Friday, September 11, 2009

‘ઢેન ટેણેન’નું મૂળ સ્વરૂપ

‘કમીને’ વિશે આ બ્લોગ પર ઘણી ચર્ચા થઇ.

http://urvishkothari-gujarati.blogspot.com/2009/08/blog-post_20.html

અભિપ્રાયોની પટાબાજીની સાથોસાથ ઠેકાણાસરની ચર્ચા આગળ વધારવાના સિલસિલામાં મિત્ર જયેશ અઘ્યારૂએ એક લિન્ક મોકલી છે.

થોડાં વર્ષ પહેલાં ઝી ટીવી પર આવતી સિરીયલ ‘ગુબ્બારે’માં દરેક હપ્તો જુદા જુદા ડાયરેક્ટર કરતા હતા. તેમાં વિશાલ ભારદ્વાજે ‘ઢેનટેણેન’ નામનો હપ્તો અને એ જ શબ્દોવાળું એક ગીત બનાવ્યું હતુ અને તેને પિક્ચરાઇઝ પણ કર્યું હતું. એ ગીતની લિન્ક જોઇને મઝા પડી. અભિનેતાઓમાં શર્મન જોશી ઓળખાય છે. બીજા વિશેની અને આ હપ્તા વિશેની વઘુ માહિતી આવકાર્ય છે.

ખાસ તો, એ ગીતમાં સંગીતકાર વિશાલ ભારદ્વાજની છાપ બરાબર દેખાય છે. આ ગીત સાંભળીને ક્યાંક ક્યાંક ‘છોડ આયે હમ વો ગલીયાં’, ‘ચપ્પા ચપ્પા ચરખા ચલે’ ને ‘ગોલી માર ભેજેમેં’ યાદ આવે. બે કે વઘુ પુરૂષ અવાજવાળાં ગીતોની એક મઝા હોય છે. આ ગીતમાં એ મઝા પણ છે.

http://www.youtube.com/watch?v=TRrL5YpeAxQ

12 comments:

 1. SALIL DALAL (TORONTO)8:12:00 PM

  પ્રાથમિક સ્પષ્ટતા: આ માત્ર આભાર દર્શન છે.
  'કમીને' વિષે અહીં ચાલેલી કે હવે ચાલનારી ચર્ચામાં ઉપયોગી થાય એવી આ કોઈ વિગત નથી.
  * * * * *
  આભાર ઉર્વીશ અને આભાર જયેશભાઈ (અધ્યારુ).
  સરસ રસપ્રદ માહિતી.
  આજે તેને વધુ વ્યાપક રીતે રીતસર 'પ્રસારિત' કરી.
  અહીંના એક સ્થાનિક રેડિયો કાર્યક્રમ 'અપના રેડિયો.... બોલીવુડ બીટ્સ'માં (જ્યારે પણ 'મહેમાન' તરીકે તક મળે ત્યારે ) હિન્દી ફિલ્મી ગીતોની વાત કરું છું.
  સાહિર અને શૈલેન્દ્રનાં ગીતો વિષે ચર્ચા કર્યા પછી આ અઠવાડિયે હસરત જયપુરી તથા તેમનાં ગીતો વિષે વાત કરવાની ગણતરી છે.
  રોજ એક ગીત વિષે પાંચેક મિનીટ માટે એનાલીસીસ અથવા તો આવી રસપ્રદ માહિતી આપવાનો પ્રયાસ કરું છું. (કામ ચલાઉ રીતે તેને 'સલિલ કી મેહફીલ' કહીએ છીએ!)
  તેમાં નવાં ગીતો પણ લઉં છું.
  આ અઠવાડિયે 'લવ આજકલ'ના 'ચોર બઝારી દો નૈનોં કી' એ ગીતમાં શાયર ઈર્શાદ કમીલના ફિલ્મની થીમને અનુરૂપ,અર્થપૂર્ણ, કવિતાભર્યા, શબ્દો અંગે તેમજ સુંદર ધૂન તથા ડાન્સભરી રીધમની ધમાલમાં શબ્દો તરફ એટલું ધ્યાન નહિ જતું હોવા વિષે ગુરુવારે વાત કરી અને બીજા જ દિવસે 'ઢેન્ટણે' !
  દર શુક્રવારે રજુ થતા સાપ્તાહિક 'ટોપ ટેન'માં 'નંબર વન' ઠરેલા આ ગીત 'ઢેન્ટણે'ની અહીંથી મળેલી 'એક્સકલુઝીવ ' વિગત આપી અને સાથે વિશાલ ભારદ્વાજની જૂની ધૂન પણ વગાડી.
  'સ્કૂપ' થઇ ગયો.
  સળંગ બે દિવસ તદ્દન નવાં ગાયનો વિષે વાત કરવાનો આનંદ? ખરેખર જ 'ઢેન્ટણે' !
  'બસંતી'ની જેમ કહું તો ….." યું કી મઝા આ ગયા!!" .

