Monday, December 08, 2008

મતિ અને સાબરમતી


ગુજરાતી પત્રકારત્વની દુનિયાના - ઘણા લોકો યોગ્ય રીતે જ કહે છે તેમ, પત્રકાર ‘આલમ’ના - અંગત ચોપડા ન ખોલવાનું સામાન્ય ધોરણ આ બ્લોગ માટે સ્વીકાર્યું છે. પરંતુ ગઇ કાલથી સંદેશની રવિવારની પૂર્તિમાં સૌરભ શાહની કોલમ ‘મારા જેલના અનુભવો’ મોટા ઉપાડે છપાય અને તેમાં લખનાર કે છાપનારના પક્ષે જરાસરખો પણ અપરાધભાવ ન હોય, એ નોંધપાત્ર છે. હર્ષદ મહેતા કે કેતન પારેખના જમાનામાં તેને આઘાતજનક કે આશ્ચર્યજનક તો કેમ કહેવાય?

આ તસવીરમાં મુકેલાં બે કટિંગ એન્લાર્જ કરીને તેમાંથી ડાબી બાજુના કટિંગ પર જરા ગૌર કરો. ખાસ કરીને તેની છેલ્લી લીટીઓ. આ કટિંગ ૧૬ જૂન, ૨૦૦૮ના ‘સંદેશ’નું છે. તેમાં લખ્યા પ્રમાણે, સૌરભ શાહે ‘વિચારધારા’ સામયિકની જાહેરાતો ‘સંદેશ’ દૈનિકમાં છપાવીને તેના બીલના રૂ.૧૩,૬૬,૫૬૦ નહીં આપીને છેતરપીંડી કરી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં સંદેશના લીગલ ઓફિસર સુરેન્દ્રભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી.

હકીકતે, લવાજમ અને જાહેરાતોની રકમ બાબતે છેતરાયાની લાગણી અનુભવતા અને ફરિયાદ નોંધાવી ન હોય એવા લોકો મોટી સંખ્યામાં છે. પણ અહીં નોંધપાત્ર મુદ્દો એ છે કે ‘સંદેશ’ની ફરિયાદને આધારે સૌરભ શાહને સાબરમતી જેલમાં જવું પડ્યું.

ખરો ટિ્વસ્ટ એ છે કે તેમને જેલમાં મોકલનાર ‘સંદેશ’માં હજુ તો કેસ પણ પૂરો થાય તે પહેલાં, એમની કોલમ શરૂ થઇ છે. વક્રતા એ પણ ખરી કે સંદેશની એ પૂર્તિનું નામ ‘સંસ્કાર’ પૂર્તિ છે.

નીદા ફાઝલીની બે પંક્તિઓ છેઃ
સાત સમંદર પાર સે, કોઇ કરે વ્યાપાર
પહેલે ભેજે સરહદેં, ફિર ભેજે હથિયાર

ગુજરાતી પત્રકારત્વના સંદર્ભમાં કહી શકાયઃ
સાતોં દિન અખબારમેં, કોઇ કરે વ્યાપાર
પહેલે ભેજે જેલમેં, ફિર છાપે કટાર

સૌરભભાઇએ કોલમની શરૂઆતમાં મુકેલા લખાણમાં ‘ગુજરાતી ભાષામાં જેલના અનુભવો વિશે મૌલિક સાહિત્ય ઝાઝું નથી’ એવું કહીને ગાંધીજી, કાકાસાહેબ જેવા રાજકીય કેદીની સરખામણીમાં પોતાની જાતને ‘સામાન્ય’ અને ‘બિનરાજકીય’ કેદી તરીકે ઓળખાવી છે. આવી ઓળખ આપનાર અને છાપનાર બન્ને ધન્ય છે.

