Tuesday, August 25, 2015

સામાજિક અન્યાય વિરુદ્ધ શક્તિપ્રદર્શન

માહોલ આત્મનિરીક્ષણને બદલે શક્તિપ્રદર્શનનો અને સમજપૂર્વકની ચર્ચાને બદલે પોતાનો કક્કો ખરો કરવાનો છે.  બહુમતીના અન્યાયબોધનું રાજકારણ ભડકાવનાર અને તેની પર પોતાના રોટલા શેકનાર સરકારને હવે બંદૂકના નાળચાની સામેની બાજુ ઊભા રહેવાનો વારો આવ્યો છે. કારણ કે પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં રેલીઓ કાઢીને, પોતાના કહેવાતા અન્યાયબોધની ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. આ પ્રકારના દેખાવોમાં પારો ચઢેલો હોય ત્યારે સરકારને પાડવાથી ઓછી વાત હોતી નથી. સત્તાવાર રીતે પાટીદારો તેમનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓમાં (ઓબીસીમાં) થાય એવી માગણી કરી રહ્યા છે. એ ન સ્વીકારાય તો ગુજરાતની જ નહીં, દિલ્હીની સરકારને હચમચાવવાની ચીમકીઓ અપાઇ છે.

ગુજરાતનાં પટેલ મુખ્ય મંત્રીએ અત્યાર લગી પટેલોને બીજા વિકલ્પો વિશે સલાહ આપવાનું વલણ રાખ્યું છે.  દેશના ઓબીસી વડાપ્રધાન પહેલાં ગુજરાતમાં અને હવે રાષ્ટ્રિય સ્તરે જાણીતા બનેલા તેમના ખાસમખાસ અંદાજમાં મૌન છે. (વડાપ્રધાન વિશે ઓબીસી જેવો શબ્દપ્રયોગ જેમને ખૂંચ્યો હોય તેમના લાભાર્થે જણાવવાનું કે ખુદ વડાપ્રધાન એ હોદ્દે પહોંચ્યાં પહેલાં પોતાના ઓબીસી હોવાનો સીધો કે આડકતરો ભરપૂર પ્રચાર કરાવતા હતા.)  પટેલોને ઓબીસીમાં સામેલ કરવામાં આવે તેની સામે અન્ય પછાત જ્ઞાતિમાં હાલ સમાવિષ્ટ જ્ઞાતિઓમાંથી કેટલાકે વળતાં શક્તિપ્રદર્શન આરંભ્યાં છે.
આખી ચર્ચા બનવી જોઇતી હતી અન્ય પછાત જ્ઞાતિઓ-ઓબીસી- માટે નક્કી કરાયેલા પછાતપણાના માપદંડ વિશેની, પરંતુ મોટે ભાગે બનતું આવ્યું છે તેમ, આ ચર્ચાના એક ફાંટાને અનામતના વિરોધના પાટે ચડાવી દેવાયો છે.  વક્રતા એ વાતની છે કે એક શ્વાસમાં પોતાના માટે અનામત માગનારા ઘણા બીજા શ્વાસમાં મેરિટોક્રસી-ગુણવત્તાશાહીના નામે અનામતનો જોરશોરથી વિરોધ પણ કરે છે.

પોતાના માટે અનામત માગનારા અને બીજાને--ખાસ કરીને દલિતોને--મળેલી અનામતનો વિરોધ કરનારા પાયાની-પ્રાથમિક બાબતો વિશે વિચાર કરે તો પણ પોતાની માગણી વાજબી છે કે ગેરવાજબી, એ તેમને સમજાઇ જાય. ભારતના વિશિષ્ટ દૂષણ જેવી જ્ઞાતિપ્રથાને લીધે સેંકડો વર્ષોથી એવા સમાજનું નિર્માણ થયું, જેને મેરિટોક્રસી ઉર્ફે ગુણવત્તા સાથે કશી લેવાદેવા ન હોય. વ્યક્તિની જ્ઞાતિ એ જ તેની ગુણવત્તાનું અને તેની નીયતીનું અફર પ્રતિક બની રહે. (આ બાબતમાં અપવાદો ટાંકવા આવી જતા ઉત્સાહીઓએ સમજવું જોઇએ કે અપવાદો છેવટે નિયમનું અસ્તિત્ત્વ સાબીત કરતા હોય છે.) અમેરિકામાં કાળા લોકો સહિત દુનિયાના બીજા દેશોમાં થયેલા આ જાતના અન્યાયોમાં જ્ઞાતિપ્રથાની તોલે આવે એટલો લાંબો અને ગહન અન્યાય બીજો એકે નથી. માટે, ભારતમાં અનામત નક્કી કરતી વખતે જ્ઞાતિનો આધાર રાખવામાં આવ્યો. ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે સૈકાઓથી જેમને સમાન તક ન મળતી હોય, ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે જેમને સામાજિક રીતે નીચા અને કલંકિત ગણાવું પડતું હોય,ચોક્કસ્ જ્ઞાતિના હોવાને કારણે જેમને કહેવાતી ઉપલી જ્ઞાતિઓ તરફથી ભેદભાવ અને તુચ્છકાર વેઠવાં પડતાં હોય, એવી જ્ઞાતિઓને અનામતનો લાભ મળવો જોઇએ.