  ReplyDelete
 2. હોઇએ જ્યાં, ત્યાં ઝળહળીએ અમે- એ રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવે છે, સલિલભાઇ. સલિલકી મહેફિલ વિશે જાણીને આનંદ થયો. કેનેડામાં તમારા દાવનું કામ કરી શકવા બદલ- કરવા બદલ અભિનંદન- મોટા ભાગનાં નવાં ગીતો વિશે મારા વાંધા ઉભા રાખીને પણ!
  તમારી પ્રાથમિક સ્પષ્ટતા મઝાની ને તમારી સ્ટાઇલની રમૂજી છે.

  ReplyDelete
 3. બીરેન કોઠારી6:57:00 PM

  અહીં વડોદરા વિવિધભારતીના કવિ-સ્ટેશન ડિરેકટર યજ્ઞેશભાઇ દવેએ 'ગીત તમારા હોઠો પર' નામના ગીતકારકેન્દ્રી કાર્યક્રમની શ્રેણી દર સોમવારે શરૂ કરી છે.મજરૂહની ચાર હપ્તાની શ્રેણી બકુલભાઇ ટેલરે લખી છે.જેના ત્રણ હપ્તા આવી ગયા. ત્યાર પછી શકીલની ચાર હપ્તાની શ્રેણીનું લેખન મને સોંપ્યું છે. ત્યારે સલિલભાઇનું પુસ્તક યાદ ન આવે તો જ નવાઇ!!

  ReplyDelete
 4. Dear Biren, In Mahemdabad in 1977-78 we used to pronounce "Dhen..Tenen..." for the things which we do UNIQUE of something GREAT. It was used between us like a SUSPENSE CRIME THRILLER.

  ReplyDelete
 5. Anonymous3:59:00 AM

  થોડી સ્પષ્ટતા:
  ઉર્વિશભાઈએ લિંક મૂકી એ બહુ સારું કર્યું. પણ સલિલભાઈ કહે છે એવું કોઈ સ્કૂપનું તત્વ તેમાં નથી.
  કમીનેની રીલીઝ પહેલા ભાઈ વિશાલ ભારદ્વાજે આપેલી અનેક મુલાકાતોમાં તેઓ ગુબ્બારેનો અને ઢેન્ટેણે.... નો ઉલ્લેખ કરી ચુક્યા છે. જે લોકો ફિલ્મ વિષે નિયમિત વાંચે છે એમના માટે આખી વાતમાં નવું કંઈ જ નથી.
  -કિન્નર આચાર્ય

  ReplyDelete
 6. some more info: he also used the same phrase and same tune for a tele film named, DHAN TE NAN... in past. here is some excerpts from his interview: "Dhan te nan was not designed specially for Kaminey. I had first used it in a telefilm called Dhan Te Nan. I had used that catchphrase and the tune in that telefilm. Dhan Te Nan is a phrase that belongs to our film and music culture. For us Indian's cinema is the biggest cultural entity. We often borrow illustrations and speech patterns from our films. Dhan Te Nan is used during bedtime stories for dramatic effect. Whenever I used to tell my son Aasman stories I'd go 'Dhan te nan' to create drama. This phrase remained with me."
  -Kinner

  ReplyDelete
 7. Anonymous6:12:00 PM

  નવો નવો બોલર મુરલી કાર્તિક સચીન તેંડુલકરને બેટિંગમાં સલાહ આપે તેવી આ વાત છે.સલીલભાઈએ જે સ્કૂપની વાત કરી છે તે નવાં ગાયનો સતત બે દિવસ વગાડવાના સંદર્ભમાં છે, નહીં કે વિશાલ ભારદ્વાજની ઢેનટેણેનની ગુબ્બારે વાળી વાતના સંદર્ભમાં. બાકી, ઉર્વીશભાઈએ જ લિંક મૂકેલી પોસ્ટમાં જ તેઓ પોતે એક્સક્લુઝિવ માહિતી આપી છે તેવી વાત કરે? એટલું તો વિચારો ભાઈ એનોનિમસ ઉર્ફે કિન્નર.

