Wednesday, September 30, 2009

300મી પોસ્ટઃ ઉપર ગગન વિશાલ

ગઇ કાલે મન્ના ડેને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાના સમાચાર સંશોધક મિત્ર હરીશ રઘુવંશીએ આપ્યા, ત્યારે હરખ થયો હતો. પોસ્ટ લખવાનું નક્કી કર્યું, પણ સમય ન રહ્યો. સુખદ સંયોગ એવો છે કે આ પોસ્ટ બ્લોગયાત્રાનો 300મો મુકામ છે. મારા પહેલા - અને ભૂતકાળ ન બન્યો હોય એવા- જીવનરસ સમકક્ષ જૂનાં ગીતોના પ્રેમને 300મી પોસ્ટ સાથે સાંકળવાનું નિમિત્ત ઉભું થયું એનો આનંદ છે. એટલે જ, મન્ના ડેને અંજલિ આપવા માટે અને બ્લોગયાત્રાના આગળના મુકામોના સંદર્ભે મથાળું આપ્યું છેઃ 'ઉપર ગગન વિશાલ. '

બ્લોગ વિશે હવે કંઇ વધારાનું લખવાનું નથી. 100મી અને 200મી પોસ્ટમાં બધું લખી ચૂક્યો. બ્લોગની નિયમિત-અનિયમિત મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર પણ નહીં માનું. જેવી મને મઝા આવે છે, એવી તમને આવતી જ હશે. તમે પણ મારો આભાર ન માનતા. એટલે હિસાબ સરભર.

મન્ના ડે વિશે આજના અખબારોમાં ઘણું છપાઇ ચૂક્યું છે. પણ ટેકનોલોજીના જમાનામાં મન્ના ડેને અંજલિ આપવામાં શબ્દોની મર્યાદા શા માટે સ્વીકારવી એમ વિચારીને નક્કી કર્યું કે મન્ના ડેના કંઠના જુદા જુદા મિજાજ પ્રગટ કરતાં કેટલાંક ગીતો યુટ્યુબ પરથી શોધીને તેમની લિન્ક અહીં આપવી. પાંચ ગીત મૂકવાનો ઇરાદો હતો, પણ મન્ના ડે એવી પ્રચંડ પ્રતિભા છે કે બાર ગીતની લિન્ક મૂક્યા પછી પણ મને સંતોષ થતો નથી. 11 ગીતોની વિડીયો ઉપરાંત સ્નેહી વડીલ બનેલા ગુજરાતી સંગીતકાર અજિત મર્ચંટનું સંગીત ધરાવતા 'સપેરા'ના ગીતની ઓડિયો લિન્ક પણ મૂકી છે. આ અગિયાર ગીતો કોઇ રીતે સંપૂર્ણ પરિચયનો દાવો કરતાં નથી. પણ આજનાં અખબારોમાં આવેલી નોંધો કેટલી અધૂરી છે તેનો ઘણે અંશે ખ્યાલ આપશે.

સાથે એક દુર્લભ તસવીર પણ મન્ના ડેની આત્મકથામાંથી મૂકી છે. મન્ના ડે તેમના કાકા, મહાન ગાયક કૃષ્ણચંદ્ર (કે.સી.) ડે પાસેથી સંગીત શીખ્યા. કાકા-ભત્રીજા ગુરુ-શિષ્ય તરીકે બેઠા હોય એવી તસવીર, આજના દિવસે મન્ના ડેની સાથે સાથે અંધ ગાયક તરીકે વિખ્યાત કે.સી.ડે ને પણ હૃદયપૂર્વકની અંજલિ તરીકે.