અનામત માટે રેલીઓ કાઢનારા પાટીદારોમાંથી કેટલા પોતાની છાતી પર હાથ મૂકીને ઇમાનદારીથી કહી શકશે કે -- પટેલ હોવાને કારણે અમારી સામે ભેદભાવ રાખવામાં આવ્યો... પટેલ હોવાના કારણે અમારે કલંકિત ગણાવું પડ્યું ને તુચ્છકાર વેઠવો પડ્યો... પટેલ હોવાને કારણે, બીજા કોઇ કારણસર નહીં, પણ ફક્ત પટેલ હોવાને કારણે,અમારા સમાજના લોકો ગરીબ રહ્યા... પટેલ હોવાને કારણે અમે અમારી અટક કે ઓળખ સુદ્ધાં ગૌરવભેર જાહેર કરી શકતા નથી... આ બધા જાત પાસે ઇમાનદારીથી માગવાના જવાબ છે. પાટીદાર સૂચક અટક હોવાને કારણે એડમિશન ન મળ્યુંએવી દલીલ પણ ટકે એમ નથી. કારણ સીધું છે : બીજા લોકો દ્વારા પાટીદારો સાથે થતા વ્યવહારમાં પાટીદારોની અટકને લીધે ભાગ્યે જ કશો ફરક પડે છે.

હવે પાટીદારોએ જાતને પૂછવા જેવા બીજા સવાલ : આપણામાંથી કેટલાએ ધંધા-નોકરીમાં ગુણવત્તા જોઇને- ન્યાયબુદ્ધિથી જ નિર્ણયો લીધા અને કેટલાએ પી ફોર પટેલની લાઇન ચલાવી છે? હકીકતમાં આ સવાલ ફક્ત પાટીદારોને નહીં, મેરિટોક્રસીના બહાને અનામતનો વિરોધ કરવા નીકળેલા સૌને છે. તેમાંથી કેટલા વાણિયા-બ્રાહ્મણ-પટેલને ધરીને ઉજળિયાત કે આપણા જેવાગણીને, પ્રગટ કે અપ્રગટ રીતે એ તરફ ઝૂકેલા છે અને છતાં પોતે બહુ તટસ્થ હોવાનો વહેમ સેવે છે? સૈકાઓના અન્યાય પછી માંડ બે-ત્રણ પેઢીથી અનામતના લાભ મેળવનાર દલિતોમાંથી સમૃદ્ધ થયેલા એક નાનકડા વર્ગને ચુનંદા શબ્દો વડે ઉતારી પાડનારા એટલું જાણે છે કે એ પોતાનામાં રહેલા હળાહળ જ્ઞાતિવાદી-પછાત માનસનું વરવું પ્રદર્શન કરી રહ્યા છે?

કેટલાક એવી (તેમના મતે) સચોટ દલીલ કરે છે કે અનામતથી સમાજમાં કશો ફાયદો થયો હોય તો અમને અનામત આપો, નહીંતર અનામત નાબૂદ કરી નાખો.તેનો સાદો જવાબ એ છે કે અનામતથી સામાજિક અસમાનતામાં બહુ મોટો ફેર પડ્યો નથી, પણ નાના પાયે, થોડા લોકોને તેનો ફાયદો અવશ્ય થયો છે. એ ફાયદો એટલો તો છે કે સામાજિક અન્યાયને દૂર કરવાની વધુ સારી- વધુ અસરકારક વ્યવસ્થા અમલમાં ન આવે, ત્યાં સુધી હાલની અનામત વ્યવસ્થા ચાલુ રાખવી પડે.

