Tuesday, November 04, 2014

બુખારીની જાગીર

(ગુજરાત સમાચાર, તંત્રીલેખ, ૪-૧૧-૨૦૧૪)

દેશમાં રાજા-રજવાડાં ને સલ્તનતો આથમી ગયાને વર્ષો વીતી ગયાં, પણ કેટલાક લોકો હજુ પોતાના ‘રાજાપાઠ’માંથી બહાર આવવા માગતા નથી. એવા એક ભાઇ છે દિલ્હીની જામા મસ્જિદના ઇમામ. મોગલોના જમાનામાં દિલ્હી-આગ્રા જેવાં શહેરોમાં જામા મસ્જિદને રાજ્યાશ્રય હતો અને તેના ઇમામ (વડા) બાદશાહ પોતે નીમતા હતા.  જમાનો રાજાશાહીનો હતો. એટલે એ ઇમામો ‘શાહી ઇમામ’ કહેવાતા. ૧૮૫૭માં રહીસહી મોગલ સલ્તનતનું ઉઠમણું થઇ ગયું, પણ ‘શાહી ઇમામ’નો હોદ્દો ચાલુ રહ્યો. લોકશાહી ભારતનો જન્મ થયા પછી પણ દિલ્હીની જામા મસ્જિદના ઇમામનું શાહીપણું ગયું નહીં.

ઇમામનું શાહીપણું એ એકમાત્ર વાંધાજનક બાબત નથી. એ શાહીપણું લાયકાતને બદલે વંશપરંપરાથી એનાયત થાય અને શાહી ઇમામનો મોટો પુત્ર શાહી ઇમામ બને એ બીજો વાંધો છે. કોઇ ધર્મ વંશપરંપરાનો આગ્રહ રાખી શકે નહીં. ધાર્મિક વડા બનવા માટે અણીશુદ્ધ ધાર્મિક આચરણ અને ધર્મનું પૂરતું જ્ઞાન અનિવાર્ય ગણાય. પરંતુ ધાર્મિક લાયકાતને બદલે ‘ખાનબહાદુર’ જેવો હોદ્દો બની ચૂકેલું ‘શાહી ઇમામ’ તરીકેનું લટકણીયું વંશપરંપરાગત બની ગયું. એટલું જ નહીં, સમય જતાં મુસ્લિમ મતબેન્કને હાથમાં રાખવા આતુર કોંગ્રેસ તરફથી તેને રાજ્યાશ્રય મળ્યો. એટલે ઇમામનું શાહીપણું બરખાસ્ત થઇ જવાને બદલે, દબદબાભેર આગળ વઘ્યું. શાહી ઇમામ તેમની ધાર્મિક લાયકાતને બદલે તેમનાં રાજકીય સમીકરણો અને પછાત-રૂઢિચુસ્ત મનોદશા સૂચવતા ફતવાઓ માટે કુખ્યાત બનવા લાગ્યા.

વર્તમાન ઇમામ બુખારી એ રીતે ભારે વિવાદાસ્પદ રહ્યા છે. તેમણે ભારતીય મુસ્લિમોની સેવા કરતાં કુસેવા વધારે કરી છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. આ ભાઇ હવે પોતાનું શાહીપણું પોતાના પુત્રને આપવાનો ભવ્ય સમારંભ યોજવાના છે. કુરાનમાં કે હદીસમાં ક્યાં આવો ભપકો કરવાનું લખ્યું છે એ તો ઇમામ જાણે, પણ આ ઇમામે પોતાના મોટા પુત્રને બદલે નાના પુત્રને પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું છે. આ લોકો ધાર્મિક હોદ્દાને તો ઠીક, આખા મુસ્લિમ સમાજને પણ બાપીકી જાગીર ગણતા હોય એવું વર્તન કરે છે. આ ઇમામભાઇનો ‘નાયબ શાહી ઇમામ’ બનનારો પુત્ર હજુ માંડ ૧૯ વર્ષનો છે, પણ ઇમામભાઇ એને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કરી દેવા તલપાપડ છે.

