Saturday, September 12, 2015

પ્રકાશ ન. શાહ : પંચોતેરે અડીખમ

આજે પ્રકાશભાઇની પંચોતેરમી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે અમે થોડા એમના પ્રેમી મિત્રો ભેગા થયા, એમના ઘરે ગયા (ના,એ સરપ્રાઇઝ પાર્ટી ન હતી), પ્રકાશભાઇ પાસે કેક કપાવી, (રાબેતા મુજબ) વાતોનાં વડાં કર્યાં, ખાધુંપીધું ને આનંદ કર્યો. ('પીધું' શબ્દ કેવળ ધ્વન્યાર્થમાં લેવો) 

પ્રકાશભાઇને પંચોતેરમું વર્ષ બેઠું એ દિવસની પાર્ટી અને તેમના વિશેનો લેખ અહીં વાંચી શકાશે. આ બ્લોગ પર પ્રકાશભાઇ દ્વારા પ્રયોજાયેલા અવનવા શબ્દોના અર્થોનો વિભાગ શબ્દાર્થપ્રકાશ અહીં જોઇ શકાશે. અને આ રહી આજની તસવીરો.

તસવીરોમાં દેખાતા અને ન દેખાતા, પણ ઉમળકાથી હાજર રહેલા સૌઃ
ચંદુ મહેરિયા, સંજય ભાવે, કેતન રૂપેરા, આશિષ કક્કડ, બિનીત મોદી, ઋતુલ જોષી, નિશા પરીખ, દિવ્યેશ વ્યાસ, ચેતન પગી, સોનલ કોઠારી, ઉર્વીશ કોઠારી



Prakash N.Shah at 76/પ્રકાશ ન.શાહ છોંતેરમા વર્ષે

Prakash N.Shah & Nayna Shah/
પ્રકાશ ન.શાહ-નયનાબહેન

(l to r) Nayna Shah, Chetan Pagi, Sanjay Bhave, Chandu Maheriya, Ashish
Kakkad, Neesha Parikh, Prakashbhai and Ketan Rupera

Prakash N.Shah- Nayna Shah / પ્રકાશ ન. શાહ- નયનાબહેન


2 comments:

  1. પ્રકાશભાઈને શુભેચ્છાઓ અને અભિનંદન. આશા રાખું છું કે એમના જીવનમાં બીજાં ૭૫ વર્ષ ઉમેરાય ત્યારે પણ એમને અભિનંદન આપવાની તક મળે.
    આ નિમિત્તે 'શબ્દાર્થ પ્રકાશ' જોવાની પણ તક મળી. આ બધા શબ્દોને 'પ્રકાશબ્દો' નામ આપીને નવો વર્ગ ઊભો કરી શકાય તેમ છે. આવા અમુક પ્રકાશબ્દોની સમજૂતીમાંથી પણ મને કેટલાક શબ્દો મળ્યા જે પોતે પણ પ્રકાશબ્દો જ છે. એ શબ્દો જૂના હોય તો પણ પ્રકાશભાઈનું પડખું સેવીને નવા અર્થને ગર્ભમાં ધારણ કરી ચૂક્યા છે. આવા તરત ધ્યાનમાં આવ્યા તેવા (મારા માટે નવા) શબ્દો નીચે આપું છું.

    ખડખડિયું
    ઋજે

    કોઠાકબાડા

    આટાપાટાભંડારા

    રાજવટ

    ReplyDelete
  2. જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા સાહેબ

    ReplyDelete