Thursday, June 12, 2014

‘દિવ્ય ભાસ્કર’ ના ચીફ રીપોર્ટર, ગુજરાત માટે ગૌરવરૂપ ગણાય એવા પત્રકાર પ્રશાંત દયાળની બદલી અમદાવાદથી ધનબાદ કેમ થઇ?

પત્રકારત્વનો વ્યવસાય બહુ વિચિત્ર છે. ઑફિસની બહાર પત્રકારોએ લોકો સાથે થતા અન્યાયના કે લોકોના હક ડૂબતા હોય તેના સમાચાર લાવવાના, પણ ઑફિસની અંદર પોતાના હકની વાત આવે ત્યારે દબાઇ-ચુમાઇને બેસી જવાનું. બહાર શેર બનીને ફરનારાએ ઑફિસમાં ‘વફાદાર’ બની જવાનું- ક્યારેક પ્રકૃતિવશ, ક્યારેક રોજગારીની બીકથી, ક્યારેક માલિકોને વહાલા દેખાવા માટે ને ક્યારેક આ બધાં કારણોના મિશ્રણથી.   

મિડીયા હાઉસ સામે નાનીસરખી પણ કાર્યવાહી થાય ત્યારે ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ખતરો’ અને ‘લોકશાહીની ચોથી જાગીર પર હુમલો’ની કાગારોળ ઉઠે, પણ તેના પાયામાં રહેલા પત્રકાર સાથે મિડીયા હાઉસ મનમાની કરે ત્યારે ચૂં કે ચાં ન થાય. 

અખબારોમાં કામ કરતા પત્રકારો-બિનપત્રકારોનાં યોગ્ય પગારધોરણ માટે વર્ષ ૨૦૦૯માં મજિઠીયા પગારપંચ / Majithia Wage Boardની રચના થઇ હતી. એ પંચે કરેલી ભલામણોને સરકારે નવેમ્બર, ૨૦૧૧માં સ્વીકારી. તેની સામે વિવિધ અખબારોનાં મેનેજમેન્ટ અદાલતમાં ગયાં. છેવટે તેમની હાર થઇ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે મેનેજમેન્ટોની રજૂઆતને ફગાવી દીધી અને આદેશ આપ્યો કે એપ્રિલ, ૨૦૧૪થી અખબારોએ પોતાના તમામ (પત્રકાર-બિનપત્રકાર) કર્મચારીઓને મજિઠીયા પંચની ભલામણો પ્રમાણેનો પગાર ચૂકવવો. એટલું જ નહીં, આ પગારધોરણનો અમલ નવેમ્બર, ૨૦૧૧થી થયેલો ગણાશે. માટે નવેમ્બર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૪ સુધીના સમયગાળામાં કર્મચારીઓને ચૂકવવાપાત્ર થતો તફાવત મેનેજમેન્ટોએ એક વર્ષના ગાળામાં ચાર સરખા હપ્તામાં ચૂકવી દેવો. 

ઘણાંખરાં અખબારોએ હજુ સુધી સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કર્યું નથી કે એ વિશે મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ ‘દૈનિક ભાસ્કર’ જૂથ આ બાબતમાં બે ડગલાં આગળ વઘ્યું. તેમણે તારીખ વગરનો એક કાગળ તૈયાર કર્યો, જેમાં એ મતલબનું લખાણ હતું કે ‘અમે અત્યારના પગારોથી સંતુષ્ટ છીએ અને અમારે મજિઠીયા પંચ પ્રમાણેનો પગાર જોઇતો નથી.’ આ લખાણ પર પત્રકાર-બિનપત્રકાર બધા કર્મચારીઓની સહી લેવાનો કાર્યક્રમ શરૂ થયો. 

દરેક વિભાગના વડાને આવું કાગળિયું પકડાવી દેવામાં આવ્યું. વિભાગી વડાઓ પોતાને રીપોર્ટ કરતા કર્મચારીઓને બોલાવીને કાગળીયા પર તેમની સહી કરાવી લે. આ કાગળમાં કે સહીની નીચે તારીખ લખવામાં આવતી નથી, જેથી કંપની આ પ્રકારના નિવેદનનો પોતાને ફાવે તેમ ઉપયોગ કરી શકે. 

‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિમાં આ પ્રકારનું કાગળિયું ચીફ રીપોર્ટર પ્રશાંત દયાળને આપવામાં આવ્યું, ત્યારે પ્રશાંતે તેની પર સહી કરવાની ચોખ્ખી ના પાડી. તેણે કહ્યું કે રીપોર્ટરોમાંથી કોઇએ મજિઠીયા પંચની ભલામણોનો અમલ સામે ચાલીને માગ્યો નથી. પછી આવા કોઇ નિવેદન પર સહી શા માટે કરવી જોઇએ? 

Prashant dayal/ પ્રશાંત દયાળ
રાબેતા મુજબની રીપોર્ટર્સ મિટિંગમાં મજિઠીયા પંચ વિશેની વાતમાં પ્રશાંતે કંપનીનો કાગળ શું કહેવા માગે છે એ સાથી રીપોર્ટરોને જણાવ્યું અને કહ્યું કે દબાણમાં કે દેખાદેખીમાં આવ્યા વિના, સૌએ પોતાની જાતે નિર્ણય લેવાનો છે. કોઇની પર સહી કરવાનું કે ન કરવાનું દબાણ હું કરવાનો નથી. 

પ્રશાંતે કાગળીયા પર સહી ન કરી. તેની સાથે કામ કરતા બીજા રીપોર્ટરોએ પણ કાગળીયા પર સહી ન કરી. સ્થાનિક સ્તરે મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે રહેલા લોકો મિત્રો જ છે. એટલે વિરોધના પગલામાં અંગત કડવાશ કે દુર્ભાવની ગુંજાઇશ ન હતી, પરંતુ સવાલ ન્યાય, હક અને ગૌરવનો હતો. 

પ્રશાંતની પોતાની વાત કરીએ તો, ‘દિવ્ય ભાસ્કર’ તેને ઊંચા પગારે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંથી લઇ આવ્યું હતું. એટલે અંગત રીતે પ્રશાંતને મજિઠીયા પંચના અમલથી ફાયદો થવાની કોઇ શક્યતા નથી. ઊલટું, મજિઠીયા પંચ પ્રમાણે બીજા રીપોર્ટરોના પગારમાં નોંધપાત્ર વધારો પણ, પ્રશાંતના પગારમાં ઘટાડો થાય એમ છે. પરંતુ આ મુદ્દો પગારવધારા કે ઘટાડાનો નથી. અસંમતિ હોય ત્યાં કંપની સમંતિપત્રક પર સહી કરવાની ફરજ શી રીતે પાડી શકે? 

પ્રશાંતે કંપની સાથેની વાતચીતમાં કહ્યું કે અમારામાંથી કોઇએ મજિઠીયા પંચના અમલની માગણી કરી નથી. પછી આવા કાગળ પર સહી શા માટે કરવી જોઇએ? કારણ કે કંપનીએ ધરેલા કાગળમાં કાંડા કાપી આપવાની વાત છે. સહી કરવાની ના પાડ્યા પછી કંપનીના એચ.આર. સહિતના સંબંધિત વિભાગોને પ્રશાંતે તા.4-6-14ના રોજ એક ઇ-મેઇલ પણ કર્યો હતો, જેમાં તેણે લખ્યું કે મારી સામે બદલી કે હકાલપટ્ટી જેવી કાર્યવાહી થઇ શકે છે. સાથે ચોખવટ પણ કરી હતી કે આમાં યુનિઅનબાજીનો કે બીજા લોકોને ઉશ્કેરવાનો કોઇ ખ્યાલ નથી.  (આખો ઇ-મેઇલ પોસ્ટના અંતે મૂક્યો છે)

પ્રશાંતની દલીલનો તાર્કિક કે નૈતિક રીતે જવાબ આપવાને બદલે કંપનીએ પ્રશાંતને કહી દીઘું કે તમારી બદલી ધનબાદ (ઝારખંડ) કરવામાં આવે છે. પ્રશાંતે હજુ સુધી બદલીના કાગળનો સ્વીકાર કર્યો નથી. પરંતુ એટલું નક્કી છે કે હવેની લડાઇ કાનૂની રહેશે અને લાંબી ચાલશે. કારણ કે એ રૂપિયાપૈસા માટેની નથી. એ ન્યાય, હક અને ગૌરવ માટેની છે. 