અનામતથી અમને અન્યાય થાય છેઅથવા બંધારણમાં તો સૌ માટે સમાનતાની વાત લખી હતી. અનામતની જોગવાઇથી બંધારણના હાર્દનો ભંગ થાય છે’--આવી દલીલ કરનારાની અન્યાયની સમજ બહુ વિશિષ્ટહોય છે.  કોઇ પોતાની ઓળખ માણસ તરીકેના ગૌરવથી જાહેર સુદ્ધાં ન કરી શકે, એ અન્યાય તેમને ઠીક છેપ્રકારનો લાગે છે. એક દલિત પોલીસ અફસરે એક પત્રકાર મિત્ર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારો બિનદલિત કમાન્ડો ધરાર મારા ઘરનું પાણી પીતો નથી. હું પીઠ ફેરવું કે તરત મારી કચેરીમાં મારા વિરુદ્ધ જ્ઞાતિગત અપશબ્દો ચાલુ થઇ જાય છે.આ ખૂણાખાંચરાના ગામડાની નહીં, મોટા શહેરની અને વર્ષ 2015ની વાત છે. (સંબંધિત અફસર સ્પર્ધાત્મક પરીક્ષામાંં અનામત બેઠક પર નહીં, મેરિટ પર પસંદ થયેલા છે.) એને અમાનવીય અન્યાય ગણવાનું તો બાજુ પર રહ્યું, મેરિટોક્રસીની વાતો કરતા મોટા ભાગના લોકો જ્ઞાતિને વિસરી શકતા નથી. 

બંધારણમાં લખેલી સમાનતાની વાતને હાડોહાડ અમાનવીય અન્યાયોમાં લાગુ પાડવાનું કે અન્યાયનું પ્રમાણભાન વિચારવાનું તેમને સૂઝતું નથી. સમાનતા જેવા પવિત્ર શબ્દને સંકુચિત સ્વાર્થ માટે દૂષિત કરી નાખતાં તેમને જરાય ખચકાટ થતો નથી. બીજી તરફ, પોતાના કે પોતાના ઓળખીતાનાં કોઇ બાળકને (કદાચ પોતાના જ સમાજના કોઇ દ્વારા સંચાલિત) કોલેજમાં ઊંચી ફી આપીને એડમિશન લેવું પડે, એમાં તેમને હાડોહાડ સામાજિક અન્યાયબોધ વ્યાપી જાય છે.  લોકશાહીમાં સૌને શાંતિમય રીતે પોતાના વાંધાવિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે, પરંતુ દાવો જેટલો મોટો હોય, એટલાં ન્યાયબુદ્ધિ અને પ્રમાણભાનનાં કાટલાં વધારે ન્યાયી રાખવાં પડે.

17 comments:

 1. ekdam sachi vaat kari urvishbhai.

  ReplyDelete
 2. Because of Patel they may don't get american visa.......I don't know why.

  ReplyDelete
 3. પાટીદારો પછાતવર્ગની અનામત તો માંગી રહ્યા છે, પણ 'પછાત' તરીકેનું લેબલ વાપરવા માટે તૈયાર નથી. અનામતની જોરશોરથી તરફેણ કરનારા અમુક પાટીદારને મે કહ્યું કે હવે તો આપણે પછાત કહેવાઇએ, ત્યારે તેમના અભિમાન પર ઘા જરૂર પહોંચ્યો હતો. અનામતની માંગણી નકરો દંભ છે.

  બંધારણસભામાં ૨૭ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સરદાર પટેલે પારસી અનામત વિશે જે શબ્દો કહ્યા હ્તાં, આ શબ્દો આજે અક્ષરશઃ પાટીદારોને લાગુ પડે છે. સરદારના નામે અનામત માંગનારા આ શબ્દો ધ્યાનથી વાંચે તેવી વીનંતી કરીશ.
  "પારસીઓ સ્વેચ્છાએ અને સમજદારીપૂર્વક તેમને મળનાૠ બધી છૂટછાટોનો સામેથી ત્યાગ કર્યો છે. આપણે સહું જાણીએ છે કે તેઓ ઓછી સંખ્યા ધરાવતી પણ સક્ષમ અને સમજુ પ્રજા છે. તેઓ સુપેરે જાણે છે કે આવી કોઇ છૂટછાટો મેળાવવાથી તેમના સમાજને લાભ કરતાં નૂકસાન જ વધારે થશે. તેઓ રેતીમાં પણ વહાણ ચલાવા સક્ષમ છે અને આને કારણે કોઇ અનામતથી તેમને જેટલો લાભ મળૅ તેના કરતાં વધારે ફાયદો પોતાના ખમીરથી મેળવી શકે તેમ છે."