મિત્ર બિનીત મોદી કહે છે, દર ત્રણ દાયકે ગુજરાતી પત્રકારત્વના જેલસાહિત્યમાં નવો મોડ આવે છે. બેંતાળીસની ચળવળ પછી આપણને જયંતિ દલાલ જેવા કેદીઓ મળ્યા, જેમણે સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઇને જેલ વેઠી. ૧૯૭૭માં કટોકટીના કારણે પ્રકાશ ન. શાહ અને વિષ્ણુ પંડ્યા જેવા પત્રકારો-લેખકોના જેલના અનુભવો આપણને મળ્યા અને હવે ૨૦૦૮માં? આર્થિક ઉચાપત બદલ જેલમાં ગયેલા સૌરભ શાહ પોતાના જેલના અનુભવો જણાવશે. જય હિંદ.

7 comments:

 1. એક મિત્રનો આવી કૉલમ શરૂ થઈ રહી હોવાનો એસએમએસ આવ્યો ત્યારે માન્યું હતું કે ત્રાસવાદી ને નેતાઓ સામે અકણામણ ઠાલવી ઠાલવીને આંગળીઓ દુખાડ્યા પછી લોકો કંઈક નવા વિષય તરફ વળ્યા લાગે છે. ઘેર ‘સંદેશ’ આવતું નથી એટલે હવે છેક આ બ્લોગને કારણે ખબર પડી કે એ એસએમએસ ઠાલી મજાક નહોતો!

  ગુજરાતી પત્રકારત્વની મુશ્કેલી એ છે કે તેને પત્રકારો તો કદાચ સારા મળ્યા હશે, પણ વાચકો બંગાળી કે મરાઠી જેવા મળ્યા નથી, જે વાંધો પડે તો અખબાર સામે અવાજ ઉઠાવી શકે. અહીં તો શું ખોટું છે એ જ સમજ પડતી ન હોય ત્યાં અવાજ ઉઠાવવાની વાત તો ક્યાંથી આવે?

  ReplyDelete
 2. આમ તો સૌરભ શહની કલમ સારી છે, એટલે લખાણ સારંુ છે. પણ ‘સંદેશે’ જ તેમને અંદર કરાવ્યા અને હવે સંદેશ જ તેમની કોલમ ‘અંદર’ના પાને છાપે છે. આને શું કહી શકાય?

  ReplyDelete
 3. Anonymous12:16:00 PM

  ye "andar" ki baat hai!
  but Sandesh is known for 'vasooling' paisa by any means. That includes making people write columns for the paper!
  Stay tuned for next few years till 'vasooli-fication' ends.

  ReplyDelete
 4. This is purely a proof of a valueless society. Such a unabashed glorification of an immoral n criminal person by an establishment of similar merits shows where we are heading as a society.

  See the nexus. Saurabh becoming a strong media voice for hindutva, Modi using him n he in turn using Modi, Sandesh encashing both and playing with people's sentiments, VHP supporting Saurabh, Saurabh encashing people's aroused sentiments by publishing Vichardhara, utilising Modi- Satchidanad- Morari bapu- Sandesh- Guj. Samachar- even Nirikshak (!) in his ad campaign, etc. etc.

  I thought people can't see the nexus, but now I think people involved in the nexus are proud of it and people in general know it and are appreciative of it! 'Network' is outdated, 'Nexus' is in. - Kiran Trivedi

  ReplyDelete
 5. Bahu fast bolta 1 mitre mane 1 vaar puchhyu, "saurabh shahni chopadiyo kyathi male?" e bhai fast bolta hovathi mane lekhaknu naam na sambhlayu, etle mein puchhyu, "koni?" ene lagyu k mein saurabhbhainu naam nathi sambhalyu, etle tuchchhakarthi kahe,"(tu) miyo chhun?" Jane saurabhbhainu naam na sambhalnar naatbahar na hoy!

  ReplyDelete
 6. This is indeed ironical and interesting at same time. Guj. Samachar once waged war against Dr. Swaroop, that of Swaroop Sex. This same newspaper published his ads for decades prior to that, and even today they do so. If Gujarat Samachar once calls him a fraud and bogus doctor, why on earth do they have to take his ads now?

  ReplyDelete
 7. # Its a pure professional thing. If Jeffrey Archer writes and sells his prison experiences in voluminous text, people read it and simply welcome it, accordingly it may also encourage other people to write....

  ReplyDelete