‘જીવતી વારતા’ના લેખક, ગુજરાતના ઉત્તમ-સંવેદનસભર ક્રાઇમ રીપોર્ટર, જેની પર ફક્ત ‘દિવ્ય ભાસ્કર’ને જ નહીં, આખા ગુજરાતને ગૌરવ થઇ શકે, એવા પ્રશાંતને અન્યાયનો વિરોધ કરવા બદલ ધનબાદ મોકલવાનું ફરમાન નીકળે, એ ફક્ત છાપા કે પત્રકારત્વ માટે નહીં, સમાજ માટે પણ ખેદજનક છે. 

આ લડાઇ ફક્ત પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની નથી. જે લોકો સારા પત્રકારત્વની-સારા સમાજની અપેક્ષા રાખતા હોય, પત્રકારત્વમાં સારા માણસો હોવા જોઇએ, પણ બહુ હોતા નથી- એવું જેમને લાગતું હોય, એ સૌ આ લડાઇમાં પોતાનો નૈતિક ટેકો આપી શકે છે. 

નોંધ : 
૧. હું ‘ગુજરાત સમાચાર’ સાથે કોન્ટ્રાક્ટથી સંકળાયેલો છું, પણ સોશ્યલ મિડીયા પરની મારી હાજરી વ્યક્તિગત છે. તેની સાથે ‘ગુજરાત સમાચાર’ને કોઇ પણ પ્રકારની લેવાદેવા નથી.
૨. ગુજરાતનાં  બીજાં કોઇ અખબારોએ ‘અમારે મજિઠિયા પંચની ભલામણ પ્રમાણે પગાર જોઇતો નથી’ એવાં કાગળિયાં તૈયાર કરીને તેની પર કર્મચારીઓની સહી માગી હોય એવું જાણમાં નથી. 

બદલીના થોડા દિવસ પહેલાં, તા 4-6-2014ના રોજ પ્રશાંતે કરેલો ઇ-મેઇલ 

Dear Sir,

I am writing this mail in connection with the recent events of State editor and City editor calling reporters and compelling them to sign to waive off their rights to get benefits of recommendations of Majithiya commission, approved by the supreme court. I am writing this email representing the Ahmedabad City Reporters as their team leader and upon their request. Reporters tell me that those who have not signed on the papers, made individual choice and it was their personal decision. This is put to your notice that those who have either refused or were unable to sign were not against the management and are working in harmony. The work environment has been better and I believe should always remain the same. 

Reporters were told that the company may retrench or transfer the staff if the person doesn't sign the papers. This stand is not professionally appropriate and if after such threats to reporters, any coercive actions are taken against them, I believe it is the time for the HR to ensure that such steps are not taken. This is to clarify that this is not a union activity or rebel against the management or the company.

I hope that you would take the email in spirit rather than going on the language of this email.

Yours sincerely,

Prashant Dayal

Chief reporter

19 comments:

  1. https://www.facebook.com/vistasp.hodiwala.3/posts/10153159874950260?notif_t=like

    ReplyDelete
  2. પ્રશાંત દયાળ જેવા સારા અને સાચા માણસો છે ત્યાં સુધી સમાજ નો નૈતિક ટેકો આપોઆપ મળતો રહેશે. આજના સમયમાં પણ દિવ્યભાસ્કર જેવું અખબાર આવી તાનાશાહી ચલાવે એ સાચે જ શરમજનક છે.