  ReplyDelete
 4. Anonymous5:54:00 PM

  as a child, everybody was equal for me. the day I faced myself as an open category person I got turned into 'Savarn'. Cast based reservation does not provide platform to develop underdeveloped people. I have seen that mostly developed people of underdeveloped casts get benefits of cast based reservation and the actual underdeveloped people could get nothing. you argued that everything is based on cast in india so cast based reservation is necessary!!! so you meant that to equalize first divide?!! what a foolish thing it is! you can favor cast based reservation because you had not to face it. we are not against reservation or development of underdeveloped but this cast based reservation is not the solution to the problem, actually due to it I forget equality and made myself general and them to some specific cast. so this is actually dividing us. I read you frequently, such statement was not expected from you and really this is the climax of the foolishness that you are supporting cast based reservation by saying that "ચોક્કસ જ્ઞાતિના હોવાને કારણે જેમને સામાજિક રીતે નીચા અને કલંકિત ગણાવું પડતું હોય,ચોક્કસ્ જ્ઞાતિના હોવાને કારણે જેમને કહેવાતી ઉપલી જ્ઞાતિઓ તરફથી ભેદભાવ અને તુચ્છકાર વેઠવાં પડતાં હોય, એવી જ્ઞાતિઓને અનામતનો લાભ મળવો જોઇએ. " so you meant that by giving them reservation you are doing justice?!! justice lies in equality not in giving some special status. you had mentioned a case of a police officer. as I mentioned in the beginning due to this cast based reservation now I get turned into savarn and I do not have respect for any person who snatches opportunity from more deserving person just because he belongs to some specific cast.

  ReplyDelete
  Replies
  1. Anonymous1:12:00 AM

   My dear friend, just stay one year with any Harijan family in small village and then answer the questions Urvishbhai has asked. We all are Indian, but do they feel as citizen of India? If 5 or 7 percent people from them are developed now, but they are also due to that reservation system and compare to that village Harijan we are respecting little bit more to them.
   Thanks my dear friend.

   Delete
  2. Anonymous10:01:00 AM

   again you are favoring Urvishbhai on silly matters!! Govt jobs or admission in educational institutes are not given based on cast they give admission on marks you get!! so as Urvishbhai has mentioned people should be given cast based reservation is no more valid reason. I have sympathy for Harijan even though I have faced cast based reservation. they are treated very bad on based of their cast. but again as I said cast based reservation is not solution. Govt should have special programs to develop them. by just giving reservation you can not develop whole cast. I mentioned earlier mostly happens that developed people of underdeveloped casts are getting benefits. reservation does not benefit whole cast you see. and do not try to get sympathy by saying stay one year with harijans. we youth know very well how they are treated and we are opposing it but to give justice to them, do injustice to deserving Open category is just making things more worse and letting us away from our belief of equity. try to defend on some concrete things rather than emotional facts.

   Delete
  3. Anonymous10:08:00 PM

   Thanks,
   my whole point is to uplift them by making mantaly and psycologically strong. Mr.Narayan Desai said once that due to our weak link of society, we became slave hundreds of years. We should talk to govt. for our valid points, not by violance or shout. Anyway haterate return back any time, may be after several years. Thanks for reply. Thanks Urvishbhai.