1. Upar Gagan Vishal- Mashal- SD Burman- http://www.youtube.com/watch?v=n9XOBlsNfh8

2. Dharati kahe pukar ke - Do bigha zamin- Salil choudhury-http://www.youtube.com/watch?v=HLGwWKcnVnY

3. Ritu aaye ritu jaye sakhi ti (with Lata)- Hamdard - Anil Biswas- http://www.youtube.com/watch?v=zEppdGSTKIs

4. Lapak Zapak - Bootpolish- Shankar Jaykishan- http://www.youtube.com/watch?v=ja3XCe4e2gc

5. Chalat musafir- Teesari Kasam- Shankar Jaykishan- http://www.youtube.com/watch?v=iMkMbUxdpLI&feature=related

6. Mastibhara hai sama (with Lata)- Parvarish- Dattaram- http://www.youtube.com/watch?v=1XN0hjpgjfs

7. Tu pyar ka sagar hai- Seema- Shankar Jaykishan- http://www.youtube.com/watch?v=5QM8ohMGneY

8. Aye mere pyare watan- Kabuliwala- Salil Choudhury- http://www.youtube.com/watch?v=FHO2hsXCfQo

9. Tu chhupi hai kahan- Navrang- C. Ramchandra- http://www.youtube.com/watch?v=1lieuCEc_wI&feature=related

10. Zindagi kaisi ye paheli hay- Anand- Salil choudhury- http://www.youtube.com/watch?v=c__p-c1Hu3Y

11. Ae meri zoharjabeen - Waqt- Ravi-http://www.youtube.com/watch?v=Mf62EtCP0YY&feature=related

and LIVE- http://www.youtube.com/watch?v=fGo3XUirq4s

AUDIO

Roop tumhara ankhon se pee loon - Sapera- Ajit Merchant- http://www.youtube.com/watch?v=MqscOQSUft0

છેવટે, તાજા કલમ તરીકે હરીશભાઇએ મોકલેલી ફાળકે એવોર્ડ પુરસ્કૃત કલાકારોની યાદી પણ અહીં મૂકું છું. થેન્ક્સ હરીશભાઇ, રાબેતા મુજબની તમારી ચોક્સાઇ અને મદદરૂપ થવાની તત્પરતા માટે.

8 comments:

  1. બીરેન કોઠારી.6:26:00 PM

    ઉર્વીશ, તને યાદ હશે જ કે તારા પત્રકાર તરીકેની કારકિર્દીના આરંભનો સૌથી પહેલો લેખ પણ સલીલ ચૌધરી પર હતો- તેમના અવસાન નિમિત્તે.ત્યારે મહામહિમ શ્રી બિનીત મોદીએ આ ઘટના માટે (અલબત્ત, મૌખિક) હેડિંગ આપેલું; " સલિલદાની એક્ઝિટ, ઉર્વીશની એન્ટ્રી." મુંબઇની મુલાકાત વખતે આપણે એક વાર મન્નાડેને ઘેર પણ ગયા હતા અને ડોરબેલ વગાડી હતી. (આપણને એમ કે મન્નાદા જાતે ટોપી સરખી કરતા કરતા આવીને બારણું ખોલે તો કેવી મઝા પડે!) પણ એમને મળી શકાયું નહોતું.

    ReplyDelete
  2. "300મી પોસ્ટ પર અભિનંદન"
    માત્ર આવી (લુખ્ખી) કોમેન્ટ ન કરવી એ મતલબનું અગાઉની તમારી પોસ્ટમાં વાંચી ચૂક્યો છું છતાંપણ સાહેબ,એ થી વિશેષ તો અમને આવડે પણ શું? એટલે ચલાવી લેશો.. લાગણી જોજો , શબ્દો નહી.

    ReplyDelete
  3. Yeh raat bheegi bheegi, a duet he sang with Lata Mangeshkar (picturised on Raj Kapoor and Nargis) almost didn't happen, the singer remembers with a nostalgic chuckle.

    The film's producer, AV Meyappan Chettiar, who had flown to Bombay from Madras for its recording, insisted that Mukesh sing it. After all, Mukesh was considered the 'soul' of Raj Kapoor -- and had sung a majority of the songs the star lip-synced on the screen.

