Thursday, December 25, 2008

અદાલતનાં ચક્કર

અદાલત સાચી હોય કે ખોટી, અસલી હોય કે નકલી, એક વાર એના રવાડે ચડ્યા એટલે ધંધે લગી ગયા સમજવું. શાણા માણસો જેને દૂરથી જ નવ ગજના નમસ્કાર કરે, તેને મારા જેવા સામે ચાલીને બોલાવેઃ-)
અદાલતનાં ચક્કરમાં કેટલાક મુદ્દા વિશે મારે વિગતે લખવાનું બાકી રહ્યું છે. એની અછડતી નોંધ લઇને, એકાદ અઠવાડિયા પછી એના વિશે વિગતે લખવા ધારું છું.
· સંદેશની પૂર્તિમાં સૌરભ શાહની જેલડાયરી વિશે અહીં વાત કરવામાં આવી હતી. એ કોલમનું બાળમરણ થયું છે.
· પાંચેક વર્ષના સિલસિલા પછી ‘દિવ્ય ભાસ્કર’માં હવે પ્રકાશ ન. શાહના તંત્રીલેખો પ્રગટ થશે નહીં. એટલે ‘શબ્દાર્થપ્રકાશ’ની મુખ્ય સામગ્રી હવે સહજતાથી, રોજેરોજના અખબારમાંથી નહીં મળે. પરંતુ આ માધ્યમ થકી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી અજયભાઇ ઉમટને એવી વિનંતી કરીએ કે ‘ભાસ્કર’ની લાયબ્રેરીમાંથી ‘શબ્દાર્થપ્રકાશ’ શરૂ થયા પહેલાંનાં ભાસ્કરની ફાઇલો સુલભ કરાવી આપે, તો એ કામ આગળ વધારી શકાય. મહિને-પંદર દિવસે એકાદ વાર હું ભાસ્કરની ઓફિસે જઇને કલાક બેસીને આ કામ કરી શકું.
· ‘ટાઇમ્સ’ સાથે મફત આવતું ‘મિરર’ હવે અલગ થયું છે અને તેનો એક રૂપિયો વધારાનો આપવાનો થાય છે.
· ‘ટાઇમ્સ’માં મિત્ર આશિષ વશીએ લખેલો શતાયુ તસવીરકાર પ્રાણલાલ પટેલનો ઇન્ટરવ્યુ, અને ખાસ તો અમારા એક જૂના સાહસની યાદ તાજી કરાવતા તેમના જૂના ફોટા સાથે એ જ સ્થળોની નવી તસવીરોનો વિભાગ. (પ્રાણલાલદાદાને ગઇ કાલે મળ્યો ત્યારે તેમણે ચાળીસ વર્ષના માણસની જેમ કહ્યું,’વચ્ચે આ ઘૂંટણમાં થોડો દુઃખાવો થયો હતો. પણ હવે સારું છે. તમારા કાર્યક્રમમાં આવીશ જ.’
આ બધા વિષયો અંગે કાર્યક્રમમાંથી પરવાર્યા પછી વધુ વાતો કરીશ. હમણાં કાર્યક્રમની તૈયારીઓને લીધે બ્લોગનાં ગાબડાં માફ.

2 comments:

  1. હા એ, તો બ્લોગ પર સતત ઘણાં દિવસો સુધી કોઈ હિલચાલ ન દેખાઈ એટલે મનોમન ધારી લીઘું કે તમે કાર્યક્રમની તૈયારીમાં પડ્યા છે. તમને કાર્યક્રમ માટે તમે ચિંચિત અને વ્યસ્ત હો એ સ્વાભાવિક છે, પણ અમેય ઉત્સાહી છીએ. રવિવાર આવે તેની રાહ છે અને કાર્યક્રમમાં અડધી કલાક પહેલા પહોંચવા માટે આવનારા સંભવિત તમામ વિધને દૂર થાય તેની તકેદારી પણ રાખી છે.

    ReplyDelete
  2. અભિનંદન અને શુભેચ્છા.
    પિયુષ મહેતા.
    સુરત્

    ReplyDelete