   Delete
 5. its a good narration by you...completely agree..
  but i have my view...about this ..
  when we were studying in school or colleges no buddy is concern about anybody's caste or religion even i have some of close friend from other caste.
  but by the time goes this deep sitted things come out somewhere some how don't know why?
  about reservation i would say its implied since 68 yrs so now every one should have its benefit but its not like that ,,,the first generation didn't even know about this and i mean it...than second generation who with little education get some help and third generation like me get a good education and doing good...but in back of mind every one is fear of casteism...i don't know but fear is virtual or is real never happen to me...but is fear that our ancestor imprigment in our mind.
  now this forth generation beyond me i think will not need any reservation as per se my thinking ..they will be provide a standard eduction so can opportunity .. but again if some one known of some caste goes to general category than the same ruckus will be again..its like vicious cycle ...there will be some solution but all have to make sacrifice...even after 200 yrs of british imperial we get freedom so we can do this to..

  ReplyDelete
  Replies
  1. Anonymous10:04:00 AM

   happy to see that someone thinks on the same frequency. as you said you do not need reservation anymore, fine. but there are people out there still underdeveloped in both general as well as specific casts. reservation should be continued but not on bases of cast.

   Delete
 6. Anonymous11:15:00 AM

  when talk about society, you ask equality,respect and all human beings are equal!!! when it comes to Govt job and institute, you belong to some specific cast!!!
  P.S. I guess I had commented the same yesterday but somebody has no balls to publish it!!

  ReplyDelete
 7. ચંદુ મહેરિયા5:22:00 PM

  પ્રિય ઉર્વીશભાઈ,
  1981ના અનામત વિરોધી રમખાણો વખતે ગુજરાતી અખબારોની જે ભૂમિકા હતી તેની પ્રેસ કાઉ ન્સિલ,એડીટર્સ ગીલ્ડથી માંડીને અનેક નાગરિક તપાસ પંચોએ આકરી ટીકાઓ કરી હતી. 2015માં,35 વરસો પછી અને પત્રકારોની બે પેઢી બદલાયા પછી, ગુજરાતી છાપાં જરાય બદલાયાં નથી, તે હાલના પટેલ અનામત આંદોલને પૂરવાર કર્યું.
  1981માં જનસત્તામાં ભાનુભાઈ અધ્વર્યુ અપવાદ હતા, 2015માં તમે છો એનું આસ્વાસન છે અને મિત્ર તરીકે ગૌરવ પણ. તામારા પટેલ અનામત અંગેના બંને લેખો ઘેરી સંવેદના,પ્રતિબ્ધ્ધતા અને અભ્યાસના પરિપાક છે. 25મી એપ્રિલે આટલું હિંમતપૂર્વક લખવું એ બહુ મોટી સામાજિક નિસબત સિવાય શક્ય નથી. કાશ દલિતો એ વાંચીને રાજી થાય એ પૂરતું ન બને પણ પટેલો ગુસ્સે થયા વિના થોડી આત્મખોજ કરે. ચંદુ મહેરિયા

  ReplyDelete
 8. Anonymous11:08:00 PM

  Congrats Urvishbhai.
  You have written very true matters in your post.
  I will not tell here about this agitation is right or wrong...
  But few points I cant resist to put here..
  Its still India where Cast is almost everything to make a judgement of any person. If you tell your only name, the Listener always eager to hear your Last name.. wants to know the Cast, not Name !! If any list of transferred employees come in office, every one tries to figure out its cast, everyone is interested in Last name, very carefully reads, analyse, make assumption if this cast- he would be like this, if that cast he would be like this...
  Every one should accept the true reality rather than being over smart in talking about equality And try to eliminate such Critical issues that is Really obstacle to the growth of India.
  Just you go to purchase any Building in any Taluka place or even in City.. Tell them that you are of some particular so-called lower cast then see.. whether will they give you home ? ? Even you are financially capable to purchase, having good status job, even then the Cast matters.... still on today....
  Very few would be there who may be exception in this matter but unfortunately ,they are really Very Few...

