Wednesday, May 26, 2010
ગરમીનિવારણઃ મહાનુભાવોની નજરે
નર્મદા યોજના કરતાં પણ વધારે પ્રમાણમાં કોઇ એક મુદ્દે આખું ગુજરાત સંમત થયું હોય તો એ છે: ગરમીનો પ્રકોપ. કોમી હિંસામાં મૂક સાક્ષી બનેલા ગુજરાતના બહુમતી નાગરિકો પશ્ચાતાપના અગ્નિમાં શેકાતાં શેકાશે, પણ ત્યાર પહેલાં ૪૪-૪૫-૪૬ ડિગ્રી ગરમીમાં બફાઇ-શેકાઇ રહ્યા છે. ગરમી વધારે અસહ્ય છે કે એન્કાઉન્ટરબાજો માટેનો લોકોનો પ્રેમ, એ નક્કી કરવું અઘરૂં થઇ પડ્યું છે.
ગરમીને ભારતની હાલની સ્થિતિના સંદર્ભમાં ઉપમા આપવી હોય તો તેના માટે માઓવાદી હિંસાની સરખામણી સૂઝે છે. કારણ એ જ કે બધા તેનાથી ત્રાસેલા છે, તેનાં પૂરેપૂરાં નહીં તો પણ અંશતઃ કારણો ખબર છે, તત્કાળ નિવારણ શક્ય નથી એ હકીકત છે અને લાંબા ગાળાના ઉપાયો માટે લોકોની તૈયારી નથી.
ગરમીથી ત્રાસેલી પ્રજા કેટલાક જાણીતા/નામીચા લોકોને ગરમીનિવારણનું કામ સોંપે તો એ લોકો શું કહે? શું કરે? થોડી અટકળો.
***
વડાપ્રધાન
ગરમીનો ત્રાસ ખરેખર વધી ગયો છે. મેં લાલ કિલ્લા પરથી ગરમીને દેશની આંતરિક સુરક્ષા સામેનો સૌથી મોટો ખતરો જાહેર કરી દીધી છે. હવે મને તક મળશે તો વ્હાઇટ હાઉસની છત પરથી પણ હું પોકારી પોકારીને કહીશ કે ગરમી ભારત સામેનો સૌથી મોટો ખતરો છે. તમને જાણીને આશ્ચર્ય અને આદર જ નહીં, અહોભાવ થશે કે અગાઉ આ જાહેરાત શ્રીમતી ગાંધી કરવાનાં હતાં. પણ તેમણે ફરી એક વાર મહાન બલિદાન આપ્યું, મહાન ત્યાગ કર્યો અને આ જાહેરાત કરવાનું સૌભાગ્ય મને આપ્યું. તેમની મહાનતાનો પાર નથી. જય જન. જય જનપથ.
સોનિયા ગાંધી
માનનીય વડાપ્રધાનશ્રીએ સાચું જ કહ્યું છે કે દેશ સામે ગરમીનો ખતરો સૌથી મોટો છે. મેં જ એમને આ શીખવાડ્યું હતું. આઇ મીન, કહ્યું હતું. આખા દેશમાં જેટલી ગરમી પડે છે એના કરતાં પણ અમેઠી અને રાયબરેલીમાં ગરમી બે ડીગ્રી વધારે હોય છે. કારણ કે આ મારા અને મારા પુત્રના મતવિસ્તાર છે અને ઉત્તર પ્રદેશમા મુખ્ય મંત્રી તરીકે માયાવતી છે. ગરમીનું ખરેખર કંઇક કરવું જોઇએ. મેં અહેમદભાઇને વાત કરી દીધી છે. કારણ કે તેમને બઘું ટાઢું પાડવામાં ઘણી ફાવટ છે. જેમ કે, ગુજરાત કોંગ્રેસ.
