Sunday, July 06, 2014

રજનીકુમાર પંડ્યાઃ ૭૭મે વર્ષે ઝબકાર? ના, ઝળાંહળાં

(નોંધ- આજે જુલાઇના રોજ રજનીકુમારને ૭૬ વર્ષ પૂરાં થયાં. લેખનું મથાળું રજનીકુમારની શૈલીને અંજલિ તરીકે આપ્યું છે.)

Rajnikumar Pandya/ રજનીકુમાર પંડ્યા
તમે રજનીકુમારને ગુરુ માનો છો? કોઇ પણ માણસને ગુરુ બનાવતાં પહેલાં વિચાર કરવો જોઇએ.એક આદરણીય લેખકે દોઢ- પોણા બે દાયકા પહેલાં પૂરા શુભેચ્છાભાવથી મને કહ્યું હતું

તું રજનીકુમારને ગુરુ માને છે? સાચવજે.બીજા એક સ્નેહી વડીલ લેખકે લગભગ અરસામાં મને કહ્યું હતું.

વખતે હું મુંબઇમાં અભિયાનથકી પત્રકારત્વમાં પ્રવેશ્યાના એકાદ વર્ષમાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનું લેખન-પત્રકારત્વજગત સાવ અજાણ્યું. વિનોદ ભટ્ટ જેવા પ્રિય લેખક સાથે પત્રકાર બન્યા પહેલાં વાચક તરીકેનો પરિચય અને થોડો સંબંધ ખરો સિવાય પહેલેથી એકડો ધૂંટવાનો હતો. પત્રકારત્વના ક્ષેત્રમાં સમવયસ્ક કે એક પેઢી પછીના મિત્રો પાસેથી રજનીભાઇ વિશે ભાગ્યે સારું સાંભળવા મળે. કોઇને એમના પબ્લિક રિલેશનના અને રૂપિયા લઇને લખી આપવાની કે પ્રચારપ્રસારની કામગીરી વિશે વાંધો હોય, તો કોઇને તેમના સ્ત્રીમિત્રોવાળા પાસાનો ઉલ્લેખ કરીને તેમનો એકડો કાઢી નાખે.

મને શરૂઆતમાં બહુ ખટકતું. સમજાતું નહીં કે  બન્ને આરોપસાચા હોય તો પણ કોઇ વ્યક્તિને ફક્ત એટલાથી મૂલવવાની ભૂલ આવા સમજુ લાગતા માણસો કેમ કરતા હશે? તેમને રજનીભાઇનાં પ્રચંડ સર્જકતા ધરાવતાં લખાણ વિશે કશું કહેવાનું નથી? બીજાને નિઃસ્વાર્થભાવે અને હોંશે હોંશે મદદરૂપ થવાની તેમની ખાસિયત લોકો નહીં જાણતા હોય? કે જાણવા નહીં માગતા હોય?

પણ સામી દલીલમાં હું ઉતરતો નહીં. આદરણીય વડીલો સામે વખતે- અને બને ત્યાં સુધી અત્યારે પણ- દલીલમાં ઉતરવું પડે તો સારું, એવી ભાવના હોય. બીજું, દલીલમાં હંમેેશાં આપણી વાત સામેવાળાને સમજાવી શકાય જરૂરી નથી. મને લખીને વધારે ફાવે. પરંતુ તેની જરૂર લાગતી નહીં. હું એમને એટલું કહેતો કે મારી ચિંતા કરશો. ક્યાંથી શું લેવું હું જાણું છું.

હકીકત હતી કે ખુદ રજનીભાઇ પણ વિશે સભાન હતા. તેમણે કરેલાં બધાં વ્યાવસાયિક કામને તે સાહિત્યિક ગણાવતા હતા. એવી રીતે પ્રચારકામગીરી સન્માનજનક નથી ગણાતી પણ તે સમજતા હતા. ક્યારેક કહેતા, ‘મારું કામ બૂટપોલીશફિલ્મના જોનચાચા-ડેવિડ- જેવું છે, જે પોતે દારૂ વેચતો હોવા છતાં સાથે રહેતાં બાળકોને ધંધાથી દૂર રાખે.

