Sunday, April 11, 2010

નાસ મણકા, મણકો આવ્યો




નાનપણમાં દાદીમાના મોઢે, માળા કરીને ભક્તિ બતાવતા ભક્તજનો માટે આવી 'પંચલાઇન' સાંભળી હતી. થોડા દિવસ પહેલાં ટ્રેનમાં ફેન્સી કવરની અંદર ગૌમુખી (માળા) ફેરવતા બે ભક્તોને જોઇને એ યાદ આવી. ઇસ્કોનના એ ભક્તો તેમની ચોટલી અને તંદુરસ્તી પરથી 'પવિત્ર પુરૂષ' જણાતા હતા. આજુબાજુ બેઠેલી કેટલીક ઉંમરલાયક મહિલાઓના લાભાર્થે વચ્ચે તે ધર્મવાર્તા પણ પ્રસારિત કરતા હતા, જેમાં જાર્ગન સિવાય કશી ભલી વાર ન હતી. બેમાંથી એક યુવાન હતો. એ હજુ જાર્ગન શીખી રહ્યો હતો. તેનું શીખાઉપણું પણ જણાઇ આવતું હતું.

આ બધું તો ઠીક છે, પણ ગૌમુખીનું ફેન્સી કવર, તેની ઉપર અંગ્રેજીમાં હરે રામા હરે કૃષ્ણા ને એવું બધું લખેલું, ચિત્ર ભરેલું. તેની ઉપરની કસો બાંધીને, પહેલી આંગળી બહાર રહે એવી રીતે માળા ફેરવવાની છટા જોઇને એ ફોટો અહીં મૂકવાનું મન થયું.

1 comment:

  1. 'પવિત્ર પુરૂષ' કેમ ઈન્વરટેડ કોમા માં મુક્યું છે ? બધા સંતપુરુષો 'પવિત્ર પુરૂષ' જ હોય છેને !! આશારામ લઇ લો......નિત્યાનંદ લઇ લો ......

    ReplyDelete