    ReplyDelete
  3. અસંભવની વિરુદ્ધ લડાઈ..
    જે અખબાર દિવ્ય ભાસ્કરમાં ‘અસંભવની વિરુદ્ધ’ કોલમ આવે છે, જેમાં દેશ-દુનિયામાં થતા અન્યાય સામે લડવા માટે ‘વિચારોત્તેજક લખાણ’ આવે છે, એ જ અખબારમાં જ્યારે વરીષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે જ્યારે મજીઠિયા પગારપંચ મામલે જ્યારે સહી કરવાનો ઇનકાર કર્યો તો છેક ૧૭૫૦ કિમી દૂર ઝારખંડના ધનબાદમાં બદલી કરી દેવાઈ. અન્ય એક પત્રકાર જયેશ શાહની પણ બદલી ધનબાદ કરી દેવાઈ છે. સમાજમાં લોકોના હક્ક અને ન્યાય માટે લડતા પત્રકારોએ આજે પોતાના ન્યાય માટે જંગે ચઢવું પડ્યું છે. અસંભવની વિરુદ્ધ આ લડાઈ છેડાઈ છે અને તેના પરિણામો તો સમય જ બતાવશે. પરંતુ જાહેરાતો અને બ્રાન્ડિંગ થકી પોતાની ઊજળી છબી બતાવવા વ્યાવસાયિક અખબારી-મીડિયા જૂથનો આ વાસ્તવિક ચહેરો છે. સમાજના ન્યાય માટે સાથે લડવાની છડી પોકારવાની વાતો કરતું સમૂહ અત્યારે રીતસર શોષણખોરી પર ઉતરી આવ્યું છે અને આ શોષણખોરી સામે અવાજ ઉઠાવનારાઓનો અવાજ દબાવી દેવાના પ્રયાસો શરૂ થયા છે.
    લડાઈ તો ચાલશે.. નોકરીઓ બદલાશે… સમય જતાં કદાચ બધું થાળે પણ પડશે પરંતુ પત્રકારત્વની તવારીખમાં આ ઘટનાઓ નોંધપાત્ર બની જશે. કોઈ જયચંદ-અમિચંદ તરીકે પંકાશે, કોઈ રાણાપ્રતાપ તરીકે. આ સંગ્રામના રાણા પ્રતાપો ઓછા છે અને જયચંદો વધુ…અન્યાય સામે છેડાયેલી લડતને મારું અંગત રીતે સંપૂર્ણ સમર્થન છે..
    (આ વિચારો સંપૂર્ણ રીતે મારા અંગત છે)
    સંદીપ કાનાણી

    ReplyDelete
    Replies
    1. દેશ - દુનિયાને થતા અન્યાય માટે લડનારી ચોથી જાગીરને પણ (રાજકારણ)નું ગ્રહણ નડ્યું હોય તેવું પ્રતીત થાય છે. આખરે તો દીવા તળે અંધારું ........ એ કહેવતને માનવી પડે.

      દિલીપ વસાવા

      Delete
  4. અખબારના માલિકોને પોતાનો ધંધો વહાલો હોય છે. તંત્રીને પોતાના લેખ બાબત બહુ ગૌરવ હોય તો સ્વતંત્ર અલગ બ્લોગ કે વેબસાઈટ ઉપર લખી શકે છે. બાકી ધંધામાં તો માલિકને વફાદાર રહેવું પડે અને ઉઠબેસ પણ કરવી પડે. હું અખબારનો માલિક હોંઉ તો મારો પીએ બનાવું. બસ પછી ૨-૩ દિવસમાં ખેલ ખલાસ...

    ReplyDelete
  5. Bhabhai Bharat Pathak7:12:00 AM

    For last number of years, me and my family in Gujarat have been regular readers of Divya Bhaskar. Now that I have come to know this, the least I can do to express my deep regret for what DB has done and to show support for a just and dignified stance of Shri Dayal and other journalists, I would not buy/read DB, till its owners (1) accept the Majithia Committee report and act accordingly; and (2) tender a public apology to Mr. Dayal, to all journalists and to the public of India. This I feel is the least I can do as a mere reader & as true news seeker. Thanks Urvish Kothari for your write up.

