Wednesday, April 24, 2013
સાર્થક પ્રકાશન ઉત્સવ-5 : ઉમળકાભેર ઉપસ્થિત રહેતા મિત્રો-સ્નેહીઓ-વડીલો
સાર્થક પ્રકાશન ઉત્સવના આ છેલ્લા હપ્તામાં કશું લખવાનું નથી. બસ, શ્રોતાસમુહની તસવીરો અને તેમના વિવિધ અંદાજ મુક્યા છે. દરેક ફોટો પર ક્લિક કરવાથી તેને મોટો જોઇ શકાશે.
નગેન્દ્ર વિજયના હાથે મેળવેલા પુસ્તકોના સેટ સાથે પગથિયાં પર બેઠેલા સાર્થકના વિજેતા વાચક-ગ્રાહક કિરણ જોશી |
કાર્યક્રમ પૂરો થયા પછી તસવીરની બહાર છલકાઇ જાય એટલા આનંદમાં ભાગીદાર ક્લાસમેટ્સઃ (ડાબેથી) શૈલી ભટ્ટ, ઉર્વીશ, સાર્થક પ્રકાશન ઉત્સવની યાદગાર તસવીરો લેનાર દીપક ચુડાસમા, માનસી શાહ, માનસી મુળિયા |
Subscribe to:
Post Comments (Atom)
આવા સુંદર વિમોચન કાર્યક્રમમાં હાજર ન રહી શક્યો તેનું દુ:ખ તો છે, પણ હાજર રહેલા સુ-જનોના ચહેરા પર દેખાતા આનંદમાં સહભાગી થઇ શક્યો તેનો હર્ષ છે. આવતા કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવવાનો જરૂર પ્રયત્ન કરીશ. અનેક શુભેચ્છાઓ!
ReplyDeleteઉર્વિશભાઈ, મજા આવી ગઈ સાર્થક ઉત્સવની ક્ષણોને અદેહે માણવાની. સાર્થકના કાર્યક્રમમાં ચાહવા છતાં હાજર રહી ન શકાયું, એનો અફસોસ તમારા આ લખાણે ઘણો હળવો કર્યો. તમે તમારી લેખનશક્તિના બળે સાર્થકના પ્રકાશનની એક એક પળોને અમારા માટે જીવંત કરી બતાવી છે. એને માટે આભાર શબ્દ ઘણો નાનો લાગે છે. તમારા આ સાહસથી એક વાચક તરીકે હું ઘણો રાજી થયો છું. પુસ્તકોની દુનિયા સાથે વાંચવાથી વિશેષ પરિચય નથી, પણ તો ય જાણ્યું છે કે સારા પુસ્તકોનું ઘણીવાર પ્રકાશકોની માન્યતાઓના ભારના લીધે અવતરતા પહેલા જ બાળમરણ થઈ જતું હોય છે. આવા ડંખતા બાળમરણનો દર તમે સાવ જ અટકાવી દો, એવું નહીં કહું, પણ વગરકહ્યે મને ખબર છે કે સાર્થકના આગમનથી આ પ્રમાણમાં ઘટાડો થશે, અને એ ઘટાડો નોંધપાત્ર હશે. તમારું આ સાહસ એ ફક્ત તમારું સાહસ નથી, સારું વાચન- સારા પુસ્તકો ઝંખતા સૌ વાચકોનું છે. સાર્થક પ્રકાશનમાં હાજર પ્રેક્ષકો અને સંજોગવશાત હાજર ન રહી શક્યા હોય એ તમામ વાચકો આ સાહસને વધાવી લે, એ જ શુભેચ્છા.
ReplyDeleteઉર્વિશભાઇ,
ReplyDeleteબાકી જલસો કરાવી દીધો યાર...!!! આખી લેખમાળા વાંચવામાં જેટલી મજા ત્યાં આવેલી તેટલી બલ્કે તેનાં કરતાં આ શબ્દયાત્રામાં વધુ મજા આવી. વારંવાર વાંચી એ યાદો તાજી કરીને મનોમન હરખાતા. જગ્યા મળી જાય અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ માણી શકીયે એ માટે જલ્દી હોલમાં ગોઠવાઇ ગયેલાં. બહાર શું થતું હતું તે તો આ લેખમાળા વાંચી ત્યારે ખ્યાલ આવ્યો. અમને પરિવારનાં ગણી અમને આટલા ઊમળકાભેર મળવા,અમારી સાથે વાતો કરવા અને આવો જલ્સો કરવવા બદલ દોસ્ત, દિલથી થેક્યું હોં.
Thanks sir giving me a courtesy for photos....n maja padi programme ma. Ghana programme bad ek saras function joyu.. ke jema kharekhar potanapanu lagyu hoy..n badha loko ne enjoy karta joya hoy...
ReplyDeletevery very nice sirji. mulakat laine aanand thayo bhashana premi ni rachanao vachvani maja j kaik or che ho ....
ReplyDelete