Saturday, October 25, 2008
કાયદા-કાનૂનનું ‘જય સ્વામીનારાયણ’ !
આ તસવીર સ્વામીનારાયણ પંથના મણિનગર ફાંટાના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસની કારની છે. કારની આગળની નંબર પ્લેટ પર ફક્ત આટલું જ લખ્યું છેઃ સ્વામી શ્રી ૧૦૦૮. કારની પાછળની બાજુની નંબરપ્લેટ પર કારનો સાચો, કાયદેસર નંબર લખ્યો છેઃ GJ-1-HC-1008
સંસાર તજી ચૂકેલા મહારાજો મર્સિડીઝમાં ફરે એ વાત જ વિરોધાભાસી અને ખીજ ચડાવે એવી નથી? આટલું ઓછું હોય તેમ મહારાજોના ચેલા આરટીઓમાંથી ૧૦૦૮ જેવા નંબર લઇ આવે અને એટલાથી પણ ન ધરાતાં નંબરપ્લેટો પર કાયદાનો ભંગ કરીને પોતાના અહમના દેખાડા કરે.
અગાઉ વર્લ્ડ કપ વખતે ભારતની ટીમ કપ જીતે એ માટે આ જ પુરૂષોત્તમપ્રિયભાઇએ જાહેર સભા કરી હતી, તેમાં પોતે મંચ પર બેટ લઇને ઊભા રહ્યા. ઓડિયન્સમાંથી ભક્તો બોલ નાખે અને પુરૂષોત્તમપ્રિયભાઇ ફટકા મારીને ભક્તોને ધન્ય કરે! આ તસવીર એ વખતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ‘અમદાવાદ ન્યૂઝલાઇન’માં છપાઇ હતી.
વિચારવાનું મહારાજોએ નથી. એ તો લોકોની ઘેલછા પર જલસા કરે છે. વિચારવાનું તેમના ભગતોએ અને છાશવારે લાગણી દુભાવવા નીકળી પડતી પ્રજાએ છે. નથી લાગતું કે મહારાજોની અને તેમના ભગતોની ગાડીનાં જ નહીં, મગજનાં પણ પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) સર્ટિફિકેટ કઢાવવાનો વખત પાકી ગયો છે? (તસવીર : બિનીત મોદી)
સંસાર તજી ચૂકેલા મહારાજો મર્સિડીઝમાં ફરે એ વાત જ વિરોધાભાસી અને ખીજ ચડાવે એવી નથી? આટલું ઓછું હોય તેમ મહારાજોના ચેલા આરટીઓમાંથી ૧૦૦૮ જેવા નંબર લઇ આવે અને એટલાથી પણ ન ધરાતાં નંબરપ્લેટો પર કાયદાનો ભંગ કરીને પોતાના અહમના દેખાડા કરે.
અગાઉ વર્લ્ડ કપ વખતે ભારતની ટીમ કપ જીતે એ માટે આ જ પુરૂષોત્તમપ્રિયભાઇએ જાહેર સભા કરી હતી, તેમાં પોતે મંચ પર બેટ લઇને ઊભા રહ્યા. ઓડિયન્સમાંથી ભક્તો બોલ નાખે અને પુરૂષોત્તમપ્રિયભાઇ ફટકા મારીને ભક્તોને ધન્ય કરે! આ તસવીર એ વખતે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની ‘અમદાવાદ ન્યૂઝલાઇન’માં છપાઇ હતી.
વિચારવાનું મહારાજોએ નથી. એ તો લોકોની ઘેલછા પર જલસા કરે છે. વિચારવાનું તેમના ભગતોએ અને છાશવારે લાગણી દુભાવવા નીકળી પડતી પ્રજાએ છે. નથી લાગતું કે મહારાજોની અને તેમના ભગતોની ગાડીનાં જ નહીં, મગજનાં પણ પીયુસી (પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ) સર્ટિફિકેટ કઢાવવાનો વખત પાકી ગયો છે? (તસવીર : બિનીત મોદી)
Labels:
Binit Modi,
Gujarat/ગુજરાત,
photo,
religion,
swaminarayan,
ભગવાંની લીલા
Subscribe to:
Post Comments (Atom)
Binitbhai is also great photographer, I found out today..
ReplyDeleteAnd you your comment is to gooooooooooood
We may start to click such type of offbeat (and also OFFRULES!) picture and put it on blog with your extra comment!
ઉર્વિશભાઈ, આજે ફરી એક ટાઈટ સેલ્યુટ મારા તરફથી.............
ReplyDeleteBhagwan -RajNishjee Had 75( I repeat 75) Rolles Royes--To break his record,they need 75 more .With the grace of Bhaktas, they will meet the goal.
ReplyDeleteBy the way-Maharshi Mahesh Yogi had a Jet plane.
Dayyum..A Mercedes and that too S class..
ReplyDeleteI am all set to become a monk..Heck for a merc S class I can be anything..
This damn car costs more then 65Laks..
This comment has been removed by the author.
ReplyDeleteઉર્વીશભાઈ બ્લોજગતમાં આવ્યા બાદ એક નવી અને તાજી હવાનો અનુભવ થયો છે. આ પોસ્ટ પર જોવા મળતી કારનો નંબર અપણા સૌ માટે આંખ ખોલનારો છે. આપણી ધર્મભાવના ક્યાં જઈને અટકશે ને આપણને ક્યાં ક્યાં લઈ જશે ?!
