ઉધામા શા માટે?
ક્યાંય પહોંચી જવાનું નથી
ને કશું પુરવાર કરવાનું નથી.
બસ, મઝા ચાલુ રહેવી જોઈએ.
અને મનગમતાં કામને લીધે,
સ્નેહીઓ-પ્રેમીઓ-મિત્રોને લીધે
મઝા ચાલુ રહેશે એની ખાતરી છે.
આવો મજબૂત આધાર આપતા સૌ પ્રત્યે કૃતજ્ઞતા.

9 comments:

  1. Anonymous11:08:00 PM

    Urvishbhai,
    Your thinking is great, your writing, thoughts and action are aligning, hats off to you. Go ahead.
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete
  2. Anonymous2:24:00 AM

    અભિનંદન અને ખુબ ખુબ શુભેચ્છાઓ.
    રાજન શાહ ( વેન્કુવાર /નડીયાદ )rajanoshah at gmail.com

    ReplyDelete
    Replies
    1. આભાર રાજનભાઈ

      Delete
  3. Anonymous12:13:00 PM

    Greetings! Very useful advice in this particular article!
    It is the little changes that will make the largest changes.
    Thanks for sharing!

    ReplyDelete
  4. શ્રી ઉર્વીશ ભાઈ કોઠારી, તમે એક માતબર દૈનિક ની પત્રકારી છોડીને સ્વંતંત્ર રીતે પત્રકાર તરીકે નવાવળાંકે ઉપડો છો તે માટે તમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
    તમે તમારી રીતે પત્રકારની દુનિયામાં સારું એવું મજબુત સ્થાન જમાવી દીધું છે.
    તમાર લેખો બહુ તો નથી વાંચ્યા પણ તમાર 'બ્લોગ'પર આવતા લેખોમાં ઘણા પસંદપડ્યા છે. તમારો ગુજરાતી પરનો કાબુ અને પ્રભુત્વ, તેમજ વિચારો વાંચકો સમક્ષ રજુ કરવાની પદ્ધતિ ઘણી સરસ હોય છે તે નોંધ્યું છે.
    શ્રી સરદારશ્રી ના તમે આલેખેલ જીવનની વાત મને વાંચવાનો લાભ મળ્યો છે.સુદર રીતે માહિતી બધ્ધ તેમની વાત કરી હતી જે માટે દરેક ગુજરાતીને ગર્વ ચડે.
    તમે કોઈ રાજકીય પક્ષની સાડીબાર નથી રાખતા તે ગુણ કે હિમત્ત બહુ ઓછા પત્રકારોમાં નજરે પડે છે, તમારા 'રાજકારણ' ના લખાયેલા લેખો/નિબંધોમાં નવી તાજગી વર્તાય છે.
    તમે તમારા હવે પછીના સ્વતંત્ર પત્રકાર વ્યવસાયમાં શું કરશો તેની તો જાણ નથી પણ હિન્દુસ્તાનનો રાજકીય ઈતિહાસ અજમાવા જેવો વિષય છે.
    તમે ક્યા વિષયપર 'મહા નિબંધ' લખીને પી.એચ.ડી. કરી રહ્યા છો તેની માહિતી અમારા જેવા વાંચકોને જાણવા મળે?
    અત્રે સમાપ્ત કરતા પહેલા તમને ફરી એક વાંચક તરીકે શુભકામના પાઠવું છું.

    ReplyDelete
    Replies
    1. તમારા સદભાવ બદલ આભાર પ્રભુલાલભાઈ.
      મારો વિષય છેઃ ગાંધીજીનાં નવજીવનનાં લખાણમાં હિંદુમુસલમાન સંબંધોનું નિરૂપણ

      Delete
  5. Your blog is always a good read,ghanu shikhi levay che tamne vanchi ne. sathe tamne je maja kam karva ma ave che ae j maja tamaru kam vachi ne tame badha ne vehanchi shako cho ae udaharaniya che. Khub khub Abhinandan ane Shubhechao

    Mudra

    ReplyDelete