આમ તો ઇમામ અને તેમના સમાજ વચ્ચેનો આ મામલો કહેવાય. તેમની આવી વર્તણૂંક અને વારસાઇની ‘ધર્મના નામે કેવું કેવું ચાલે છે’ એ રીતે ટીકા થઇ શકે. પરંતુ ‘શાહી’નો કેફ ધરાવતા ઇમામ પોતાના દીકરાને ઉત્તરાધિકારી બનાવવાના સમારંભ બાબતે હદ વટાવી ગયા છે. તેમણે આ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન સહિત બીજા ઘણા દેશોના વડાઓને આમંત્રણ આપ્યાં છે, પરંતુ ભારતના વડાપ્રધાનને આમંત્ર્યા નથી. એટલું જ નહીં, એમ પણ કહ્યું છે કે ‘ભારતના વડાપ્રધાનને ગુજરાતનાં રમખાણ માટે મુસ્લિમોએ માફ કર્યા નથી. આ અંગત મામલો નથી. એમને અમે નથી ગમતા ને અમને એ નથી ગમતા.’

દેખીતી રીતે જ ઇમામ ભીંત ભૂલ્યા છે. એમને સમજણ પડવી જોઇએ કે તે ભારતના નાગરિક છે અને તે ઇચ્છે કે ન ઇચ્છે, પણ મોદી ભારતના વડાપ્રધાન છે. વડાપ્રધાન તરીકે મોદી સામેના બધા વાંધા ઊભા રાખીને, વાજબી મુદ્દા પર તેમનો તીવ્ર વિરોધ ચાલુ રાખીને પણ, તેમને દેશના વડાપ્રધાન તરીકે મળવાપાત્ર માન આપવું રહ્યું. બીજા દેશોના વડાઓને નિમંત્રણ અપાતાં હોય, જેની સાથેની સરહદ સતત સળગતી રહે છે એ પાકિસ્તાનના વડાપ્રધાને નોતરું દેવાયું હોય, ત્યારે ભારતના વડાપ્રધાનને ન બોલાવવા એ કોઇ રીતે વાજબી ન ઠરાવી શકાય એવી, અક્ષમ્ય ચેષ્ટા છે.  એનાથી પણ વધારે ખરાબ બાબત એ છે કે તે ભારતના મુસ્લિમોની લાગણી આગળ ધરીને દેશના વડાપ્રધાનને બોલાવતા નથી ને પાકિસ્તાનના વડાપ્રધાનને બોલાવે છે. આવા નિર્ણયો લેનારા ઇમામ  હોય ત્યારે ભારતના મુસ્લિમોને સમાજનું અહિત કરનારા દુશ્મન બહાર શોધવાની જરૂર રહેતી નથી.

ઇમામ તેમની ચેષ્ટાથી એવું સાબીત કરવા માગે છે, જાણે ભારતના મુસ્લિમોનો પાકિસ્તાન સાથે નૈસર્ગીક સંબંધ હોય. હકીકતે આ બાબત જમણેરી સંગઠનો આરોપ તરીકે છાશવારે કહેતાં હોય, ત્યારે ઇમામ પોતાની વર્તણૂંકથી શત્રુભાવે પણ તેને સમર્થન આપે, તેનાથી ભારતીય મુસ્લિમોનું અહિત થાય છે. રહી વાત વડાપ્રધાન સામે મુસ્લિમોની નારાજગીની. એ બાબતમાં બુખારીને મુસ્લિમોએ પ્રતિનિધિ નીમ્યા હોય એવું ક્યાંય જણાયું નથી. બુખારીની ચૂંટણીલક્ષી અપીલોને એવો પ્રતિસાદ પણ મળ્યો નથી. ‘શાહી ઇમામ’ ગણાવા આતુર બુખારી મોદીનો બોલકો વિરોધ કરીને મુસ્લિમ મતોને કોંગ્રેસની ઝોળીમાં નાખવા માગતા હોય, તો તેમણે કોંગ્રેસ પાસે પણ હિસાબ માગવાનો થાય કે ગુજરાતની હિંસા વખતે કોંગ્રેસે શું કર્યું? સાથોસાથ, તેમણે પોતે પણ એ વાતનો જવાબ આપવાનો થાય કે ગુજરાતના મુસ્લિમોને ન્યાય અપાવવા માટે તેમણે શું કર્યું? ભારતના વડાપ્રધાનને બાકાત રાખીને, પાકિસ્તાનના વડાપ્રધાનને નોતરીને ઇમામે પોતાના હોદ્દાની રહીસહી ગરીમા નષ્ટ કરી છે. 