    Mera Naam Joker "When Chettiar saw me in the recording room with Lata, he turned to Shankar and asked where Mukesh was. He was not satisfied with Shankar's explanation that he (Shankar) wanted me to sing the duet."

    Thereupon Raj Kapoor intervened, suggesting that the song should be recorded -- and if there was an agreement that it had come out well, it should be included in the film.

    When Chettiar heard the recorded song, he congratulated the singer and said he was proud to have the song in his film. Yeh raat... went on to become one of the most popular songs of the 1950's, and Dey seldom leaves it out of his concerts.


    raj goswami

    ReplyDelete
  4. અભિનંદન ઉર્વીશભાઈ!

    ઉપર ગગન વિશાળ સતત દેખાતું રહે એવી શુભેચ્છાઓ.


    આજના જમાનામાં આવું તો કહી શકાતું નથી-

    તુલસી જ્યા કે મુખન સે ભૂલે નીકસે રામ
    તાકે પગકી પહેનિયાં મેરે તનકી ચામ

    ReplyDelete
  5. maybe it was in 70s and i was in my prime youth and i got to see 'kabuliwala' and i fell in love with this song of manna dey.

    and these are the lines i cannot help sobbing and silently weeping in my handkerchief whenever i happen to listen :


    tere daaman se jo aaye un hawaon ko salam
    chum lun main us juban jis pe aaye tera naam

    man ka dil ban ke kabhi sine se lag jata hai tu
    aur kabhi nanhi si beti ban ke yaad aata hai tu

    *

    this particular song has helped me shed my childhood phobea - how manna's reverberating voice transforms the typecast profile of 'pathan' and makes him a most ordinary and loving father as well as son longing for the soil of his nativeland.

    thank you urvish, not only the song but also for giving chance to see balraj sahani's portrayal of the pining pathan. and drowning me in the nostalgia of the bygone era.

    incidentally, let me tell you i get moved by the 'border' song 'sandese aate hai' too, for it also evokes intense feeling of longing for one's dear ones ! but manna is the man who makes me weep.

    neerav patel
    oct 1, 2009

    ReplyDelete
  6. Urvish, No. is No. whether we like or dislike still, the quality counts more than it & I visit UR blog & try to read UR acticles printed other media too just bcoz U put it with some difference.
    This blog is Urvish brand, no doubt about it (remember? I commented on earlier one for not being of UR standard)
    Mannada has special place in my heart as he is in many people.Uper Gagan song- I hear almost each day.My MP3 player is my companion everyday and sometimes if some one accidently look into it for enjoyment....he feels akward and asks me, what type of collection is this??!! But anyway, it all depends on ones exposure.
    Lastly again, I atleast is not looking for some number to judge UR presence here, give us real nice things to read is only request (U R doing it mostly...so no grudges :D)

    ReplyDelete
  7. I think when Raj thought that this a difficult song he invited Mannada in place of Mukesh !
    even knowing well that next song on Raj will be sung byn Mukesh Manaada never refused !in thisd world of egos and cut throat competion this small thing has very subtle meaning.
    Surely if Mukesh was soulmate of Raj
    little embaraasing but Manaada were soull mate of Mahmood...

    ReplyDelete
  8. ફરતી બાજુ બ્રહ્માંડ વિશાળ!
    ૩૦૦ નો મુકામ તો ઠીક પણ એ બહાને થોડું વિચારતા થવાયું. બ્લોગ પણ મુલાકાત લેવાની ચીજ છે એમ પણ સમજાયું! મન્ના ડેના ગીતો સાંભળ્યા છે પણ એમના વિષે વધુ વિગતો તમારા જેવા લોકો પાસેથી મળે એ જ. એમનું સન્માન કદાચ ઘણું મોડું થયું છે. પણ જીવતે જીવતા થઇ ગયું એ મજાની વાત... બ્લોગ માટે તો ઉપર ગગન અને એથીય ઉપર બ્રહ્માંડ વિશાળ વિશાળ જ છે ને!

    ReplyDelete