Tuesday, August 11, 2015

પટેલ અનામત : મૂળભૂત-મહત્ત્વના સવાલ

પહેલી વાર ૧૯૮૫માં દસમા ધોરણના વિદ્યાર્થી તરીકે અનામત આંદોલનસ્પર્શ્યું, ત્યારે તેનો અર્થ હતો : અનામતવિરોધી આંદોલન’. તેના નેતા હતા (વાલીમંડળના) શંકરભાઇ પટેલ. તેનાં ત્રીસ વર્ષ પછી શંકરભાઇ પટેલના જ્ઞાતિબંધુઓ અનામતના વિરોધમાં નહીં, અનામતની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે.

ત્રણેક અઠવાડિયાંથી ગુજરાતમાં ચાલતા પટેલ અનામત આંદોલનની ભાષા રસપ્રદ છે. અમુક રેલીમાં નારા પોકારાય છે, ‘ભીખ નહીં, અનામત જોઇએ.પટેલો સાથે થયેલો અન્યાયકેવો છે? એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ‘પટેલસમાજના વિકાસ માટે કોઇ આયોગની સ્થાપના થઇ નથી, વિદ્યાર્થીઓને ઊંચી ટકાવારી છતાં કોઇ જાતની પ્રાથમિકતા મળતી નથી, મનગમતી વિદ્યાશાખામાં પ્રવેશ મળતો નથી. સરકારી નોકરીમાં પણ આવી સ્થિતિ છે.

અનામતનો સૌથી મોટો હિસ્સો (૨૭ ટકા) અન્ય પછાત જાતિઓ (ઓબીસી) પાસે છે. તેમાં ભાગ મેળવવા માટે પટેલોએ સામાજિક રીતે પછાત-નબળા પુરવાર થવું પડે. નબળાપણાના લાભ મેળવવા માટે તેમણે શક્તિપ્રદર્શનનો સહારો લીધો છે. 

સામાન્ય સમજમાં ન ઉતરે એવી બીજી પણ રાજકીય અને સામાજિક બાબતો પટેલ અનામત આંદોલનમાં છે.

- કોઇ પણ જ્ઞાતિએ અન્ય પછાત જ્ઞાતિમાં (ઓબીસીમાં) સમાવિષ્ટ થવું હોય તો બંધારણીય જોગવાઇ મુજબ, દરેક રાજ્યમાં એક પંચ હોય છે. ગુજરાતમાં સુજ્ઞાબહેન ભટ્ટના અઘ્યક્ષપણા હેઠળ એવું પંચ છે. તેની સમક્ષ પટેલોએ રજૂઆત કરી હતી? ત્યાંથી તેમની માગણી નકારાઇ હતી? કે તેમણે સીધો આંદોલન-શક્તિપ્રદર્શનનો રસ્તો લીધો?  અત્યાર સુધીના અહેવાલો પ્રમાણે, તેમણે પંચ સમક્ષ રજૂઆત કરી હોય એવું જણાતું નથી. સામાજિક પછાતપણા માટે નિશ્ચિત કરાયેલા માપદંડોમાંથી પટેલો પાર ઉતરે કે કેમ એ પણ સવાલ

- વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે, ગુજરાતની વસ્તીમાં પટેલોનું પ્રમાણ ૧૨ ટકા છે. બધા પટેલ વ્યક્તિગત રીતે સમૃદ્ધ ન હોય તો પણ, તેમનાં સામાજિક સંગઠનો મજબૂત છે. (પટેલ વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરાવવાના ક્લાસ સુદ્ધાં ચાલે છે.) આવો સમુહ ૨૭ ટકા અનામતના તળાવમાં ખાબકે, તો બાકીની ઓબીસી જ્ઞાતિઓમાંથી ખરેખર સામાજિક રીતે પછાત હોય તેમનું શું થાય? મજબૂત સંગઠનોનું પીઠબળ ધરાવતા પટેલો સાથે હરીફાઇ કરવાનું એમનું કેટલું ગજું? આ સંજોગોમાં, અનામતની ખરેખર જરૂર ધરાવતી પછાત જ્ઞાતિઓની સ્થિત સુધરે કે બગડે? સામાજિક સમાનતા વધે કે ઘટે? અને એવી જ્ઞાતિઓ પટેલો સામે અનામતવિરોધી આંદોલન છેડી શકે?