  ReplyDelete
 9. ગાંડપણના દિવસો વીતી ગયા હોય અને સહુની સમજદારી પાછી ફરી હોય તો સહુ પટેલભાઇઓ, શાંતિથી વિચારો. આ આંદોલનથી આપણને શું મળ્યું?
  આ આંદોલને આપણી જ આબરૂના ધજાગરા કર્યાં. અત્યાર સુધી પટેલોની છાપ એક મહેનતું અને પરિશ્રમી જાતિ તરીકેની હતી. ગુજરાત બહારના રાજ્યો અને વિદેશોમાં પણ લોકો આપણી બુદ્ધિ અને સમજદારીને દાદ આપતા હતાં. રણમાં વહાણ ચલાવાની આ કાબેલીયત સહુ વખાણતા હતાં. વર્ષોથી પોતાની જાત ઘસી નાખીને ઉભી કરેલી આ આબરૂ એક જ ક્ષણમાં ધૂળધાણી થઇ ગઇ. પોતાની મહેનતથી ગુજરાતને સજાવનાર સમાજ આજે પોતાની જીદ માટે સમગ્ર ગુજરાતને સળગાવા નીકળ્યો છે, તેવી છાપ લોકોના મનમાં ઉભી થઇ. શાંત અને સમજુને જગ્યાયે તોફાની અને જિદ્દી હોવાની છાપ ગુજરાત બહારના લોકોમાં ઉભી થઇ. આપણી જીદને કારણે સરદાર પટૅલ, ભાઇકાકા, ત્રિભુવનભાઇ જેવાં અનેક પાટીદાર આગેવાનોની વર્ષોની તપસ્યાં એક જ રાતમાં વ્યર્થ સાબિત થઇ.
  ૧૩ વર્ષની શાંતિ બાદ ગુજરાતની શાંતિને ડહોળાવાનું આળ આપણે માથે આવ્યું, જે અમુક અંશે સાચું છે. આબરૂનો આવો ફજેતો કરાવીને આપણે શું મેળવ્યું?
  અમુક સમય બાદ તો આ આંદોલન અસામાજિક તત્ત્વોના હાથમાં સરી ગયું, જે દરેક જ્ઞાતિના હતાં. આમ છતાં તેમના અપકૃત્યનો દોષ આપણે માથે આવ્યું. કારણ કે આપણાં (કહેવાતા) નેતાં મંચ પરથી શાંતિ જાળવાની વાત કરવાને બદલે બતાવી દેવાની વાત કરતાં હતાં. સરદાર પટેલનું નામ લેનારા એ ભૂલી જાય છે કે ગાંધીજીએ અસહકાર આંદોલનમાં જ્યારે હિંસા પ્રવેશી ત્યારે દેશની આઝાદી માટે આ આંદોલન અગત્યનું હોવા છતાં તેને મોકૂફ રાખ્યું. જ્યારે આજે સરદારનું નામ લેનારા નેતાઓ હિંસક ઘટનાઓ છતાં આંદોલન ચાલુ રાખવાની જીદ પકડીને બેઠા છે. આ સરદારનું અપમાન નથી?
  આંદોલનમાં અનેક બસો અને જાહેર મિલતઓ સળગાવામાં આવી. આ જાણે અજાણે આપણને જ નૂકસાન થયું છે. આ જાહેર મિલકતો કરવેરાંની આવકમાંથી આવે છે. પાટીદાર સમાજ ગુજરાતનો સહુથી સમૃદ્ધ સમાજ છે અને આથી સહુથી વધુ કરવેરાં આ જ સમાજ ચૂકવે છે. આપણી મહેનતના પૈસાંમાંથી ખરીદેલી આપણી મિલકતો આપણે જ સળગાવી. આવી મુર્ખામી?પાટીદારની કોઠાસૂઝ પર સહુને માન હતું. તે લોકોએ આવી નાદાની દાખવી?
  વારંવાર સરદારનું નામ લેનારા એ ભાઇ સરદાર વિશે શું જાણૅ છે? ખુદ સરદારે બંધારણસભામાં સમૃદ્ધસમાજ માટે અનામતનો વિરોધ કરતાં કહ્યું હતું કે સમૃદ્ધ સમાજ અનામતથી જેટલા લાભ મેળવશે એનાં કરતાં વધુ લાભ અનામત વગર મેળવી શકે છે. આ વાત સાચી પણ છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં સહુ જણા આપણી વિકાસગાથા ગાતા હતાં, હવે એક વ્યક્તિની મુર્ખામીને કારણે આપણી કલંકકથા ગાશે.
  અંતમાં,જૂની કહેવત હતી,'હવેલી લેતાં ગુજરાત ખોઇ'. નવી કહેવત કદાચ એવી હશે કે 'અનામત લેતાં આબરૂ ખોઇ'.