નીતિન ગડકરી
સૂરજ આપણા દેશમાં છૂટા હાથે બેફામ આગ વરસાવે છે અને યુરોપના દેશોમાં જઇને કૂતરાની જેમ પૂંછડી પટપટાવે છે ને બરફનાં તળીયાં ચાટે છે. મારો કહેવાનો મતલબ એવો નથી કે સૂરજ કૂતરો છે. પણ મને ખાતરી છે કે પ્રસાર માઘ્યમો મારા આ નિવેદનમાંથી એવો જ અર્થ કાઢશે. શું થાય? જેવી એમની મરજી. વિવાદ ચગાવ્યા પછી પ્રસાર માઘ્યમો મારી બાઇટ લેવા આવે ત્યારે શું કરવું એનો મેં વિચાર કરી રાખ્યો છે. હું એમના માઇક પકડેલા હાથને જ ‘બાઇટ’ કરી લઇશ અથવા ત્રણ જ શબ્દોની પ્રતિક્રિયા આપીશઃ વાઉ, વાઉ, વાઉ.
શશિ થરૂર
ટ્વીટર ઉપર મેં ગરમીના ત્રાસનો વિભાગ અલગ જ રાખ્યો છે. સારૂં છે હું મંત્રી નથી. બાકી આવી ગરમીમાં કોઇ પણ ક્લાસમાં મુસાફરી કરવાની થાય તો પણ એ ‘કેટલ ક્લાસ’ જેવી જ લાગે. થેન્ક્સ, લલિત. થેન્ક્સ, સુનંદા.
લલિત મોદી
ગરમી નડે છે તો શું થયું? ઘરે ઘરે ચીયરલીડર મોકલી આપવા જોઇએ, જે વીંઝણા ને ચામર ઢોળે. તેનાથી એક ફાયદો એ પણ થશે કે જ્યાં લાઇટ કનેક્શન નહીં હોય ત્યાં પણ પંખાનો લાભ મળશે. મને ખબર હતી કે ભારતમાં ગરમીની સમસ્યા વધવાની જ છે. ગ્લોબલ વોર્મંિગને માપમાં રાખવા માટે મેં આઇપીએલની કાર્બન ફૂટપ્રિન્ટનો હિસાબ રાખવાનો શરૂ કર્યું હતું, પણ એમાં આગળ વધી શકાય તે પહેલાં મારો હિસાબ થઇ ગયો. બાકી હું આટલી બધી કમાણી કોના માટે કરતો હતો? દેશ માટે જ વળી! મારૂં સ્વપ્ન હતું કે આખા ભારતને સેન્ટ્રલી એરકન્ડિશન્ડ બનાવી દેવું.
શું કહ્યું? અશક્ય છે?
પણ એમ તો આઇપીએલ ટુર્નામેન્ટ પણ ક્યાં કોઇને શક્ય લાગતી હતી?
હું ભલે આઇપીએલ કમિશનર ન રહ્યો, પણ મારી પાસે હજુ આઇડીયા ખૂટ્યા નથી. મને દેશનો સર્વસત્તાધીશ બનાવી દેવામાં આવે તો હું જાહેર કરૂં કે દેશની પ્રજાએ સઘળી કામગીરી રાત્રે કરવી અને દિવસે તડકાથી બચવા આરામ કરવો. ક્રિકેટરો બિચારા પોતાની રીતે એ જ કરતા હતા, પણ એમનું બેડ લક.
ગુજરાતના મુખ્ય મંત્રી
આટલી બધી ગરમી પડશે તો મારે નવું, ઝીણા સદરાવાળું ફોટોસેશન કરાવવું પડશે અને નવાં હોર્ડિંગ મૂકાવવાં પડશે. પણ કંઇ નહીં, ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા માટે હું બઘું જ કરવા તૈયાર છું.