6 comments:

  1. Anonymous4:26:00 PM

    સાચી વાત છે...
    અંગત રીતે પ્રધાન-મંત્રી તરીકે મને મનમોહન સિંહ પણ કદી નથી ગમ્યા...
    પણ ભારતના વડાપ્રધાન ને જે સમ્માન આપવું પડે... તે તો આપવું જ પડે.. ફરક નથી પડતો એ કોણ છે એનાથી!!

    ReplyDelete
  2. Anonymous10:12:00 PM

    Thank you for narrating correct analysis on Imam Bukhari and his invitation controversy, which is a disservice to Muslim and India both. In fact, we can't expect political wisdom from a person who is victim of political trap, who can not estimate the political fundas perverted in environment.



    ReplyDelete
  3. Anonymous12:33:00 AM

    इस्लाम के इस तसव्वुरे खुदा’ के अनुसार चन्द बाते स्वाभाविक रूप से अनिवार्य होती हैं-

    1- खुदा ही मानव का अकेला और वास्तविक माबूद हैं अर्थात इबादत का हकदार केवल वही है, उसके सिवा किसी और की यह हैसियत ही नही हैं कि मानव उसकी इबादत करे।
    2- वही अकेला ब्रहम्माण्ड की सारी शक्तियों का हाकिम हैं। मानव की दुआओं को पूरा करना या न करना उसके अधिकार मे हैं। इसलिए मानव को उसी से दुआ मॉगनी चाहिए।
    3- वही अकेला मानव की किस्मत का मालिक हैं। किसी दूसरे मे यह शक्ति नही हैं कि वह मानव की किस्मत बना सके या बिगाड़ सके। इसलिए मानव की आशा और डर दोनों का केन्द्रबिन्द वास्तव में वही हैं। उसके अतिरिक्त किसी से न उम्मीद करनी चाहिए और न किसी से डरना चाहिए।
    4- मनव और उसके चारों ओर की दुनिया का खालिक और मालिक केवल वही हैं। इसलिए मानव की वास्तविकता और समस्त दुनिया की वास्तविकता का बराहेरास्त और पूर्ण ज्ञान केवल उसी को हैं और हो सकता हैं। अत: वही जीवन के टेढ़े-मेढे रास्तों में मानव को सही मार्गदर्शन और जीवन का सही कानून दे सकता हैं।
    5- फिर चूंकि मानव का खालिक और मालिक वही हैं और इस धरती का मालिक हैं जिसमें मानव रहता हैं, इसलिए मानव पर किसी दूसरे की हाकमियत या खुद अपनी हाकमियत सरासर कुफ्र हैं। इसी प्रकार मानव का कानूनसाज बनना या किसी और व्यक्तियों या संस्थाओं के कानून बनाने के अधिकार मानना भी वही हैसियत रखता हैं। अपनी जमीन पर अपनी पैदा की हुर्इ चीजों का हाकिम और कानून बनानेवाला केवल वही हो सकता है।
    6- सर्वोच्च शासक और वास्तविक मालिक होने की हैसियत से उसका कानून वास्तव मे सर्वश्रेष्ठ कानून (Supreme law) हैं। मानव के लिए बनाने का अधिकार केवल उसी हद तक हैं जो उस सर्वश्रेष्ट कानून के अन्तर्गत आता हैं या उससे लिया गया हो या उसके दिए हुए आदेश पर आधारित हो।

    ReplyDelete
  4. શત-પ્રતિશત સાચું છે,પણ જ્યાં લગી ભારતના મુસ્લિમ સમાજને આ નહિં સમજાય અને વિરોધ કરવાની હિંમત નહિં આવે ત્યાં લગી તો બુખારી સાહેબના, આ કહેવાતા શાહી ફતવા ચાલુ જ રહેવાના.