- ૧૯૮૧-૮૫નાં અનામતવિરોધી તોફાનોમાં પટેલો સહિતના કહેવાતા ઉજળિયાતો દલિતોને મળેલી અનામતનો ઉગ્ર વિરોધ કરતા હતા. દલિતોને મળેલી અનામત તેમની સાથે સદીઓથી થયેલા ઐતિહાસિક અન્યાયના અપૂરતા-અધકચરા પ્રાયશ્ચિત જેવી છે, પણ ત્યારના કહેવાતા ઉજળિયાત આંદોલનકારીઓને એ સમજાતું ન હતું. ભીખ નહીં પણ હકએ સૂત્ર ખરું જોતાં દલિતો-આદિવાસીઓની અનામતને લાગુ પડે છે. કેમ કે, અનામત પાછળનો મુખ્ય અને મૂળ આશય આર્થિક નહીં, સામાજિક વિષમતા ઘટાડવાનો છે.

સામાજિક અન્યાયના નામે અનામતની મહાક્રાંતિકરવા મેદાને પડેલા પટેલસમાજના લોકો દલિતોને સદીઓથી થયેલા અન્યાય વિશે કશું કહેવા ધારે છે? (સિવાય કે તેમને બહુ વર્ષો અનામત આપી. હવે ક્યાં સુધી?’) ૧૯૮૧-૮૫નાં આંદોલનોમાં દેખાડેલા દલિતદ્વેષ બદલ કે અનામતવિરોધી ઝેર બદલ તે પશ્ચાતાપ કે દિલગીરીની લાગણી અનુભવે છે? પોતાના અનામત આંદોલનની સાથોસાથ દલિતો-આદિવાસીઓની અનામતને પૂરેપૂરો ટેકો આપવા જેટલી-તેના અસરકારક અમલની ખેવના રાખવા જેટલી સમાનતા તે બતાવી શકશેકે પોતાની અનામતની માગણીની સાથોસાથ દલિતો-આદિવાસીઓને અનામત ક્યાં સુધી?’નો મનમાં રહેલો ફુંફાડો હજુ તે જાળવી રાખશે?

- પટેલ સંમેલનોમાં અનામતની વર્તમાન ટકાવારી ગણાવીને, ‘ઓપન કેટેગરીમાટે બહુ ઓછી બેઠકો બચી છે, એવી દલીલો કરવામાં આવે છે. હકીકતમાં સદીઓના અન્યાય પછી પણ દલિતોને અને સમાજના મુખ્ય પ્રવાહથી અળગા રહેલા આદિવાસીઓને તેમની વસ્તીની ટકાવારી જેટલી જ અનામત મળી છે. તેથી વધારે નહીં. ઓબીસીની ટકાવારીનો સત્તાવાર આંકડો મોજૂદ નથી, પણ તેમની વસ્તી ઓછામાં ઓછી ચાળીસ ટકા છે. (વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે હોઇ શકે. કારણ કે ચાળીસ ટકાનો આંકડો બહુ જૂનો છે.) તેમની વચ્ચે મળેલી અનામત ૨૭ ટકા છે.

ઓબીસીને આ રીતે અનામત મળવી જોઇએ કે નહીં અને તેમાં અસમાન વહેંચણીના પ્રશ્નો જુદી ચર્ચાનો વિષય છે. પટેલો તેની ચર્ચામાં નથી. તેમની દલીલ છે કે બીજા સમાજોને મળી ગયેલી અનામતને કારણે ઓપન કેટેગરીમાં આવતો તેમનો સમાજ પાછળ પડી ગયો.

પરંતુ અન્યાયની બૂમ પાડતાં પહેલાં પટેલો વિચારી જુએ : સરકારી નોકરીઓમાં કે વિદ્યાર્થીઓના પ્રવેશમાં પટેલોની ટકાવારી ૧૨ ટકા કરતાં ઓછી છે કે વધારે? એક દાવા પ્રમાણે, ૧૯૬૦થી ૨૦૦૫ સુધીમાં સરકારી નોકરીમાં ૪૪-૪૫ ટકા પટેલો હતા. ધારો કે આ દાવામાં અતિશયોક્તિ હોય અને વાસ્તવિક ટકાવારી એનાથી અડધી હોય તો પણ, પટેલોએ તેમાં કશું ફરિયાદ કરવાપણું રહેતું નથી. કારણ કે તેમની વસ્તીના પ્રમાણમાં તેમનું પ્રતિનિધિત્વ વધારે જ રહે છે.