    ReplyDelete
  6. great confidence....salute Prashantji...!!!

    ReplyDelete
  7. 1947ની સાલ વીતી ગઇ છે પણ અગ્રેંજો હજુ ગયા નથી. સાથે જ ગુલામો પણ યથાવત છે. દિવ્ય ભાસ્કરમાં પોતાના હક માટે નોકરી છોડી ગયેલા તમામ પત્રકારોને સલામ... અને કડવી હકીકત છે કે કોઇપણ બહાનું બતાવીને નોકરશાહી વેઠી રહેલા તમામ પત્રકારોને કોઇ પણ રીતે પત્રકાર કહી શકાય નહી.તેવું મારુ માનવું છે...

    ReplyDelete
  8. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે મેનેજમેન્ટોની રજૂઆતને ફગાવી દીધી અને આદેશ આપ્યો કે એપ્રિલ, ૨૦૧૪થી અખબારોએ પોતાના તમામ (પત્રકાર-બિનપત્રકાર) કર્મચારીઓને મજિઠીયા પંચની ભલામણો પ્રમાણેનો પગાર ચૂકવવો. એટલું જ નહીં, આ પગારધોરણનો અમલ નવેમ્બર, ૨૦૧૧થી થયેલો ગણાશે. માટે નવેમ્બર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૪ સુધીના સમયગાળામાં કર્મચારીઓને ચૂકવવાપાત્ર થતો તફાવત મેનેજમેન્ટોએ એક વર્ષના ગાળામાં ચાર સરખા હપ્તામાં ચૂકવી દેવો.

    જ્યારે સુપ્રીમ કોર્ટનો હુકમ હોય ત્યારે એ હુકમની અમલવારી કરવામાં ઠાંગાઠૈયા કરવામાં આવતા હોય તો, પ્રશાંત દયાળના ઇમેઇલને આધાર બનાવી - સુપ્રીમ કોર્ટ સમક્ષની અરજી ગણીને સુપ્રીમ કોર્ટ પોતે જ દિવ્ય ભાસ્કર સામે નામ. સર્વોચ્ચ અદાલતના હુકમનો અનાદરનો કેસ ગણીને દિવ્ય ભાસ્કરને ન્યાયના પાંજરામાં લે તો કંઇક થાય.

    પરંતુ આ તો વાત થઇ સુપ્રીમ કોર્ટ પોતે પગલાં લે એની !! એક સુંદર મનોહર કલ્પના અને આશા...

    પરંતુ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જે પેપરો પર સહીઓ લેવામાં આવી તે નકલો, પ્રશાંત દયાળનો આ ઇ-મેઇલ, અને પછીનો ઝારખંડમાં બદલીનો હુકમ... એ બધું અને ખાસ કરીને દિવ્ય ભાસ્કરના કર્મચારીઓને આપવા માં આવેલો પેપર કે જેના પર બધાએ સાઇન કરવાની હતી, તેને આધાર બનાવવો જોઇએ. એક લો પોઇન્ટ એ બને છે કે, જેમણે જેમણે આવા પેપર ઉપર સહી કરી છે તે એક નિશ્ચિત ફોરમેટમાં તેમને આપવામાં આવેલા એક સરખા અગાઉથી પ્રીપેર્ડ કરેલા ફોરમેટમાં જ બધાએ સહીઓ કરી છે. એટલે કે, તે નિવેદનો, કે તેઓ સંતુષ્ટ છે અને તેઓને મજીઠીયા પંચની ભલામણ મુજબનો પગાર નથી જોઇતો; એ એમ્પ્લોયર દિવ્ય ભાસ્કરે જ બધાને દબાણ કરીને પાડેલી ફરજ જ છે કારણ કે બધાના એવી મતલના નિવદેનો એ એક સરખા જ છે. ફરજ પાડવામાં આવી ના હોય તો, બધા કર્મચારીઓના એવા સહી કરેલા પેપર એક સરખા હોય નહીં. એટલે એ પેપર ઉપર કરેલી સહીઓવાળા નિવેદનો દૂષિત છે અને સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરવા કરવામાં આવેલો એક વિચારપૂર્ણ કૃત્ય ગણીને સુપ્રીમ કોર્ટના અનાદરનો કેસ પ્રશાંત દયાળે સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવો જોઇએ.