મેં પણ સાંભળ્યું છે કે ગરમીનો ત્રાસ બહુ વધી પડ્યો છે. પહેલો વિચાર તો એ જ આવે કે ગરમીનું એન્કાઉન્ટર કરાવી નાખીએ. પણ એમાં બે સમસ્યા છે: એક તો ગરમીનું નામ મુસ્લિમ નથી ને બીજો મોટો પ્રશ્ન એ છે કે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોમાંથી ઘણા જેલમાં છે અને બાકીના ત્યાં જવા ઇચ્છતા નથી.
આ સ્થિતિમાં એક જ વિકલ્પ બાકી રહે છે: ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ગરમી’ એવા સૂત્ર સાથે નવો સૂર્યોત્સવ શરૂ કરવો. એ નિમિત્તે સૂર્યપૂજા થાય. મોઢેરાના સૂર્યમંદિરમાં અમિતાભ બચ્ચનને ગુજરાત વતી સૂર્યપૂજા કરવા બેસાડ્યો હોય અને એનું લાઇવ ટેલિકાસ્ટ કરાવીએ તો ગુજરાતનો કેવો વટ પડી જાય! ગુજરાતના વિરોધીઓ ગુજરાતનો આ વિકાસ જોઇને ઇર્ષ્યાથી બળી જશે. આફતને અવસરમાં પલટાવે એ જ ગુજરાત!
મહેન્દ્રસિંહ ધોની
મને ખબર હતી કે એકાદ મોટી ટુર્નામેન્ટ હારી જઇશું તો અમારા માથે ભરપૂર માછલાં ધોવાવાનાં છે અને ભારતમાં જે કંઇ થાય છે એ બધાની જવાબદારી અમારે માથે ઢોળવામાં આવશે. હવે મારે ન છૂટકે પણ કહેવું પડશે કે અમે આઇપીએલની મેચ પછી મોડી રાતની પાર્ટીઓમાં જતા હતા અને એ પાર્ટીઓ પાછળ થતા પેટ્રોલ-એસીના બળતણને લીધે ગ્લોબલ વોર્મિંગ એટલું વધી ગયું કે આ વખતે કાતીલ ગરમી પડી. મને ખબર છે કે હું આવું કહીશ એટલે મીડિયા કહેશે કે આ તો છટકવાની વાત છે. પણ હું ક્યાં છટકી રહ્યો છું! મેં કબૂલ્યું તો ખરૂં કે હા, અમારા લીધે ગરમી વધારે પડી છે અને હવે ફરીથી અમે રાતની પાર્ટીઓમાં નહીં જઇએ.
બીસીસીઆઇ
ગરમી વધારે પડે છે? તો એના પ્રસારણના, એડના, બ્રાન્ડિંગના, મોડેલિંગના વહીવટમાંથી કેટલા રૂપિયા ઉપજે એમ છે?
Subscribe to:
Post Comments (Atom)
ઉર્વિશ કોઠારી: આ ગરમીનું કારણ ગોધરાકાંડ પછી થયેલાં તોફાનોમાં ન મળેલ ન્યાયનાં નિસાસા છે ;)
ReplyDelete:-)
ReplyDeleteનિસાસા થી ગરમી પડતી હોય તો અમેરીકા અત્યારે બળી ને ખાખ થઇ ગયું હોત :-)
ReplyDeleteકોના નિસાસા?ગોધરા ટ્રેનમા જીવતા બળીને મરેલાં લોકોના?એમને પણ હજી ન્યાય નથી મળ્યો.કાશ્મિરમાથી કુતરાની જેમ ધુત્કારીને કાઢી નખાયેલા-બેઘર થયેલા-સંસ્ક્રુતિ અને ઓળખ ગુમાવી ચુકેલા લોકોને પણ ન્યાય નથી મળ્યો પણ એને લીધે કંઇ કાશ્મિરની ઠંડી કે ગરમીમા કોઇ ફરક નથી પડ્યો!
ReplyDeleteUrvish,
ReplyDeleteHave you ever, felt slightest, for the slaughter of innocents so many times by the same group of people (take the case of recent killings goind on)? for whome, you are so vahemently,consistantly siding all the time, in all the topic, whether that topic warrants such a outpour or not!!
