Monday, November 09, 2020

ફાધર વાલેસ : 1925-2020

૯૫ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવીને ફાધર વાલેસે તેમના વતન સ્પેનમાં વિદાય લીધી. તેમનો પહેલો પરિચય તો સેન્ટ મેરીઝ (નડિયાદ)માં ભણતા મિત્ર વિપુલ રાવલના શિક્ષક અને જાણીતા લેખક તરીકેનો. ફાધર ૨૦૦૯માં અને ૨૦૧૧માં ભારત-અમદાવાદ આવ્યા ત્યારે તેમના એકથી વધુ કાર્યક્રમો થયા, ઘણા લોકો તેમને મળી શક્યા અને  ત્યારે તેમનાં અંગ્રેજી પુસ્તક પણ પ્રગટ થયાં. ફાધરની એ બંને મુલાકાતો વિશે વિગતવાર, તસવીરો અને બે નાની વીડિયો ક્લિપ સાથે બ્લોગમાં લખ્યું હતું. ગુજરાત સમાચાર માટે તેમનો ઇન્ટરવ્યુ પણ કર્યો હતો. એ વાચનસામગ્રીની લિન્ક અહીં આપું છું. રસ ધરાવતા મિત્રોને આ તમામ લિન્કમાંથી ઘણી જોવા-વાંચવા-વિચારવાની સામગ્રી મળશે.

ફાધરના સન્માનના કાર્યક્રમની જાણકારી આપતો બ્લોગ. સપ્ટેમ્બર ૨૦૦૯ઃ  લિન્ક 

ફાધર વાલેસના અભિવાદન કાર્યક્રમનો અહેવાલ. સપ્ટેમ્બર, ૨૦૦૯ લિન્ક

ફાધર વાલેસઃ થોડી બીજી વાતો. ઓક્ટોબર, ૨૦૦૯ લિન્ક

ફાધર વાલેસ, બે વર્ષ પછી. નવેમ્બર, ૨૦૧૧ લિન્ક

ફાધર વાલેસ, ગુર્જર ધર્મસભાના કાર્યક્રમમાં. નવેમ્બર, ૨૦૧૧ લિન્ક

***

અને હવે થોડી તસવીરો.  

ફાધર વાલેસનો સામાન્ય પરિચય, તેમના જ શબ્દોમાં

ફાધર વાલેસના નામે જાણીતા થયા તે પહેલાંનું તેમનું પહેલું પુસ્તક (પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય)

અને એ પુસ્તકની અંદરનો તેમનો પરિચય
તેમની અત્યંત જાણીતી બનેલી શ્રેણી-કમ-પ્રયોગ વિહારયાત્રાનાં બે પુસ્તકો, જેમાં તે અમદાવાદમાં જુદા જુદા લોકોના ઘરે રહેવા જતા હતા અને તેના શુભ અનુભવો આલેખતા હતા.
૨૦૦૯માં ફાધર વાલેસની મુલાકાત, ફોટોઃ સંજય વૈદ્ય

ફાધર વાલેસ

મિત્ર રમેશ તન્નાએ ભેટ આપેલા ફાધર વાલેસના પુસ્તક Two Countries, One Life પર તેમના હસ્તાક્ષર, ફોટોઃ સંજય વૈદ્ય

ઉપરના ફોટોમાં જેનો થોડો હિસ્સો દેખાય છે તે આખું પાનું
ફાધર વાલેસે તેમના હસ્તાક્ષરમાં લખી આપેલું તેમનું સ્પેનનું સરનામું...જે હવે બદલાયું છે.

1 comment:

  1. ખબર નહિ પણ આ વરસ જાણે બહુ આકરું રહ્યું છે.ફાધર વાલેસ ને જયારે ગુજરાત સમાચાર માં લખતા ત્યારે સમજવા જેટલી બુદ્ધિ ન હતી અને પછી થી ખબર પડી કે આ તો એજ સાહેબ છે જેમની એ જમાના ના અત્યંત જાણીતી અને ઉપયોગી પ્રકટીસ બુક ના લેખક ( ધોરણ 12- ગણિત પ્રા। જેડી આચાર્ય ,એસ। સી વોરા એન્ડ એ પી શાહ ) છે.વાલેસ સાહેબ નું જીવન ચરિત્ર અત્યંત પ્રેણના દાયક છે આવ્યા હતા ધર્મ પ્રચારક તરીકે પણ અન્ય ધર્મો ના પણ અભ્યાસ કર્યો અને ગણિત એન્ડ ગુજરાતી ભાષા માં ખુબજ મહત્વ નું પ્રદાન કર્યું।પરમાત્મા તેમના આત્મા ને ચીર શાંતિ આપે.અસ્તુ।

    ReplyDelete