ખરેખર, તેમનું મૂલ્યાંકન પણ તેમની જાત પ્રત્યે વધારે પડતું આકરું અને તેમને ભારે અન્યાય કરનારું છે. તેમની વ્યાવસાયિક પ્રવૃત્તિ કે સંબંધોની સૃષ્ટિને દારૂના ધંધા’  જેવી- અનિષ્ટકે પછી બીજા માટે નુકસાનકારકશી રીતે ગણી શકાય? તેમના રવાડે ચડીનેકોઇની જિંદગી બગડી હોય એવો એેકેય દાખલો છેલ્લાં ૨૬ વર્ષના અમારા પરિચયમાં મને જોવા મળ્યો નથી, અને તેમના કારણે જેમનાં અશક્ય લાગતાં કામ થયાં હોય, આસમાની મદદ મળી હોય, અણધાર્યા મેળાપ થયા હોય, સામાજિક સંસ્થાઓ ફૂલીફાલી ને આબાદ થઇ હોય...ટૂંકમાં, જેમની જિંદગી સુધરી કે બની ગઇ હોય એવા અસંખ્ય કિસ્સા જોયા છે અને હજુ જોઉં છું. તેમનું જીવનજોશ જોઇને, અનેક મોરચાનો સંઘર્ષ હોવા છતાં જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ જોઇને સુખદ, અહોભાવમિશ્રિત આશ્ચર્ય અનુભવું છું.

(નોંધ : કોઇ તેમની સામે કોર્ટકેસ કરે અથવા તેમને કેસ કરવો પડે એવી સ્થિતિમાં મૂકે અને પછી કોર્ટમાં હારી જાય, તો એનો દોષ રજનીભાઇના માથે શી રીતે નાખી શકાય? એવી રીતે, વર્ષો સુધી તેમની સાથે મહાલનારા અને તેમના લાભાર્થીરહેલા જણ  સાવ ઘૂળ જેવા કારણસર પોતાની જાતને સામેની છાવણીમાં મૂકી દે અને પોતે આવું કેમ કર્યું તેનો કશો પ્રતીતિકર ખુલાસો રજનીભાઇને આપી શકે નહીં, તો પીડા માટે પણ રજનીભાઇને જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે તેમાં પીડા બન્ને પક્ષે - કદાચ રજનીભાઇના પક્ષે વધારે- હોય છે.)

