Thursday, February 04, 2010

કલમ-કેનવાસ યોગ


(ડાબેથી) અશ્વિની ભટ્ટ, ચિત્રા સોલંકી, વૃંદાવન સોલંકી, નીતિ ભટ્ટ અને પાછળ દેખાતા દાઢીયલ શખ્સ લંડનના ‘ઓપિનિયન’ અધિપતિ વિપુલ કલ્યાણી
ગયા મહિને ચિત્રકાર વૃંદાવન સોલંકીનાં ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની માર્વેલ આર્ટ ગેલેરીમાં હતું. વૃંદાવનભાઇ મને અત્યંત ગમતા (અને સમજાતાઃ-) ચિત્રકારોમાંના એક અને હવે થોડાં વર્ષોના પરિચયથી ખાસ્સા સ્નેહી છે. વૃંદાવનભાઇ-ચિત્રાબહેનની જોડી સાથેનો સંપર્ક છેલ્લાં થોડાં વર્ષોની ઉપલબ્ધિ છે. તેમનાં ચિત્ર પ્રદર્શન વિશે ‘લખીશ-લખીશ’માં રહી ગયું. તેની કસર આ તસવીર મૂકીને પૂરી કરી છે.

નોંધઃ
  • ચિત્રાબહેન અશ્વિનીભાઇની નવલકથાઓનાં (અને જૂનાં ગીતોનાં પણ) જબરાં પ્રેમી છે.
  • સામાન્ય રીતે શર્ટ-પેન્ટ કે જિન્સમાં સદાબહાર મિજાજ સાથે ફરતા અશ્વિનીભાઇનો પોશાક જોઇને અમદાવાદના સુજ્ઞ વાચકો કહી આપશે કે આ તો ‘સપ્તક’નો યુનિફોર્મ છે! હા, પ્રદર્શનમાંથી અશ્વિનીભાઇ ‘સપ્તક’માં જવાના હતા.
  • અશ્વિનીભાઇના ચાહકો માટે જાણવાજોગઃ મોટે ભાગે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાં અશ્વિનીભાઇ-નીતિભાભી અમદાવાદથી પાછાં અમેરિકા જવાનાં છે. જેમને મળવું હોય તેમને હજુ મહિનો પડ્યો છે અથવા હવે મહિનો જ છે.

3 comments:

  1. Anonymous5:51:00 PM

    દાઢિયલ શખ્સ એકનજરે તો મોદી સાહેબ જેવા લાગે . . .

    ReplyDelete
  2. No abuses:-) Vipulbhai is a dear friend

    ReplyDelete
  3. ઓહ ! અશ્વીનીભાઈ ફરી અમેરિકા જવાના છે!! જો કે મારા જેવા તો એમની નવલકથાઓ વાંચીને જ ધન્યતા અનુભવી લે છે,

    ઉર્વીશભાઈ તમારા દ્વારા જ જાણવા મળ્યું હતું કે તેઓ ૨-૩ પુસ્તકો લખી રહ્યા છે તો એ પુસ્તકો વિષે માહિતી આપી શકો તો ખુશી થશે. ‘કડદો’, ‘કોરટ’, એલિસ્ટર મેકલીનની ‘ધ ગન્સ ઓફ નેવેરોન’નો અનુવાદ, ત્રાસવાદની થીમ ધરાવતી તેમની નવી નવલકથા, વીચ વે લાઇઝ હોપ’.. વગેરે વિષે કઈ કહી શકશો ?

    ReplyDelete