    બીજુ કે, વધુ વેતન લેવા માટે કદી કોઇ સામે ચાલીને ઇન્કાર કરે એ સ્વાભાવિક કૃત્ય નથી પણ એવી મતલબનું લખાણ લઇ લેવાનું કૃત્ય એક અનલોફૂલ એસેમ્બલી રચીને મેનેજમેન્ટે કરેલું દુષ્કૃત્ય છે - એ મુદ્દો સુપ્રીમ કોર્ટના અનાદરની અરજીમાં સામેલ કરવો જોઇએ.

    ReplyDelete
  9. This is really very sad. Modern form of exploitation. All journalist should unite and protest this decision.

    ReplyDelete
  10. o It was expected long back. It is strange it took this much long.Prashant Dayal must be biting his teeth on his own dumping ToI . Ajay Umat dumped Gujarat Samachar to join Divya Bhaskar. He jumped to ToI ,eventually to land in Ahmedabad with Navgujarat Samay.
    Very few educated,white collar 'dubla' has choice to select or change their masters, i mean ,employers.Prashant Dayal, Ajay Umat are few lucky ones.New news papers arouse hopes amongst journalists and nonjournalists. Eventually they join the old ones in the game..When it is a matter of business they do not spare any dagger or weapon. When it is aquestion of law compliance they forget personal and professional animosity and join hands very firmly.Outcome of Majithia Commission is eye opener for all.
    Media owners match our law makers. Politicians in the role of MPs and MLAs 'quarrel' in public only to share dinner and sometimes bed in dark hours.They never resort to pandemonium when it is a question of rise in their salary (sic) and perks.Otherwise all sorts of 'isms' prevent them from attending regular session of parliament and assemblies.


    i doubt the outcome of this episode. It is advisable for Prashant Dayal and other journalists to settle the issue in the shortest possible time.Prashant has seen hard reality of others but except Urvish Kothari no one will see his hardships. i have waged many such battles for me and others . Some of them i won . But at what cost? Minimum of ten to twelve years for final resolution.i have the best and worst experience of laws, courts, judges and justices.Our labour, civil and criminal justice system is not as healthy as we in media alwayas think.
    In a broad generalisation i say that our higher courts often smack of family courts! a seniior counsel (sic) runs a series of law colleges,Children of politicians, govt officers ,judges study there. The placements are accomodative.Often the matters miss the daylight and disappear in darkness created by the relationship of the teacher and the taught.
    Prashant Dayal will not be able to buy justice. i am sure about it.
    I incur a risk of getting a contempt notice from judiciary.Let it be so. it will purify my mind and clarify the inherent evils in all levels of judiciary.All talks of liberalisation of labour likes for employment enhancement are nothing but crude jokes.Despite all laws labour courts ,tribunals, high courts and supreme court are helpless in getting their judgments implemented.Few of judges and justices fume but in vain.The biggest law offenders are our law makers who appoint and transfer judges as member/s of executive.We have reached an impasse. Let Dayal and Kothari lead us to light. Best luck.
    2.

    ReplyDelete
  11. Very unfortunate,
    SATYA MEV JAYTE.
    Fight it out.
    God bless you.

    ReplyDelete
  12. Where is Journalist's Union? What action they propose? Are reporters including Prashant members of any Union?

    ReplyDelete
  13. Anonymous3:52:00 PM

    દિવ્ય ભાસ્કર છાપું વાંચવાનું અને મંગાવવાનું બંધ કરી દો અને મૂળ ગૂજરાતનાં છાપાં પરપ્રાંતીય ભાસ્કર સામે જંગે ચઢે એટલે ભાસ્કરભાઈ સીધા થઈ જશે. ગુજરાતનાં બાકીનાં છાપાંએ તો આમ પણ મજિઠિયા પ્રમાણે વેતન આપવાનું જ છે, નહીં આપે તો તેમની સામે પણ સુપ્રીમ કોર્ટની અવગણનાનો ડંડો કોક ઉઠાવશે. અચ્છે દિન આ ગયે.