૧૯૮૮થી તેમની સાથે શરૂ થયેલો અમારો પત્રસંપર્ક આત્મીયતાની તાર્કિક અને દુન્યવી સીમાઓને ક્યારનો વટાવી ગયો છે. એટલે , તેમની મર્યાદાઓ પણ બીજા કરતાં વધારે નજીકથી જોઇ છે. તેમની ખૂબીઓ અને મર્યાદાઓનો સરવાળો માંડનારા આપણે કોણ?’ એવા ડહાપણભર્યા વિચારોની વચ્ચે વચ્ચે, માનવસહજ રીતે અનેક વાર આવું સરવૈયું માંડ્યું છે અને દરેક વખતે ખૂબીઓનું પલ્લું અસાધારણ રીતે- બીજા કોઇના કિસ્સામાં ભાગ્યે જોવા મળે એટલી હદે- નમતું લાગ્યું છે.
Rajnikumar Pandya/ રજનીકુમાર પંડ્યા
આટલું તો અત્યંત અંગત અને નિકટના પરિચયની રૂએ. બાકી તેમના જાહેર વ્યક્તિત્વની- જે કોઇ પણને દેખાવી જોઇએ, છતાં મોટા ભાગના લોકોને નજરઅંદાજ કરવી ગમે છે એવી બાબતોની- યાદી બહુ લાંબી છે.
 • ૭૬ વર્ષ પૂરાં કર્યા પછી પણ લેખનમાં તાજગી તે જાળવી શક્યા છે. દિવ્ય ભાસ્કરમાં તેમની કૉલમ શરૂ થઇ ત્યારે બે-ત્રણ અઠવાડિયાં પછી તેમણે સાવ નવું પાત્ર અને નવો પ્રકાર નીપજાવ્યાં. એવી રીતે નવગુજરાત ટાઇમ્સમાં પણ તેમની કૉલમમાં થાક કે ઘસારો નહીં, પહેલાંના જેવી તાજગી વર્તાય છે.
 • સાહિત્યના સત્તાધીશો દ્વારા તેમનું થવું જોઇએ એવું મૂલ્યાંકન થયું નથી. છતાં લાભશંકર ઠાકર, વિનોદ ભટ્ટ જેવા સમકાલીનો કે  કિરીટ દૂધાત, સુમંત રાવળ જેવા વાર્તાકાર સ્નેહીઓ રજનીભાઇની વાર્તાકળાને મોકળા મને બિરદાવતા રહ્યા છે. બીજા કેટલાક એવા પણ છે, જે અંગત વાતચીતમાં વખાણ કરે, પણ લખવાનું આવે ત્યારે રજનીભાઇનું નામ ભૂલી જાય થોડા વખત પહેલાં એક મિત્રના લખાણની ચર્ચા નિમિત્તે વાર્તાની વાત નીકળી. એટલે રજનીભાઇએ કહ્યું હતું, ‘શૂળ વાર્તા નથી. વાર્તા શૂળની અણી પર હોય છે. અણી માટે શૂળ ઉગાડવાની હોય. આખું ઝાડ ઉગાડવાનું હોય.’ 
 • પોતાના લખાણ વિશે સંતુષ્ટ નહીં થઇ જવાનો અને કડક સ્વમૂલ્યાંકનનો તેમનો ટચસ્ટોનહજુ ઘસાયો નથી. તેમની પાસેથી શીખવા જેવી સૌથી અગત્યની બાબતોમાંની એક લાગી છે. ( બાબતમાં બીજા આદર્શો : અશ્વિની ભટ્ટ, નગેન્દ્ર વિજય
 • શબ્દો વિશેની તેમની ચીવટ, શબ્દોની વ્યુત્પત્તિ અને અર્થચ્છાયાઓમાં તેમનો રસ તથા નવા-અર્થપૂર્ણ શબ્દો નીપજાવવાની તેમની સર્જક-ધાર જરાય બુઠ્ઠાં થયાં નથી
 • છેલ્લાં થોડાં વર્ષથી જે રીતે કમ્પ્યુટર વાપરતા અને પોતાના રોજિંદા કામમાં તેનો કસ કાઢતા થયા છે, એવું તેમના બહુ ઓછા સમવયસ્કો કરી શક્યા છે
 • વાર્તા-નવલકથાઓ તેમનાથી લખાવી જોઇએ એના કરતાં ઘણી ઓછી લખાઇ છે. તેનાં ઘણાં - અને મોટે ભાગે વ્યક્તિગત-કુટુંબગત-સંસારગત- કારણ છે. છતાં, કાચુંપાકું લખીને આપી દેવાનું તેમને હજુ મંજૂર રહેતું નથી. આખા લખાણમાં એક શબ્દ ખોટી રીતે કે ખોટી જગ્યાએ વપરાયો હોય તો તેમને ખટક્યા વિના રહે. તેમના તરફથી બાબતનો હળવો ઠપકો મેળવવો હંમેશાં મને પ્રિવિલેજ- વિશેષાધિકાર લાગ્યો છે. (જોકે, જે અંદાજમાં કહે છે તેના માટે હળવો ઠપકો પણ ભારે શબ્દ છે.) 
