Wednesday, March 17, 2010

અશ્વિની ભટ્ટ ફરી અમેરિકામાં

૧૧-૩-૧૦. એકાદ વર્ષના અમદાવાદ રોકાણ પછી અશ્વિનીભાઇ-નીતિભાભીનો અમદાવાદમાં છેલ્લો દિવસ હતો. એ રાત્રે તે અમેરિકા જવા નીકળવાનાં હતાં. રાબેતા મુજબ અલકમલકની વાતો થઇ. પેકિંગની મગજમારી ને સામાનની માથાકૂટ પણ સાથે ચાલતી હતી.

અમદાવાદમાં અશ્વિનીભાઇએ બે-ત્રણ પુસ્તકોની શરૂઆત કરી. મુખ્યત્વે હાસ્યપ્રધાન, કસબ-કમઠાણ સિરીઝનાં બે અને એક નવલકથા. તેમના ચાહકો જાણે છે કે ઇસવી સન પૂર્વે તેમણે એલિસ્ટર મેકલીનની કથાઓનો અનુવાદ કર્યો હતો. તેમાંની એક ‘ગન્સ ઓફ નેવેરોન’માં સુધારોવધારો કરીને તેમણે ‘નવભારત’માં આપી દીધી. તે ટૂંક સમયમાં બહાર પડશે.

અશ્વિનીભાઇ અમેરિકા જાય એટલે ઘણા લોકો માટે વેળાકવેળા જઇ શકાય એવા એક ઘરની ખોટ સાલે છે. એમના પાછા આવવાની રાહ જોઇએ. ત્યાં સુધી અમેરિકામાં એ તબિયત સાચવે, તેમના અંગ્રેજી લખાણોના સંગ્રહનું કંઇક કરે અને ગુજરાતી લખાણો આગળ વધારે એવી અપેક્ષા.

અશ્વિનીભાઇ-નીતિભાભી હિંચકા પર બેઠાં હોય એ બિલકુલ પિક્ચર-પરફેક્ટ દૃશ્ય છે. બસ, બેમાંથી એકના હાથમાં સૂડી-સોપારીની ખોટ છે.

4 comments:

  1. I vividly remember, Urvishbhai, the meeting we had with the charming couple at Ashwineebhai's apartment in Ahmedabad. It was my first face-to-face chat with him and it was like a tonic.We talked about creative writing, Gujarati literature and what not as Nitiben served delicious Bataka-poha.It is a matter of regret that literati in Gujarat has not given Ashwineebhai his due recognition.It appears that the literary establishment has a historic aversion of ppular authors such as Meghani. Chandrakant Baskshi, Ashok Dave and Harkisan Mehta to name but a few.

    ReplyDelete
  2. Anonymous11:14:00 PM

    અમે અશ્વિની ભટ્ટ ના ચાહકો તેમની વાર્તા કોઈ પણ અખબારમાં આવે તેની રાહ જોઈએ છીએ તેનું શું? અમે આશા રાખીએ છીએ કે અમેરિકાથી પણ તેઓ કોઈ જૂની,નવી કોઈ પણ વાર્તા દ્વારા તેમનો સંબંધ અમારી સાથે ચાલુ રાખે - તેમની લગભગ દરેક વાર્તા વાંચનારો ચાહક અમિત શાહ-( અમદાવાદ)

    ReplyDelete
  3. Anonymous8:16:00 PM

    badly missing him...
    Dhaivat

    ReplyDelete
  4. Salil Dalal (Toronto)3:15:00 AM

    આમ કહી શકાય કે નહી તે ખબર નથી... પણ મને કેનેડામા એમ લાગે છે કે અશ્વિનીભાઇ અમારી નજીક આવી રહ્યા છે.
    લોકલ ફોનવગા તો ખરા જ અને એકાદ નોવેલ નાયગ્રાની પ્રુષ્ઠભૂમિમા ગોઠવે તો રુબરુ મુલાકાતનો ચાન્નસ પણ ખરો.
    WELCOME...Sir!

    ReplyDelete