Thursday, May 13, 2010

આઇ-પેપર

આઇ પેડ આવ્યા પછી લોકોની વાંચવાની ટેવો બદલાઇ જશે એવો એક અંદાજ છે.

ભારતમાં આઇપેડનો મુકાબલો કોની સામે છે એ આપણે જાણીએ છીએઃ આઇ પેડ પર ચાનો કપ મૂકી શકાવાનો નથી, તેનાથી માખી-મચ્છર મારી શકાવાનાં નથી, પખો ખાઇ શકાવાનો નથી.તેમાંથી ચાર પાનાં અલગ કાઢીને કોઇને આપી શકાવાનાં નથી...આઇ પેડ આઇ પેડ છે, તો છાપું છાપું છે- અને આ એવું જ એક દૃશ્ય છે.

રેલવે પ્લેટફોર્મ પર જે રીતે વાયરલેસ પેપર-પાન થઇ રહ્યું છે, તે જોઇને જોનારની આંખ ઠરે એમ છે.

1 comment:

  1. બીરેન9:32:00 PM

    આઇ-પેડમાંથી ગિફ્ટ કુપનનું પ્રિન્ટ આઉટ લઇ શકાય એવી સુવિધા મૂકાય તો કદાચ ફેર પડે!

    ReplyDelete