Thursday, February 04, 2010

મેઘાણી બંઘુત્રિપુટી અને ભગતસાહેબ

ગયા મહિને અમેરિકાથી આવેલા (‘પરિભ્રમણ’ના સહસંપાદક) અશોકભાઇ મેઘાણીને પહેલી વાર મળ્યો, ત્યારે વાતવાતમાંથી વાત નીકળી કે નાનકભાઇ મેઘાણીની તબિયત વચમાં બગડ્યા પછી સુધારા પર હતી અને ધીમે ધીમે તે ‘ગ્રંથાગાર’ પર આવતા થયા હતા. અશોકભાઇ તેમને મળવા ‘ગ્રંથાગાર’ જવાના હોવાથી હું પણ જોડાઇ ગયો. ત્યાં ‘મીમી’ (મહેન્દ્રભાઇનું પારિવારિક ઉપનામ) પણ આવવાના હતા, એ પછી ખબર પડી.

સાહિત્ય પરિષદની અંદર આવેલા ‘ગ્રંથાગાર’ માં અચ્છુંખાસું મેળાવડાનું વાતાવરણ થઇ ગયું. ત્રણે મેઘાણી બંઘુઓ- અશોકભાઇ, નાનકભાઇ અને મહેન્દ્રભાઇ- ઓછા હોય તેમ નિરંજન ભગત આવી ચડ્યા. તેમણે પણ ખુરશી નાખી અને અલકમલકની વાતો કરી. એ અનોખી અને અનાયાસ મિજલસની થોડી યાદગીરી.


(L to R: Niranjan Bhagat, Ashok Meghani, Nanak Meghani, Mahendra Meghani)


1 comment:

  1. વાહ ! અમદાવાદની યાદ તાજી થઈ ગઈ. મંજરીબેન ક્યાં? એમની યુની. પ્લાઝામાં આવેલી દુકાન પણ યાદ આવી ગઈ.

    ReplyDelete