Thursday, May 22, 2014
પરિણામોની સવારે, આટલું મારા તરફથી
(નોંધ- અત્યાર સુધી એવું બનતું રહ્યું છે કે બ્લોગપોસ્ટની લિન્ક ફેસબુક પર મૂકું. પરંતુ લોકસભા ચૂંટણીનાં પરિણામોની સવારે, ગુજરાત ક્વિનમાં મહેમદાવાદથી મણિનગર જતાં ટ્રેનમાં લખેલું અને સવારે સાડા દસની આસપાસ ફેસબુક પર સ્ટેટસ તરીકે મૂકેલું આ લખાણ બ્લોગમાં સચવાઇ જાય અને સહેલાઇથી શોધી શકાય, એ હેતુથી અહીં મૂક્યું છે.)
(ફટાકડાના અવાજ),
‘લો, મોદીની સરકાર તો આવી ગઇ.’
‘હા. બિલકુલ. પૂરી બહુમતીથી.’
‘તમારી વાત કેવી ખોટી પડી, નહીં?’
‘કઇ વાત?’
‘કેમ? ભૂલી ગયા? તમે તો મોદીની કેટલી બધી ટીકા કરતા હતા કે એ તો આમ છે ને તેમ છે...પણ એ તો જીતી ગયા.’
‘તમે બન્ને વાત ભેગી કરી દીધી. મોદી હારી જશે એવી આગાહીઓ ક્યારે મારા લખાણમાં ક્રાયે વાંચી? ને મોદીની ટીકા તો હજી ઉભી જ રહે છે- એ મુદ્દાઓ પર તેમનું વલણ ન બદલાય ત્યાં સુધી. ચૂંટણીમાં તેમની જીતને એની સાથે કશો સંબંધ નથી.’
‘પણ એ હારે એવો પ્રયાસ તો તમે કરતા હતા ને? લોકોએ તમારા જેવા ટીકાકારોની ટીકા ફગાવી દીધી, એ તો તમે માનશો ને?’
‘ચોક્કસ. હું એવો પ્રયાસ કરતો હતો અને લોકોએ મોદી વિશેની ટીકા ઘ્યાન પર ન લીધી, એ હકીકત છે.’
‘તો હવે શું થશે?’
‘કોનું? દેશનું?’
‘ના, તમારા જેવા મોદીના ટીકાકારોનું.’
‘કેમ? શું થશે?’
‘એટલે કે તમે હવે શું કરશો?’
‘કામ. બીજું શું?’
‘કેવું કામ? તમે તો મોદીએ તમને નવરા ન કરી દીધા?’
‘નવરા શા માટે? નવરા કદાચ થાય તો પણ ભક્તો થાય. મારા જેવા મોદીના ટીકાકારોને તો ઉપરથી કામ વઘ્યું.’
‘તમે તો પડ્યા પછી પણ ટંગડી ઊંચી રાખો છો. સ્વીકારી લો ને કે મોદી જીતી ગયા ને તમે હારી ગયા.’
‘એમાં મારા અલગથી સ્વીકારની જરૂર ક્યાં છે? હું કોઇ રાજકીય પક્ષનો માણસ તો છું નહીં કે મારે આવાં જાહેર નિવેદનો બહાર પાડવાં પડે...અને પડવાનો કે ટંગડીનો પ્રશ્ન જ ક્યાં છે? મોદીની સરકાર બન્યા પછી પણ મારું કામ તો ચાલુ જ રહેવાનું છે.’
‘તમે ક્યારના કામ-કામ કર્યે રાખો છો, તે હવે તમે શું કામ કરવાના? મોદીની ભક્તમંડળીઓમાં જોડાઇ જવાના? કે લખવાનું બંધ કરીને બીજો કોઇ વ્યવસાય શોધવાના?’
‘તમે સમજ્યા નહીં. મેં કહ્યું ને કે હવે તો કામ વધી ગયું - પ્રચારથી સચ્ચાઇને અલગ તારવવાનું કામ, ઝાકઝમાળની વચ્ચેથી અસલિયત તારવવાનું કામ, ‘મેન’ને સુપરમેનથી અલગ પાડવાનું કામ, વઘુ ને વઘુ લોકોને ચિત્રની બીજી બાજુ દેખાડવાનું કામ, નાગરિક તરીકે કોઇ પણ વ્યક્તિને ઉદ્ધારક ન ગણવી એ સમજાવવાનું કામ...’
‘મને એમ કે મોદીની જીત પછી તો તમે સુધરી જશો.’
‘એ બાબતમાં હું તમારા પ્રિય નેતા અને હવે મારા દેશના વડાપ્રધાન થનારા મોદીને પહેલી તક આપવા માગું છું. વડાપ્રધાન તરીકે એ તેમનાં હક અને ફરજ બન્ને છે...બસ, આવજો ત્યારે. આપણે તો વારંવાર મળવાનું રહેશે- જોકે, દેશના સંદર્ભમાં ઓછું. ગુજરાતના સંદર્ભમાં વધારે. કારણ કે, મને પહેલેથી દિલ્હી કરતાં ગાંધીનગર વધારે નજીક લાગે છે.’

Subscribe to:
Post Comments (Atom)
Urvishbhai I was eagerly awaiting your response along with pro and anti namo crowd.I was surprised that there is no comment from either side.Looks like pro namo group is busy in celebration and anti namo group is in disbelief.Looking forward for your expectation from new govt and PM as you promised in article.
ReplyDeleteRajan.Shah ( Vancouver, Canada)
mast mast mast.......third empire
ReplyDelete