Thursday, September 01, 2011

બુંદ જો બન ગઇ મોતી ઉર્ફે કુદરતી ‘લીલા’

રવિવારે ધોધમાર વરસાદ પડ્યો. એટલે વરસાદમાં નહાઇને તાજામાજા થયેલા છોડ જોવા મળ્યા. ગુજરાતી કટારલેખક તરીકે ચિંતન-એટેક આવી જાય એવી સિચ્યુએશન ગણાય. પણ એને બદલે જુદાં જુદાં પાન પર આસન જમાવીને બેઠેલાં વરસાદનાં ટીપાં જોવામાં એટલી મઝા પડી કે ચિંતન-ફિંતન ક્ષુલ્લક લાગે. (જોકે, એ તો અમસ્તું પણ લાગે જ છેઃ-)


ફૂલછોડમાં મારું જ્ઞાન શૂન્યવત્, પણ કુદરતી લીલાની એ જ મઝા છેઃ એના માટે જ્ઞાની ન હોઇએ, તો ફક્ત જિજ્ઞાસુ- પીપાસુ હોવાથી કામ ચાલી જાય છે. વરસાદ ભલે એકસરખો પડ્યો હોય, પણ જુદા જુદા કદ-આકાર-વિન્યાસ ધરાવતાં પાન પર તે કેવી એકદમ અલગ રીતે ઝીલાય છે, એ જોવામાં બહુ આનંદ આવ્યો. અસલ એ અસલ ને તસવીરો એ તસવીરો. છતાં મને આવેલો આનંદ થોડોઘણો તમારા સુધી પણ પહોંચે તો કેવું? એમ વિચારીને લીધેલી આ તસવીરો.


આમને જોઇને તો એવું જ લાગે કે પાન ઉપરનાં જળબિંદુઓ ઉપરથીપડેલાં નહીં, અંદરથી ઉગેલાં છે. પાનની અંદર પથરાયેલા શિરાઓના જાળાની જેમ વરસાદી બિંદુઓ પાનના શરીરનો હિસ્સો હોય એવું જ લાગે. ગમે તેવો ઢાળ આવે તો પણ ઢળે નહીં ને પાન ઊભું હોય તો પણ ટીપાં નીચે પડે નહીં.





આ પાનાં પર જળબિંદુઓની ભાત ખરી, પણ ત્રીજા-ચોથા ધોરણના છોકરાએ દોરવાને બદલે ચીતરી મારી હોય એવી.




...અને પરમહંસ જેવાં ‘સ્થિતપ્રજ્ઞ’ આ પાનાં પર ઝરમર પડે કે રમઝટ, એની સપાટી પરથી જણાય જ નહીં. તેમને જોઇને ટપોરીબોલીમાં કોઇને ‘એ ચીકને’ કહેવાનું મન થઇ આવે.


4 comments:

  1. Glorious be to God,Creator of Nature & Humane.

    Also, remind a phrase, "He is the Best Planner & Engineer."

    Thanks your photos bring closer to understand.

    Jabir

    ReplyDelete
  2. Lovly photos... & yr write up too

    do visit my blog 'makhmali-saanj.blogspot.com'
    Its a collection of hindi gujarati gazals, nazms etc....
    wud like to see yr comment
    --Tanha Patel

    ReplyDelete
  3. આમતો પાંદડા પર બાઝતા ટીપા અને પાંદડાનું સાયન્સ હવે બહુ અજાણ્યું નથી પણ તોય આવી કુદરતી રચના માટે કવિ કાગની પંક્તિ કહેવી પડે..
    રામની અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે ?
    પાર મનુષ્ય નહિ પાવે રે, ભલે ઊંચા વિમાન ઉડાવે

    ReplyDelete
  4. વાહ કવી... તમને તો ફાવે છે....

    ReplyDelete