સરકારી નોકરીઓમાં અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના પ્રવેશમાં પટેલોનું પ્રમાણ ૧૨ ટકાથી ઘટી જાય, તો સામાજિક રીતે પાછળ પડી ગયાના તેમના દાવામાં કમ સે કમ તર્કનું થોડુંઘણું વજન આવે. બાકી, પોતાની ટકાવારી કરતાં ત્રણ-ચાર-પાંચ ગણા પ્રતિનિધિત્વની અપેક્ષાને સમાનતાનહીં, ‘વર્ચસ્વકહેવાય. સમાજ પરથી અમારું વર્ચસ્વ ઓછું થઇ ગયુંએનો કકળાટ કરતાં આંદોલનો હોય?

- પટેલોના વિકાસ માટે કોઇ આયોગની સ્થાપના થઇ નથી, એવું કહેવામાં આવે છે. તો શું પોતાની વસ્તીના પ્રમાણ કરતાં વધારે પ્રતિનિધિત્વ ધરાવતા પટેલો માટે એક આયોગ નીમી દેવાથી આંદોલનનો અંત આવી જશે? ત્યાર પછી બીજાં વગદાર જૂથો આવા આયોગ અને તેની અંતર્ગત ફેંકાતા વિવિધ યોજનાઓના ટુકડા માટે આંદોલન નહીં કરે?

- પટેલ અનામત આંદોલન માટે વારંવાર વપરાતું એક વિશેષણ છે : સ્વયંભૂ’. જો એ સાચું હોય અને ગુજરાતના ઘણા પટેલોને પોતાનો સમાજ પછાત કે પાછળ પડી ગયેલો લાગતો હોય, તો તેના માટે જવાબદાર કોણ? અનામત તો પહેલેથી છે. પ્રચારિત માન્યતા પ્રમાણે, વર્ષ ૨૦૧૪ સુધી ગુજરાતે ધડધડાટ વિકાસ કર્યો હોય અને પટેલોએ (તેમનામાંથી કેટલાકના કહેવા પ્રમાણે) ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા હોય, તો એક જ વર્ષમાં પટેલો સામાજિક રીતે પાછળ પડી ગયા?

સવાલો અનેક છે. તેના જવાબ સૌ મેળવે, ત્યાં સુધી જ્ઞાતિવાદથી દૂર રહેલા સરદાર પટેલનું નામ, જ્ઞાતિગત આંદોલનથી છેટું રાખીને તેમની ગરીમા જળવાય તો પણ ઘણું.

22 comments:

 1. Patel population 12% hase, an Patidar minimun 20% hase...

  Ane koi samaj(society) atlu badhu vichare to kadi 'Andolan' na thai sake..
  Basic problem Reserve Category(SC,ST,OBC) na 'Creamy Layer' thi chhe...(as per my view)

  ReplyDelete
 2. i Agree with Urvish Bhai.....
  aa vat aaj kaal ni nathi....sadio pehla thi chalti aavi che.....sadio pela savarn loko dwara shudro nu bhayankar shoshan thayelu....eno javab kon aape ??????

  ReplyDelete
 3. પટેલો ને અનામત મળવી જ જોઇએ, કારણ કે પછી કદાચ પટેલો જાતિવાદ ભૂલી ને માનવતા પર આવી બધી જ્ઞાતિ ના લોકો ને સોસાયટી અને ફ્લેટમાં રહેવા માટે અનુમતિ આપશે.

  ReplyDelete
  Replies
  1. Anonymous8:29:00 PM

   Bhai koi ne b kase rehvano adhikar chhe, pan badha na riti-rivaj alag alag hoi etle socity alag alag hoi. Non-veg ni baju ma veg vala rey to b problem thay. thodu logical vicharo to saru.

   Delete
 4. Bharatkumar Zala11:13:00 AM

  ઉર્વીશભાઈ શબ્દશ: સહમત .