  ReplyDelete
 8. Ok now some brain storming on 'SCOOPE'...
  I got this meaning from dictionary"Informal An exclusive news story acquired by luck or initiative before a competitor" is scoope.
  So as per this, what Salil Dalal present on his programme is not scoope ? or it is just surprise for his listeners? some one please clarify and update my information :D lol....
  Narendra

  ReplyDelete
 9. ભાઈ એનોનિમસ, મેં કોઈ દ્વેષભાવથી કે મારું જ્ઞાન (જે સલિલભાઇની સરખામણીમાં બિલકુલ નહીવત છે) પ્રદર્શિત કરવા મારી કમેન્ટ મૂકી નથી. સલિલભાઈ માટે મને પણ આદર છે અને તેમને પણ એ વાતનો ખ્યાલ છે. પણ તમે ચોક્કસ કોઈ દ્વેષભાવથી કમેન્ટ કરી છે. મુરલી કાર્તિક અને સચિન જેવા ઉદાહરણો ટાંકી તમે એ વાત સાબિત કરી છે. હું તો સલિલભાઇને તેંડુલકર નહિ પણ શેન વોર્ન કહીશ. કેમ કે વોર્ને રમવાનું બંધ કર્યું ત્યારે બધા ચોંકી ગયા હતા અને આજે પણ તેની જગ્યા પુરાઈ નથી. બેશક, સલિલભાઇ પાસે હું મુરલી કાર્તિક છું. પણ ભાઈ, તમારી કમેન્ટ વાંચીને તો એવું લાગે છે કે જેને જિન્દગીમાં કદી હાથમાં બેટ ના ઝાલ્યું હોય અને જેને ટી.વી. પર પણ મેચ જોવાનું સદભાગ્ય ના મળતું હોય એવો કોઈ પ્રેક્ષક જાણે પાનના ગલ્લે ઉભો ઉભો કહી રહ્યો છે કે ક્રિકેટરોએ કેવી રીતે રમવું જોઈએ. ભાઈ એનોનિમસ, તમે જેને "સલાહ આપવી" કહો છો એ મારા માટે માત્ર "માહિતીની આપ-લે" છે. તમે સ્કુપનો મતલબ જાણો છો? ભાઈ એનોનિમસ, "સતત ૨ દિવસ નવા ગાયનો વગાડ્યા એ સ્કૂપ હતું" એવું તો ખુદ સલિલભાઇ પણ ના કહે.
  -kinner

  ReplyDelete
 10. I think now I am right in knowing the meaning of 'scoope'!!
  Nobody did a scoope on this item..just good presentation of information on time to make people aware of it.
  So, if some one is more than impressed by Salil Dalal (which is very common in India to happen and is happening for centuries)he better be good reader/listener/commentor.
  PS sorry, this is not personal beliefs to hurt anyone concerned.thnx

  ReplyDelete
 11. Urvish, I posted one comment here today..just 4 little clarification, have U deleted it!!? or it didnt get through due to some technical reason?
  I will be happy to know if u can inform me (Keeping UR right of moderation intact :D)