 • લેખક એટલે ઝોળાવાળો નહીં, પણ બીજા વ્યાવસાયિકો જેવો વ્યાવસાયિક, તેને પણ પેટ હોય અને ઘર હોય, તેને પણ સ્વમાનથી રહેવા માટે રૂપિયા જોઇએઆવી સમજણમાં અકોણાઇ ઉમેર્યા વિના, તેનો આગ્રહ રાખવાનું કામ રજનીભાઇએ કર્યું. તેનો ફાયદો મારી પેઢીના મારા સહિતના ઘણા લોકોને મળે છે. પ્રવચન આપવા માટે અમે સન્માનજનક રકમ માગી શકીએ છીએ અને આયોજકોને કહી શકીએ છીએ કે ફક્ત વાહન લઇ-મૂકી જાય પૂરતું નથી. અમારા સમયની કિંમત હોય છે. દોઢેક દાયકા પહેલાં એક ઉત્સાહી કટારલેખક પોતાના ખર્ચે બસમાં પ્રવચન આપવા પહોંચી જતા હતા. આયોજકો પાસેથી રૂપિયા લેવા જોઇએ અને આપણો અધિકાર છે, એવું તેમને રજનીભાઇએ શીખવાડ્યું. ભાઇએ રજનીભાઇ સાથે ફોન પરની વાતચીતમાં બાબત સહજતાથી સ્વીકારી હતી. (હવે જાહેરમાં તેનો સ્વીકાર કરે કે કેમ જુદી વાત છે.) 
 • અમારા જોડાણને મજબૂત અને ટકાઉ બનાવવામાં જૂનાં હિંદી ગીતોનો મોટો ફાળો છે. તેમને હજારોની સંખ્યામાં- હા, ખરેખર હજારોની સંખ્યામાં- ગીતોના પાઠ મોઢે છે અને તે ઘૂન સાથે ગાઇ શકે છે. (તે બહુ સૂરમાં ગાય છે અને કહે છે કે એમને ખરેખર ગાયક બનવું હતું, પણ બની શક્યા. બદલ તે પોતાની જાતને નિષ્ફળ પણ માને છે.) 
 • મોરારીબાપુથી માંડીને હિંદુ-મુસ્લિમ પ્રશ્ન વિશે અમારી સમજણ ઘણી જુદી છે. અમારી વચ્ચે ખાસ્સો મતભેદ છે. પરંતુ તેમની મોટી ખૂબી છે કે હું મહેમદાવાદમાં રહેતો સામાન્ય સંગીતપ્રેમી છોકરો હતો ત્યારથી લઇને હું મહેમદાવાદમાં રહેતો અને લેખન કરતો માણસ બન્યો છું ત્યાં સુધી, તેમણે પોતાના વિચાર મારી પર થોપવા કદી પ્રયાસ કર્યો નથી. અમે તેમને ગુરુ ગણીએ છીએ, તો વળતા વ્યવહારે તેમણે ગુરુદક્ષિણામાં કદી અમારી સ્વતંત્ર વિચારશક્તિ માગી લીધી નથી. ક્ષેત્રમાં બહુ ઓછા માણસો- જાણીતા લેખકો- એવા હોય છે, જે તેમના ચાહકોની બૌદ્ધિક પ્રગતિ જોઇને અસલામતી અનુભવે અને રાજી થાય. રજનીભાઇ એવા એક જણ છે. તેમના વર્તુળની બહારનું અમારું વર્તુળ ઊભું થાય અને તેમની હરોળના કહેવાય એવા બીજા લોકોના નિકટ પરિચયમાં અમે આવીએ, તેમને પણ ગુરુ ગણીએ, એથી રજનીભાઇ કદી કચવાયા હોય એવું લાગ્યું નથી. બલ્કે, વાતનો તે હંમેશાં રાજીપો વ્યક્ત કરે છે. ચાહકો-પ્રેમીઓ હંમેશાં પોતાની આસપાસ ઉપગ્રહની જેમ ફરતા રહેવા જોઇએ અને તેમની ભ્રમણકક્ષામાં જરા પણ ફરક પડવો જોઇએ, એવી અપેક્ષા રાખનારા ઘણા લેખકો કરતાં રજનીભાઇ રીતે જુદા અને ઘણા ચડિયાતા છે
 • મોટી ઉંમરના ગુરુજનોમાં નારાજ થશે તો?’ એવી ચિંતા કર્યા વિના જેમની સાથે અસંમત થઇ શકાય, તેમનો વિરોધ કરી શકાય એવા  ગુરુ તરીકે રજનીભાઇનું સ્થાન બહુ વિશિષ્ટ છે
 • બીરેન, બિનીત અને હું ગૌરવપૂર્વક અમારી જાતને રજનીભાઇના શિષ્ય તરીકે ઓળખાવીએ ત્યારે ઘણા મિત્રોને દુઃખદ આશ્ચર્ય કે સીધી નારાજગી થાય છે. તેમના પ્રતિભાવથી પહેલાં દુઃખ થતું હતું. હવે તેમની સમસ્યા લાગે છે, જેમાં ઇચ્છે તો અમે મદદ કરી શકીએ. બાકી,  જરૂર લાગતી નથી.
રજનીભાઇ જેટલું ઘટનાપ્રચૂર અને નાટકીય જીવન જીવ્યા છે, તેના બધા પ્રસંગ આલેખે તો આત્મકથા માટે દસ ભાગ પણ ઓછા પડે. તેમને સળંગસૂત્ર આત્મકથાભલે નહીં, પણ તેમાંથી પ્રસંગો લખવાનો આગ્રહ અમે ઘણા વખતથી કરીએ છીએ. જીવનની સંકુલતા અને માનવમનનાં અતળ ઊંડાણો આલેખતાં તેમનાં લખાણ આવે તો ઘણીખરી નવલકથાઓ ફિક્કી લાગે. પરંતુ તેમની પાસે કોઇએ લખાવવું પડે અને લખાવતાં પહેલાં એમના વિશે હવામાંથી કે આછી પાતળી રેખાઓને આધારે બાંધી લીધેલા અભિપ્રાયોથી આગળ વધવાની તૈયારી રાખવી પડે.