  ReplyDelete
 5. Sari Tathyatmak Ane Tarkik rajuaat badal Aabhar Urvishbhai.......but tame sathe sathe Evu b kahyu hot K Anamat no labh melvta samudayo mathi b jene jaruri hoy Ene j aapvi joyie to vadhu aanand that...Ane biju k amuk vibhag (civil service, education department, etc) ma anamat na j hovi joyie...karn k second class merit vala teacher na under ma study karine koi general category vala (poor economic condition) students higher studies mate jaruri Evu merit kevi rite lavi sake?? Tamari pase koi yogy vikalp hoy to kehso...Aabhar

  ReplyDelete
 6. પટેલ હોવા છતા આ અનામતના તૂતનો હું સખત વિરોધ કરું છું. આ માંગણી પાટીદાર સમાજને નબળો પાડશે. એની સાથે જે જ્ઞાતિવાદી રાજકારણ થોડા વર્ષોથી હાંસીયામાં ધકેલાઇ ગયું છે, તેને પણ ઉત્તેજન મળશે. સમાજમાં જ્ઞાતિવાદના નવા ઝેર રોપાશે.

  હકીકતે, પટેલ સમાજે આ કહેવાતા આગેવાનોને પાઠ ભણાવવાની જરૂર છે. પટેલસમાજ અન્ય સમાજની સરખામ્ણીયે (કદાચ) વધુ સંગઠીત છે. પણ આ સંગઠનશક્તિને સમગ્ર સમાજ (એટલે કે બધા જ જ્ઞાતિ)ના લોકોના ઉદ્ધાર અર્થે ઉપયોગ થવો જોઇએ, ન કે પોતાની માંગણી મનાવવા માટે Blackmail કરવા માટે. વળી, આ પટેલસમાજના (કહેવાતા) આગેવાનો સરદારના નામનો જે છૂટથી ઉપયોગ કરે છે, તે જોઇને સરદારની આત્મા પર શું વીતતી હશે એ સરદાર જાણે!!!
  અનામતની માંગણી કરતાની સાથે એ બાબતનું વિશ્લેષ્ણ કરવું જરૂરી છે કે, જે જ્ઞાતિઓને અનામત મળી છે, તે જ્ઞાતિઓની સ્થિતિ સુધરી છે? મારા મતે તો ના. દલિતોને સાત દાયકાથી અનામત છે. આને કારણે દલિત સમાજની અમુક વ્યક્તિઓને ફાયદો થયો હશે, પણ સમગ્ર દલિતસમાજને કોઇ ફાયદો થયો? ખુબ જ ઓછો કે નહિવત ફાયદો થયો. દલિત સમાજમાં પણ અમુક વર્ગે આ અનામત પર પોતાનો કબ્જો જમાવી રાખ્યો.

  શું પટેલસમાજ પોતાના આવા અમુક આગેવાનવર્ગના ફાયદા માટે અનામત માંગે છે? કારણ કે અનામતથી સમગ્ર સમાજને જ્વલંત ફાયદો થયો હોય એવો તો કોઇ દાખલો નથી. તો આવા આગેવાનો પોતાનાં સ્વાર્થ માટે મારામાં કથિત રીતે પટેલાભિમાન ઉભું કરવાનો અને ભડકાવાનો પ્રયત્ન કરે ત્યારે મારે એટલી વિવેકબુદ્ધિ દાખવવી જોઇએ એ કે મારી લાગણિનો કોઇ ખોટો ફાયદો ન ઉઠાવે.

  રહ્યો સવાલ બેઠકો ઓછી પડવાની વાત. પટેલ સમાજમાં અનેક શ્રેષ્ઠીઓ છે. સમાજનું હીત તેમને આટલું જ વહાલું હોય તો શિક્ષણક્ષેત્રે ઉમદા સખાવતો કરો. કોણે રોક્યા છે? સંગઠનશક્તિને દીપાવી કેમ શકાય તેનું ભાઇકાકા અને ત્રિભુવનભાઇ પટેલ ઉમદા ઉદાહરણ છે