    ReplyDelete
  5. ખરેખર તો ઇસ્લામમાં કોઈ પુરોહિત જેવું પદ છે જ નહી. એટલે ધર્મગુરોના દાવા ખોટા છે.આ શાહી ઇમામ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ છે. એવી જ બીજી મહત્ત્વની 'ફતેહપુરી મસ્જિદ' જામા મસ્જિદથી માત્ર ત્રણેક કિલોમીટર દૂર હશે. એના શાહી ઇમામ જુદા છે. આ લિંક જૂઓઃ http://www.masjidfatehpuri.in/

    જામા મસ્જિદના શાહી ઈમામનું વર્ચસ્વ કેટલું હોઈ શકે તે આના પરથી સમજી શકાશે.

    ઇસ્લામમાં વારસાગત ગાદી નથી મળતી. પયગંબરસાહેબના દેહાંત પછી હઝરતઅબૂ બકર, હ. ઉમર અને હ. ઉસ્માન પયગંબરના સાથી હતા એટલે ખલિફા બન્યા (રસૂલના ખલિફા). એ વખતે પણ હઝરત અલીના સમર્થકો કહેતા હતા કે પયગંબરના કુટુંબમાંથી કોઈ હોય (અલી) એને જ અધિકાર છે. જો કે હઝરત અલી ચોથા ખલિફા બન્યા, પરંતુ પ્રોફેટના સગા હોવાને કારણે નહીં. તે પછી મુઆવિયા આવ્યા. એ અલીના સગા કે પુત્ર નહોતા. મુઆવિયા ખલિફા તરીકે પણ નથી ઓળખાતા. એમને અમીર-ઉલ-મોમીન,(માનનારાના નેતા) તરીકે ઓળખાવાય છે. અહીંથી રીતસરની રાજસત્તા જેવું શરૂ થયું અને વારસાગત સત્તા મળવા લાગી. પરંતુ પયગંબરસાહેબે વારસાપદ્ધાતિ સ્વીકારી નહોતી.

    જામા માસ્જિદના શાહી ઈમામ એમ માને છે કે નરેન્દ્ર મોદીને આમંત્રણ ન આપીને તેઓ મુસલમાનોને પોતાના તરફ વાળી શકશે, પરંતુ એવું કશું થવાનું નથી. આમંત્રણો આપવાનાં જ હોય તો ભારતના વડા પ્રધાનને આમંત્રણ ન આપવું એ ખોટું છે, પરંતુ એનાથી પણ વધારે ખોટી તો એમની ધારણા છે કે એ રીતે મુસ્લિમોની નેતાગીરી એમના હાથમાં આવી જશે. ભારતનો મુસ્લિમ સમાજ શાહી ઇમામનો અનુયાયી નથી.
    દેશમાં શાહી ઇમામો ઘણી જગ્યાએ છે. તાજમહેલ પાસેની શાહજહાની મસ્જિદના શાહી ઇમામને ૧૫ રૂપિયા પગાર મળે છે. કોલકાતામાં પણ શાહી ઇમામ છે. બાદશાહ કે બેગમે બનાવેલી મસ્જિદના ઇમામ શાહી ઇમામ તરીકે ઓળખાય છે. તે સિવાય એમનું બહુ મહત્વ નથી હોતું. જામા મસ્જિદ મોગલોએ બનાવી એટલે એનો શાહી ઇમામ વધારે પ્રખ્યાત છે અનેએની પાસે અઢળક સંપત્તિ પણ છે.

    ReplyDelete
  6. Dear Urvish,

    Your pen's ink on respected Imam Ahmed Bukhari, and pursuant comments of commentator, lead us towards introspection through facts. Thank you for it.

    Leadership, society and its members have double responsibilities, and find out way forward for coming out of 'political trap'.

    Burning mid-night lamp can only show the way of catalyst and Indian Islamic legacy, which we are proud of pre Independence role.

    We, Muslims are bit slow to regain our political legacy through activism to nullify all anti-cycle strategies of political stratas who have polarized and achieved political space.

    The biggest challenge is to de-polarize the strategies of communal force(s) with wisdom, peace, harness, co-existance and action Islam's real practice.

    Jabir

    ReplyDelete