Monday, April 19, 2010

મહારાજશ્રીનું ‘મોબાઇલામૃત’

‘આજના કલીકાલમાં ધર્મપ્રિય સ્વજન-વૈષ્ણવો પોતાનાં દૈનિક કાર્યોમાં અતિ વ્યસ્તતાને કારણે ધાર્મિક વચનામૃતો શ્રવણ કરવામાં સમય નથી મેળવી શકતા. અંતરની ઇચ્છા, સંસ્કારોનો વારસો અને સેવાકીય ભાવનાનો જીવનમાં સુમેળ હોવા છતાં પૂ.આચાર્યશ્રીની અમૃતવાણીથી દૂર રહે છે...’

‘એક મિનિટ..આ બઘું શું ચાલી રહ્યું છે?’ એવું તમને થશે. ઉપરનું લખાણ ‘ભદ્રંભદ્ર’ જેવી નવલકથામાંથી હાસ્યની સામગ્રી તરીકે મૂક્યું નથી. એ લખાણ અહીં મૂકેલી પત્રિકામાંથી ટાંક્યું છે. આ પત્રિકાના મથાળે સરખા મહત્ત્વથી બે તસવીરો છાપવામાં આવી છેઃ એક ‘પૂ.આચાર્યશ્રી’ની અને બીજી ‘પૂ.મોબાઇલશ્રી’ની.

વઘુ વિગતો હું લખું એના કરતાં તમે જાતે જ વાંચીને આનંદ મેળવો એ ઠીક રહેશે.

ટાવરાધીશ મોબાઇલલાલજી મહારાજની જય!


11 comments:

  1. ha ha ha...Adbhut! Technology no samanvay! what a piece! enjoyed! keep it up!

    ReplyDelete
  2. બીરેન1:14:00 AM

    કલીકાલ છે એટલે તો આ શક્ય બન્યું છે,બાપજી!

    ReplyDelete
  3. Anonymous4:38:00 AM

    Good one, Urvish. To me thought instructions are more complicated to follow than the god's words :-)

    SP

    ReplyDelete
  4. Narendra7:17:00 AM

    It is not wrong to use latest technology for such thing. Technology is meant for reaching to mass if not, why should they be invented!!!?
    What U R writing here and what V R reading is also due to technology- an expansion of writing on age old system, paper and pen.
    Without being follower of the 'maharajshri'- I am happy when some one uses it and not abuse it for their shallow thinking or belief.

    ReplyDelete
  5. This is called the 'convergence'

    ReplyDelete
  6. @narendrabhai. if you don't want to see the obvious contradiction, how cna i help?

    ReplyDelete
  7. Binit Modi5:45:00 PM

    મોબાઇલનું બીલ ભળતું સળતું આવશે પછી મોબાઇલ કંપનીઓ સાથે ગ્રાહકોના દિવ્ય વાર્તાલાપો કોલ સેન્ટરના માધ્યમથી થાય એ દિવસોની રાહ હું જોવું છું.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  8. Narendra7:33:00 PM

    Urvishbhai...I just put my view. now, if you have some other side to this issue then you can put it forward (if you wish)
    Still, I dont see any wrong in this & stand corrected, if wrong!

    ReplyDelete
  9. urvish kothari10:32:00 PM

    @narendrabhai: this is not an 'issue'. There's nothing like right & wrong in this. it's obviously bizarre. wonder why u r so eager to 'discuss'.

    ReplyDelete
  10. બીરેન12:59:00 AM

    અરે,યાર!થોડું હસવાનું રાખો! લોકો બનાવટી હસવા માટે લાફિંગ ક્લબોમાં જાય છે અને આપણને અહીં ઘેર બેઠા આવી 'પ્રસાદી'મળે છે.એન્જોય ઇટ એન્ડ ટેક ઇટ ઇઝી.ઇટ ઇઝ વર્થ લાફિંગ,નોટ ડિસ્કસીંગ.જય ટાવરાધીશજી.
    બાય ધ વે, કોઇ વૈષ્ણવજન આ ૧૦૮, ૧૦૦૮ જેવા આંકડાના અર્થ પર પ્રકાશ પાડી શકશે? એ આર.ટી.ઓ.જેવી ભગવાં/શ્વેતધારીઓની સિરીઝ છે? આ ઉપરાંતના નંબરો કોઇ વાપરે છે? જેમ કે, ૨૦૮, ૩૦૮, ૪૦૮ વગેરે.. ?

    ReplyDelete
  11. Narendra4:47:00 AM

    Sorry Urvishbhai..I didnt have any idea to discuss (just replied to your ans here) and I got your point too..
    Biren,haswa mate kya koi kanjushi che yaar!! :D apde koi dha dhu pa pu to chie nahi ke ghambhir j rahevu pade,lol. Peli series ni tapas chalu che ane me hamna 1000000008 no. book karavi didho che jethi bija dha dhu pa pu tya ne tya pahochvama var to lage......

    ReplyDelete