  અંતે, સમગ્ર ગુજરાતી સમાજનું હીત જેમાં હોય, તેમા જ પટેલ સમાજનું હીત હોય. જ્ઞાતિવાદના ઝેરથી ગુજરાત નબળું પડશે. ગુજરાતને નબળું પાડીને મારા પટેલાભિમાનને પોષવાની વાત કોઇ પણ ભોગે મને મંજૂર નથી. આમા કોઇ દલિલ એવી આપે કે બીજા સમાજની વ્યક્તિ જ્ઞાતિવાદી રાજકારણ રમે છે, તો પટેલ કેમ નહીં. હું એટલું જ કહીશ કે, બીજા સમાજના લોકો રાજકારણ દ્વારા મારા ગુજરાતના ગળે ટૂંપો આપતા હોય ત્યારે મારી ફરજ છે કે હું ગુજરાતનું તેની સામે રક્ષણ કરું, નહીં કે તેમના વાદ લઇને ગળું ટૂંપવા બેસી જાઉ.

  પટેલસમાજ અને ગુજરાતીસમાજનું હીત અલગ નથી જ. અને તેને અલગ પાડવાના દરેક કૃત્યને નીંદવું અને અટકાવવું જ રહ્યું.

  ReplyDelete
 7. સાહેબ તમારી પાસેથી આ અપેક્ષા ન હતી. હું ઘણા લાંબા સમયથી તમારા લેખ વાંચું છું ભલે ભાગ્યે જ કમેન્ટ કરીને મંતવ્ય રજુ કરતો હોઉ છું. પણ તમારી દુર સુધી જોઈ શકવાની વૃત્તિ મને ગમે છે.
  આ વખતે તમે માત્ર દુર સુધી જ જોયું નજીકમાં તમારી નજર પડી નથી તેવું લાગે છે. તમે વર્ષો અગાઉ જે થયું (ખરેખર તે ઘણું દુઃખ દાયી છે) પણ શું તમે ઈતિહાસ રિપીટ થાય તેવું ઈચ્છો છો. માત્ર દલીત કે પાટીદાર રીતે નહીં પણ એક જ દેશના વતની તરીકે કેમ આ વખતે તમે ન વર્ણન કર્યું. અનામત ખરેખર જાતી આધારે મળવી જોઈએ તેવું તમે માનો છો???
  (પટેલ વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરાવવાના ક્લાસ સુદ્ધાં ચાલે છે.) જવાબઃ આવા ક્લાસ મોટાભાગની જાતી માટે ચાલે છે. સરકારી નોકરીની પરિક્ષા વખતે સરકાર દ્વારા અનામતમાં આવતાં ભાઈઓ માટે પણ ક્લાસ ચલાવવામાં આવે છે. ..... તો આ વસ્તુ લખવાનો કોઈ મતલબ નથી બનતો સાહેબ.
  બંને પાસા પર નજર કરવી જરૂરી છે.
  સીસ્ટમ કેમ ન બદલવી જોઈએ તેનું ગળે ઉતરે તેવું એક તો લોજીક આપો.

  ReplyDelete
  Replies
  1. ભાઇ. દલિત સમાજને અન્યાય જાતિને આધારે થયો છે. આથી ન્યાય પણ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને જ કરવો પડે ને?

   Delete
  2. કયા ઇતિહાસ ની વાતો કરો છો? આતો વર્તમાન છે. જરા તમારા કહેવાતા સુધરેલા બજી પેઢીના NRI અમેરિકન પટેલો ને પૂછો કે સમાનતા કોને કહેવાય. ગામડાની વાતો તો દૂર, સીટી માં પટેલો ની સોસાયટી ફ્લેટ માં કોઈ દલિતો ને મકાન તો ભાડે અપાવી બતાવો તમે, પછી સિસ્ટમની વાતો કરજો. દલિતો માં બેરોજગારી સૌથી વધારે છે અને નોકરી સિવાય બીજા કોઈ ધંધા રોજગાર માં તેમને હાંસિયા માં ધકેલી દેવામાં આવે છે. મારા ઘણા મિત્રો દલિત છે, ટેલેન્ટેડ, અંગ્રેજી બોલતા અને બેરોજગાર. પાર્ટ ટાઈમ નોકરી કરી ૧૦ કલાક સમય IAS ની તૈયારી કરે છે. ઘણા આવી રીતે તૈયારી કરી કરીને ઉમર વટાવી જાય છે અને પછી GIDC માં મજુરીએ લાગી જાય છે કારણ કે નોકરી માટે પણ ઓણખાણ જોઈએ અથવા સારી અટક જોઈએ.