Trying to be like 'Gandhi' is too tough a task, not easy for the mortals else, we would have seen another 'Gandhi' by now.
Be informed, I am not a fanatic of any kind but but, I can and do see the both sides equally. In my life I have never supported any Hindu just bcoz I am one and at the same time I will never side by any muslim too. Before, you or any one attack verbally, let me put it straight, I have muslims as my best friends for decades and they also have same view as me.
Everything should have some limit. The comments before me proves the point too nicely for you if you can see it.
Hope you take all these genuinely and not personal as you are well read.
no need to be apologetic, Narendrabhai.
ReplyDeletei believe you have every right to post your views/opinions/versions frankly and fearlessly - as long as the blogger invites them by keeping open his ' POST A COMMENT' box.
keep on writing your side of story so that others can judge yours as well as the blogger's and then join those partial perceptions to form their healthy whole.
ahmedabad,
may 29, 2010
હાજર છું, સાહેબ! હાજરી પૂરવા વિનંતી. ઉપરના બન્ને મહાનુભાવોની સાથે આ એનોનિમસભાઇની પણ હાજરી પૂરશોજી.મારે એટલું જ કહેવાનું કે મારે કંઇ કહેવાનું નથી.હાસ્યલેખને તો હસીને માણવાનો હોય.
ReplyDelete@Anonymous, Thanks for the unwarranted advise to none and all.
ReplyDeleteYou dont laugh all the things in life, always. Sometime we need to be serious too.
I never opine anywhere, anytime, without putting my name, I have courage to speak and openly too.I dont say anything while saying I dont have to say anything, lol.
Lastly, please do not call me 'mahanubhav'.I am not a big man or claim to be.Have a nice time always.
સાહેબ,કરેજ તો છે,પણ પછી તમે ચર્ચાચિંતનમાં ઢસડી જશો એ વાતે ધ્રુજારી થાય છે અને કરેજ લૂઝ થઇ જાય છે.(જેવું આ બ્લોગ પરની હાઇવેવાળી પોસ્ટમાં થયું હતું.)
ReplyDeleteઆપે કરેક્ટ લખ્યું છે કે- સમટાઇમ્સ વી નીડ ટુ બી સિરીયસ ટુ.
હુંય એ જ કહું છું કે- સમટાઇમ્સ, નોટ ઓલ ધ ટાઇમ્સ. મારા સાહેબ,હાસ્ય વ્યંગ્યની પણ એક મઝા હોય છે.
બાકી ઓલ ધ બેસ્ટ.
અને લાસ્ટ વન! તમને 'મહાનુભાવ' વિવેક ખાતર કહ્યું હતું. (આપણે નથી કહેતા કે- 'મંચસ્થ મહાનુભાવો'- એ રીતે- આમાં બોલનાર કે જેના માટે બોલાયું છે એ- બેમાંથી કોઇ ગંભીર હોતું નથી)એમાં ખુલાસાની જરૂર નથી. ટેક ઇટ લાઇટલી.
If we have 'courage' then we never loose it, in any condition.
ReplyDeleteIf I am afraid of any discussion then I never enter into any, simple.
satirical writtings are good for the society but it should be balanced and without any prejudice too, should balance correctly like tight rope walk- without hurting.
p.s. I thought long before posting here as it does not pertain to the post of blog but, as I couldnt find any other source to reply you, I did-with due appology to Urvish for space.
Keep smilling.
If it is balanced and without prejudice, how can it be called satire? This definition may apply to humor/wit.
ReplyDelete@ Biren,
ReplyDeleteI donot want to go into literary discussion here for satire,humour,wit etc. as that is not the issue.
Simply, my belief is- for me, any writing in public for public should be devoid of any prejudices and imbalace.
I also don't intend to define its literal maening but U expect too much from public writing, Narendrabhai. If this is the case, it will not be possible for u to read Gujarati News papers, columns etc. ( this may also be the case with the other language, too but can't say without reading it.) After all, prejudice and imbalance are the driving forces of humour.