    ReplyDelete
  14. હેલ્લો ઉર્વીશ ભાઈ કોઠારી,
    નમસ્તે અને તમારી કુશળતા.

    તમારો ઈમેલ મળ્યો હતો,મારી સમજણ પ્રમાણે એક વાંચક તરીકે મેં તમને શ્રી મોદી
    વિષે વાત તમારો તંત્રી લેખ વાંચીને લખી હતી. તમે તંત્રી લેખો લખોછો તેની જાણ મને
    ના હતી તેથી મેં શ્રી હરીશભાઈ રઘુવંશીને પૂછીને મેળવી હતી.

    શ્રી મોદીને ભલે સંઘનો સાથ હતો અને ભાજપાના ગુજરાતનાં મૂખ્યપ્રધાન હતા પણ
    2014ની ચુટણીમાં જે રીતે હિન્દુસ્તાનના ખૂણેખૂણે ફ રીને જે પ્રચાર કર્યો હતો
    તે તો તમે અને હું પણ કબુલ કરીએ કે આજસુધી કોઈએ જ વડા પ્રધાનની ચૂંટણી માટે
    આવો પ્રયાસ નથી કર્યો અને જીત મેળવી છે

    અત્યાર સુધી કેટલાય બહુ ભણેલા,અર્ધુ ભણેલા સારા અને નમાલા પણ વડા પ્રધાન બનીને
    હિંદુસ્તાન ના એ જોરદાર તકતા પર આવીને રાજકાજ ની સાથે જલ્સા કરી ગયા પણ આ
    ગુજરાતીએ જે દમ અત્યાર સુધી બતાવ્યો છે તેવો દમ કોઈએ બતાવ્યાનું મારી જાણમાં નથી.
    હવે પછીની વાત નથી અને જે કોઈજ જાણતું પણ નથી.

    તમે, હું અને હિંદુસ્તાન ના બધા લોકો જાણે છે કે આપણી નસોમાં એઆંધળી વ્યક્તિપૂજામાં માણસને
    ભગવાન માની ગદગદ થઈ જતાંયોતિ હોય છે આવી DNA છે ! એટલેજ હિંદુસ્તાનમાં
    ઠગી બાવા,શેતાનસાધુ, બગભગત સંતો અને જુઠઠા જ્યોતિષીઓનો રાફ્ળો નિરંતર સમયોસમય
    ફાટી આવતો હોય છે.પ્રજાને હજુ સુધી અભણ અને કંગાળ રાખવાનું જાણે કાવતરું હોય તેમ
    દરેક સરકારોએ કર્યું છે છેતરામણા વચનો આપીને ધોળા દિવસે તારા જ બતાવ્યા છે !

    તમે એક બાહોશ,નીડર અને વિદિત પત્રકાર છો એટ્લે બધુંય જાણતા હોવ.મારા જેવા વાંચકોતો
    જે કઈ વાંચે અને જુએ તેના પરથી પોતાના વિચારો તમારા જેવાને બે ચાર લીટીઓ લખે,
    તમે શાણા અને દાદ આપો તેવા લાગ્યા છો તમારા બધું શ્રી બીરેન ભાઈ પણ તેવાજ છે.