  ReplyDelete
  Replies
  1. શાણપણ ના દિવસો આવ્યા હોય તો શાંતિથી વિચારવાની જરુઅર છે .બંધારણમાં ૧૦ વર્ષ સુધી અનામતની જોગવાઈ હતી ..તે મત મેળવવાની લાલચે રાજકારણીઓએ ખોરવી નાખી ..તે સમયની સુર્પીમ કોર્ટે પણ મંત્જુર રાખી ...૧૦ વર્ષની લીમીટ પાછળ કૈક બોઉધિક વિચાર્ધારાતો હતીજ ...ઉદાર સમજે તે સ્વીકારી .પણ હવે તે ક્યાં સુધી?....જે કૈક તોફાન કે અપ્ક્કૃત્યો થયા તેમાં સરકારી અધિકારીઓની ધીરજ ખૂટ વાને કારણે થઇ .

   Delete
 10. અનામત થી કોઈને કોઈ ફાયદો થયો નથી એ વાત જ સાવ બકવાસ છે. હું અત્યારે હરિજનો ને ખેતમજુરી અને ચામડા કામ સિવાય ના કામો કરતા જોઈ શકું છુ. ભંગી સમાજ ને પોતાના કામ નું રોકડ વળતર મળતું જોઈ શકું છુ જે ભૂતકાળ માં માત્ર એઠું જુઠ્ઠું વાળું પૂરતું સીમિત હતું. હું દરેક સમાજ ના બાળકો ને શિક્ષણ નો અધિકાર જોઈ શકું છુ. હું દરેક સમાજ ના લોકો ને એક જ વાહન માં અને એક જ રસ્તા પર પરથી પસાર થતા જોઈ શકું છુ, એસટી માં.. ક્ષત્રિય સમાજ વાંચતો લખતો થતા અને સુધારાવાદી લેખકો ને વાંચી ને દરેક સમાજ માં મર્યાદાને નામે સ્ત્રિયો ને થતો અન્યાય વિષે સમાજ કેળવતો થયો છે, ભલે જાહેર માં કોઈ ના સ્વીકારે પણ બધા મન માં મુંજાય તો છે જ. કચડાયેલો સમાજમાં ના મોટા ભાગના લોકો ભલે હજી વારસાગત કામ જ કરતા હશે પણ તેમને વળતર રૂપે રોકડા મળે છે અને તેઓંને જેમ વાપરવા હોઈ તેમ વાપરવાનો અધિકાર છે જયારે ભૂતકાળ માં કપડા પણ જ્ઞાતિ આધારિત હતા. ૧૫ વર્ષથી નીચેના કોઈ બાળક ને થીગડું એટલે શું એની ખબર નથી કારણ કે એ કપડા તો કચડાયેલા વર્ગ માટે અનામત હતા, થીગડા હવે જોવ મળતા નથી. મારે પોલીસ કે સેનામાં જોડાવું ફરીજીયાત નથી, હું બાળકો ને ટ્યુશન આપું છુ અને મને કોઈ એમ નથી કહેતું કે દરબાર નો દીકરો પોથી પઢતો નો શોભે. અને જે લોકો ૬૦ વર્ષ માં તો અન્યાય અન્યાય ની બુમો પાડે છે અને મેરીટોક્રસી ની વાતો કરનારાઓ ને કોઈ કહે કે સરકારી નોકરીઓ માં ઈન્ટરવ્યુંના માર્ક્સ સૌથી વધુ ગણાય છે તે ગણવાનું પહેલા બંધ કરો, OBC અનામત ગુજરાત માં ૨૪% અને નોકરીમાં તેમનું પ્રમાણ માત્ર ૧.૪૦ % ??? કઈ રીતે ભાઈ? એવુંજ SC/ST માટે પણ સાચું જ હશે, કઈ બેકલોગ ની જગ્યાઓ ઓપન માં ભરી લીધા સિવાય આમ ના જ બને. બંધારણ માં એકમાત્ર ભૂલ હોય તો એજ કે ખેતી પર ટેક્સ નાખવાનો અધિકાર માત્ર રાજ્ય સરકાર પાસે છે અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસે નથી. ૨૪૦૦૦૦ કમાતો ગરીબ ટેક્સ ભારે અને ધંધા ની આવક ને ખેતી માં બતાવી કરોડો ની ટેક્સ ચોરી કરતા (કહેવાતા)ખેડૂતો BMW લયને ફરે છે અને સબસીડી ખાય છે અને છતાંય અન્યાય ની બુમો પડે છે. કેમ શિક્ષીત બેરોજગાર ને ખેતી કરવાનો અધિકાર નથી, ખેડૂત નો પુત્ર જ ખેડૂત એવો અન્યાયી કાયદો કેમ ? ભ્રષ્ટાચાર, બ્લેક ના વ્હાઈટ કરવા માટેજ તો. બીજા રાજ્યો માં આવા કાયદા નથી, ગમે તે વ્યક્તિ ખેતી ની જમીન ખરીદી ખેતી કરી શકે છે.