ReplyDeleteજોયું? હું નહોતો કહેતો? મને આ જ બીક હતી,એટલે જ એનોનિમસ રહેવાનું પસંદ કર્યું. બીરેનભાઇએ કંઇક કહ્યું એટલે તમે એમને ચર્ચાચિંતનમાં લઇ ગયા.એનો જવાબ બીરેનભાઇએ આપ્યો એટલે હવે તમે એનો જવાબ આપશો. આવું લાંબું લખ લખ કરવા કરતાં 'હાજર છું' કહી દો તો વાત ટૂંકી થાય.બાકી તો લૂઝ કરવા માટેય કરેજ હોવી તો જોઇએ ને!
ReplyDeleteMr Anonymous,
ReplyDeleteNow be a good man/woman and please shut your mouth if you cant open up your identity and still say you have courage!!? do not preach me in future too what to do, you are not my teacher or I didnt invite you to be.
I will ans Biren in person sometime about all his points here.
Only thing that, I felt disappointed with these two brothers as they have selected to be no different than other hords of writers in Gujarati.Thanks anyway.
Narendrabhai,Sorry for disappointing u. Perhaps u expected a lot from us. Let me say that u have not disappointed us. :-(
ReplyDeleteમારા સાહેબ,તમે દુનિયા આખીને (પ્રેજ્યુડીસ અને ઇમ્બેલેન્સ અને સમદૃષ્ટિ અને સમભાવ અને એક્સ વાય ઝેડ) પ્રીચ કરો એનું કંઇ નહીં, અને અમે કંઇક કહ્યું એમાં તો તમે જેનો ઉપદેશ આપતા ફરો છો એ સમભાવ,સમદૃષ્ટિને ત્યાગી દીધા અને 'શટ અપ' પર આવી ગયા. ખરું લખ્યું બીરેનભાઇએ- તમારાથી અમે જરાય ડીસઅપોઇન્ટ નથી થયા. (તમારી સ્ટાઇલમાં કહું તો બી ઇન્ફોર્મ્ડ - હું બીરેનભાઇ કે ઉર્વીશભાઇ કોઇનો તરફદાર નથી કે તેમને ઓળખતો પણ નથી.) મારી ઓળખને છોડો,મારા મુદ્દા ખોટા છે? હાજરી નોંધાવવાની આટલી બધી તીવ્રતા? સીમ્સ ટુ બી સીવીયર આઇડેન્ટીટી ક્રાઇસીસ. ઓ.કે,બાય ફોર ધીસ પોસ્ટ.
ReplyDeleteBiren...thnx for the reply and putting words straight.
ReplyDeleteAnonymous (I am starting to like this word :D)I do not preach anyone as that is not my profession but, I do opine what I feel (I think it as my right)
I never had any objection for you or anyone here, for putting their views but you made mistake to make fun of us repeatedly and that precisely, why I used such words against anyone ever on any platform.
I am of the opinion to use sober language but I thought this time, you can understand only these two words.
I dont have any ill feeling toward anyone. You can interact with me on nv_mistry@yahoo.com any time and you will change your opinion, that's my guarantee. Enjoy life and be safe always.
નરેન્દ્રભાઇ,
ReplyDeleteહું મારી નહીં, પણ તમારી સમજણ પ્રમાણેનું લખું એવો આગ્રહ રાખવો અયોગ્ય છે. હું બીજા ગુજરાતી લેખકોના ટોળામાં જોડાઇ ગયો છું એવા તમારા અભિપ્રાય વિશે મારે કશું કહેવાનું નથી. એ મારા વિશે ઓછું ને તમારા વિશે વધારે કહે છે. દરેક વખતે મને તટસ્થતા શીખવવાની અને તમારી તટસ્થતા પુરવાર કરવાની તસ્દી ન લો તો વધારે સારૂં.