રજનીભાઇ આત્મકથા કે તેના અંશ નહીં લખે તેમાં એમનું કશું નુકસાન નથી, પણ લખશે તો આપણને- ગુજરાતી વાચકોને- બહુ મોટો ફાયદો છે. પછી તો જેવાં ગુજરાતી ભાષા અને વાચકોનાં નસીબ.

3 comments:

 1. ગુરુ...ગુરુ...સાડી સત્તર વાર ગુરુ. તેમની પાસેથી મેળવેલા જ્ઞાન, સમજણ અને શાણપણની પાસબુક એન્ટ્રી પણ તેમની પાસે જ કરાવવી પડે. તેઓ ઉલટભેર આ જમા એન્ટ્રીઓ કરી આપે પણ ખરા. અને હા...પાસબુકના કવરપેજ પર બૅન્કના નામ - સરનામા બાબતે ધ્યાન દોરીએ તો આ પૂર્વ બૅન્ક મેનેજર રબર સ્ટેમ્પ કરવાને બદલે ખુદનું વિઝિટીંગ કાર્ડ સ્ટેપલ કરી આપે. એટલા માટે કે...
  વખત છે ને તમારે નવા ગુરુ કરવા હોય તો જૂનું કાર્ડ કાઢીને નવું ચોંટાડવામાં સરળતા રહે.
  રજનીકુમાર પંડ્યા...મારા માટે રજનીકાકા...આત્મકથા નહીં લખે તો પાસબુકમાં ખોટની ખતવણી કરવી પડશે. એ નુકસાન કાયમી હશે તેનો પણ અંદાજ છે જ.

  બિનીત મોદી (અમદાવાદ)

  BLOG: http://binitmodi.blogspot.in/2012/07/blog-post_06.html

  ReplyDelete
 2. Excellent :)

  ReplyDelete
 3. ઉત્કંઠા2:24:00 PM

  મોટી ઉંમરના ગુરુજનોમાં ‘એ નારાજ થશે તો?’ એવી ચિંતા કર્યા વિના જેમની સાથે અસંમત થઇ શકાય, તેમનો વિરોધ કરી શકાય એવા ગુરુ તરીકે રજનીભાઇનું સ્થાન બહુ વિશિષ્ટ છે. બહુ અલભ્ય કહી શકાય તેવી બાબત.. સરસ, ભાવવાહી લેખ....

  ReplyDelete