Tuesday, April 02, 2013
સાર્થક પ્રકાશનઃ સમારંભમાં મંચ પર ઉપસ્થિત રહેનાર એક 'વાચક-ગ્રાહક'ની પસંદગી માટેનો ડ્રો
સાર્થક
પ્રકાશન તરફથી 31 માર્ચ, 2013 સુધીમાં પુસ્તકનો આગોતરો ઓર્ડર નોંધાવનાર
વાચક-ગ્રાહકમાંથી લોટરી દ્વારા કોઇ એક વાચક-ગ્રાહકની પસંદગી કરવાની જાહેરાત અગાઉ
કરવામાં આવી હતી. એ વાચક-ગ્રાહકને સમારંભમાં પુસ્તકના વિમોચન વખતે સૌ મહાનુભાવો
અને સાર્થકના મિત્રો સાથે મંચ પર ઉપસ્થિત રહેવાની તક મળશે, એવું જાહેર કરવામાં આવ્યું હતું.
આજે સાંજે લોટરી
પ્રક્રિયાથી થયેલી પસંદગીમાં, એ તક મેળવનાર
વાચક-ગ્રાહક મિત્રનું નામ છે કિરણ જોશી. અભિનંદન, કિરણ. (6 એપ્રિલે સાંજે મળીએ છીએઃ-)
લોટરી પ્રક્રિયાની
વિડીયો આ સાથે મૂકી છે. લોટરી માટેની તૈયારી પ્રણવ અધ્યારુ- કેતન રૂપેરાએ કરી અને
ચિઠ્ઠી ઉપાડી પ્રણવની દીકરી દુર્વાએ. આ સાથે એ પ્રક્રિયાની વિડીયો
અને થોડી તસવીરો.
પ્રણવ અધ્યારુ અને કેતન રૂપેરાઃ નામ-સરનામાંની કમ્પ્યુટર- પ્રિન્ટ પરથી ચિઠ્ઠીઓ બનાવવાનો ઉદ્યમ |
કેતન રૂપેરાઃ ચિઠ્ઠીઓ થઇ ગયા પછી મેળવણી-ભેળવણી |
પ્રણવ અને કેતનઃ ડ્રો માટે બેકગ્રાઉન્ડની તૈયારી |
...અને સાર્થક પ્રકાશનનાં કાર્ડમાંથી આવું થયું બેકગ્રાઉન્ડ |
દુર્વા પ્રણવ અધ્યારુઃ આ ચિઠ્ઠીઓમાંથી કોનો નંબર લાગશે? |
દુર્વા પ્રણવ અધ્યારુઃ 'પપ્પા, કેટલી વાર?'ની મુદ્રામાં |
Subscribe to:
Post Comments (Atom)
ખુબ્બ બધી તાળીઓ..... :)
ReplyDeleteહા હા હા...
ReplyDeleteવાહ..
મજા પડી...
ક્રિએટિવ માણસ શું નથી કરી શકતો ? સંદેશાપ્રધાન ફિલ્મો / સિરિયલ છતાં આમીર ખાન માર્કેટિંગના નવા નવા ફંડા અજમાવી 'કોમર્શિયલ' સફળતા પણ મેળવી લે છે. લોટરી પ્રક્રિયાની યુક્તિ અજમાવનાર આપણા આ સંમાનનીય લેખકો ખરેખર સફળ પ્રકાશકો / વિક્રેતા થવાની પણ પૂરી લયકાત ધરાવે છે॰ ઇવેંટ મેનેજમેંટ તો કોઈ આ મિત્રો પાસેથી શીખે !
ReplyDeleteઉર્વિશભાઇ,
ReplyDeleteઆવી માન્યવર મહાનુભાવોની હાજરી સાથે અને યાર દોસ્તોથી ભરચક અને લાગણીથી તરબતર સાંજનાં સાક્ષી અને સહભાગી બનાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ. તમારા થકી કેટકેટલા ફેસબુક પરનાં ફેસને ફેસ ટુ ફેસ મળવાનું થયુ. ખરા હ્રદયથી a big bigger biggest thank you to you...