   Delete
 8. jo column writing ma anamat hot to tme article to blog posts pan na lakhta hot !!!!!!

  ReplyDelete
 9. anamat anamt karo cho tame badha....
  pan pehla e b khabar che tmane loko ne k sc,st and obc ne j kem anamat aapi chhe.??
  pehla e jani lo...ane jo janya pachi jo tamara ma je thayu tu eni bharpai karva ni takat hoy to anamat lai lo..

  ReplyDelete
 10. you are right MR Kothari...but this people will not understand...

  ReplyDelete
 11. purely biased article...doesnt make any sense

  ReplyDelete
 12. I 100% agree with Kruteshbhia.

  ReplyDelete
 13. Hu anamat virodhi shu pan Aaje aapde aazadi na 68 varsh pachi pan sc st ke aadivashi loko ne aapni society ma sthan aapi nathi shakiya to kya adhikar thi aapde tena anamat no hak chinvi shakiye pela aapde tene svikarva padshe pachi anamat no virodh thay shakshe

  ReplyDelete
 14. Anonymous12:19:00 AM

  Very good Urvishbhai.

  ReplyDelete
 15. Anonymous3:51:00 PM

  Perhaps the acceleration mode is impressed by considering Jain Community (another king-maker lobby) into fold of reservation quota(s). In phased manner, if quota system is becoming larger then what will happen, non-reserved quota (general community) could be fall within minority.

  ReplyDelete
 16. Anonymous7:25:00 PM

  Thanks Urvishbhai, thanks Kruteshbhai.
  Lots of people thinks like you, but they does not have enough logic, you provided and explain in details. As per kruteshbhai, we should think of better Gujarat and better India then aoutomatically we can make ourself better.
  Thanks once again