  અમેરિકા, બ્રિટન, કેનેડા, સ્વીડન વગેરે માં વ્હાઈટ લોકો દુકાન માં જઈને વ્હાઈટ ચોકલેટ માંગવાને પણ ક્ષોભ અનુભવે છે કોઈ તેમની પસંદગી ને રેસીસ્ટ ના માની લે; જે સામાજિક રીતે અત્યંત શરમ જનક ટાઇટલ છે. યુનિવર્સીટી માં વ્હાઈટ સ્ટુડન્ટ યુનિયન ની રચના કરવાનો પ્રયત્ન કરનારા લોકો ને સંચાલક, વાલીઓ, મીડિયા અને સરકાર તરફથી ઠપકો આપવામાં આવ્યો. તેમનામાં એક અવેરનેસ છે કે પોતે વ્હાઇટ હોવાનો ગર્વ લેવો એ પોતાની વ્યક્તિ તરીકે કેળવેલી લાયકાત અને વ્યક્તિત્વ નું અપમાન છે. લીફટમાં ક્ષણ માટે ભેગા થયેલા ને પણ જ્ઞાતિ પૂછી લેતા અને તેનો જવાબ રૂવાબ થી આપી દેતા ગુજરાતી ઓનું વ્યક્તિ તરીકેનું આત્મસન્માન ક્યાં ? શું મારા રક્ત સિવાય ની મારી કોઈ ઓળખ જ નહિ? દરબાર એટલે ભરાડી, બામણ એટલે ખુશામતખોર, વાણીયા એટલે ચાલક, આગળ લખવા માંગતો નથી કારણ કે અત્યંત અપમાનજનક સ્ટીરીઓટાઇપ છે. ગામડાઓ ને તો ભૂલી જ જાઓ અમદાવાદ માં સવર્ણો ને પણ એકબીજાની સોસાયટી માં મકાન નથી અપાતા તો કચડાયેલી જ્ઞાતિ ઓ ને તો મકાન આપવાનો તો સવાલ જ પેદા થતો નથી. અમેરિકા, કેનેડા જેવા દેશો જેવા કડક સમાનતાવાદી કાયદા અને સિવિલ રાઈટ્સ કોર્ટનું માળખું ઉભું કરો, અને ખાસ તો સવર્ણો પોતાને સવર્ણ કહેતા શરમ અનુભવે કારણ કે તે આપના પોતાના વ્યક્તિત્વ માટે અપમાનજનક છે.
  બ્રિટન દુનિયા નો એકમાત્ર એવો દેશ છે જે ભારતીય ઇમિગ્રન્ટ્સ માં રહેલા જ્ઞાતિવાદ ને પણ hate crime માં શામેલ કરેલ છે. જો વેસ્ટર્ન દેશો પાસે થી કઈ શીખવું હોય તો western values શીખો. આ આખો western values શબ્દ જ ભારતના મીડિયાવાળા અને કહેવાતા સુધારાવાદી ઓ છુપાવે છે, રખે ને સાધારણ માણસ બીજી સંસ્કૃતિ માની સારી બાબતો જાણી જાય તો આપણી સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ નું ખરાબ દેખાય જાય. આમાં કોઈ દેશો ને સ્વર્ગ ચીતરવાનો પ્રયાસ નથી, પણ તે લોકો સુધારવાનો પ્રયત્ન તો કરે છે ને.
  Corruption in India is merely a symptom, not a problem itself, problem lies in our social construct and ignorance of it.

  ReplyDelete
 11. Anonymous11:19:00 PM

  Surprisingly, as a citizen, it is difficult to expect the members of Indian Diaspora to think above caste-politics. What is the benefits of your staying in USA, UK. If an NRI of USA, UK, Middle East can not think with maturity, then what would be thinking level of resident Indian who is obsessed with identity politics.

  ReplyDelete