  ReplyDelete
 12. SALIL DALAL (TORONTO)7:39:00 PM

  એક જમાનામાં અજાણતાં, અને તે પણ એક જ રાતના સહવાસમાં, કુંવારી માતા બની જતી હિરોઈનની મમ્મી કહેતી એમ, મને પણ કહેવાનું મન થાય છે કે ''આખિર વહી હુઆ જિસકા ડર થા!"
  મિત્રો, કોમેન્ટ લખવાનો આશય, ચર્ચા કરવા કરતાં, આ બ્લોગ પરથી મળેલી એક સરસ માહિતી જે મને 'એક્સક્લુઝીવ' લાગી તે અહી કેનેડામાં વહેંચી શક્યાનો આનંદ અને આભાર વ્યક્ત કરવાનો હતો.
  એ પ્રસારણ પછીના પ્રતિભાવ જોતાં એ માહિતી ઘણા માટે તદ્દન અજાણી હતી અને તેથી મેં લખ્યું હતું કે 'સ્કૂપ' થઇ ગયો. (એને 'યુ ટ્યુબ' ઉપર જોવા માટેની લીંક પણ રેડિયો ઉપરથી આપી હતી.)
  રેડિયો ઉપરથી સાહિર અને શૈલેન્દ્રનાં ગીતો વિષે સળંગ આઠેક હપ્તા વાતો કર્યા પછી તદ્દન નવાં બે ગાયનો અંગે કશુક કહી શક્યાનો આનંદ પણ હતો.
  તેથી જેમને પણ એ કારણસર મેં 'સ્કૂપ' શબ્દનો ઉપયોગ કર્યાનું લાગ્યું હોય તે સૌને પણ સાચા કહેવાની લાલચ રોકી શકાય એમ નથી.
  હવે હું એમ કહીશ કે એ 'ડબલ સ્કૂપ' હતો!
  ક્રિકેટનો ખેલ ચર્ચાયો હોઈ એ જ રીતે કહીશ કે અઠવાડિયાની બે સ્પર્ધાત્મક મેચ રમનાર કોઈ ક્રિકેટરને વરસ દોઢ વરસ સુધી ક્રિકેટ રમવા તો શું સરખી રમત જોવા પણ ના મળે ત્યારે તેને થતી ગુંચવામણ અનુભવે જ સમજાય....એ માટે તેંદુલકર, વોર્ન કે પછી મુરલી કાર્તિક થવાની જરૂર નહિ.... કોઈ ક્લબ ક્રિકેટરને પણ એ પીડા થતી જ હોય છે.
  આ ઈન્ટરનેટ ના હોત તો આવી જાણકારી પણ ના મળત અને તેનો રાજીપો પણ વ્યક્ત ના કરી શકત.
  અહી બેઠા બેઠા ઉર્વીશ-બીરેન કોઠારી, જય વસાવડા, કિન્નર આચાર્ય , બકુલ ટેલર, જયેશ અધ્યારુ જેવા મિત્રોનાં નામો વાંચવા માત્રથી થતી ઝણઝણાટી કેવી રીતે વ્યક્ત કરવી?
  જ્યાં જે બ્લોગ ઉપર જરીક 'મારા દાવ 'નું કાંઈ પણ જોઈ શકું તો મિત્રોને મારા અસ્તિત્વની જાણ કરવાનો પ્રયાસ કરતો રહું છું.
  એવા પ્રયાસના ભાગ રૂપે કરવા ધારેલી કોમેન્ટમાં કશુક કરતો હોવાની ખબર આપવાનો પણ પ્રયત્ન હતો જ. એટલા પુરતો ગિલ્ટી ફિલ કરું છું.
  પણ અગાઉ આ જ બ્લોગમાં મેં લખ્યું છે એમ, આ તો ઉર્વીશ જેવા મિત્રનો બ્લોગ છે.... કોઈ છાપાની કોલમ થોડી છે કે અંગત વિગત ના લખી શકાય?
  એટલે જે જે દોસ્તોએ મારા વિષે (ઈમ્પ્રેસ થઈને કે થયા વગર) જે કઈ ઉલ્લેખ કર્યા છે એ સૌના આભારદર્શનની આ ફરી એક તક લઉં છું
  અને વિશેષમાં જાણ કરું છું કે રેડિયો પરની 'સલિલ કી મેહફીલ' જે 'કામચલાઉ' હતી તેમાં આ આખું અઠવાડિયું 'મહેમાન' તરીકે એક પણ દિવસ આમંત્રણ ના મળતાં હસરત જયપુરી વિષે કોઈ વાત ના બોલી શકાઈ.
  'દાવ' ક્યારેક આ રીતે
  'ફીટાઉસ' પણ થઇ જાય રે.... LOL!!!

  ReplyDelete