  ReplyDelete
 17. Anonymous10:55:00 PM

  શું પોતાની મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે હાર્પિક વેરઝેરનું રાજકારણ રમી આપણા ગુજરાતની અસ્મિતાને હાની પહોંચાડી રહ્યો છે.. !! કે પછી તે કોઈ રાજકારણી સાથે મોટી ડીલ(રૂપિયાનો સોદો) કર્યો છે કેમ કે તેનાજ એક નજીકના સાથીદાર દિનિયા પર સૌરાષ્ટ્ર ખાતે અન્ય લોકોના રૂપિયા પચાવી પાડવાના કેસ થયા છે વળી દેના બેન્કે તેને ડીફોલ્ટર પણ જાહેર કર્યો છે.. આવા લોકોની સાથે તે ફરી રહ્યો છે.. હવે બોલો કંઈ કહેવાનું બાકી રહે છે..?
  લોકોમાં હવે વાતો થઇ રહી છે કે, શું નીચલી કક્ષા નું રાજકારણ રમીને આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ? તેમની લોકપ્રિયતા માં ઘટાડો થાય તથા અમારા પાટીદારોની વચ્ચે મુખ્યમંત્રી ની છબી ખરડવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું છે ?
  *
  રાજ્યના દરેક વર્ગ, જ્ઞાતિ કે ધર્મો દ્વારા ચૂંટવામાં આવેલા રાજ્યના એક જવાબદાર મુખ્યમંત્રી પોતે તમામ ગુજરાતીઓ ના મુખ્યમંત્રી છે..ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી, કોઈ પણ ધારાસભ્ય ને તેમના વિસ્તારના દરેક વર્ગ, જ્ઞાતિ તથા ધર્મોના લોકો નાતજાત જોયા વગર મત આપે છે.. શું કેટલાક અસામાજિક તત્વોને તથા સત્તાભુખ્યા લોકોને ગુજરાતીઓની આ પ્રગતિ તથા એકતા થી પેટમાં તેલ રેડાયું છે ? શું આ અંદોલન આપણા ગુજરાતીઓની એકતા તોડી પાડીને ગુજરાતની છબી દેશ-વિદેશમાં ખરડી નાખવાનું એકદમ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલું ષડયંત્ર છે ? આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી ની ગુજરાતીઓ ને જ્ઞાતિ જાતી k ધર્મ ના નામે એક કરવાની આટલા વર્ષોની મેહનત ને નિષ્ફળ બનાવી દેવાનું આયોજન છે કે શું ?
  **
  કેમ હાર્પીકે (not toilet cleaner) GMDC ગ્રાઉન્ડમાં હતો ત્યારે મુખ્યમંત્રી જ આવીને આવેદનપત્ર સ્વીકારે એવું જાણીજોઇને કહ્યું કે જે એક મુખ્યમંત્રી માટે અશક્ય જ હોય !! મુખ્યમંત્રી ને જ નિશાન બનાવીને બેફામ વાણીવિલાસ કેમ હાર્પીકે કર્યો ? હાર્પીક પોતે અમદાવાદમાં રેલી અને સભા સ્થળનો કચરો સાફ કરવાનો હતો એનું શું થયું ? આ છોકરો પોતે ભણવામાં પાછો પડ્યો એટલે આવી રીતે કોઈનો હાથો બન્યો હોય એવું બધાને હવે લાગે છે.. તે પોતે ભણવામાં કશું ઉકાળી ના શક્યો એટલે ગંદા રાજકારણ માં આવીને, જે દેશના કાયદા દ્વારા તથા એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અશક્ય હોય એવી માંગણી ઓ જ કરી રહ્યો છે ? શું પોલીસ ને આયોજનપૂર્વક જાણી જોઇને નિશાન બનાવામાં આવી રહી છે કે જેથી અંતે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી દ્વિધામાં મુકાઈ જાય !! આક્ખું ગુજરાત કહે છે કે કોઈ પણ તોફાનો વખતે કાયદો અને વ્યવસ્થા નું પાલન કારાવા માટે પોલીસવાળાઓ જે કરે તેવું જ આ વખતે પણ કર્યું છે. એમાં કાંઈ નવું નથી..શું હાર્પિક ગભરાઈ ગયો છે કે તેણે કરેલા ભાષણો ના કારણે અને પછીના તોફાનોમાં જે નિર્દોષો મોતને ભેટ્યા તે માટે તેની પર કેસ ચાલવાનો છે..?
  #gujarati
  અને હા પાટીદાર સમાજ હાર્પીકના જન્મ પેહલા થી જ એક હતો, છે અને રેહશે. ભલા માણસ.. હાર્પીકે કશું નવું નથ કર્યું.. આ તો ગાડા તળે કુતરું ને આક્ખા ગાડાનો ભાર તે પોતે જ ઉઠાવતું હોય તેવું દર્શાવવાનો હીન કક્ષાનો પ્રયત્ન થઇ રહ્યો છે.. વળી, આંદોલન ના નામે આપણા પરમ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલના નામનો પણ દુરપયોગ થઇ રહ્યો છે .. સમજુ, ભણેલા અને સાચ્ચા પાટીદાર હોય એ હકારાત્મક રીતે આ વિષે વિચારે જોવે..
  #patidar
  હાર્પીકને કોઈ બોલતા તો શીખવાડો પેહલા..કોઈ સમજદાર અને અનુભવી વ્યક્તિ જો હોય તો, જાહેરમાં શું બોલાય અને શું ના બોલાય એ આ જિંદગીમાં નિષ્ફળ રહેલા બાબલા ને શીખવાડો.. બઈ હાર્પીકનો ઉલ્લેખ આવે છે તો ભણેલા ગણેલા પાટીદારોનું માથું શરમથી ઝુકી જાય છે.. એ પોતે ભણવામાં નિષ્ફળ રહ્યો વળી કોલેજમાં ગ્રેસીંગ (કૃપાગુણ) થી પાસ થયો લાગે છે એટલે જ તો પોતાની નિષ્ફળતાના દોષનો ટોપલો અન્ય લોકો પર નાખીને આક્ખા સમાજને કે જેને ગુજરાતી હોવાનું વધુ ગર્વ છે તે સમાજને તે પોતાના અંગત સ્વપ્ના માટે ગેરમાર્ગે દોરી રહ્યો છે..
  @
  જય સરદાર.. જય પાટીદાર.. જય ગરવી ગુજરાત.. જય ભારત.. જય એશિયા.. જય પૃથ્વી.. જય સૂર્યમંડળ.. જય આકાશગંગા.. જય બ્રહ્માંડ..જય માનવતા.. :)

  ReplyDelete