ReplyDeleteબાળકોનાં બલી ચડાવી દઈનેય આપણી ધાર્મીકતા જીવતી રહે છે, ને ધર્મધુરંધરો (બળદને માટેય ‘ધુરંધર’ શબ્દ વપરાય છે !) આપણું ખેતર ખેડ્યા કરે છે, ને ‘ચર્યા’ કરે છે !! આમાં બળદકાર્ય આપણે કરવાનું ને ચરવાનું કામ ધુરંધરોનું હોય છે.
અદ્દભુત વાત છે. અભિનન્દન. પણ આ દેશમાં સ્વામીનારાયણના કે અન્ય કોઈ પણ ધર્મ-સંપ્રદાયના સાધુઓની-પાદરીઓની-મુલ્લાઓની નાલાયકીનો કોઈ ઉપાય જ નથી. માત્ર પ્રજા જ તેમને સીધા કરી શકે છે. આ દેશમાં કોઈ કાયદાથી પર નથી, પણ એની સમજ ખુદ પ્રજાને નથી. જો હોત તો આવા પાખંડીઓ સામે લોકોએ ઘૂંટણ ટેકવ્યા ન હોત. જો પ્રજા કાયદા અંગે સભાન હોત તો આવા અત્યાચારો ન હોત. એટલે તો કોઈ સરકારો પ્રજાને ભણવા જ દેતી નથી. ભણેલી પ્રજાને મૂર્ખ બનાવવી સરળ નથી.
ReplyDeleteઆપણા ધર્મના વડાઓ પોતાની જાતને કોઈ એવી મહાન જાત ગણવા લાગ્યા છે કે જાણે કાયદો એમના માટે છે જ નહીં. સારું, ચાલો, આ બધું જોઈને તો ઓશોની તમામ વાતો લોકોને સમજાશે. આ દેશમાં કોઈને પણ નંબર વગરની ગાડી લઈને નીકળવાનો અધિકાર નથી, પણ તોય આવી ગાડીઓ જોવા મળે છે એમાં વાંક પ્રજાનો છે. પ્રજા જાગ્રત થશે તો આપોઆપ સૌને કાયદા પાળવા પડશે. બિનીત મોદીની તસવીર સુન્દર છે.
-જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)
ગુજરાતને મિનિ-જાપાન બનાવવાની કેટલાક લોકો મહેનત કરી રહ્યા છે પણ પ્રજાને તો પૂછો! આ રાજ્યની પ્રજા ઇચ્છે તો જ એ શક્ય છે, એ સિવાય નહીં.
ReplyDeleteઆપણે જાહેરમાં ફટાકડા ફોડી-ફોડીને અન્ય લોકોને દઝાડીએ છીએ ત્યારે એ ખ્યાલ આપણા મનમાં હોતો નથી કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે લગ્ન-પ્રસંગોએ જહેર રસ્તાઓ પર હાહાકાર મચાવીને આપણી સંપત્તિનું વરવું પ્રદર્શન કરીએ છીએ ત્યારે આપણે આપણું સ્વપ્ન ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણાં વાહનોની નંબર-પ્લેટ પર નંબરના બદલે આપણે કોઈ પણ ધર્મનું નિશાન લગાવી દઈએ છીએ, અથવા 'સ્વામી શ્રી ૧૦૦૮' લખી દઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે તલાટીને ૫૦ રૂપિયા આપીને કામ કઢાવી લઈએ છીએ ત્યારે આપણા મનમાંય નથી હોતું કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે એસ.ટી. બસમાં કે રેલવેમાં આપણા ધર્મનાં ચિહ્નો લગાવાવા માટે બાંયો ચડાવીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે જાહેરમાં આપણી સ્વતંત્રતા ભોગવવા માટે અન્ય કેટલાય લોકોની સ્વતંત્રતાનો બલિ ચડાવી દઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. જાહેર સેવાઓમાં આપણે તમામ પ્રકારની કુસેવા અને ભ્રષ્ટાચાર આચરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણને કોઈ જાગ્રુત નાગરિક સાચો નિયમ બતાવે તો આપણે એને ગુંડાઓ પાસે મરાવીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે કોઈ ધર્મનો ઠેકો લઈને બેસી જઈએ છીએ અને પછી કોઈ પણ ગુનો આસાનીથી કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે. આપણે પોલીસ-પ્રજા-સરકાર એ બધાંની ઉપર આપણો પ્રભાવ પાથરી દઈને કાળાં કામો કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મિનિ-જાપાન બનવાનું છે.
સ્વાતંત્ર્યદિન આવે ત્યારે આપણે ધ્વજ-વંદનમાં ભાગ લઈને ગાંધીજીનો આભાર માનીએ છીએ કે હે બાપુ, તમે ના હોત તો અમારું શું થાત, કેમ કે તમે એ અંગ્રેજોને ભગાડ્યા ત્યારે તો અમે હવે ઇચ્છા મુજબ તમામ 'કામ' કરી શકીએ છીએ! રહેવા દોને ભાઈ, નથી બનવું અમારે મિનિ-જાપાન! આમાં જ મજા મજા મજા છે!
- જલાલ મસ્તાન 'જલાલ' (ગુજરાતી ગઝલકાર)
jalalmastanjalal.wordpress.com
સ્વામીનારાયણના સાધુની આવી બિનજરૂરી હોંશિયારી એ સ્વામીનારાયણ સંપ્રદાય માટે એક કલંક સમાન છે.
ReplyDeleteOh GOD..!
ReplyDelete