    આજે મોકલેલ શ્રી પ્રશાન્ત દયાળ વિશેનો લેખ પણ વાંચ્યો આવા નીડર પત્રકારોને ઘણું
    પોતાના અખબારના અણઘણ માલિકો તરફથી ઘણું સહન કરવાનું હોય છે,આ વાત જૂની પણ
    છે.અમદાવાદનાં બંને માતબર દૈનિકોના માલિકો આવાજ દાયરામાં આવી જાય એવું કહુંતો
    અતિશયોક્તિ ના ગણશો, તેઓ બધા હવે સમજી જાય તો સારું.
    વધુ લખાઈ ગયું છે.
    લિ પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડ્ન,લંડન

    ReplyDelete
  15. આરંભે વાચકોની મરજી જાણવા ઇચ્છુક - ઉત્સુક દૈનિક ભાસ્કર અખબાર સમૂહના સંચાલકો તેમના કર્મચારી પત્રકારની મરજી જાણવાનો પ્રયત્ન કરે તો આજે આવી પડી છે તેવી સ્થિતિ ઉભય પક્ષે ટાળી શકાઈ હોત.
    સહી કરવાની બાબતે અનુભવે એટલું કહીશ કે તારીખ વગરના કોઈપણ પ્રકારના કાગળ પર સહીની સાથે તારીખ લખીને સહી કરનાર પોતે તેને એ મતલબનું સ્વરૂપ આપી શકે છે.
    પત્રકારોના પગારધોરણ બાબતે મજિઠીયા પંચની ભલામણો હોય, તેને સર્વોચ્ચ અદાલતનું સમર્થન હોય અને છતાં તેનો અમલ કરવામાં અખબાર માલિકો ઠાગાઠૈયા કરતા હોય તો હું એટલું તો જરૂર કહીશ કે...
    ઉર્વીશભાઈ...તમારી આ બ્લોગપોસ્ટ અને તે પછીની આનુષંગિક બ્લોગપોસ્ટને ‘સુઓમોટો’નો આધાર બનાવીને ગુજરાતની વડી અદાલતે જ પગલાં લઈ આગળની કાર્યવાહી કરવી જોઇએ.
    ભાસ્કર જૂથનો પગ કુંડાળામાં પડ્યો છે તે તો નક્કી થઈ ગયું છે.
    બેશક...અન્યાય સામેની લડાઈમાં હું પ્રશાંતની સાથે છું. પ્રશાંતને ટેકો કરવામાં મને SUPPORT શબ્દ વામણો લાગે છે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  16. प्रशांत भाई से करीब दो दशक पुराना सम्बन्ध है , ऐसे नेक,रहनुमा व शेरदिल इंसान के साथ काम करना सौभाग्य की बात है । जिसकी कलम ने पुलिस,प्रशासन तक को हिला कर रखा हो और पाठकों के दिलो में जगह बनाई हो ऐसे पत्रकार आज बहुत कम पाए जाते है । वह ऐसी चुनौतियों से कई बार रूबरू हुए है,भरोसा है सच की जीत होगी ।

    अनिल शर्मा

    ReplyDelete
  17. Anonymous3:55:00 PM

    ગુજરાત હાઈકોર્ટ પોતાને દેશની સુપ્રીમ કોર્ટ માને છે. મોદી વડા પ્રધાન બની ગયા પછી તો વડી અદાલત ચાર ફૂટ ઊંચે ચાલવા લાગી હશે એટલે તે સૂઓમોટો સ્વીકારે એ વાતમાં માલ નથી. છાપાંના કર્મચારીઓ-પત્રકારોને પગાર આપવાનું મજિઠિયા પંચનું આખરીનામું અને એ પછી સર્વોચ્ચ અદાલતમાં થયેલી અરજી અને ફગાવી દેવાનો નિર્ણય, આ બધું પોતાને સુપ્રીમ કોર્ટ માનતી ગુજરાત હાઈકોર્ટ માટે બેશક અપમાનજનક કે નીચાજોણું દેખાડનારું હોઈ શકે એટલે સૂઓમોટો તો ઠીક સામે ચાલીને મજબૂર પત્રકારો જે કંઈ કરે તેમાં પણ વડી અદાલત ભારોભાર વિલંબ સર્જી શકે. માટે સુપ્રીમની અવમાનનાનો કેસ લઈને સુપ્રીમમાં જવું એ જ બહેતર રહેશે. આખરમાં એ ભૂલવું નહીં કે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી એવું કહી ચૂક્યાં છે કે ભારતમાં ન્યાયને ખરીદી શકાય છે.

    ReplyDelete